આ છે 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Updated: May 26, 2019, 15:05 IST | Vikas Kalal
 • લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા બાદ પીએમ મોદી અને ભાજપની જીતના ચાણક્ય મનાતા અમિત શાહ રવિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને સાથે પોતાના વતન એવા ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સાંજે 5 વાગે પીએમ મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે. બાદમાં અમદાવાદના ખાનપુરમાં પીએમ મોદી અને અમિત શાહનો અભિવાદન કાર્યક્રમ યોજાશે.

  લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા બાદ પીએમ મોદી અને ભાજપની જીતના ચાણક્ય મનાતા અમિત શાહ રવિવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને સાથે પોતાના વતન એવા ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સાંજે 5 વાગે પીએમ મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે. બાદમાં અમદાવાદના ખાનપુરમાં પીએમ મોદી અને અમિત શાહનો અભિવાદન કાર્યક્રમ યોજાશે.

  1/10
 • ઈન્ટેલિજન્સ એજન્સીઓએ દ્વારા શ્રીલંકા અને ભારત વચ્ચેના દરિયામાં આઈએસ આતંકીઓ છુપાયા હોવાનું એલર્ટ જાહેર કરતા કોસ્ટલ ગાર્ડ્સને એલર્ટ કરવામાં આવ્યા છે.  શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટ પછી આ આતંકીઓ ભારતમાં કેરળના માર્ગે પ્રવેશ કરી શકે તેની માહિતીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગથી આવતી તમામ બોટ પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે. 

  ઈન્ટેલિજન્સ એજન્સીઓએ દ્વારા શ્રીલંકા અને ભારત વચ્ચેના દરિયામાં આઈએસ આતંકીઓ છુપાયા હોવાનું એલર્ટ જાહેર કરતા કોસ્ટલ ગાર્ડ્સને એલર્ટ કરવામાં આવ્યા છે.  શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટ પછી આ આતંકીઓ ભારતમાં કેરળના માર્ગે પ્રવેશ કરી શકે તેની માહિતીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગથી આવતી તમામ બોટ પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે. 

  2/10
 • રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો ઉપર જઈ શકે છે. રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે છે. રાજ્યના શહેરોના તાપમાન પર નજર કરીએ તો રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, જુનાગઢમાં 41 ડિગ્રી અને કચ્છમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

  રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો ઉપર જઈ શકે છે. રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે છે. રાજ્યના શહેરોના તાપમાન પર નજર કરીએ તો રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, જુનાગઢમાં 41 ડિગ્રી અને કચ્છમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

  3/10
 •  કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે 12 કલાકનો સમય આપીને સુરતના મેયરનું રાજીનામું લેવા અલ્ટિમેટમ આપ્યું છે. સાથે જ ગેરકાયદેસર બિલ્ડિંગના પ્લાનને માન્ય રાખનાર અને ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકનાર ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કેસ કરવાની માંગ કરી છે.

   કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે 12 કલાકનો સમય આપીને સુરતના મેયરનું રાજીનામું લેવા અલ્ટિમેટમ આપ્યું છે. સાથે જ ગેરકાયદેસર બિલ્ડિંગના પ્લાનને માન્ય રાખનાર અને ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકનાર ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કેસ કરવાની માંગ કરી છે.

  4/10
 • સુરતના સરથાણાના તક્ષશિલા કોમ્પેલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે 23 બાળકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. ગુજરાત સેક્રેટરીના આદેશ મુજબ રાજ્યભરમાં બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને જરુર પડતા ઘણી ઈમારતોને સીલ કરવામાં આવી રહી છે.

  સુરતના સરથાણાના તક્ષશિલા કોમ્પેલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે 23 બાળકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. ગુજરાત સેક્રેટરીના આદેશ મુજબ રાજ્યભરમાં બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને જરુર પડતા ઘણી ઈમારતોને સીલ કરવામાં આવી રહી છે.

  5/10
 • ધોલેરા-ભાવનગર હાઈ-વે પર 2 ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં 2 પુરુષ, 1 મહિલા અને 1 બાળક મૃત્યુ પામ્યા છે. અકસ્માતમાં ગાડીઓના આગળના ભાગના ફૂર્ચે ફૂર્ચા ઉડી ગયા હતા  

  ધોલેરા-ભાવનગર હાઈ-વે પર 2 ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં 2 પુરુષ, 1 મહિલા અને 1 બાળક મૃત્યુ પામ્યા છે. અકસ્માતમાં ગાડીઓના આગળના ભાગના ફૂર્ચે ફૂર્ચા ઉડી ગયા હતા

   

  6/10
 • રણવીર સિંહ ‘83’ માટે કોઈ કસર છોડવા નથી માગતો. ૧૯૮૩માં ભારત પહેલી વાર ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ઇતિહાસની એ ઘટનાને દેખાડતી આ ફિલ્મમાં રણવીર ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવશે. એ માટે રણવીર ૧૦ દિવસ કપિલ દેવના ઘરે રોકાયો હતો

  રણવીર સિંહ ‘83’ માટે કોઈ કસર છોડવા નથી માગતો. ૧૯૮૩માં ભારત પહેલી વાર ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ઇતિહાસની એ ઘટનાને દેખાડતી આ ફિલ્મમાં રણવીર ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવશે. એ માટે રણવીર ૧૦ દિવસ કપિલ દેવના ઘરે રોકાયો હતો

  7/10
 • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનાવેલી ફિલ્મ આખરે 24મેના રિલીઝ થઇ. બૉક્સ ઑફિસ પર ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે, કારણ કે ફિલ્મ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા બાદ રિલીઝ થઇ છે.  2 દિવસમાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીએ કુલ 5.35 કરોડની કમાણી કરી છે.

  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનાવેલી ફિલ્મ આખરે 24મેના રિલીઝ થઇ. બૉક્સ ઑફિસ પર ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે, કારણ કે ફિલ્મ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા બાદ રિલીઝ થઇ છે.  2 દિવસમાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીએ કુલ 5.35 કરોડની કમાણી કરી છે.

  8/10
 •  સામાન્ય રીત કોચ ટીમની બહાર રહીને ટીમને મહત્વનું ગાઈડેન્સ આપતા જોવા મળે છે જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ટીમના કોચ પૉલ કોલિંગવૂડે જ મેદાન પર ફિલ્ડીંગ કરવા આવી ગયા હતા. પ્રેક્ટિસ મેચમાં જોફરા આર્ચર અને માર્ક વુડના ઈજાગ્રસ્ત થતા પૉલ કોલિંગવૂડે ફિલ્ડિંગ કરવા મેદાન પર ઉતરવુ પડ્યું હતું.

   સામાન્ય રીત કોચ ટીમની બહાર રહીને ટીમને મહત્વનું ગાઈડેન્સ આપતા જોવા મળે છે જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ટીમના કોચ પૉલ કોલિંગવૂડે જ મેદાન પર ફિલ્ડીંગ કરવા આવી ગયા હતા. પ્રેક્ટિસ મેચમાં જોફરા આર્ચર અને માર્ક વુડના ઈજાગ્રસ્ત થતા પૉલ કોલિંગવૂડે ફિલ્ડિંગ કરવા મેદાન પર ઉતરવુ પડ્યું હતું.

  9/10
 • 10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકસમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK