શરદ પવાર: 80 વર્ષની ઉંમરે પણ છે 18 વર્ષના યુવાન જેવું જોશ

Updated: 13th December, 2020 00:49 IST | Rachana Joshi
 • શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર 1940ના રોજ થયો હતો. ભારતીય રાજકારણના દિગ્દર્શક કહેવાતા પવાર પાસે રાજકારણ અને જનતાની સેવાનો 50 કરતા વધુ વર્ષોનો અનુભવ છે. તસવીરમાં: મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શરદ પવાર 8 જૂન, 1997ના રોજ બોમ્બે પહોંચ્યા ત્યારે ભીડનું અભિવાદન કર્યું હતું

  શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર 1940ના રોજ થયો હતો. ભારતીય રાજકારણના દિગ્દર્શક કહેવાતા પવાર પાસે રાજકારણ અને જનતાની સેવાનો 50 કરતા વધુ વર્ષોનો અનુભવ છે.

  તસવીરમાં: મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શરદ પવાર 8 જૂન, 1997ના રોજ બોમ્બે પહોંચ્યા ત્યારે ભીડનું અભિવાદન કર્યું હતું

  1/15
 • શરદ પવારે 1967થી એકપણ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણી હાર્યા નથી. 1978 થી 1980, 1988 થી 1991 અને 1993 થી 1995 એમ ત્રણ વાર તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહ્યાં છે. શરદ પવારે ભારતીય રાજકારણમાં આગવું નામ બનાવ્યું છે.

  શરદ પવારે 1967થી એકપણ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણી હાર્યા નથી. 1978 થી 1980, 1988 થી 1991 અને 1993 થી 1995 એમ ત્રણ વાર તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહ્યાં છે. શરદ પવારે ભારતીય રાજકારણમાં આગવું નામ બનાવ્યું છે.

  2/15
 • મરાઠા યોદ્ધા ત્રણ વખત કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે. તેમણે રાજ્ય અને કેન્દ્રમાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી છે. તે સિવાય સંસદીય પક્ષના નેતા અને અન્ય ઉચ્ચ હોદ્દાઓ પણ સંભાળી ચૂક્યા છે. તસવીરમાં: શરદ પવાર સુધાકરરાઓ નાઈક સાથે મુંબઇ (તત્કાલિન બોમ્બે)ના ચવ્હાણ કેન્દ્રમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

  મરાઠા યોદ્ધા ત્રણ વખત કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે. તેમણે રાજ્ય અને કેન્દ્રમાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી છે. તે સિવાય સંસદીય પક્ષના નેતા અને અન્ય ઉચ્ચ હોદ્દાઓ પણ સંભાળી ચૂક્યા છે.

  તસવીરમાં: શરદ પવાર સુધાકરરાઓ નાઈક સાથે મુંબઇ (તત્કાલિન બોમ્બે)ના ચવ્હાણ કેન્દ્રમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

  3/15
 • શરદ પવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી 1999 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની રચના કરી. તસવીરમાં: શરદ પવારના 61માં જન્મદિવસની ઉજવણી સમયે પત્ની પ્રતિભા અને પૌત્રી રેવતી સાથે

  શરદ પવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી 1999 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની રચના કરી.

  તસવીરમાં: શરદ પવારના 61માં જન્મદિવસની ઉજવણી સમયે પત્ની પ્રતિભા અને પૌત્રી રેવતી સાથે

  4/15
 • શરદ પવારનો જન્મ પુણેના બારામતીમાં થયો હતો. પુણેની કોલેજમાં અભ્યાસ કરીને કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. શરદ પવારે 1967માં પ્રતિભા શિંદે સાથે લગ્ન કર્યા હતા. તેમની એક પુત્રી સુપ્રિયા છે, જે લોકસભાના બારામતી મત વિસ્તારમાં સાંસદ છે.

  શરદ પવારનો જન્મ પુણેના બારામતીમાં થયો હતો. પુણેની કોલેજમાં અભ્યાસ કરીને કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. શરદ પવારે 1967માં પ્રતિભા શિંદે સાથે લગ્ન કર્યા હતા. તેમની એક પુત્રી સુપ્રિયા છે, જે લોકસભાના બારામતી મત વિસ્તારમાં સાંસદ છે.

  5/15
 • શરદ પવારે 2005 થી 2008 દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલ (બીસીસીઆઈ) ના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું અને 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ બન્યા હતા.

  શરદ પવારે 2005 થી 2008 દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલ (બીસીસીઆઈ) ના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું અને 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ બન્યા હતા.

  6/15
 • વર્ષ 2017માં શરદ પવારને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તસવીરમાં: 19 જુલાઇ, 2009ના રોજ નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (આઈએઆરઆઈ)ની મુલાકાત માટે આવેલ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનને પુષ્પગુચ્છ અર્પણ કરતા શરદ પવાર

  વર્ષ 2017માં શરદ પવારને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  તસવીરમાં: 19 જુલાઇ, 2009ના રોજ નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (આઈએઆરઆઈ)ની મુલાકાત માટે આવેલ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનને પુષ્પગુચ્છ અર્પણ કરતા શરદ પવાર

  7/15
 • કટ્ટર રાજકારણી, મુખ્ય વ્યૂહરચનાકાર અને જનતાના નેતા એ શરદ પવારના રાજકીય જીવનના કેટલાક પાસાં છે. તેમણે પુણે ઇન્ટરનેશનલ મેરેથોન ટ્રસ્ટના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી, જે છેલ્લા 22 વર્ષથી પુણે ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરે છે.

  કટ્ટર રાજકારણી, મુખ્ય વ્યૂહરચનાકાર અને જનતાના નેતા એ શરદ પવારના રાજકીય જીવનના કેટલાક પાસાં છે. તેમણે પુણે ઇન્ટરનેશનલ મેરેથોન ટ્રસ્ટના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી, જે છેલ્લા 22 વર્ષથી પુણે ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરે છે.

  8/15
 • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેંજમાં એક કાર્યક્રમમાં આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ રહેલા હારૂન લોરગેટ સાથે શરદ પવાર.

  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેંજમાં એક કાર્યક્રમમાં આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ રહેલા હારૂન લોરગેટ સાથે શરદ પવાર.

  9/15
 • ઓક્ટોબર 2019માં લોકસભાની ચૂંટણીના પરચાર દરમિયાન સાતારામાં ભારે વરસાદ વચ્ચે રેલીનું સંબોધન કરીને શરદ પવારે સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

  ઓક્ટોબર 2019માં લોકસભાની ચૂંટણીના પરચાર દરમિયાન સાતારામાં ભારે વરસાદ વચ્ચે રેલીનું સંબોધન કરીને શરદ પવારે સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

  10/15
 • નવેમ્બર 2019 માં, શરદ પવારે જ્યારે સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આગાડી (એમવીએ) સરકાર બનાવવાની તૈયારી કરી એ દિવસ ઈતિહાસના પાને લખાઈ ગયો હતો. તસવીરમાં: ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને દિવંગત શિવસેનાના બાલ ઠાકરે સાથે શરદ પવાર

  નવેમ્બર 2019 માં, શરદ પવારે જ્યારે સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આગાડી (એમવીએ) સરકાર બનાવવાની તૈયારી કરી એ દિવસ ઈતિહાસના પાને લખાઈ ગયો હતો.

  તસવીરમાં: ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને દિવંગત શિવસેનાના બાલ ઠાકરે સાથે શરદ પવાર

  11/15
 • ભારતીય રાજકારણમાં મહાન નામ ધરાવતા પંડિત નેહરુ, ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓની જેમ શરદ પવાર પવાર રાજકીય નેતાઓ અને અન્ય પાર્ટીના નેતાઓ સાથે વિશેષ સંબંધ ધરાવે છે. તસવીરમાં: નરીમાન પોઇન્ટના વાય.બી.ચવ્હાણ કેન્દ્રમાં મીડિયાને સંબોધન કરતા એનસીપી પ્રમુખ શરદ પવાર (તસવીર: સુરેશ કારકેરા)

  ભારતીય રાજકારણમાં મહાન નામ ધરાવતા પંડિત નેહરુ, ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓની જેમ શરદ પવાર પવાર રાજકીય નેતાઓ અને અન્ય પાર્ટીના નેતાઓ સાથે વિશેષ સંબંધ ધરાવે છે.

  તસવીરમાં: નરીમાન પોઇન્ટના વાય.બી.ચવ્હાણ કેન્દ્રમાં મીડિયાને સંબોધન કરતા એનસીપી પ્રમુખ શરદ પવાર (તસવીર: સુરેશ કારકેરા)

  12/15
 • ફેસબુક અને ટ્વીટરના યુગમાં પણ રાજકારણમાં સંતુલન જાળવવાનું શરદ પવાર બહુ સારી રીતે જાણે છે. તસવીરમાં: મુંબઈમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સાથે એનસીપીના નેતા શરદ પવાર (તસવીર: બિપિન કોકાટે)

  ફેસબુક અને ટ્વીટરના યુગમાં પણ રાજકારણમાં સંતુલન જાળવવાનું શરદ પવાર બહુ સારી રીતે જાણે છે.

  તસવીરમાં: મુંબઈમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સાથે એનસીપીના નેતા શરદ પવાર (તસવીર: બિપિન કોકાટે)

  13/15
 • શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર શરદ પવારને તેમના 'રાજકીય ગુરુ' ગણાવ્યા હતા. તસવીર: સુરેશ કારકેરા

  શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર શરદ પવારને તેમના 'રાજકીય ગુરુ' ગણાવ્યા હતા.

  તસવીર: સુરેશ કારકેરા

  14/15
 • 80 વર્ષની ઉંમરે પણ 18 વર્ષના યુવાન જેવો જોશ ધરાવતા શરદ પવારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

  80 વર્ષની ઉંમરે પણ 18 વર્ષના યુવાન જેવો જોશ ધરાવતા શરદ પવારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

પીઢ રાજકારણી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)નો 12 ડિસેમ્બર 2020ના રોજ 80મો જન્મદિવસ છે. બારામતીના મરાઠા નેતા 50 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તેઓ 1967થી એક પણ વાર વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણી હાર્યા નથી. આજે તેમના જન્મદિવસના અવસરે તસવીરો દ્વારા તેમની યાત્રા પર એક નજર કરીએ.

(તસવીરો: મિડ-ડે આર્કાઈવ્સ, એએફપી)

First Published: 12th December, 2020 13:05 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK