રાજકોટઃ હજ્જારો લીટર દારૂનો કરવા પોલીસની ડ્રાઈવ

Updated: May 30, 2019, 18:07 IST | Falguni Lakhani
 • શહેર પોલીસે વહેલી સવારે કુબલીયાપરામાં ત્રણ કલાક સુધી દેશી દારૂની ડ્રાઇવ યોજી હજ્જારો લિટર દેશી દારૂનો આથો, દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કર્યો હતો.

  શહેર પોલીસે વહેલી સવારે કુબલીયાપરામાં ત્રણ કલાક સુધી દેશી દારૂની ડ્રાઇવ યોજી હજ્જારો લિટર દેશી દારૂનો આથો, દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કર્યો હતો.

  1/7
 • ત્રણેક કલાક સુધી ચાલેલી આ ડ્રાઇવથી દારૂના ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી.  સવારે સાડા સાતથી સાડા નવ સુધી સમગ્ર કુબલીયાપરાને પોલીસની જુદી-જુદી ટીમોએ ધમરોળી નાંખ્યું હતું. શહેરમાં દરેક જગ્યાએ દારૂની ચાલુ ભઠ્ઠીઓ પણ મળી હતી.

  ત્રણેક કલાક સુધી ચાલેલી આ ડ્રાઇવથી દારૂના ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી.  સવારે સાડા સાતથી સાડા નવ સુધી સમગ્ર કુબલીયાપરાને પોલીસની જુદી-જુદી ટીમોએ ધમરોળી નાંખ્યું હતું. શહેરમાં દરેક જગ્યાએ દારૂની ચાલુ ભઠ્ઠીઓ પણ મળી હતી.

  2/7
 • પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ તમામ એસીપી, તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર્સ, પીએસઆઇ તથા એએસઆઇ, હેડકોન્સ, કોન્સ્ટેબલ હાજર હતા.

  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને ડીસીપી
  મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ તમામ એસીપી, તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર્સ, પીએસઆઇ તથા એએસઆઇ, હેડકોન્સ, કોન્સ્ટેબલ હાજર હતા.

  3/7
 • સાથે મહિલા પોલીસ કર્મચારીઓ મળી ૧૫૦ જેટલા સ્ટાફે ૨૨ ટીમો બનાવી કુબલીયાપરામાં મેગા ડ્રાઇવ યોજી હતી.

  સાથે મહિલા પોલીસ કર્મચારીઓ મળી ૧૫૦ જેટલા સ્ટાફે ૨૨ ટીમો બનાવી કુબલીયાપરામાં મેગા ડ્રાઇવ યોજી હતી.

  4/7
 • અનેક ઠેકાણે દારૂની ભઠ્ઠીઓના ડબ્બાઓનો જથ્થો, સ્ટવ, મોટા બેરલ મળતાં અને હજ્જારો લિટર આથો મળતાં નાશ કરાયો હતો. અમુક ઘરોમાં ચાલુ ભઠ્ઠીઓ ધમધમતી મળી હતી.

  અનેક ઠેકાણે દારૂની ભઠ્ઠીઓના ડબ્બાઓનો જથ્થો, સ્ટવ, મોટા બેરલ મળતાં અને હજ્જારો લિટર આથો મળતાં નાશ કરાયો હતો. અમુક ઘરોમાં ચાલુ ભઠ્ઠીઓ ધમધમતી મળી હતી.

  5/7
 • અમુક ઘરોમાં દારૂની કોથળીઓ છુપાવવા માટે રૂમમાં ખાડા કરી તેની અંદર રખાયેલા નાના બેરલો મળી આવ્યા હતાં.

  અમુક ઘરોમાં દારૂની કોથળીઓ છુપાવવા માટે રૂમમાં ખાડા કરી તેની અંદર રખાયેલા નાના બેરલો મળી આવ્યા હતાં.

  6/7
 • સવારના પહોરમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડતાં મોટા ભાગના ધંધાર્થીઓ ભાગી ગયા હતાં. તૈયાર દારૂની કોથળીઓ અને મોટા ચપટાનો જથ્થો પણ મળી આવ્યો હતો. તસ્વીરોમાં પોલીસ અધિકારીઓ, ટીમો અને મુદ્દામાલનો નાશ કરાયો હતો તે દ્રશ્યો તેમજ ઘરોમાંથી મળેલી દારૂની કોથળીઓનો જથ્થો તથા ડ્રાઇવની કામગીરીના દ્રશ્યો જોવા મળ્યા.

  સવારના પહોરમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડતાં મોટા ભાગના ધંધાર્થીઓ ભાગી ગયા હતાં. તૈયાર દારૂની કોથળીઓ અને મોટા ચપટાનો જથ્થો પણ મળી આવ્યો હતો. તસ્વીરોમાં પોલીસ અધિકારીઓ, ટીમો અને મુદ્દામાલનો નાશ કરાયો હતો તે દ્રશ્યો તેમજ ઘરોમાંથી મળેલી દારૂની કોથળીઓનો જથ્થો તથા ડ્રાઇવની કામગીરીના દ્રશ્યો જોવા મળ્યા.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

રાજકોટ પોલીસે આજે દેશી દારૂનો નાશ કરવા માટે ડ્રાઈવનું આયોજન કર્યું. જેમાં હજ્જારો લિટર દેશી દારૂનો આથો, દારૂ બનાવવાની સામગ્રીનો નાશ કર્યો. (ફોટો : બિપીન ટંકારીયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK