વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પર નેશનલ વર્કશોપનો પ્રારંભ

Published: Jun 17, 2019, 15:26 IST | Falguni Lakhani
 • વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પરના નેશનલ  વર્કશોપનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો છે. રાજકોટમાં આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

  વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પરના નેશનલ  વર્કશોપનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો છે. રાજકોટમાં આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

  1/6
 • ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાગનાથ શ્વે. મૂ. જેન સંઘ, દિવ્યદર્શન ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી ‘યશોલતા’ ગ્રંથ પર ૧૪ દિવસીય વર્કશોપનો 16 જૂનના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રજી ભવનના વ્યાસ હોલમાં  કુલપતિ નીતીનભાઈ પેથાણી,  સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી,ક્લાધરભાઈ આર્ય, કાશીના મહામહોપાઘ્યાય, રાષ્ટ્રપતિ સન્માનિત વશિષ્ઠ ત્રિપાઠીજી, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, કુલપતિ રાજારામ શુકલજી, જયંતીભાઈ ભાડેસીયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ થયો હતો.

  ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાગનાથ શ્વે. મૂ. જેન સંઘ, દિવ્યદર્શન ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી ‘યશોલતા’ ગ્રંથ પર ૧૪ દિવસીય વર્કશોપનો 16 જૂનના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રજી ભવનના વ્યાસ હોલમાં  કુલપતિ નીતીનભાઈ પેથાણી,  સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી,ક્લાધરભાઈ આર્ય, કાશીના મહામહોપાઘ્યાય, રાષ્ટ્રપતિ સન્માનિત વશિષ્ઠ ત્રિપાઠીજી, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, કુલપતિ રાજારામ શુકલજી, જયંતીભાઈ ભાડેસીયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ થયો હતો.

  2/6
 • બે વખત રાષ્ટ્રપતિ સન્માન મેળવી ચુકેલા વશિષ્ઠ ત્રિપાઠીજીએ ભારતીય શાસ્ત્રોમાં રહેલા ઊંડાણભર્યા જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા અને તેના દ્વારા જ્ઞાનગંગા લોકો સુધી પહોંચાડવા પર ભાર મુક્યો હતો. શ્રી રાજારામ શુક્લજીએ  ગુઢાર્થ તત્વ લોક: નો અર્થ સમજાવતા કહ્યું હતું કે જે સમજવામાં જટિલ છે એ ગુઢ , તત્વ એટલે પદાર્થ અથવા આત્મા અને આલોક એટલે પ્રકાશ. આ ગુઢાર્થ તત્વલોક  એ માનવજીવનના રહસ્યો પર પ્રકાશ પાડતો ગ્રંથ છે.

  બે વખત રાષ્ટ્રપતિ સન્માન મેળવી ચુકેલા વશિષ્ઠ ત્રિપાઠીજીએ ભારતીય શાસ્ત્રોમાં રહેલા ઊંડાણભર્યા જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા અને તેના દ્વારા જ્ઞાનગંગા લોકો સુધી પહોંચાડવા પર ભાર મુક્યો હતો. શ્રી રાજારામ શુક્લજીએ  ગુઢાર્થ તત્વ લોક: નો અર્થ સમજાવતા કહ્યું હતું કે જે સમજવામાં જટિલ છે એ ગુઢ , તત્વ એટલે પદાર્થ અથવા આત્મા અને આલોક એટલે પ્રકાશ. આ ગુઢાર્થ તત્વલોક  એ માનવજીવનના રહસ્યો પર પ્રકાશ પાડતો ગ્રંથ છે.

  3/6
 • ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ (ICPR)ના ડાયરેક્ટર ડો. ઉપેન્દ્ર્કુમારે જણાવ્યું હતું કે આ સંસ્થા ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના નેજા હેઠળ ચાલી રહી છે તેનું મુખ્ય કાર્ય શૈક્ષણિક ક્ષેત્રે રીસર્ચ માટે ના સ્રોત પુરા પાડવાનું છે. આ સંસ્થાના પૂર્વ ડાયરેક્ટર એસ.આર.ભટ્ટનું સ્વપ્ન હતું કે યશોલતા ગ્રંથ પર નેશનલ વર્કશોપ યોજાય. તેથી  દસ લાખ રૂપિયાનું ભંડોળ આ વર્કશોપ માટે ફાળવવામાં આવ્યું છે. જેમાં દેશભરના વિદ્વાનો હાજર  રહીને જ્ઞાનનું આદાન પ્રદાન કરશે.

  ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ (ICPR)ના ડાયરેક્ટર ડો. ઉપેન્દ્ર્કુમારે જણાવ્યું હતું કે આ સંસ્થા ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના નેજા હેઠળ ચાલી રહી છે તેનું મુખ્ય કાર્ય શૈક્ષણિક ક્ષેત્રે રીસર્ચ માટે ના સ્રોત પુરા પાડવાનું છે. આ સંસ્થાના પૂર્વ ડાયરેક્ટર એસ.આર.ભટ્ટનું સ્વપ્ન હતું કે યશોલતા ગ્રંથ પર નેશનલ વર્કશોપ યોજાય. તેથી  દસ લાખ રૂપિયાનું ભંડોળ આ વર્કશોપ માટે ફાળવવામાં આવ્યું છે. જેમાં દેશભરના વિદ્વાનો હાજર  રહીને જ્ઞાનનું આદાન પ્રદાન કરશે.

  4/6
 • યશોવિજયસુરીશ્વરજીએ કહ્યું હતું કે , ભક્તિયશ વિજયની જ્ઞાન પિપાસા અને આતુરતા જોઈ અને તેમને વારંવાર કહ્યું હતું કે જો ગુઢાર્થ તત્વ લોક નથી વાંચ્યું તો કંઈ નથી વાંચ્યું. ત્યારથી તેમણે રાત દિવસ એ ગ્રંથ વિષે જ વિચાર્યું અને ગુજરાતીમાં ગ્રંથ તૈયાર કર્યો. પછી કહ્યું કે માત્ર ગુજરાતીમાં હોય તેનાથી વધુ સારું એ આ ગ્રંથ કે સંસ્કૃત ભાષામાં હોય .તેથી તેમણે સંસ્કૃતમાં પણ લખવાનું શરુ કર્યું. જો શિષ્ય આજ્ઞાંકિત હોય તો તે ધાર્યું પરિણામ મેળવી શકે.

  યશોવિજયસુરીશ્વરજીએ કહ્યું હતું કે , ભક્તિયશ વિજયની જ્ઞાન પિપાસા અને આતુરતા જોઈ અને તેમને વારંવાર કહ્યું હતું કે જો ગુઢાર્થ તત્વ લોક નથી વાંચ્યું તો કંઈ નથી વાંચ્યું. ત્યારથી તેમણે રાત દિવસ એ ગ્રંથ વિષે જ વિચાર્યું અને ગુજરાતીમાં ગ્રંથ તૈયાર કર્યો. પછી કહ્યું કે માત્ર ગુજરાતીમાં હોય તેનાથી વધુ સારું એ આ ગ્રંથ કે સંસ્કૃત ભાષામાં હોય .તેથી તેમણે સંસ્કૃતમાં પણ લખવાનું શરુ કર્યું. જો શિષ્ય આજ્ઞાંકિત હોય તો તે ધાર્યું પરિણામ મેળવી શકે.

  5/6
 • તારીખ 16 જૂન થી શરુ થયેલો આ વર્કશોપ 29 જૂન સુધી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના યુજીસી એચઆરડીસી ભવનમાં સવારે દસથી સાંજે છ સુધી યોજાશે.રસ ધરાવતા સૌને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ છે.

  તારીખ 16 જૂન થી શરુ થયેલો આ વર્કશોપ 29 જૂન સુધી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના યુજીસી એચઆરડીસી ભવનમાં સવારે દસથી સાંજે છ સુધી યોજાશે.રસ ધરાવતા સૌને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પર નેશનલ વર્કશોપનો પ્રારંભ રાજકોટમાં થયો છે.

તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK