રેલ રોકોથી મૌન રેલીઃ મુંબઈકરાઓએ આવી રીતે કર્યો પુલવામા હુમલાનો વિરોધ

Feb 16, 2019, 12:55 IST
  • પુલવામામાં CRPFના જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં નાલાસોપારા રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી.

    પુલવામામાં CRPFના જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં નાલાસોપારા રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી.

    1/12
  • હજારો મુંબઈકરાઓ, ઑફિસે જતા લોકોએ રેલવે ટ્રેક પર ઉતરીને વિરોધ કર્યો. સવારે 8 વાગ્યાથી જ આ વિરોધ ચાલુ થઈ ગયો હતો.

    હજારો મુંબઈકરાઓ, ઑફિસે જતા લોકોએ રેલવે ટ્રેક પર ઉતરીને વિરોધ કર્યો. સવારે 8 વાગ્યાથી જ આ વિરોધ ચાલુ થઈ ગયો હતો.

    2/12
  • રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને સરકારી રેલવે પોલીસ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે એકશનમાં આવી ગયા હતા. અને તેમને રેલવે ટ્રેક પરથી હટાવી રેલસેવા કાર્યરત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

    રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને સરકારી રેલવે પોલીસ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે એકશનમાં આવી ગયા હતા. અને તેમને રેલવે ટ્રેક પરથી હટાવી રેલસેવા કાર્યરત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

    3/12
  • પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરે CRPFના જવાનોને લઈ જતી બસ પર બોમ્બ અને ગોળીઓથી હુમલો કર્યો હતો. જેમાં 44 જવાનો શહીદ થતા દેશભરમાં આક્રોશ છે.

    પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરે CRPFના જવાનોને લઈ જતી બસ પર બોમ્બ અને ગોળીઓથી હુમલો કર્યો હતો. જેમાં 44 જવાનો શહીદ થતા દેશભરમાં આક્રોશ છે.

    4/12
  • બે મિનિટના મૌનથી લઈને પાકિસ્તાનના પ્રતિકોને સળગાવવા સુધી, મુંબઈકરાઓએ CRPFના જવાનોને અંજલિ આપી.

    બે મિનિટના મૌનથી લઈને પાકિસ્તાનના પ્રતિકોને સળગાવવા સુધી, મુંબઈકરાઓએ CRPFના જવાનોને અંજલિ આપી.

    5/12
  • ઘાટકોપર ઈસ્ટમાં યંગ વોઈસ ક્લબના સભ્યોએ પુતળા બાળી, બેનર બતાવી પુલવામા હુમલાનો વિરોધ કર્યો.

    ઘાટકોપર ઈસ્ટમાં યંગ વોઈસ ક્લબના સભ્યોએ પુતળા બાળી, બેનર બતાવી પુલવામા હુમલાનો વિરોધ કર્યો.

    6/12
  • મૂળ પાકિસ્તાનના સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. આદિર અહેમદ ડાર નામના આત્મઘાતી હુમલાખોરે આ હુમલો કર્યો.

    મૂળ પાકિસ્તાનના સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. આદિર અહેમદ ડાર નામના આત્મઘાતી હુમલાખોરે આ હુમલો કર્યો.

    7/12
  • મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પણ કલેક્ટર ઑફિસ પાસે પાકિસ્તાનનો ધ્વજ બાળ્યો હતો.

    મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પણ કલેક્ટર ઑફિસ પાસે પાકિસ્તાનનો ધ્વજ બાળ્યો હતો.

    8/12
  • ભેંડી બજારના સભ્યોએ સાઉથ મુંબઈના રસ્તાઓ બ્લોક કર્યા અને પુલવામા હુમલાનો વિરોધ કર્યો.

    ભેંડી બજારના સભ્યોએ સાઉથ મુંબઈના રસ્તાઓ બ્લોક કર્યા અને પુલવામા હુમલાનો વિરોધ કર્યો.

    9/12
  • વસઈમાં નાગરિકો CRPFના જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં શેરીઓમાં ઉતરી આવ્યા અને વિરોધ કર્યો.

    વસઈમાં નાગરિકો CRPFના જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં શેરીઓમાં ઉતરી આવ્યા અને વિરોધ કર્યો.

    10/12
  • પુલવામા હુમલાના શહીદોને પાકિસ્તાનનો ધ્વજ સળગાવીને સ્થાનિકોએ વિરોધ કર્યો.

    પુલવામા હુમલાના શહીદોને પાકિસ્તાનનો ધ્વજ સળગાવીને સ્થાનિકોએ વિરોધ કર્યો.

    11/12
  • ઘાટકોપરમાં પણ  શહીદોને સ્થાનિકોએ અંજલિ આપી.(તસવીર સૌજન્યઃ નંદિશ ઠાકર)

    ઘાટકોપરમાં પણ  શહીદોને સ્થાનિકોએ અંજલિ આપી.(તસવીર સૌજન્યઃ નંદિશ ઠાકર)

    12/12
  • loading...

ફોટોઝ વિશે

ફેબ્રુઆરી 14, 2019ના દેશના સૌથી મોટા આતંકી હુમલામાં થયેલા હુમલા બાદ દેશભરમાં રોષ છે. દેશભરમાં નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મુંબઈકરાઓએ પણ આ રીતે વિરોધ કર્યો. (તસવીર સૌજન્યઃ મિડ-ડે, પ્રદીપ ધિવર, સમિઉલ્લાહ ખાન, આશિષ રાણે)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK