વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: May 27, 2019, 15:01 IST | Sheetal Patel
 • લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાતે છે. જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી. લોકસભા 2019માં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી આજે વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેમણે બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. હાલ તેઓ પંડીત દીનદયાળ હસ્તકલા સંકુલમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે મોદી દેશના સૌથી સફળ મુખ્યમંત્રી રહ્યા છે. કાશીનું સૌભાગ્ય છે કે મોદી અહીંના જનપ્રતિનિધિ છે.

  લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાતે છે. જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી. લોકસભા 2019માં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી આજે વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેમણે બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. હાલ તેઓ પંડીત દીનદયાળ હસ્તકલા સંકુલમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે મોદી દેશના સૌથી સફળ મુખ્યમંત્રી રહ્યા છે. કાશીનું સૌભાગ્ય છે કે મોદી અહીંના જનપ્રતિનિધિ છે.

  1/11
 • ગુજરાતમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જળાશયોમાં પાણીની સપાટી ઘટી રહી છે. રાજ્યમાં પાણીની સપાટીને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના 203 જળાશયોમાં 17.49 ટકા પાણી જ બચ્યું છે. ગયા વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હતો. જેની અસર હવે જોવા મળી રહી છે.

  ગુજરાતમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જળાશયોમાં પાણીની સપાટી ઘટી રહી છે. રાજ્યમાં પાણીની સપાટીને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના 203 જળાશયોમાં 17.49 ટકા પાણી જ બચ્યું છે. ગયા વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હતો. જેની અસર હવે જોવા મળી રહી છે.

  2/11
 • સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે 21 માસૂમોનો ભોગ લીધો અને આખું રાજ્ય કંપી ઉઠ્યુ છે. તંત્ર પણ જાણે ઉંઘમાંથી સફાળું જાગ્યું છે. રાજ્યમાં એક બાદ એક સતત પગલાં લેવાઈ રહ્યા છે. સુરતની ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું B.U પરમિશન રદ્દ કરી છે. સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી છે.

  સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે 21 માસૂમોનો ભોગ લીધો અને આખું રાજ્ય કંપી ઉઠ્યુ છે. તંત્ર પણ જાણે ઉંઘમાંથી સફાળું જાગ્યું છે. રાજ્યમાં એક બાદ એક સતત પગલાં લેવાઈ રહ્યા છે. સુરતની ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું B.U પરમિશન રદ્દ કરી છે. સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી છે.

  3/11
 • વૈશ્વિક નાણાંકીય કેન્દ્ર તરીકે તેની સ્થિતિ મેળવવા માટે સ્વિટ્ઝરલેન્ડે તેની બેંકોની માહિતીને ગુપ્ત જાળવી રાખવા માટેની પ્રતિબદ્ધતાને છોડી છે. ખાસ કરીને એવું જોવામાં આવ્યું છે કે સ્વિસ બેન્કે તેના ભારતીય ગ્રાહકોની માહિતી શૅર કરવાની પ્રક્રિયામાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં ઘણી વિગતો સામે આવી છે. આ એક અઠવાડિયામાં 12 કરતા પણ વધારે મામલાની વિગત સામે આવી છે જ્યા સ્વિસ બેન્ક દ્વારા એકાન્ટ હોલ્ડર્સની માહિતી જાહેર કરવામાં આવી છે.

  વૈશ્વિક નાણાંકીય કેન્દ્ર તરીકે તેની સ્થિતિ મેળવવા માટે સ્વિટ્ઝરલેન્ડે તેની બેંકોની માહિતીને ગુપ્ત જાળવી રાખવા માટેની પ્રતિબદ્ધતાને છોડી છે. ખાસ કરીને એવું જોવામાં આવ્યું છે કે સ્વિસ બેન્કે તેના ભારતીય ગ્રાહકોની માહિતી શૅર કરવાની પ્રક્રિયામાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં ઘણી વિગતો સામે આવી છે. આ એક અઠવાડિયામાં 12 કરતા પણ વધારે મામલાની વિગત સામે આવી છે જ્યા સ્વિસ બેન્ક દ્વારા એકાન્ટ હોલ્ડર્સની માહિતી જાહેર કરવામાં આવી છે.

  4/11
 • લોકસભા ચૂંટણી 2019માં મોટી જીત મેળવ્યા પછી ભાજપ સરકાર ફરી એકવાર સત્તા પર આવી રહી છે. નવી સરકારની નિયુક્તિ પહેલા જ ભાજપ પર તેમના ચૂંટણી ઘોષણા પત્ર અને પ્રમુખ પદો પર જલ્દીથી કામ કરવાનું દબાણ વધી રહ્યું છે. જેની શરૂઆત RSS પ્રમુખ મોહન ભાગવતે કરી છે. સોમવારે મોહન ભાગવતે કહ્યું હતું કે, રામનું કામ કરવુ પડશે અને કરવામાં આવશે. આ સાથે મોહન ભાગવતે લોકોને સચેત, શાંતિપૂર્ણ, સક્રિય અને મજબૂત રહેવા માટે કહ્યું હતું.

  લોકસભા ચૂંટણી 2019માં મોટી જીત મેળવ્યા પછી ભાજપ સરકાર ફરી એકવાર સત્તા પર આવી રહી છે. નવી સરકારની નિયુક્તિ પહેલા જ ભાજપ પર તેમના ચૂંટણી ઘોષણા પત્ર અને પ્રમુખ પદો પર જલ્દીથી કામ કરવાનું દબાણ વધી રહ્યું છે. જેની શરૂઆત RSS પ્રમુખ મોહન ભાગવતે કરી છે. સોમવારે મોહન ભાગવતે કહ્યું હતું કે, રામનું કામ કરવુ પડશે અને કરવામાં આવશે. આ સાથે મોહન ભાગવતે લોકોને સચેત, શાંતિપૂર્ણ, સક્રિય અને મજબૂત રહેવા માટે કહ્યું હતું.

  5/11
 • નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રણ બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં મોત નિપજ્યા છે અને સાત લોકોને ઈજા થઈ છે. માહિતી અનુસાર એક બ્લાસ્ટ કાઠમાંડૂ શહેરમાં થયો અને બે બોર્ડર નજીકના વિસ્તારમાં થયા છે. એક નિવેદનમાં લખ્યું કે બ્લાસ્ટનું મુખ્ય કારણ શું છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. આ બ્લાસ્ટ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસથી કરવામાં આવ્યો છે.

  નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રણ બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં મોત નિપજ્યા છે અને સાત લોકોને ઈજા થઈ છે. માહિતી અનુસાર એક બ્લાસ્ટ કાઠમાંડૂ શહેરમાં થયો અને બે બોર્ડર નજીકના વિસ્તારમાં થયા છે. એક નિવેદનમાં લખ્યું કે બ્લાસ્ટનું મુખ્ય કારણ શું છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. આ બ્લાસ્ટ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસથી
  કરવામાં આવ્યો છે.

  6/11
 • આજકાલ આગના બનાવો ઘણા બની રહ્યા છે. ત્યારે આજે સવારે ગોરેગાંવમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર એક પેટ્રોલ ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ટેન્કર ગોરેગાંવ ઈસ્ટથી અંધેરી તરફ જઈ રહ્યું હતું. આ દુર્ધટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

  આજકાલ આગના બનાવો ઘણા બની રહ્યા છે. ત્યારે આજે સવારે ગોરેગાંવમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર એક પેટ્રોલ ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ટેન્કર ગોરેગાંવ ઈસ્ટથી અંધેરી તરફ જઈ રહ્યું હતું. આ દુર્ધટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

  7/11
 • લોકસભા ચૂંટણી પરિણામો બાદ પશ્વિમ બંગાળ અને ત્રિપુરામાં હિંસા વધી છે. 24 મેએ નાદિયામાં 25 વર્ષના ભાજપના કાર્યકર્તાઓ સંતૂ ઘોષની અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી છે. સંતૂ થોડા દિવસ પહેલા જ તૃણમૂલ કૉંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા હતા.

  લોકસભા ચૂંટણી પરિણામો બાદ પશ્વિમ બંગાળ અને ત્રિપુરામાં હિંસા વધી છે. 24 મેએ નાદિયામાં 25 વર્ષના ભાજપના કાર્યકર્તાઓ સંતૂ ઘોષની અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી છે. સંતૂ થોડા દિવસ પહેલા જ તૃણમૂલ કૉંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા હતા.

  8/11
 • થઈ જાઓ તૈયાર...કારણ કે આવી રહ્યા છે જયેશભાઈ જોરદાર...યશરાજની નવી ફિલ્મ અનાઉન્સ થઈ ગઈ છે. અને તે ખૂબ જ રસપ્રદ છે. રણવીર સિંહ જોવા મળશે ગુજરાતીના પાત્રમાં. યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. અને તેમાં રણવીર ટીપિકલ ગુજરાતીના પાત્રમાં જોવા મળશે. મજાની વાત એ છે કે આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કરે લખી છે. અને તે ફિલ્મને ડાયરેક્ટ પણ કરી રહ્યા છે. રણવીરે આ ફિલ્મ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

  થઈ જાઓ તૈયાર...કારણ કે આવી રહ્યા છે જયેશભાઈ જોરદાર...યશરાજની નવી ફિલ્મ અનાઉન્સ થઈ ગઈ છે. અને તે ખૂબ જ રસપ્રદ છે. રણવીર સિંહ જોવા મળશે ગુજરાતીના પાત્રમાં. યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. અને તેમાં રણવીર ટીપિકલ ગુજરાતીના પાત્રમાં જોવા મળશે. મજાની વાત એ છે કે આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કરે લખી છે. અને તે ફિલ્મને ડાયરેક્ટ પણ કરી રહ્યા છે. રણવીરે આ ફિલ્મ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

  9/11
 • સોમવાર 27મેની સવારે શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યાની મોતના સમાચારની જેમ ફેલાઈ રહ્યા છે. થોડા સમય બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર આર અશ્વિને પણ ટ્વિટ કરીને પૂછી લીધી કે શું સનથ જયસૂર્યાથી જોડાયેલા એવા કોઈ સમાચાર સાચા છે કે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ સમાચારમાં ઉલ્લેખ કર્યો હતો કે સનથ જયસૂર્યાની એક રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગઈ છે. પરંતુ, હવે પોતે સનથ જયસુર્યાએ આ વાતનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે આ ફેક ન્યુઝ છે.

  સોમવાર 27મેની સવારે શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યાની મોતના સમાચારની જેમ ફેલાઈ રહ્યા છે. થોડા સમય બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર આર અશ્વિને પણ ટ્વિટ કરીને પૂછી લીધી કે શું સનથ જયસૂર્યાથી જોડાયેલા એવા કોઈ સમાચાર સાચા છે કે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ સમાચારમાં ઉલ્લેખ કર્યો હતો કે સનથ જયસૂર્યાની એક રોડ
  અકસ્માતમાં મૃત્યુ થઈ ગઈ છે. પરંતુ, હવે પોતે સનથ જયસુર્યાએ આ વાતનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે આ ફેક ન્યુઝ છે.

  10/11
 • ફિલ્મ અભિનેતા અજય દેવગનના પિતા અને સ્ટંટ માસ્ટર વીરૂ દેવગણનું મુંબઈમાં અવસાન થયું છે. વીરૂ દેવગણ એક પ્રસિદ્ધ સ્ટંટ માસ્ટર હતા, વીરૂ દેવગને ઘણી સુપરહિટ ફિલ્મોમાં સ્ટંટ કર્યા હતાં. તેમના સ્ટંટ માટે તેમને ઘણા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

  ફિલ્મ અભિનેતા અજય દેવગનના પિતા અને સ્ટંટ માસ્ટર વીરૂ દેવગણનું મુંબઈમાં અવસાન થયું છે. વીરૂ દેવગણ એક પ્રસિદ્ધ સ્ટંટ માસ્ટર હતા, વીરૂ દેવગને ઘણી સુપરહિટ ફિલ્મોમાં સ્ટંટ કર્યા હતાં. તેમના સ્ટંટ માટે તેમને ઘણા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK