વડાપ્રધાન મોદીએ દિલ્હીના ગુરુદ્વારાની મુલાકાત લીધી, જાણો કેમ?

Published: 20th December, 2020 16:12 IST | Keval Trivedi
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી.

    1/9
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતનો અચાનક નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારા રકાબગંજ ખાતે માથું ટેકાવીને તેમણે ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતનો અચાનક નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારા રકાબગંજ ખાતે માથું ટેકાવીને તેમણે ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી.

    2/9
  • વડાપ્રધાન મોદી જ્યારે અહીં પહોંચ્યા હતા, ત્યારે ત્યાં કોઈ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો કે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું ન હતું.

    વડાપ્રધાન મોદી જ્યારે અહીં પહોંચ્યા હતા, ત્યારે ત્યાં કોઈ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો કે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું ન હતું.

    3/9
  • વડાપ્રધાન સવાર સવારમાં ભારે ઠંડી વચ્ચે સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા અને માથું ઝુકાવ્યું હતુ.

    વડાપ્રધાન સવાર સવારમાં ભારે ઠંડી વચ્ચે સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા અને માથું ઝુકાવ્યું હતુ.

    4/9
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રકાબગંજ પ્રવાસની તસવીરો તેમના ટ્વીટર અકાઉન્ટમાં શૅર કરી છે. આ ઉપરાંત તેમણે ગુરુમુખી ભાષામાં પણ સંદેશ આપ્યો છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રકાબગંજ પ્રવાસની તસવીરો તેમના ટ્વીટર અકાઉન્ટમાં શૅર કરી છે. આ ઉપરાંત તેમણે ગુરુમુખી ભાષામાં પણ સંદેશ આપ્યો છે.

    5/9
  • રકાબગંજ ગુરુદ્વારાની મુલાકાત વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વાર રકાબગંજ સાહિબમાં પ્રાર્થના કરી, જ્યાં શ્રી ગુરુ તેગબહાદુરજીનાં પવિત્ર દેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

    રકાબગંજ ગુરુદ્વારાની મુલાકાત વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વાર રકાબગંજ સાહિબમાં પ્રાર્થના કરી, જ્યાં શ્રી ગુરુ તેગબહાદુરજીનાં પવિત્ર દેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

    6/9
  • વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે હું ખૂબ આનંદ અનુભવી રહ્યો હતો, વિશ્વભરના લાખો લોકોની જેમ, હું પણ શ્રી ગુરુ તેગબહાદુરજીની કરુણાથી પ્રભાવિત અને પ્રેરિત થયો છું.

    વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે હું ખૂબ આનંદ અનુભવી રહ્યો હતો, વિશ્વભરના લાખો લોકોની જેમ, હું પણ શ્રી ગુરુ તેગબહાદુરજીની કરુણાથી પ્રભાવિત અને પ્રેરિત થયો છું.

    7/9
  • દિલ્હીનું ગુરુદ્વાર રકાબગંજ શીખ લોકોનું પવિત્ર સ્થળ છે. આ ગુરુદ્વારા સંસદ ભવન નજીક આવેલું છે. તે વર્ષ 1783માં બનાવવામાં આવ્યું હતું.

    દિલ્હીનું ગુરુદ્વાર રકાબગંજ શીખ લોકોનું પવિત્ર સ્થળ છે. આ ગુરુદ્વારા સંસદ ભવન નજીક આવેલું છે. તે વર્ષ 1783માં બનાવવામાં આવ્યું હતું.

    8/9
  • ગુરુ તેગબહાદુરનો જન્મ 1 એપ્રિલ 1621 ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. આ તે જ જગ્યા છે જ્યાં શીખના નવમા ગુરુ ગુરુ તેગબહાદુરજીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના શિષ્ય લખી શાહ બંજારા અને તેમના પુત્રએ અહીં તેમના શિરચ્છેદ પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. જણાવીએ મોગલ શાસક ઔરંગઝેબે 11 નવેમ્બર 1675માં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુ તેગબહાદુરનું શિરચ્છેદ કર્યુ હતું.

    ગુરુ તેગબહાદુરનો જન્મ 1 એપ્રિલ 1621 ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. આ તે જ જગ્યા છે જ્યાં શીખના નવમા ગુરુ ગુરુ તેગબહાદુરજીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના શિષ્ય લખી શાહ બંજારા અને તેમના પુત્રએ અહીં તેમના શિરચ્છેદ પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. જણાવીએ મોગલ શાસક ઔરંગઝેબે 11 નવેમ્બર 1675માં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુ તેગબહાદુરનું શિરચ્છેદ કર્યુ હતું.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીર સૌજન્યઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK