વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 11, 2019, 14:55 IST | Bhavin
 • પ્રિયંકાનો પ્રચાર  પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં ઉતરી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશની ચાર દિવસની મુલાકાતના પહેલા દિવસે પ્રિયંકા ગાંધી રોડ શો કરી રહ્યા છે. રોડ શોમાં પ્રિયંકાની સાથે રાહુલ ગાંધી પણ જોડાયા છે. આ રોડ શો દરમિયાન લખનઉના રસ્તા પર લોકોનું દરિયાપુર ઉમટ્યું છે.

  પ્રિયંકાનો પ્રચાર 

  પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં ઉતરી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશની ચાર દિવસની મુલાકાતના પહેલા દિવસે પ્રિયંકા ગાંધી રોડ શો કરી રહ્યા છે. રોડ શોમાં પ્રિયંકાની સાથે રાહુલ ગાંધી પણ જોડાયા છે. આ રોડ શો દરમિયાન લખનઉના રસ્તા પર લોકોનું દરિયાપુર ઉમટ્યું છે.

  1/7
 • ટ્વિટર પર આવ્યા પ્રિયંકા ગાંધી લખનઉના રોડ શૉ પહેલા પ્રિયંકા ગાંધી ટ્વિટર પર પણ એન્ટ્રી કરી ચૂક્યા છે.  કોંગ્રેસે સવારે ટ્વિટ કરીને પ્રિયંકા ગાંધી ટ્વિટર પર હોવાની માહિતી આપી. પ્રિયંકા ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ @priyankagandhiના નામથી છે.  પ્રિયંકાએ પોતાના અકાઉન્ટમાંથી કૉંગ્રેસ, અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાહુલ ગાંધીને ફોલો કર્યા છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત અને સચિન પાઈલટને પણ ફૉલો કરી રહ્યા છે.

  ટ્વિટર પર આવ્યા પ્રિયંકા ગાંધી

  લખનઉના રોડ શૉ પહેલા પ્રિયંકા ગાંધી ટ્વિટર પર પણ એન્ટ્રી કરી ચૂક્યા છે.  કોંગ્રેસે સવારે ટ્વિટ કરીને પ્રિયંકા ગાંધી ટ્વિટર પર હોવાની માહિતી આપી. પ્રિયંકા ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ @priyankagandhiના નામથી છે.  પ્રિયંકાએ પોતાના અકાઉન્ટમાંથી કૉંગ્રેસ, અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાહુલ ગાંધીને ફોલો કર્યા છે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત અને સચિન પાઈલટને પણ ફૉલો કરી રહ્યા છે.

  2/7
 • મોદી પણ યુપીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે યુપીની મુલાકાતે છે. પીએમ મોદીએ વૃંદાવનમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ NGO અક્ષયપાત્ર ફાઉન્ડેશનની 300 કરોડમી થાળી પીરસી. તેમણે આશીર્વાદ સ્વરૂપે વૃંદાવનની સ્કૂલના બાળકોને પાત્ર આપ્યું અને પછી તેમાં ભોજન પીરસ્યું. તેમણે બાળકો સાથે સંવાદ પણ કર્યો. આ દરમિયાન બાહુબલી ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને શેફ સંજીવ કપૂર પણ હાજર રહ્યા.

  મોદી પણ યુપીમાં

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે યુપીની મુલાકાતે છે. પીએમ મોદીએ વૃંદાવનમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ NGO અક્ષયપાત્ર ફાઉન્ડેશનની 300 કરોડમી થાળી પીરસી. તેમણે આશીર્વાદ સ્વરૂપે વૃંદાવનની સ્કૂલના બાળકોને પાત્ર આપ્યું અને પછી તેમાં ભોજન પીરસ્યું. તેમણે બાળકો સાથે સંવાદ પણ કર્યો. આ દરમિયાન બાહુબલી ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને શેફ સંજીવ કપૂર પણ હાજર રહ્યા.

  3/7
 • ચંદ્રાબાબુના દિલ્હીમાં ધામા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડૂ આજે દિલ્હીમાં છે. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માગણી સાથે ચંદ્રાબાબુ દિલ્હીમાં એક દિવસની ભૂખ હડતાળ કરી રહ્યા છે. ભૂખ હડતાલ દરમિયાન નાયડૂએ કહ્યું કે, "આજે અમે કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવવા માટે અહીંયા આવ્યા છીએ. કાલે વડાપ્રધાને આંધ્રપ્રદેશ (ગુંટુર)ની મુલાકાત લીધી હતી, ધરણાના એક દિવસ પહેલા. હું પૂછું છું કે જરૂર શું છે?" પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહનસિંહ પણ નાયડૂની ભૂખ હડતાલનું સમર્થન કરવા આંધ્ર ભવન પહોંચ્યા.

  ચંદ્રાબાબુના દિલ્હીમાં ધામા

  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડૂ આજે દિલ્હીમાં છે. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માગણી સાથે ચંદ્રાબાબુ દિલ્હીમાં એક દિવસની ભૂખ હડતાળ કરી રહ્યા છે. ભૂખ હડતાલ દરમિયાન નાયડૂએ કહ્યું કે, "આજે અમે કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવવા માટે અહીંયા આવ્યા છીએ. કાલે વડાપ્રધાને આંધ્રપ્રદેશ (ગુંટુર)ની મુલાકાત લીધી હતી, ધરણાના એક દિવસ પહેલા. હું પૂછું છું કે જરૂર શું છે?" પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા મનમોહનસિંહ પણ નાયડૂની ભૂખ હડતાલનું સમર્થન કરવા આંધ્ર ભવન પહોંચ્યા.

  4/7
 • યુવતીનો આપઘાત સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યુવતીના આપઘાતથી ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતી સુરતના કતારગામની વતની હતી. 23 વર્ષની યુવતીનું નામ અંકિતા હતું. અંકિતા કેટલાક દિવસો પહેલા જ એક યુવક સાથે ભાગી ગઈ હતી. અંકિતા જેની સાથે ભાગી ગઈ હતી તે યુવકનું નામ ભાવેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે અંકિતાના પિતાએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી.

  યુવતીનો આપઘાત

  સુરતના નારી સંરક્ષણ ગૃહમાં યુવતીના આપઘાતથી ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતી સુરતના કતારગામની વતની હતી. 23 વર્ષની યુવતીનું નામ અંકિતા હતું. અંકિતા કેટલાક દિવસો પહેલા જ એક યુવક સાથે ભાગી ગઈ હતી. અંકિતા જેની સાથે ભાગી ગઈ હતી તે યુવકનું નામ ભાવેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે અંકિતાના પિતાએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી.

  5/7
 • પકડાઈ જૂની નોટો નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચે 3.5 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. નવસારી ક્રાઈમ બ્રાંચે જૂની ચલણી નોટ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ નવસારીના ઉંડાચ ગામ નજીકથી ચાર શખ્સોને જૂની ચલણી નોટોના જથ્થા સાથે પકડી પડાયા છે. નવસારી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન બાતમીને આધારે આ ચારેય શખ્સો ઝડપાઈ ગયા.

  પકડાઈ જૂની નોટો

  નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચે 3.5 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. નવસારી ક્રાઈમ બ્રાંચે જૂની ચલણી નોટ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ નવસારીના ઉંડાચ ગામ નજીકથી ચાર શખ્સોને જૂની ચલણી નોટોના જથ્થા સાથે પકડી પડાયા છે. નવસારી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન બાતમીને આધારે આ ચારેય શખ્સો ઝડપાઈ ગયા.

  6/7
 • પ્રિન્સિપાલનું રાજીનામુ અમદાવાદની પ્રતિષ્ઠિત એચ કે કોલેજના પ્રિન્સિપાલે રાજીનામુ આપી દીધું છે. ધારાસભ્ય અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જિજ્ઞેશ મેવાણીને કોલેજના વાર્ષિકોત્સવમાં બોલાવવા બાબતે કોલેજમાં હોબાળો થયો હતો. જે બાદ વાર્ષિકોત્સવ રદ કરાયો હતો. પ્રિન્સિપાલ હેમંત શાહે વાર્ષિકોત્સવ રદ થવાના વિરોધમાં રાજીનામુ આપ્યું છે. 

  પ્રિન્સિપાલનું રાજીનામુ

  અમદાવાદની પ્રતિષ્ઠિત એચ કે કોલેજના પ્રિન્સિપાલે રાજીનામુ આપી દીધું છે. ધારાસભ્ય અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જિજ્ઞેશ મેવાણીને કોલેજના વાર્ષિકોત્સવમાં બોલાવવા બાબતે કોલેજમાં હોબાળો થયો હતો. જે બાદ વાર્ષિકોત્સવ રદ કરાયો હતો. પ્રિન્સિપાલ હેમંત શાહે વાર્ષિકોત્સવ રદ થવાના વિરોધમાં રાજીનામુ આપ્યું છે. 

  7/7
 • loading...

ફોટોઝ વિશે

 

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK