3 વાગ્યા સુધીના તમામ સમાચાર, જે તમારે જાણવા છે જરૂરી

Published: Feb 12, 2019, 14:40 IST | Bhavin
 • ગાંધી પરિવાર પર PMના પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર પ્રહાર કર્યા છે. કુરુક્ષેત્રમાં એક જનસભાને સંબોધન દરમિયાન પીએમ મોદી ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશનો ઈતિહાસ માત્ર એક જ પરિવારની આસપાસ લખવામાં આવ્યો છે. કેટલાક લોકો માટે દેશનો ઈતિહાસ માત્ર 1947થી શરૂ થાય છે.

  ગાંધી પરિવાર પર PMના પ્રહાર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર પ્રહાર કર્યા છે. કુરુક્ષેત્રમાં એક જનસભાને સંબોધન દરમિયાન પીએમ મોદી ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશનો ઈતિહાસ માત્ર એક જ પરિવારની આસપાસ લખવામાં આવ્યો છે. કેટલાક લોકો માટે દેશનો ઈતિહાસ માત્ર 1947થી શરૂ થાય છે.

  1/12
 •   વડાપ્રધાનને કહ્યા વચેટિયા વડાપ્રધાન મોદીએ અનિલ અંબાણી માટે વચેટિયા તરીકે કામ કર્યું હોવાનો રાહુલે આરોપ લગાવ્યો છે. ફરી એકવાર રાફેલ મામલે પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે વડાપ્રધાનની ફ્રાંસ મુલાકાત પહેલા અનિલ અંબાણી ફ્રાંસ જઈને રક્ષામંત્રીને મળ્યા હતા. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે રફાલ સોદો થવાના 10 દિવસ પહેલા જ અનિલ અંબાણીને તેની ખબર હતી.રાહુલ ગાંધીએ એક ઈમેઈલનો ઉલ્લેખ કર્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાનના બદલે અનિલ અંબાણી ડીલ કરશે. રાહુલ ગાંધીએ એવા પણ સવાલ ઉઠાવ્યા કે રાફેલ સોદાના મામલામાં રક્ષામંત્રાલય, HAL, વિદેશ મંત્રીને પણ કોઈ જ માહિતી નહોતી. પરંતુ અનિલ અંબાણીને ખબર હતી. અનિલ અંબાણીની રાફેલ સોદા વિશે માહિતી આપીને વડાપ્રધાને ઑફિશીયલ સીક્રેટ એક્ટનો ભંગ કર્યો છે. જેથી તેમની સામે કાર્રવાઈ થવી જોઈએ. તેમને જેલ મોકલવા જોઈએ. વધુ વાંચો  

   

  વડાપ્રધાનને કહ્યા વચેટિયા

  વડાપ્રધાન મોદીએ અનિલ અંબાણી માટે વચેટિયા તરીકે કામ કર્યું હોવાનો રાહુલે આરોપ લગાવ્યો છે. ફરી એકવાર રાફેલ મામલે પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે વડાપ્રધાનની ફ્રાંસ મુલાકાત પહેલા અનિલ અંબાણી ફ્રાંસ જઈને રક્ષામંત્રીને મળ્યા હતા. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે રફાલ સોદો થવાના 10 દિવસ પહેલા જ અનિલ અંબાણીને તેની ખબર હતી.રાહુલ ગાંધીએ એક ઈમેઈલનો ઉલ્લેખ કર્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાનના બદલે અનિલ અંબાણી ડીલ કરશે. રાહુલ ગાંધીએ એવા પણ સવાલ ઉઠાવ્યા કે રાફેલ સોદાના મામલામાં રક્ષામંત્રાલય, HAL, વિદેશ મંત્રીને પણ કોઈ જ માહિતી નહોતી. પરંતુ અનિલ અંબાણીને ખબર હતી. અનિલ અંબાણીની રાફેલ સોદા વિશે માહિતી આપીને વડાપ્રધાને ઑફિશીયલ સીક્રેટ એક્ટનો ભંગ કર્યો છે. જેથી તેમની સામે કાર્રવાઈ થવી જોઈએ. તેમને જેલ મોકલવા જોઈએ.

  વધુ વાંચો

   

  2/12
 • અખિલેશ યાદવને અટકાવાયા અખિલેશ યાદવનો આરોપ છે કે તેમને જબરદસ્તી લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે અને અલાહાબાદ યુનિવર્સિટી જવા દેવામાં નથી આવ્યા. પ્રયાગરાજમાં અલાહાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘ શપથગ્રહણ સમારોહમાં જવાની તૈયારીમાં લખનઉ એરપોર્ટ પહોંચેલા અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે કે મને પ્રયાગરાજ જતો રોકવામાં આવ્યો છે. મારી ફ્લાઇટ અટકાવવામાં આવી છે. અખિલેશ યાદવે કહ્યું કે સરકાર એટલી ડરે છે કે મને લખનઉ એરપોર્ટ પર જ અટકાવી દીધો.અખિલેશ લગભગ 11 વાગે લખનઉના ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. વધુ વાંચો


  અખિલેશ યાદવને અટકાવાયા

  અખિલેશ યાદવનો આરોપ છે કે તેમને જબરદસ્તી લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે અને અલાહાબાદ યુનિવર્સિટી જવા દેવામાં નથી આવ્યા. પ્રયાગરાજમાં અલાહાબાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘ શપથગ્રહણ સમારોહમાં જવાની તૈયારીમાં લખનઉ એરપોર્ટ પહોંચેલા અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે કે મને પ્રયાગરાજ જતો રોકવામાં આવ્યો છે. મારી ફ્લાઇટ અટકાવવામાં આવી છે. અખિલેશ યાદવે કહ્યું કે સરકાર એટલી ડરે છે કે મને લખનઉ એરપોર્ટ પર જ અટકાવી દીધો.અખિલેશ લગભગ 11 વાગે લખનઉના ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

  વધુ વાંચો

  3/12
 • નાગેશ્વર રાવને સજા સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર અને પૂર્વ ઇન્ટરિમ ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે ગિલ્ટી ઓફ કન્ટેમ્પ્ટ (અવમાનના દોષી) ઠેરવ્યા છે. કોર્ટે રાવને એક આખો દિવસ કોર્ટમાં એક ખૂણામાં બેસી રહેવાની સજા સંભળાવી છે. આ પહેલા સોમવારે થયેલી સુનાવણી દરમિયાન રાવે કોર્ટ પાસે કોઇપણ શરત વગર માફી માંગી અને કહ્યું કે તેમને તેમની ભૂલનો અહેસાસ છે. તેમનો ઇરાદો કોર્ટની અવહેલના કરવાનો જરાય ન હતો. સુપ્રીમ કોર્ટને રાવની આ દલીલથી સંતોષ થયો નહીં. કોર્ટે રાવને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રાવની સાથે જ કોર્ટે કાયદાકીય સલાહ આપનારા અધિકારી ભાસુરનને પણ દોષી ઠેરવ્યા છે. વધુ વાંચો


  નાગેશ્વર રાવને સજા

  સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર અને પૂર્વ ઇન્ટરિમ ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે ગિલ્ટી ઓફ કન્ટેમ્પ્ટ (અવમાનના દોષી) ઠેરવ્યા છે. કોર્ટે રાવને એક આખો દિવસ કોર્ટમાં એક ખૂણામાં બેસી રહેવાની સજા સંભળાવી છે. આ પહેલા સોમવારે થયેલી સુનાવણી દરમિયાન રાવે કોર્ટ પાસે કોઇપણ શરત વગર માફી માંગી અને કહ્યું કે તેમને તેમની ભૂલનો અહેસાસ છે. તેમનો ઇરાદો કોર્ટની અવહેલના કરવાનો જરાય ન હતો. સુપ્રીમ કોર્ટને રાવની આ દલીલથી સંતોષ થયો નહીં. કોર્ટે રાવને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રાવની સાથે જ કોર્ટે કાયદાકીય સલાહ આપનારા અધિકારી ભાસુરનને પણ દોષી ઠેરવ્યા છે.

  વધુ વાંચો

  4/12
 • વળતરની જાહેરાત આજે દિલ્હીની હોટેલમાં ભીષણ આગ લાગતા 17 લોકોનાં મોત થયા છે. જીવ ગુમાવનારા લોકોમાં 17 લોકોમાં સાત પુરુષો, એક મહિલા અને એક બાળક સામેલ છે. દિલ્હી સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકોમાંથી મોટા ભાગના લોકો કેરલથી છે. અકસ્માતની જાણકારી મળતા મંત્રી સત્યેન્દ્ર જૈને કરોલબાગની તમામ હોટેલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસના આદેશ આપ્યા છે. વધુ વાંચો


  વળતરની જાહેરાત

  આજે દિલ્હીની હોટેલમાં ભીષણ આગ લાગતા 17 લોકોનાં મોત થયા છે. જીવ ગુમાવનારા લોકોમાં 17 લોકોમાં સાત પુરુષો, એક મહિલા અને એક બાળક સામેલ છે. દિલ્હી સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકોમાંથી મોટા ભાગના લોકો કેરલથી છે. અકસ્માતની જાણકારી મળતા મંત્રી સત્યેન્દ્ર જૈને કરોલબાગની તમામ હોટેલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસના આદેશ આપ્યા છે.

  વધુ વાંચો

  5/12
 • હિસ્સો વેચશે સરકાર કેન્દ્ર સરકારે એક્સિસ બેન્કમાં પોતાનો હિસ્સો વેચવાનું નક્કી કર્યું છે. આવતીકાળથી સરકાર બેંકમાં 'સ્પેસિફાઇડ અંડરટેકિંગ ઑફ ધ યુનાઇટેડ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા' (SUUTI)ના માધ્યમથી રાખવામાં આવેલી પોતાની હિસ્સેદારી વેચશે. પોતાનો હિસ્સો વેચીને કેન્દ્ર સરકાર 5,316 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. વધુ વાંચો


  હિસ્સો વેચશે સરકાર

  કેન્દ્ર સરકારે એક્સિસ બેન્કમાં પોતાનો હિસ્સો વેચવાનું નક્કી કર્યું છે. આવતીકાળથી સરકાર બેંકમાં 'સ્પેસિફાઇડ અંડરટેકિંગ ઑફ ધ યુનાઇટેડ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા' (SUUTI)ના માધ્યમથી રાખવામાં આવેલી પોતાની હિસ્સેદારી વેચશે. પોતાનો હિસ્સો વેચીને કેન્દ્ર સરકાર 5,316 કરોડ રૂપિયા ભેગા કરવાની છે.

  વધુ વાંચો

  6/12
 • વાઘના થશે વધામણાં ગુજરાત સરકારે વાઘના વધામણાં કરવાની જાહેરાત કરી છે. મહીસાગર જિલ્લામાં વાઘ હોવાની વાતને સમર્થન મળ્યું છે. રાજ્યમાં વાઘના અસ્તિત્વના પુરાવા મળતા વનમંત્રીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, ''ગુજરાત સરકાર વાઘના વધામણાં કરવા માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે અને વાઘને સંરક્ષિત કરવા માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વનવિભાગ સક્ષમ છે. આ વાઘ રાજસ્થાન કે મધ્યપ્રદેશથી આવ્યો હોવાની સંભાવના છે." વધુ વાંચો


  વાઘના થશે વધામણાં

  ગુજરાત સરકારે વાઘના વધામણાં કરવાની જાહેરાત કરી છે. મહીસાગર જિલ્લામાં વાઘ હોવાની વાતને સમર્થન મળ્યું છે. રાજ્યમાં વાઘના અસ્તિત્વના પુરાવા મળતા વનમંત્રીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, ''ગુજરાત સરકાર વાઘના વધામણાં કરવા માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે અને વાઘને સંરક્ષિત કરવા માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વનવિભાગ સક્ષમ છે. આ વાઘ રાજસ્થાન કે મધ્યપ્રદેશથી આવ્યો હોવાની સંભાવના છે."

  વધુ વાંચો

  7/12
 • અમિત શાહે શરૂ કરાવ્યું અભિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. અમિત શાહે અમદાવાદમાં પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ ફરકાવીને 'મેરા પરિવાર, BJP પરિવાર' અભિયાનની શરૂઆત કરી છે. ભાજપના આ અભિયાનમાં રાજ્યભરમાં કુલ 25 લાખ ઘર પર પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવશે. આ અભિયાન 2 માર્ચ સુધી ચાલવાનું છે. વધુ વાંચો


  અમિત શાહે શરૂ કરાવ્યું અભિયાન

  ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. અમિત શાહે અમદાવાદમાં પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ ફરકાવીને 'મેરા પરિવાર, BJP પરિવાર' અભિયાનની શરૂઆત કરી છે. ભાજપના આ અભિયાનમાં રાજ્યભરમાં કુલ 25 લાખ ઘર પર પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવશે. આ અભિયાન 2 માર્ચ સુધી ચાલવાનું છે.

  વધુ વાંચો

  8/12
 • H. K. કોલેજનો વિવાદ વકર્યો અમદાવાદની એચ. કે. કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાનો વિવાદ મામલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હેમંત શાહ સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે. એચ. કે. કોલેજના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓએ હેમંત શાહને ખુલ્લો પત્ર લખીને આરોપ લગાવ્યા છે. તેમના નિર્ણય અંગે સવાલો કર્યા છે. સાથે જ કોલેજના ટ્રસ્ટીઓની માફી માગવા પણ માગ કરી છે. હેમંત શાહને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સવાલ કર્યા છે કે હેમંત શાહે શા માટે જિજ્ઞેશ મેવાણીને બોલાવવાના નિર્ણય અંગે ટ્રસ્ટ-સ્ટાફને કેમ અગાઉથી જાણ નહોતી કરાઈ ? હેમંત શાહે સોશિયલ મીડિયા પર રાજીનામું કેમ આપ્યું ? વધુ વાંચો

  H. K. કોલેજનો વિવાદ વકર્યો

  અમદાવાદની એચ. કે. કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાનો વિવાદ મામલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હેમંત શાહ સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે. એચ. કે. કોલેજના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓએ હેમંત શાહને ખુલ્લો પત્ર લખીને આરોપ લગાવ્યા છે. તેમના નિર્ણય અંગે સવાલો કર્યા છે. સાથે જ કોલેજના ટ્રસ્ટીઓની માફી માગવા પણ માગ કરી છે. હેમંત શાહને ઉદ્દેશીને લખાયેલા આ પત્રમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સવાલ કર્યા છે કે હેમંત શાહે શા માટે જિજ્ઞેશ મેવાણીને બોલાવવાના નિર્ણય અંગે ટ્રસ્ટ-સ્ટાફને કેમ અગાઉથી જાણ નહોતી કરાઈ ? હેમંત શાહે સોશિયલ મીડિયા પર રાજીનામું કેમ આપ્યું ?

  વધુ વાંચો

  9/12
 • નરેન્દ્ર મોદીના ફોટાવાળી સાડી લોકસભામાં નરેન્દ્ર મોદીની જીત માટે પહેલાં પૅકેજિંગ પ્લાસ્ટિક પટ્ટી પર અને એ પછી બિલ તથા વાઉચર પર નરેન્દ્ર મોદીનું કૅમ્પેન શરૂ થયા પછી સુરતના ટેક્સટાઇલના એક વેપારીએ હવે નવી પહેલ કરીને નમો સાડી બનાવી છે. આ નમો સાડી ત્રણ પ્રકારની ડિઝાઇનમાં છે. એમાંથી એક સાડીમાં નરેન્દ્ર મોદી અને તેમનો સ્વચ્છતાનો સંદેશ છે તો એક સાડીમાં નરેન્દ્ર મોદીની અલગ-અલગ લાક્ષણિક મુદ્રાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે એક ડિઝાઇનમાં માત્ર મોદી જ દર્શાવવામાં આવ્યા છે. વધુ વાંચો


  નરેન્દ્ર મોદીના ફોટાવાળી સાડી

  લોકસભામાં નરેન્દ્ર મોદીની જીત માટે પહેલાં પૅકેજિંગ પ્લાસ્ટિક પટ્ટી પર અને એ પછી બિલ તથા વાઉચર પર નરેન્દ્ર મોદીનું કૅમ્પેન શરૂ થયા પછી સુરતના ટેક્સટાઇલના એક વેપારીએ હવે નવી પહેલ કરીને નમો સાડી બનાવી છે. આ નમો સાડી ત્રણ પ્રકારની ડિઝાઇનમાં છે. એમાંથી એક સાડીમાં નરેન્દ્ર મોદી અને તેમનો સ્વચ્છતાનો સંદેશ છે તો એક સાડીમાં નરેન્દ્ર મોદીની અલગ-અલગ લાક્ષણિક મુદ્રાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે એક ડિઝાઇનમાં માત્ર મોદી જ દર્શાવવામાં આવ્યા છે.

  વધુ વાંચો

  10/12
 • વિકાસ ગુપ્તાની હકાલપટ્ટી જાણીતા રિઆલિટી શો ખતરો કે ખિલાડીમાં સ્ટંટ પહેલા ડ્રગ્સ લેવાના કારણે વિકાસ ગુપ્તાને શો માંથી કાઢી મુકવામાં આવ્યો છે. બિગ બોસ 11ના 'માસ્ટર માઈન્ડ' વિકાસ આ રિયાલિટી શોમાં પણ પોતાની હરકતોથી ચાહકોને નિરાશ કરી રહ્યા છે. અનેક વાર શૉના હોસ્ટ રોહિત શેટ્ટીના રોષનો ભોગ પણ તે બની ચુક્યા છે, અને હવે તેને શોમાંથી બહાર કાઢી મુકવામાં આવશે. કારણ કે તેણે સ્ટંટ પહેલા ડ્રગ્સ લીધા હોવાનો ખુલાસો થશે. વધુ વાંચો

  વિકાસ ગુપ્તાની હકાલપટ્ટી

  જાણીતા રિઆલિટી શો ખતરો કે ખિલાડીમાં સ્ટંટ પહેલા ડ્રગ્સ લેવાના કારણે વિકાસ ગુપ્તાને શો માંથી કાઢી મુકવામાં આવ્યો છે. બિગ બોસ 11ના 'માસ્ટર માઈન્ડ' વિકાસ આ રિયાલિટી શોમાં પણ પોતાની હરકતોથી ચાહકોને નિરાશ કરી રહ્યા છે. અનેક વાર શૉના હોસ્ટ રોહિત શેટ્ટીના રોષનો ભોગ પણ તે બની ચુક્યા છે, અને હવે તેને શોમાંથી બહાર કાઢી મુકવામાં આવશે. કારણ કે તેણે સ્ટંટ પહેલા ડ્રગ્સ લીધા હોવાનો ખુલાસો થશે.

  વધુ વાંચો

  11/12
 • ટ્વિટરને ફરી સમન્સ સંસદીય સમિતિ ટ્વિટરના સીઇઓને ફરીથી સમન મોકલવાની તૈયારી કરી રહી છે. સંસદીય સમિતિએ ટ્વિટરના સીઇઓ સહિત અન્ય અધિકારીઓને છેલ્લી મીટિંગમાં બોલાવ્યા હતા, પરંતુ તેમણે આ મીટિંગમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર ગઠિત સંસદીય સમિતિ ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને 25 ફેબ્રુઆરીના રોજ હાજર થવા માટે સમન મોકલશે.સમિતિના ચેરમેન અને બીજેપી સાંસજ અનુરાગ ઠાકુરે કહ્યું, 'અમે ટ્વિટરના સીઇઓને બોલાવ્યા હતા પરંતુ તેઓ હાજર ન થયા અને જૂનિયર અધિકારીઓને મોકલી દીધા.' ઠાકુરે કહ્યું કે સંસદીય સમિતિએ તેને ખૂબ ગંભીરતાથી લીધું છે અને જો ડોર્સી ફરીથી હાજર ન થાય તો તેને સંસદીય વિશેષાધિકારોનું હનન માનવામાં આવશે. વધુ વાંચો


  ટ્વિટરને ફરી સમન્સ

  સંસદીય સમિતિ ટ્વિટરના સીઇઓને ફરીથી સમન મોકલવાની તૈયારી કરી રહી છે. સંસદીય સમિતિએ ટ્વિટરના સીઇઓ સહિત અન્ય અધિકારીઓને છેલ્લી મીટિંગમાં બોલાવ્યા હતા, પરંતુ તેમણે આ મીટિંગમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર ગઠિત સંસદીય સમિતિ ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને 25 ફેબ્રુઆરીના રોજ હાજર થવા માટે સમન મોકલશે.સમિતિના ચેરમેન અને બીજેપી સાંસજ અનુરાગ ઠાકુરે કહ્યું, 'અમે ટ્વિટરના સીઇઓને બોલાવ્યા હતા પરંતુ તેઓ હાજર ન થયા અને જૂનિયર અધિકારીઓને મોકલી દીધા.' ઠાકુરે કહ્યું કે સંસદીય સમિતિએ તેને ખૂબ ગંભીરતાથી લીધું છે અને જો ડોર્સી ફરીથી હાજર ન થાય તો તેને સંસદીય વિશેષાધિકારોનું હનન માનવામાં આવશે.

  વધુ વાંચો

  12/12
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK