આ ગુજરાતી ગર્લના છે સૌથી લાંબા વાળ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન

Updated: Jun 28, 2019, 10:25 IST | Sheetal Patel
 • નીલાંશીની માતાની પ્રેરણાથી જ તે વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચી શકી છે. નીલાંશી કહે છે કે મોટા વાળને કારણે તેને ક્યારેય કોઈ મુશ્કેલી નથી પડી. તેના લાંબા વાળ તેના માટે ખૂબ જ ભાગ્યશાળી છે. નીલાંશી કહે છે કે તેના મિત્રો તેને એન્જલ કહે છે. તેને તેના વાળ પર ગર્વ છે. વર્લ્ડ રેકોર્ડ જીતવાને કારણે તે ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત છે. 

  નીલાંશીની માતાની પ્રેરણાથી જ તે વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચી શકી છે. નીલાંશી કહે છે કે મોટા વાળને કારણે તેને ક્યારેય કોઈ મુશ્કેલી નથી પડી. તેના લાંબા વાળ તેના માટે ખૂબ જ ભાગ્યશાળી છે. નીલાંશી કહે છે કે તેના મિત્રો તેને એન્જલ કહે છે. તેને તેના વાળ પર ગર્વ છે. વર્લ્ડ રેકોર્ડ જીતવાને કારણે તે ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત છે. 

  1/9
 • નીલાંશી ભણવા સિવાય સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે.

  નીલાંશી ભણવા સિવાય સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે.

  2/9
 • અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની નીલાંશી પટેલે રાજ્યની સાથે સાથે દેશનું ગૌરવ વધાર્યું છે. નીલાંશી ધોરણ-12માં અભ્યાસ કરે છે. નીલાંશીએ તેના લાંબા વાળને કારણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 5.7 ફૂટ લાંબા વાળ બદલ નીલાંશીને ગિનિસ બુકનું સર્ટિફિકેટ મળ્યું છે. ઈટાલીના રોમ ખાતે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરીનું સર્ટિફિકેટ ગિનિસ બુકના જજે નીલાંશીને આપ્યું હતું.

  અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની નીલાંશી પટેલે રાજ્યની સાથે સાથે દેશનું ગૌરવ વધાર્યું છે. નીલાંશી ધોરણ-12માં અભ્યાસ કરે છે. નીલાંશીએ તેના લાંબા વાળને કારણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 5.7 ફૂટ લાંબા વાળ બદલ નીલાંશીને ગિનિસ બુકનું સર્ટિફિકેટ મળ્યું છે. ઈટાલીના રોમ ખાતે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરીનું સર્ટિફિકેટ ગિનિસ બુકના જજે નીલાંશીને આપ્યું હતું.

  3/9
 • નીલાંશીએ છ વર્ષની ઉંમરથી પોતાના વાળ વધારવાની શરૂઆત કરી હતી. હાલ તેની ઉંમર 16 વર્ષની છે. છ વર્ષની ઉંમરે વાળ કપાવતી વખતે વાળ ખરાબ થઈ જતાં નીલાંશીએ ભવિષ્યમાં ક્યારેય વાળ નહીં કપાવવાનો નિર્ણય લીધો હતો. છ વર્ષની ઉંમરે વાળ ખરાબ થઈ જતાં નીલાંશી ખૂબ રડી હતી.

  નીલાંશીએ છ વર્ષની ઉંમરથી પોતાના વાળ વધારવાની શરૂઆત કરી હતી. હાલ તેની ઉંમર 16 વર્ષની છે. છ વર્ષની ઉંમરે વાળ કપાવતી વખતે વાળ ખરાબ થઈ જતાં નીલાંશીએ ભવિષ્યમાં ક્યારેય વાળ નહીં કપાવવાનો નિર્ણય લીધો હતો. છ વર્ષની ઉંમરે વાળ ખરાબ થઈ જતાં નીલાંશી ખૂબ રડી હતી.

  4/9
 • નીલાંશી અઠવાડિયામાં એક વખત તેના વાળને વોશ કરે છે. વોશ કર્યા બાદ વાળને સુકાવવા માટે અડધો કલાક અને તેને કોમ્બ કરવા માટે એક કલાક લાગે છે. બહાર જતી વખતે તેમજ ટેબલ ટેનિસ રમતી વખતે નીલાંશી તેના વાળને બાંધીને રાખે છે. વાળ ધોવા માટે તેમજ તેને કોમ્બ કરવા માટે નીલાંશીની માતા તેને મદદ કરે છે. 

  નીલાંશી અઠવાડિયામાં એક વખત તેના વાળને વોશ કરે છે. વોશ કર્યા બાદ વાળને સુકાવવા માટે અડધો કલાક અને તેને કોમ્બ કરવા માટે એક કલાક લાગે છે. બહાર જતી વખતે તેમજ ટેબલ ટેનિસ રમતી વખતે નીલાંશી તેના વાળને બાંધીને રાખે છે. વાળ ધોવા માટે તેમજ તેને કોમ્બ કરવા માટે નીલાંશીની માતા તેને મદદ કરે છે. 

  5/9
 • રેકોર્ડ જીતવાની સાથે નીલાંશીએ યુવતીઓ અને મહિલાઓને એક સંદેશ આપ્યો હતો કે, તેમના વાળ તેમની શોભા છે, સમસ્યા નહીં. નીલાંશી કહે છે કે હું વાળ વધારવાનું ચાલુ જ રાખીશ. મેં વાળ કપાવવા અંગે હજી સુધી કોઈ જ નિર્ણય લીધો નથી.

  રેકોર્ડ જીતવાની સાથે નીલાંશીએ યુવતીઓ અને મહિલાઓને એક સંદેશ આપ્યો હતો કે, તેમના વાળ તેમની શોભા છે, સમસ્યા નહીં. નીલાંશી કહે છે કે હું વાળ વધારવાનું ચાલુ જ રાખીશ. મેં વાળ કપાવવા અંગે હજી સુધી કોઈ જ નિર્ણય લીધો નથી.

  6/9
 • ગુજરાતની નીલાંશી પટેલ વિશ્વભરમાં સમાચારોમાં છવાઈ ગઈ છે, તેની પાછળ છે તેના લાંબા વાળ.

  ગુજરાતની નીલાંશી પટેલ વિશ્વભરમાં સમાચારોમાં છવાઈ ગઈ છે, તેની પાછળ છે તેના લાંબા વાળ.

  7/9
 • તેના પિતા જણાવે છે કે નીલાંશીના વાળ વધારવાનો આઈડિયા ગોવાથી આવ્યો હતો, જ્યારે તે ત્યાં ફરવા ગઈ હતી. અને તેની માતાનુનં કહેવું છે નીલાંશીના વાળ માટે ઘણી દેખરેખ કરવી પડે છે અને વધુ કોસ્મેટિકનો ઉપયોગ કરતા નથી.

  તેના પિતા જણાવે છે કે નીલાંશીના વાળ વધારવાનો આઈડિયા ગોવાથી આવ્યો હતો, જ્યારે તે ત્યાં ફરવા ગઈ હતી. અને તેની માતાનુનં કહેવું છે નીલાંશીના વાળ માટે ઘણી દેખરેખ કરવી પડે છે અને વધુ કોસ્મેટિકનો ઉપયોગ કરતા નથી.

  8/9
 • નીલાંશી પટેલ ટેબલ ટેનિસમાં મોડાસા અને રાજ્યનું નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કર્યું હોવાની સાથે સ્કેટિંગ, સ્વિમિંગ, ચેસ અને વાંજીત્રો પણ વગાડવાનું જાણે છે. સ્વિમિંગમાં લાંબા વાળમાં પાણી ભરાઈ જતું હોવાથી થોડી તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું.

  નીલાંશી પટેલ ટેબલ ટેનિસમાં મોડાસા અને રાજ્યનું નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કર્યું હોવાની સાથે સ્કેટિંગ, સ્વિમિંગ, ચેસ અને વાંજીત્રો પણ વગાડવાનું જાણે છે. સ્વિમિંગમાં લાંબા વાળમાં પાણી ભરાઈ જતું હોવાથી થોડી તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

આજના સમયમાં લોકો જાત-જાતના શોખ ધરાવે છે. ઘણાને નખ વધારવાનો શોખ હોય છે તો ઘણાને ઉંચાઈ વધારવાનો હોય છે. કોઈને વાળ વધારવાનો શોખ હોય છે. આવો જ એક વાળનો કિસ્સો અમે આજે તમારા માટે લઈને આવ્યા છે. તસવીર સૌજન્ય- નીલાંશી પટેલ ફેસબુક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK