3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 16, 2019, 14:58 IST | Bhavin
 • નરેન્દ્ર મોદીની ચેતવણી પુલવામા હુમલા બાદ જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન વચ્ચે નરેન્દ્ર મોદીએ યવતમાલની રેલીમાં સૌથી મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે પુલવામામાં જે આતંકીઓએ ગુનો કર્યો છે, તે ગમે એટલું છુપાવવાની કોશિશ કરે, તેમને સજા આપવી પડશે. વડાપ્રધાન મોદીએ એક વાર ફરી દેશવાસીઓને ભરોસો અપાવ્યો કે શહીદોનું બલિદાન વ્યર્થ નહીં થાય.

  નરેન્દ્ર મોદીની ચેતવણી

  પુલવામા હુમલા બાદ જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન વચ્ચે નરેન્દ્ર મોદીએ યવતમાલની રેલીમાં સૌથી મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે પુલવામામાં જે આતંકીઓએ ગુનો કર્યો છે, તે ગમે એટલું છુપાવવાની કોશિશ કરે, તેમને સજા આપવી પડશે. વડાપ્રધાન મોદીએ એક વાર ફરી દેશવાસીઓને ભરોસો અપાવ્યો કે શહીદોનું બલિદાન વ્યર્થ નહીં થાય.

  1/10
 • સર્વપક્ષીય બેઠક યોજાઈ પાકિસ્તાન સામે આકરા પગલા લેતા પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક કરી છે. સરકારે સંસદમાં તમામ પાર્ટીઓ ના નેતાઓએ સદન સાથે મંથન કર્યું છે. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીની સંસદ ભવનમાં આ બેઠક બોલાવી જેમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓ સામેલ થયા. બેઠક બાદ નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે લોકસભા અને રાજ્યસભામાં રાજનૈતિક દળોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી. જેમાં તમામ દળોના નેતાઓએ આશ્વાસન આપ્યું છે કે તેઓ સરકારની સાથે છે.

  સર્વપક્ષીય બેઠક યોજાઈ

  પાકિસ્તાન સામે આકરા પગલા લેતા પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક કરી છે. સરકારે સંસદમાં તમામ પાર્ટીઓ ના નેતાઓએ સદન સાથે મંથન કર્યું છે. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીની સંસદ ભવનમાં આ બેઠક બોલાવી જેમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓ સામેલ થયા. બેઠક બાદ નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે લોકસભા અને રાજ્યસભામાં રાજનૈતિક દળોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી. જેમાં તમામ દળોના નેતાઓએ આશ્વાસન આપ્યું છે કે તેઓ સરકારની સાથે છે.

  2/10
 • અમેરિકાએ આપ્યો સાથ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને શુક્રવારે પોતાના સમકક્ષ અજીત ડોભાલને ફોન કરીને કશ્મીરમાં થયેલા આતંકી હુમલા પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી. તેમણે કહ્યું કે તેમનો દેશ ભારતના આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરે છે. બોલ્ટને કહ્યું કે પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના સુરક્ષિત ઠેકાણાઓ પર અમેરિકાએ બહુ સ્પષ્ટ ચેતવણી આપી છે. આ પહેલા કશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદે કરેલા આત્મઘાતી હુમલા બાદ વ્હાઈટ હાઉસે ઈસ્લામાબાદને ચેતવણી આપી છે.

  અમેરિકાએ આપ્યો સાથ

  અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને શુક્રવારે પોતાના સમકક્ષ અજીત ડોભાલને ફોન કરીને કશ્મીરમાં થયેલા આતંકી હુમલા પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી. તેમણે કહ્યું કે તેમનો દેશ ભારતના આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરે છે. બોલ્ટને કહ્યું કે પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના સુરક્ષિત ઠેકાણાઓ પર અમેરિકાએ બહુ સ્પષ્ટ ચેતવણી આપી છે. આ પહેલા કશ્મીરના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદે કરેલા આત્મઘાતી હુમલા બાદ વ્હાઈટ હાઉસે ઈસ્લામાબાદને ચેતવણી આપી છે.

  3/10
 • પાકિસ્તાનની શરમજનક હરકત પુલવામા હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે સ્વીકાર્યા બાદ પણ પાકિસ્તાની મીડિયા શરમજનક હરકત કરી રહ્યું છે. પાકિસ્તાનના એક અખબારે આતંકી હુમલા માટે ભારતની રાજનૈતિક પાર્ટીઓ અને નેતાઓ સામે આંગળી ચીંધી છે.

  પાકિસ્તાનની શરમજનક હરકત

  પુલવામા હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે સ્વીકાર્યા બાદ પણ પાકિસ્તાની મીડિયા શરમજનક હરકત કરી રહ્યું છે. પાકિસ્તાનના એક અખબારે આતંકી હુમલા માટે ભારતની રાજનૈતિક પાર્ટીઓ અને નેતાઓ સામે આંગળી ચીંધી છે.

  4/10
 • મુંબઈમાં વિરોધ પ્રદર્શન મુંબઈમાં ટ્રેન રોકવામાં આવતા લોકલનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. પુલવામામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં લોકો રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને કારણે લોકલ ટ્રેન્સ પર ખાસ્સી અસર પડી છે. મળતી માહિતી પ્રમાણે નાલાસોપારા સહિતના સ્ટેશન પર લોકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે, જેને કારણે ટ્રેન અટકાવવાની ફરજ પડી છે. નોકરી ધંધા પર જતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે.

  મુંબઈમાં વિરોધ પ્રદર્શન

  મુંબઈમાં ટ્રેન રોકવામાં આવતા લોકલનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. પુલવામામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં લોકો રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને કારણે લોકલ ટ્રેન્સ પર ખાસ્સી અસર પડી છે. મળતી માહિતી પ્રમાણે નાલાસોપારા સહિતના સ્ટેશન પર લોકો રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા છે, જેને કારણે ટ્રેન અટકાવવાની ફરજ પડી છે. નોકરી ધંધા પર જતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે.

  5/10
 • અમદાવાદમાં પળાયો બંધ પુલવામા હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સાથે હુમલા સામે આક્રોશ વ્યક્ત કરવા અમદાવાદના તમામ નાના, મોટા એસોસિયેશનોએ શનિવારે સ્વયંભૂ બંધ પાળ્યો છે. મસ્કતી કાપડ માર્કેટ દ્વારા તમામ મહાજનો, વેપારી એસોસિયેશનોને સાથે રાખી શનિવારે સાંજે ૪ વાગે કેન્ડલ માર્ચ સાથે માર્કેટના ગેટ નં-૪ નજીક શ્રદ્ધાંજલિ સભા યોજવાની જાહેરાત કરી છે. ઘીકાંટા પર તમામ વેપારીઓએ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી . ત્રણ દરવાજા ખાતે આવેલા નાના મોટા વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળ્યો વેપારીઓએ બંધમાં જોડાઈને શ્રદ્ધાંજલિ આપી પુલવામામાં આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ બંધને પગલે મુખ્ય બજારોમાં પાંખી હાજરી જોવા મળી

  અમદાવાદમાં પળાયો બંધ

  પુલવામા હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સાથે હુમલા સામે આક્રોશ વ્યક્ત કરવા અમદાવાદના તમામ નાના, મોટા એસોસિયેશનોએ શનિવારે સ્વયંભૂ બંધ પાળ્યો છે. મસ્કતી કાપડ માર્કેટ દ્વારા તમામ મહાજનો, વેપારી એસોસિયેશનોને સાથે રાખી શનિવારે સાંજે ૪ વાગે કેન્ડલ માર્ચ સાથે માર્કેટના ગેટ નં-૪ નજીક શ્રદ્ધાંજલિ સભા યોજવાની જાહેરાત કરી છે. ઘીકાંટા પર તમામ વેપારીઓએ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી . ત્રણ દરવાજા ખાતે આવેલા નાના મોટા વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળ્યો વેપારીઓએ બંધમાં જોડાઈને શ્રદ્ધાંજલિ આપી પુલવામામાં આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ બંધને પગલે મુખ્ય બજારોમાં પાંખી હાજરી જોવા મળી

  6/10
 • સાઉદીના પ્રિન્સે ટાળી પાક.ની મુલાકાત સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદે પોતાની પાકિસ્તાન મુલાકાત એક દિવસ માટે ટાળી દીધી છે. હવે તેઓ રવિવારે ઇસ્લામાબાદ પહોંચશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રિન્સે પુલવામા હુમલા બાદ બદલાયેલી સ્થિતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉદીએ શુક્રવારે કહ્યું હતું કે, તેઓ આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યોને વખોડે છે, આતંકવાદ અને ઉગ્રવાદીઓ વિરૂદ્ધ લડાઇમાં મિત્ર ભારત દેશ સાથે ઉભું છે.

  સાઉદીના પ્રિન્સે ટાળી પાક.ની મુલાકાત

  સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદે પોતાની પાકિસ્તાન મુલાકાત એક દિવસ માટે ટાળી દીધી છે. હવે તેઓ રવિવારે ઇસ્લામાબાદ પહોંચશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રિન્સે પુલવામા હુમલા બાદ બદલાયેલી સ્થિતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉદીએ શુક્રવારે કહ્યું હતું કે, તેઓ આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યોને વખોડે છે, આતંકવાદ અને ઉગ્રવાદીઓ વિરૂદ્ધ લડાઇમાં મિત્ર ભારત દેશ સાથે ઉભું છે.

  7/10
 • ગુર્જર આંદોલનનો અંત આઠ દિવસથી ચાલી રહેલું ગુર્જર આરક્ષણ શનિવારે પૂર્ણ થઇ ગયું. ગુર્જર અનામત સમિતિના સંરક્ષક કર્નલ કિરોડી સિંહ બેન્સલાએ કહ્યું કે, રાષ્ટ્રહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર અને ગુર્જર નેતાઓ વચ્ચે થયેલી સમજૂતીની ડ્રાફ્ટ કોપી લઇને મંત્રી વિશ્વેન્દ્ર સિંહ શનિવારે સવાઇ માધોપુરમાં ધરણા સ્થળે પહોંચ્યા, ત્યારબાદ આંદોલન ખતમ કરવામાં આવ્યું. દૈનિક ભાસ્કરે પણ રાજસ્થાનમાં શનિવારના અંકમાં અપીલ કરી હતી કે, શહીદોના પરિવાજનો યાત્રા કરી રહ્યા છે. એવામાં ટ્રેક રોકીને રાખવો અયોગ્ય છે.

  ગુર્જર આંદોલનનો અંત

  આઠ દિવસથી ચાલી રહેલું ગુર્જર આરક્ષણ શનિવારે પૂર્ણ થઇ ગયું. ગુર્જર અનામત સમિતિના સંરક્ષક કર્નલ કિરોડી સિંહ બેન્સલાએ કહ્યું કે, રાષ્ટ્રહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર અને ગુર્જર નેતાઓ વચ્ચે થયેલી સમજૂતીની ડ્રાફ્ટ કોપી લઇને મંત્રી વિશ્વેન્દ્ર સિંહ શનિવારે સવાઇ માધોપુરમાં ધરણા સ્થળે પહોંચ્યા, ત્યારબાદ આંદોલન ખતમ કરવામાં આવ્યું. દૈનિક ભાસ્કરે પણ રાજસ્થાનમાં શનિવારના અંકમાં અપીલ કરી હતી કે, શહીદોના પરિવાજનો યાત્રા કરી રહ્યા છે. એવામાં ટ્રેક રોકીને રાખવો અયોગ્ય છે.

  8/10
 • 2 દિવસમાં 33 કરોડની કમાણી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ગલી બોયે 2 દિવસમાં 33 કરોડની કમાણી કરી છે. ગુરુવારે રિલીઝ થયેલી ગલી બૉયએ પહેલા દિવસે 19.40 કરોડનું કલેક્શન કર્યું હતું. આમ તો 14 ફેબ્રુઆરી વર્કિંગ ડે હતો પણ વેલેન્ટાઈન ડે હોવાનો કારણે ફિલ્મને મોટી સંખ્યામાં દર્શકો મળ્યા હતા, જેને કારણે શુક્રવારે ફિલ્મનું કલેક્શન ઘટ્યું છે. શુક્રવારે ફિલ્મ 13.60 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન થયું છે. આ સાથે બંનેએ કુલ મળીને 33 કરોડનું કલેક્શન કર્યું છે.

  2 દિવસમાં 33 કરોડની કમાણી

  રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ગલી બોયે 2 દિવસમાં 33 કરોડની કમાણી કરી છે. ગુરુવારે રિલીઝ થયેલી ગલી બૉયએ પહેલા દિવસે 19.40 કરોડનું કલેક્શન કર્યું હતું. આમ તો 14 ફેબ્રુઆરી વર્કિંગ ડે હતો પણ વેલેન્ટાઈન ડે હોવાનો કારણે ફિલ્મને મોટી સંખ્યામાં દર્શકો મળ્યા હતા, જેને કારણે શુક્રવારે ફિલ્મનું કલેક્શન ઘટ્યું છે. શુક્રવારે ફિલ્મ 13.60 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન થયું છે. આ સાથે બંનેએ કુલ મળીને 33 કરોડનું કલેક્શન કર્યું છે.

  9/10
 • વિરાટે રદ કર્યા એવોર્ડ પુલવામા હુમલા બાદ વિરાટ કોહલીએ મહત્વનો નિર્ણય લીધો છે. કોહલીએ પોતાના ફાઉન્ડેશન દ્વારા યોજાનાર એવોર્ડ રદ કરી દીધા છે. વિરાટ કોહલીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે તેમના ફાઉન્ડેશન દ્વારા આયોજીત ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑનર પુરસ્કારને રદ્દ કરવામાં આવશે, આ કાર્યક્રમ ભવિષ્યમાં યોજાશે. વિરાટે શુક્રવારે ટ્વીટર પર લખ્યું હતું કે આ દુઃખના સમયે હું ઇવેન્ટ કેન્સલ કરી રહ્યો છું. આ ઇવેન્ટ શનિવારે યોજાવાની હતી. અગાઉ શુક્રવારે રાત્રે વિરાટે ટ્વીટ કર્યુ હતું કે પુલાવાનના સમાચાર જાણીને સ્તબ્ધ છું. શહીદ થયેલા જવાનોના પરીજનો માટે પ્રાર્થના કરું છું

  વિરાટે રદ કર્યા એવોર્ડ

  પુલવામા હુમલા બાદ વિરાટ કોહલીએ મહત્વનો નિર્ણય લીધો છે. કોહલીએ પોતાના ફાઉન્ડેશન દ્વારા યોજાનાર એવોર્ડ રદ કરી દીધા છે. વિરાટ કોહલીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે તેમના ફાઉન્ડેશન દ્વારા આયોજીત ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑનર પુરસ્કારને રદ્દ કરવામાં આવશે, આ કાર્યક્રમ ભવિષ્યમાં યોજાશે. વિરાટે શુક્રવારે ટ્વીટર પર લખ્યું હતું કે આ દુઃખના સમયે હું ઇવેન્ટ કેન્સલ કરી રહ્યો છું. આ ઇવેન્ટ શનિવારે યોજાવાની હતી. અગાઉ શુક્રવારે રાત્રે વિરાટે ટ્વીટ કર્યુ હતું કે પુલાવાનના સમાચાર જાણીને સ્તબ્ધ છું. શહીદ થયેલા જવાનોના પરીજનો માટે પ્રાર્થના કરું છું

  10/10
 • loading...

ફોટોઝ વિશે

 

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK