વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: 28th May, 2019 14:56 IST | Sheetal Patel
 • ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે મંગળવારે ઝેરી દારુ પીવાથી એક જ પરિવારના 12 લોકોના મોત થયા છે. કહેવામાં આવે છે કે આ લોકોએ સોમવારે રાત્રે રાણીગંજ કસ્બા સ્થિત દાનવીર સિંહની દેશી દારૂની દુકાનથી ખરીદી કરીને પીધી હતી. 10થી વધારે લોકોની હાલત હજુ પણ નાજૂક છે. 

  ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે મંગળવારે ઝેરી દારુ પીવાથી એક જ પરિવારના 12 લોકોના મોત થયા છે. કહેવામાં આવે છે કે આ લોકોએ સોમવારે રાત્રે રાણીગંજ કસ્બા સ્થિત દાનવીર સિંહની દેશી દારૂની દુકાનથી ખરીદી કરીને પીધી હતી. 10થી વધારે લોકોની હાલત હજુ પણ નાજૂક છે. 

  1/10
 • ઝારખંડમાં સરાયકેલાના કુચાઈ વિસ્તારમાં સવારે નક્સલીઓ દ્વારા આઈઈડી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 15 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. આ જવાનો પૈકી 209 કોબ્રાના જવાનો અને સ્ટેટ પોલીસના ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર સેના દ્વારા 2 ભાગોમાં નક્સલીઓ સામે વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે 2 બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

  ઝારખંડમાં સરાયકેલાના કુચાઈ વિસ્તારમાં સવારે નક્સલીઓ દ્વારા આઈઈડી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 15 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. આ જવાનો પૈકી 209 કોબ્રાના જવાનો અને સ્ટેટ પોલીસના ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર સેના દ્વારા 2 ભાગોમાં નક્સલીઓ સામે વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે 2 બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

  2/10
 • લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વરિષ્ઠ નેતાની મુલાકાત લઈ રહ્યા છે. આ સિલસિલામાં પીએમ મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી. એ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પીએમ મોદીનો પોતાના હાથેથી મિઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું અને ચૂંટણીમાં મળેલી જીત પર શુભેચ્છા આપી.

  લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વરિષ્ઠ નેતાની મુલાકાત લઈ રહ્યા છે. આ સિલસિલામાં પીએમ મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી. એ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પીએમ મોદીનો પોતાના હાથેથી મિઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું અને ચૂંટણીમાં મળેલી જીત પર શુભેચ્છા આપી.

  3/10
 • લોકસભા ચૂંટણીમાં કરારી હાર બાદ કૉંગ્રેસમાં કદાચ કઈ સારૂં નથી ચાલી રહ્યું છે. સૂત્રોની માનીએ તો રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવા પર અડ્યા છે અને એમને મનાવવાની કોશિશ સતત ચાલુ છે. આ બધાની વચ્ચે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પ્રવક્ત રણદીપ સુરજેવાલા અને રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલ, મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર પહોંચ્યા છે.

  લોકસભા ચૂંટણીમાં કરારી હાર બાદ કૉંગ્રેસમાં કદાચ કઈ સારૂં નથી ચાલી રહ્યું છે. સૂત્રોની માનીએ તો રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવા પર અડ્યા છે અને એમને મનાવવાની કોશિશ સતત ચાલુ છે. આ બધાની વચ્ચે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પ્રવક્ત રણદીપ સુરજેવાલા અને રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલ, મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર પહોંચ્યા છે.

  4/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019માં પ્રચંડ બહુમતિ સાથે જીત પ્રાપ્ત કરી છે અને 30 મેના નરેન્દ્ર મોદી તેમની કેબિનેટ સાથે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં આ વખતે બિમ્સટેકના સભ્ય દેશોની હાજરી આપશે. આ સમિતિમાં ભારત સિવાય નેપાળ,ભૂટાન, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મ્યાનમારનો સમાવેશ થાય છે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019માં પ્રચંડ બહુમતિ સાથે જીત પ્રાપ્ત કરી છે અને 30 મેના નરેન્દ્ર મોદી તેમની કેબિનેટ સાથે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં આ વખતે બિમ્સટેકના સભ્ય દેશોની હાજરી આપશે. આ સમિતિમાં ભારત સિવાય નેપાળ,ભૂટાન, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મ્યાનમારનો સમાવેશ થાય છે. 

  5/10
 • ભાજપના ચાર ધારાસભ્યોએ આજે શપથ લીધા છે. લોકસભાના પરિણામો સાથે જ વિધાનસભઆની પેટાચૂંટણીના પરિણામો પણ આવ્યા હતા. હવે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 105 થઈ ગઈ છે. શપથ બાદ ડૉક્ટર આશા પટેલે કહ્યું કે કોંગ્રેસમાં શિસ્ત નથી, જેના કારણે 34 ધારાસભ્યો નારાજ હતા.

  ભાજપના ચાર ધારાસભ્યોએ આજે શપથ લીધા છે. લોકસભાના પરિણામો સાથે જ વિધાનસભઆની પેટાચૂંટણીના પરિણામો પણ આવ્યા હતા. હવે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 105 થઈ ગઈ છે. શપથ બાદ ડૉક્ટર આશા પટેલે કહ્યું કે કોંગ્રેસમાં શિસ્ત નથી, જેના કારણે 34 ધારાસભ્યો નારાજ હતા.

  6/10
 • કોંગ્રેસ છોડી ચુકેલા ધારાસભ્યો અલ્પેશ ઠાકોરે હુમલો કર્યો છે. કહ્યું 15થી વધારે ધારાસભ્યો પક્ષથી નાખુશ છે. તેઓ પાર્ટી છોડી શકે છે. OBC નેતા અલ્પેશ ઠાકોરે(alpesh thakor) ભાજપમાં જોડાવાની વાતને ફગાવી છે. અલ્પેશે કહ્યું કે તેમનો એવો કોઈ ઈરાદો નથી. સાથે જ અલ્પેશે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે જે નેતા વારમવાર ગોટાળોઓની વાત કરે છે એવું કાંઈ જ નથી. બસ તેમના મગજમાં કેમિકલ લોચા છે.

  કોંગ્રેસ છોડી ચુકેલા ધારાસભ્યો અલ્પેશ ઠાકોરે હુમલો કર્યો છે. કહ્યું 15થી વધારે ધારાસભ્યો પક્ષથી નાખુશ છે. તેઓ પાર્ટી છોડી શકે છે. OBC નેતા અલ્પેશ ઠાકોરે(alpesh thakor) ભાજપમાં જોડાવાની વાતને ફગાવી છે. અલ્પેશે કહ્યું કે તેમનો એવો કોઈ ઈરાદો નથી. સાથે જ અલ્પેશે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે જે નેતા વારમવાર ગોટાળોઓની વાત કરે છે એવું કાંઈ જ નથી. બસ તેમના મગજમાં કેમિકલ લોચા છે.

  7/10
 • અમદાવાદમાં પારો વધીને 43 ડિગ્રી સુધી વધી શકે એવી શક્યતાને ધ્યાનમાં રાખી અલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ગરમીના કારણે અમદાવાદીઓને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પશ્ચિમમાં ગરમ પવનો ફુંકાવાના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે જેના કારણે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે.

  અમદાવાદમાં પારો વધીને 43 ડિગ્રી સુધી વધી શકે એવી શક્યતાને ધ્યાનમાં રાખી અલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ગરમીના કારણે અમદાવાદીઓને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પશ્ચિમમાં ગરમ પવનો ફુંકાવાના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે જેના કારણે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે.

  8/10
 • ફિલ્મ કેજીએફ (KGF)ના ચેપ્ટર 1ના સિક્વલની તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ભાગની સફળતા બાદ મેકર્સ KGF 2ની પ્લાનિંગ કરી રહ્યા છે. રવીના ટંડન (Raveena Tandon) ફિલ્મ કોલાર ગોલ્ડ ફીલ્ડ એટલે KGFના બની રહેલા આગલા ભાગમાં એક મહત્વ ભૂમિકામાં નજર આવશે. રવીનાનું પાત્ર કેવું રહેશે એના વિશે હાલ કોઈ સમાચાર સામે નથી આવ્યા.

  ફિલ્મ કેજીએફ (KGF)ના ચેપ્ટર 1ના સિક્વલની તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ભાગની સફળતા બાદ મેકર્સ KGF 2ની પ્લાનિંગ કરી રહ્યા છે. રવીના ટંડન (Raveena Tandon) ફિલ્મ કોલાર ગોલ્ડ ફીલ્ડ એટલે KGFના બની રહેલા આગલા ભાગમાં એક મહત્વ ભૂમિકામાં નજર આવશે. રવીનાનું પાત્ર કેવું રહેશે એના વિશે હાલ કોઈ સમાચાર સામે નથી આવ્યા.

  9/10
 • ફિલ્મ અભિનેતા વરૂણ ધવન ફિલ્મ અભિનેત્રી કંગના રનોટ સાથે પંગો લેવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે બન્ને એકસાથે એમની ફિલ્મોને લઈને બૉક્સ ઑફિસ પર ટકરાવા જઈ રહ્યા છે. વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ Street Dancer 3D અને કંગના રનોટની ફિલ્મ Panga બન્ને 24 જાન્યુઆરી 2020માં રિલીઝ થવાની છે. વરૂણ ધવને આ વાતની જાણકારી એમના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર આપી છે.

  ફિલ્મ અભિનેતા વરૂણ ધવન ફિલ્મ અભિનેત્રી કંગના રનોટ સાથે પંગો લેવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે બન્ને એકસાથે એમની ફિલ્મોને લઈને બૉક્સ ઑફિસ પર ટકરાવા જઈ રહ્યા છે. વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ Street Dancer 3D અને કંગના રનોટની ફિલ્મ Panga બન્ને 24 જાન્યુઆરી 2020માં રિલીઝ થવાની છે. વરૂણ ધવને આ વાતની જાણકારી એમના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર આપી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

First Published: 28th May, 2019 14:53 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK