8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Feb 23, 2019, 19:57 IST | Bhavin
 • મોદીનો શંખનાદ લોકસભા ચૂંટણી પહેલા તમામ મોટા નેતાઓએ ચૂંટણી સભાઓ કરવાની શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના વિધાનસભા ક્ષેત્રમાં વિજય સંકલ્પ રેલી કરી ભાજપ માટે રાજ્યમાં લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યા અને પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પુલવામા હુમલા બાદ તમે જોયું કે કેવી રીતે એક એક કરીને પાકિસ્તાન પાસેથી હિસાબ લેવામાં આવી રહ્યો છે. અમારી સરકારના નિર્ણયથી ત્યાં હડકંપ મચ્યો છે.

  મોદીનો શંખનાદ

  લોકસભા ચૂંટણી પહેલા તમામ મોટા નેતાઓએ ચૂંટણી સભાઓ કરવાની શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના વિધાનસભા ક્ષેત્રમાં વિજય સંકલ્પ રેલી કરી ભાજપ માટે રાજ્યમાં લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યા અને પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પુલવામા હુમલા બાદ તમે જોયું કે કેવી રીતે એક એક કરીને પાકિસ્તાન પાસેથી હિસાબ લેવામાં આવી રહ્યો છે. અમારી સરકારના નિર્ણયથી ત્યાં હડકંપ મચ્યો છે.

  1/9
 • મહત્વની બેઠક પુલવામા આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ પ્રધાન સહિત ત્રણેય સેનાના પ્રમુખો અને ભારતીય દૂતાવાસના અધિકારીઓની 25 ફેબ્રુઆરીએ બેઠક બોલાવી છે. સોમવારે શરૂ થનારી આ બેઠક બે દિવસ ચાલશે. આ બેઠકમાં પાકિસ્તાનને આતંક મામલે ખુલ્લુ પાડવા પર ચર્ચા થઈ શકે છે.

  મહત્વની બેઠક

  પુલવામા આતંકી હુમલા બાદ સરકાર એક્શનમાં દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ પ્રધાન સહિત ત્રણેય સેનાના પ્રમુખો અને ભારતીય દૂતાવાસના અધિકારીઓની 25 ફેબ્રુઆરીએ બેઠક બોલાવી છે. સોમવારે શરૂ થનારી આ બેઠક બે દિવસ ચાલશે. આ બેઠકમાં પાકિસ્તાનને આતંક મામલે ખુલ્લુ પાડવા પર ચર્ચા થઈ શકે છે.

  2/9
 • સંરક્ષણ પ્રધાનનો સ્વીકાર સંરક્ષણ પ્રધાન નિર્મલા સીથારમણ આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં સંરક્ષણ પ્રધાને પૂર્વ સૈનિકો સાથેના સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે દેશની સુરક્ષા અને રાફેલ સહિતના મુદ્દે નિવેદન આપ્યા. તો સૈનિકો સાથે ચર્ચા પણ કરી. જો કે આ કાર્યક્રમ દરમિયાન એક પૂર્વ સૈનિકે નિવૃત્તિ બાદ ખેતીની જમીન ન મળી હોવાની રજૂઆત કરી ત્યારે સંરક્ષણ પ્રધાન ચોંકી ઉઠ્યા હતા. નિર્મલા સીથારમણે કહ્યું કે કેન્દ્રની ટીમ આ મામલે તપાસ કરશે. મળતી માહિતી મૂજબ 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ લડનારા સૈનિકે જમીન ન મળી હોવાની રજૂઆત કરી હતી.

  સંરક્ષણ પ્રધાનનો સ્વીકાર

  સંરક્ષણ પ્રધાન નિર્મલા સીથારમણ આજે અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં સંરક્ષણ પ્રધાને પૂર્વ સૈનિકો સાથેના સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે દેશની સુરક્ષા અને રાફેલ સહિતના મુદ્દે નિવેદન આપ્યા. તો સૈનિકો સાથે ચર્ચા પણ કરી. જો કે આ કાર્યક્રમ દરમિયાન એક પૂર્વ સૈનિકે નિવૃત્તિ બાદ ખેતીની જમીન ન મળી હોવાની રજૂઆત કરી ત્યારે સંરક્ષણ પ્રધાન ચોંકી ઉઠ્યા હતા. નિર્મલા સીથારમણે કહ્યું કે કેન્દ્રની ટીમ આ મામલે તપાસ કરશે. મળતી માહિતી મૂજબ 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ લડનારા સૈનિકે જમીન ન મળી હોવાની રજૂઆત કરી હતી.

  3/9
 • કેજરીવાલ કરશે ઉપવાસ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાએ અચોક્કસ મુદતના ઉપવાસની જાહેરાત કરી છે. દિલ્હીની પૂર્ણ રાજ્યની માગ સાથે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અચોક્કસ મુદ્દતના ધરણા કરશે. કેજરીવાલે આજે દિલ્હીની વિધાનસભામાંથી બહાર નીકળીને આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ 1 માર્ચથી આમરણાંત ઉપવાસ કરશે.

  કેજરીવાલ કરશે ઉપવાસ

  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાએ અચોક્કસ મુદતના ઉપવાસની જાહેરાત કરી છે. દિલ્હીની પૂર્ણ રાજ્યની માગ સાથે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અચોક્કસ મુદ્દતના ધરણા કરશે. કેજરીવાલે આજે દિલ્હીની વિધાનસભામાંથી બહાર નીકળીને આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ 1 માર્ચથી આમરણાંત ઉપવાસ કરશે.

  4/9
 • ઠાકોર સેનામાં ભાગલા લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની અસર દેખાઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પક્ષના મોવડી મંડળથી નારાજગી બાદ હવે ઠાકોર સેનામાં જ ભાગલા પડ્યા છે. ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોરથી નારાજ લોકોએ હવે રોયલ ઠાકોર સેના નામનું નવું સંગઠન બનાવ્યું છે.

  ઠાકોર સેનામાં ભાગલા

  લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની અસર દેખાઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પક્ષના મોવડી મંડળથી નારાજગી બાદ હવે ઠાકોર સેનામાં જ ભાગલા પડ્યા છે. ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોરથી નારાજ લોકોએ હવે રોયલ ઠાકોર સેના નામનું નવું સંગઠન બનાવ્યું છે.

  5/9
 • આવતીકાલે શ્રીદેવીની પહેલી વરસી ઈન્ડિયન સિનેમાના પહેલા ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીની આવતીકાલે પહેલી વરસી છે. ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ જ શ્રીદેવીનું નિધન થયું હતું. તેમની પહેલી વરસી પર ફેન્સ ફરી એકવાર પોતાની ફેવરિટ અભિનેત્રીની યાદ તાજા કરશે. શ્રીદેવીના પતિ બોની કપૂરે આ અવસરે શ્રીદેવીની ફેમસ કોટા સાડીની હરાજી કરવા માટે દાન કરી છે, જેથી હરાજીમાંથી મળનારી રકમથી લોકોની મદદ થઈ શકે.

  આવતીકાલે શ્રીદેવીની પહેલી વરસી

  ઈન્ડિયન સિનેમાના પહેલા ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીની આવતીકાલે પહેલી વરસી છે. ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ જ શ્રીદેવીનું નિધન થયું હતું. તેમની પહેલી વરસી પર ફેન્સ ફરી એકવાર પોતાની ફેવરિટ અભિનેત્રીની યાદ તાજા કરશે. શ્રીદેવીના પતિ બોની કપૂરે આ અવસરે શ્રીદેવીની ફેમસ કોટા સાડીની હરાજી કરવા માટે દાન કરી છે, જેથી હરાજીમાંથી મળનારી રકમથી લોકોની મદદ થઈ શકે.

  6/9
 • 2 દિગ્ગજ એકસાથે બોલીવુડના બે સુપરસ્ટાર કિંગ ખાન અને બિગ બી લાંબા સમય બાદ સાથે દેખાવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન એક ફિલ્મ માટે સ્ક્રીન પર સાથે દેખાશે, પરંતુ ફિલ્મમાં સાથે નહીં દેખાય. તાજેતરમાં જ શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચને એક વીડિયો શૂટ કર્યો છે, જેમાં બંને અપકમિંગ ફિલ્મ 'બદલા' પર ચર્ચા કરી રહ્યા છે.

  2 દિગ્ગજ એકસાથે

  બોલીવુડના બે સુપરસ્ટાર કિંગ ખાન અને બિગ બી લાંબા સમય બાદ સાથે દેખાવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન એક ફિલ્મ માટે સ્ક્રીન પર સાથે દેખાશે, પરંતુ ફિલ્મમાં સાથે નહીં દેખાય. તાજેતરમાં જ શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચને એક વીડિયો શૂટ કર્યો છે, જેમાં બંને અપકમિંગ ફિલ્મ 'બદલા' પર ચર્ચા કરી રહ્યા છે.

  7/9
 • કોહલીએ શું કહ્યું ? ICC World Cup 2019માં ભારત પાકિસ્તાન મેચને લઈને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે. વિરાટે કહ્યું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલાની ઘટના દુઃખદ છે. આ સમયે અમે દેશના સાથે છે. હુમલામાં માર્યા ગયેલા શહીદોના પરિવાર પ્રત્યે મારી અને આખી ટીમની સંવેદનાઓ છે. પાકિસ્તાન સાથે રમવાને લઈને સરકાર અને બોર્ડનો કોઈપણ નિર્ણય અમને મંજૂર રહેશે.

  કોહલીએ શું કહ્યું ?

  ICC World Cup 2019માં ભારત પાકિસ્તાન મેચને લઈને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે. વિરાટે કહ્યું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલાની ઘટના દુઃખદ છે. આ સમયે અમે દેશના સાથે છે. હુમલામાં માર્યા ગયેલા શહીદોના પરિવાર પ્રત્યે મારી અને આખી ટીમની સંવેદનાઓ છે. પાકિસ્તાન સાથે રમવાને લઈને સરકાર અને બોર્ડનો કોઈપણ નિર્ણય અમને મંજૂર રહેશે.

  8/9
 • કાલે પહેલી T20 ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લગભગ એક મહિના પછી ફરી ક્રિકેટના મેદાનમાં જંગ થવાની છે. વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે પ્રથમ ટી-20 મેચ રમાશે. મેચ સાંજે 7.00 કલાકેથી શરુ થશે. ભારતીય ટી-20 ક્રિકેટમાં પોતાનો દબદબો બનાવી રાખવા માંગશે. જ્યારે કંગારુ કેપ્ટન એરોન ફિન્ચ પોતાના મેદાનમાં ટેસ્ટ અને વન-ડેમાં મળેલા પરાજયનો બદલો લેવા માંગશે.

  કાલે પહેલી T20

  ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લગભગ એક મહિના પછી ફરી ક્રિકેટના મેદાનમાં જંગ થવાની છે. વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે પ્રથમ ટી-20 મેચ રમાશે. મેચ સાંજે 7.00 કલાકેથી શરુ થશે. ભારતીય ટી-20 ક્રિકેટમાં પોતાનો દબદબો બનાવી રાખવા માંગશે. જ્યારે કંગારુ કેપ્ટન એરોન ફિન્ચ પોતાના મેદાનમાં ટેસ્ટ અને વન-ડેમાં મળેલા પરાજયનો બદલો લેવા માંગશે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ઈમરાન ખાનને મોદીએ શું કહ્યું, પાકિસ્તાન સાથે મેચ પર શું બોલ્યા કોહલી, સાથે આવી રહ્ય છે બિગ બી-કિંગ ખાન, વાંચો બધા જ સમાચાર એક સાથે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK