શિતલ રૂપાણી મિત્રો સાથે
જિંદગી હર પલ ખાસ નહીં હોતી, ફુલો કી ખુશબુ હંમેશા પાસ નહીં હોતી,
મિલના હમારી તકદીર મેં લીખા હોગા વરના ઈતની પ્યારી દોસ્તી હમારી ઈત્ફાક નહીં હોતી.
લવ યુ ઓલ માય ફ્રેન્ડસ.
તૃપ્તિ શાહ મિત્રો સાથે
મિત્રતા એટલે એક જ આત્મા પણ બે જુદા જુદા શરીરમાં રહે.
વિરાજ નાનીમા સાથે
વિરાજ તેના નાની સ્વર્ગીય નાનીમા લખમીબાઈ ભવાનજી નાગડાને પહેલાં મિત્ર અને ગર્લફ્રેન્ડ માને છે.
તૃપ્તિ દસરા સખીઓ સાથે
હેપી ફ્રેન્ડશીપ ડે ટુ માય કીટી ફ્રેન્ડસ.
રીમા મહેતા બહેનપણીઓ સાથે
અમારું બાર જણનું ગ્રુપ છે અને અમારી મિત્રતા અમારા બાળકોને લીધે થઈ છે. અમે લંગોટીયા યાર નથી પણ છેલ્લા દસ વર્ષમાં એક બીજાને બહુ સારી રીતે ઓળખી ગયા છીએ. અમે એક બીજાની રગે રગથી વાકેફ છીએ. ભલે ઝઘડીએ પણ હંમેશા સાથે રહીએ છીએ. લૉકડાઉન જેવા કપરા સમયમાં પણ અમે સોશ્યલ મીડિયા દ્વારા કનેક્ટેડ રહીએ છીએ. આઈ લવ માય ગર્લ્સ ગેન્ગ.
વિશાલ મહેતા તેના મિત્રો સાથે
દોસ્ત નહીં હો તુમ મેરી ફૅમેલી હો, મેરી જાન સે ભી પ્યારે હો તુમ.
ઝરણા ઠક્કર અને ભવ્યા વાધવા
ઝરણા ઠક્કર અને ભવ્યા વાધવા આમ તો બહેનો છે પણ બન્ને વચ્ચેનું બોન્ડ બેસ્ટ ફ્રેન્ડ જેવું છે. ફૅમેલી વેકેશન હોય કે પછી કોઈ રેસિપીની વાત બન્ને જણા દરેક વસ્તુ એકબીજા સાથે શૅર કરે છે.
કરણ તેના મિત્રો સાથે
બે મિત્રો ભારા ભાઈ જેવા છે જે હંમેશા મારી સાથે હોય છે.
આ બે બહેનપણીઓએ જીવનના દરેક પગલે મારો સાથ આપ્યો છે અને મને પ્રોત્સાહન આપ્યું છે. હું ભાગ્યશાળી છું કે મને તેમની મિત્રતા જીવનમાં મળી છે.
બાકીના બે મિત્રો મારા પાર્ટી સમયના અને સ્કુટર રાઈડના મિત્રો છે જે મારી માટે બહુ ખાસ છે.
બધાને હેપી ફ્રેન્ડશીપ ડે.
હેતલ ગડા સખીઓ સાથે
હેતલ ગડા, જાગૃતિ કારણીયા, શાલિની ગુપ્તા અને વિનિતા બાલવાડા - હેપી ફ્રેન્ડશીપ ડે.
પિના મહેતા બેસ્ટ ફ્રેન્ડ સાથે
હેપી ફ્રેન્ડશીપ ડે ટુ માય ફ્રેન્ડ હેતલ ગડા
કચ્છી કવિ તેજ ભાણિયા દેવચંદ સાથે
આ મામા ભાણીયા વચ્ચે બે જ વર્ષનો ફરક છે પણ તેઓ નાનપણથી સાથે જ મોટા થયા છે અને બન્ને વચ્ચે એકદમ ગાઢ મિત્રતા છે.
યેશા બારડિયા
બાળપણથી લઈને અત્યાર સુધી 20 વર્ષ કરતા વધુ થયા પણ આપણે સુખ અને દુ:ખમાં સાથે છીએ. એક જ થાળીમાં ખાવાથી માંડીને હવે જુદી જુદી થાળીઓમાં જમતા થઈ ગયા, આપણે બદલાઈ ગયા પણ દોસ્તી નહીં. જીવનમાં ઘણી મહત્વની પરિસ્થિતિમાં આપણે સાથે રહ્યાં છીએ.
પલક માતા લીના સાથે
પલકનું માનવું છે કે માતા જેવું બેસ્ટ ફ્રેન્ડ કોઈ જ નથી હોતું.
ઉર્વી ધરોડ જૈન બેસ્ટ ફ્રેન્ડ સાથે
મારી બેસ્ટ ફ્રેન્ડ રચના જોષી એટલે મારી આત્મા. એ મને જેટલું જાણે છે અને સમજે છે એટલું કોઈ જ નથી ઓળખતુ અને સમજતું. જેની સાથે હું દિલ ખોલીને હસી શકું છું ને પોક મુકીને રડી શકું છું. હું વચન આપું છું કે, સારા અને ખરાબ બન્ને સમયમાં હું તારી સાથે રહીશ. સમય સાથે ભલે આપણે એકબીજાથી માઈલો દુર હોઈએ પણ હૃદયથી હંમેશા એકબીજાની નજીક હોઈશું. આઈ લવ યુ માય બેસ્ટ ફ્રેન્ડ, તારા વગર હું મારી જિંદગીની કલ્પના પણ નથી કરી શકતી. હેપી ફ્રેન્ડશીપ ડે ટુ યુ.
ખુશબુ ધરોડ મિત્રો સાથે
લાગણી છલકાય જેની વાતમાં, એક બે જણ હોય એવા લાખમાં
શબ્દ સમજે એ સગાં અને મન સમજે એ મિત્ર.
ખુશબુ શાહ મિત્રો સાથે
મારી જિંદગી, મારા જીવનનો દરેક પ્રસંગ અને મારી લાગણીઓ બધુ જ તમારા વગર અધુરું છે. હું ભાગ્યશાળી છું કે તમે મારા જીવનમાં છો. હેપી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ.
ઉર્વી મૈશેરી મિત્ર તન્વી ધુલા સાથે
ઉર્વી અને તન્વી આમ તો બહેનો છે પણ તેઓ બન્ને બેસ્ટ ફ્રેન્ડ અને પાર્ટનર ઈન ક્રાઈમ છે.
નિલેશ શાહ મિત્રો સાથે
જિંદગી હર પલ ખાસ નહીં હોતી, ફુલો કી ખુશબુ હંમેશા પાસ નહીં હોતી,
મિલના હમારી તકદીર મેં લીખા હોગા વરના ઈતની પ્યારી દોસ્તી હમારી ઈત્ફાક નહીં હોતી.
લવ યુ ઓલ માય ફ્રેન્ડસ, હેપી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ
વિધિ જોષી મિત્રો સાથે
આપણે મળ્યાં એક અજાણી વ્યક્તિ તરીકે અને બની ગયા જીવનભરના મિત્રો.
હેપી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ.
રાજવીર શર્મા મિત્રો સાથે
મારા ફ્રેન્ડસ એટલે, મારી કુકીઝની ચોકોચિપ. લવ યુ ઓલ માય ફ્રેન્ડસ, હેપી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ.
નિતા અને ભાવના
નિતા બહેન અને ભાવના બહેન આમ તો નણંદ-ભાભી છે પણ તેમને જોઈને કોઈ ન કહે કે બન્ને નણંદ-ભાભી છે. કારણકે બન્ને વચ્ચે નણંદ-ભાભીનો નહીં પણ બેસ્ટ ફ્રેન્ડનો સંબંધ છે.
રિદ્ધી જોષી શર્મા મિત્રો સાથે
દુનિયા સૌથી ઉત્તમ જગ્યા છે જયાં મિત્રોના રૂપમાં પરિવાર મળે છે. લવ યુ માય ઓલ ફ્રેન્ડસ.
વિક - માય સોલ ટ્વીન, હંમેશા મારો સપોર્ટ બનવા માટે તારો આભાર.
માય બેસ્ટી કપલ બી&વી - ગાંડપણ અને સમજદારી બન્ને સમયે મારી સાથે રહેવા માટે અને હંમેશા મારી પડખે ઉભા રહેવા માટે.
હેતલ ખોના અને અમિષા નાગડા
હેતલ ખોના અને અમિષા નાગડા એવા મિત્રો જે હંમેશા એકબીજાને પડખે ઉભા હોય છે.
મૌલિક પારેખ કોલેજના મિત્રો સાથે
ક્લાસ મેં મસ્તી થી, હમારી ભી દોસ્તી થી....
ટીચર કા સહારા થા, દિલ યે આવારા થા....
કહાં આ ગયે જિંદગી કે ચક્કર મેં, વો કૉલેજ હી કીતના પ્યારા થા...
કોલેજના મિત્રો સાથે વિતાવેલો સમય એટલે જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય.
વિશાલ આશર મિત્રો સાથે
હું મારા કોલેજના મિત્રો સાથે, અત્યારે ભલે અમે અંતરમાં દુર હોઈએ પણ હૃદયથી તો અમે બધા જોડાયેલા જ છીએ. કારણકે મિત્રતામાં અંતર ક્યારેય આવતું જ નથી.
દર્શના અને ધારીણી
દર્શના અને ધારીણીની મૈત્રી ચૉક અને ચીઝ જેવી છે. બન્ને એકબીજાથી સાવ ભિન્ન પણ બન્ને વચ્ચેની મિત્રતા એટલી જ મજબુત છે.
રશ્મી પાઠક સખીઓ સાથે
મારા મઝગાવ ગ્રુપના મિત્રો સાથેની યાદો કંઈક અનોખી છે. બાબુલનાથ મંદિર હોય કે પછી ચોપાટીની એ ટ્રીપ, અમે બહુ જ જલસા કર્યા છે. કોલેજના એ દિવસો બહુ જ સુંદર અને યાદગાર હતાં. આઈ મીસ માય ફ્રેન્ડસ.
જિંદલ જોષી મિત્રો સાથે
તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે.
હિરલ પારેખ મિત્રો સાથે
દોસ્તી કંઈ ખાસ લોકો સાથે નથી થતી, પણ જે લોકો સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે. હું ભગવાનનો આભાર માનું છું કે, મને દુનિયામાં સૌથી બેસ્ટ સિસ્ટર અને બેસ્ટ સખીઓ આપી. તમે બધા મારા જીવનમાં છો એટલે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. હેપી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ.
કાંતા બહેન મિત્ર વેજબાઈ સાથે
ગાંધીધામમાં રહેતા કાંતા બહેન અન્નાજી ખોના અને વેજબાઈ સોમચંદ નાગડા જ્યારે કોઈપણ કાર્યક્રમમાં મળે છે ત્યારે ગોસિપિંગ કરવાનું ચુકતા નથી અને નાના બાળકની જેમ ખિલખિલાટ હસી પડે છે.
મૌલિક પારેખ મિત્રો સાથે
મને નથી ખબર કે હું કેટલો ઉત્તમ મિત્ર છું, પણ હા મને એટલો વિશ્વાસ જરૂર છે કે જે મિત્રો મને મળ્યાં છે ને એ દુનિયાના સૌથી શ્રેષ્ઠ મિત્રો છે. આ મારા એ મિત્રો છે જેમના વગર મારું જીવન અને દિવસ બન્ને અધુરા છે. હેપી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ.
રચના અને જીની
રચના અને જીની ફક્ત કઝીન્સ નથી પણ બન્ને એકબીજાના પાક્કા મિત્રો છે.
યોગેશ જૈન મિત્ર ભાસ્કર ઝા સાથે
સારો મિત્ર તારા જેવો હોય છે, એ ભલે દેખાય નહીં પણ તમને ખબર છે કે હંમેશા તમારી સાથે હોય છે.
ક્રેઝી કપલ ગ્રુપ
ઘાટકોપરની સ્કુલના મિત્રો બાળકો અને પરિવાર સાથે
મિત્ર એટલે એવી વ્યક્તિ જેની સાથે ખડખડાટ હસી પણ શકાય અને ડૂસકાં ભરીને રડી પણ શકાય. ભારતમાં દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 'ફ્રેન્ડશિપ-ડે' નિમિત્તે ગુજરાતીમિડડે.કૉમના વાચકોએ મિત્રો સાથેની તેમની તસવીરો અને સંદેશા શેર કર્યા છે....