પહેલાં મુશળધાર વરસાદમાં જ મુંબઈ થયું પાણી પાણી, પણ મુંબઈગરા તો ભઈ મોજમાં

Updated: Jul 04, 2020, 16:27 IST | Rachana Joshi
 • પરેલમાં રસ્તા પર ભરાયેલા પાણીની વચ્ચેથી પણ ડિલેવરીમેને પોતાનો રસ્તો શોધીને ગંતવ્ય સાથે પહોચવાનું જાણે નક્કી જ કરી લીધું હતું.

  પરેલમાં રસ્તા પર ભરાયેલા પાણીની વચ્ચેથી પણ ડિલેવરીમેને પોતાનો રસ્તો શોધીને ગંતવ્ય સાથે પહોચવાનું જાણે નક્કી જ કરી લીધું હતું.

  1/25
 • પરેલના રસ્તાઓ પર ભરાયેલું પાણી.

  પરેલના રસ્તાઓ પર ભરાયેલું પાણી.

  2/25
 • પરેલમાં ઠેકઠેકાણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાથી પાલિકાના કર્મચારીને પાણીનું સ્તર માપવાની જરૂર પડી હતી.

  પરેલમાં ઠેકઠેકાણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાથી પાલિકાના કર્મચારીને પાણીનું સ્તર માપવાની જરૂર પડી હતી.

  3/25
 • દાદરના હિંદમાતા જંક્શન પાસે પાણી ભરાઈ જતા મહિલાએ પથ્થરનો સહારો લેવો પડયો હતો.

  દાદરના હિંદમાતા જંક્શન પાસે પાણી ભરાઈ જતા મહિલાએ પથ્થરનો સહારો લેવો પડયો હતો.

  4/25
 • પશ્ચિમ પરામાં પાણી ભરાઈ જતા અંધરીનો સબવે બંધ કરવાની ફરજ પડી હતી અને જોગેશ્વરી, મલાડ, કાંદિવલી, બોરીવલી તરફ જતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી.

  પશ્ચિમ પરામાં પાણી ભરાઈ જતા અંધરીનો સબવે બંધ કરવાની ફરજ પડી હતી અને જોગેશ્વરી, મલાડ, કાંદિવલી, બોરીવલી તરફ જતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી.

  5/25
 • ભારે વરસાદને લીધે બાંદ્રા પશ્ચિમના નિલગિરિ ગાર્ડનમાં એક વૃક્ષ જડમૂળમાંથી ઉખડી ગયું હતું. રહેવાસીઓએ આ અંગે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને જાણ કરતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પછી પાલિકાના કર્મચારીઓએ ઝાડ કાપીને રસ્તો સાફ કર્યો હતો.

  ભારે વરસાદને લીધે બાંદ્રા પશ્ચિમના નિલગિરિ ગાર્ડનમાં એક વૃક્ષ જડમૂળમાંથી ઉખડી ગયું હતું. રહેવાસીઓએ આ અંગે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને જાણ કરતા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પછી પાલિકાના કર્મચારીઓએ ઝાડ કાપીને રસ્તો સાફ કર્યો હતો.

  6/25
 • દાદરના હિંદમાતા જંક્શન પર ભરાયેલા પાણીમાં વરસાદની મજા માણી રહેલો યુવક.

  દાદરના હિંદમાતા જંક્શન પર ભરાયેલા પાણીમાં વરસાદની મજા માણી રહેલો યુવક.

  7/25
 • પરેલમાં રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે સંભાળી સંભાળીને ડગલા ભરતી છોકરી.

  પરેલમાં રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે સંભાળી સંભાળીને ડગલા ભરતી છોકરી.

  8/25
 • રસ્તા પર ભરાયેલા પાણીમાંથી માર્ગ શોધતી ટેક્સી.

  રસ્તા પર ભરાયેલા પાણીમાંથી માર્ગ શોધતી ટેક્સી.

  9/25
 • બાંદ્રાના બૅનસ્ટેન્ડ નજીક બે લોકો માછીમારી પર હાથ અજમાવતા નજરે પડયા હતા.

  બાંદ્રાના બૅનસ્ટેન્ડ નજીક બે લોકો માછીમારી પર હાથ અજમાવતા નજરે પડયા હતા.

  10/25
 • થાણેમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે આવેલ પોલીસ ચૅકપોઈન્ટ પણ પાણીથી છલકાઈ ગયો હતો.

  થાણેમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે આવેલ પોલીસ ચૅકપોઈન્ટ પણ પાણીથી છલકાઈ ગયો હતો.

  11/25
 • હાઈવે પર મુશળધાર વરસાદનો લુફ્ત ઉઠાવતા મિત્રો.

  હાઈવે પર મુશળધાર વરસાદનો લુફ્ત ઉઠાવતા મિત્રો.

  12/25
 • મુશળધાર વરસાદમાં બાળકોને ફુટબોલ રમવાની મજા પડી હતી તો કેટલાકને આવા વરસાદમાં પણ કામ પર પહોંચવાની ચિંતા હતી.

  મુશળધાર વરસાદમાં બાળકોને ફુટબોલ રમવાની મજા પડી હતી તો કેટલાકને આવા વરસાદમાં પણ કામ પર પહોંચવાની ચિંતા હતી.

  13/25
 • સાયન સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી આ પ્રજ્ઞાચક્ષુ મહિલાને જોઈને લાગે કે તેમને ન આ દુનિયાનો ડર છે કે ન તો વરસતા વરસાદનો.

  સાયન સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી આ પ્રજ્ઞાચક્ષુ મહિલાને જોઈને લાગે કે તેમને ન આ દુનિયાનો ડર છે કે ન તો વરસતા વરસાદનો.

  14/25
 • સાયનમાં પણ અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પોલીસે રસ્તામાં આવતા જતા લોકોને સાવધાની રાખવાનું કહ્યું હતું.

  સાયનમાં પણ અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પોલીસે રસ્તામાં આવતા જતા લોકોને સાવધાની રાખવાનું કહ્યું હતું.

  15/25
 • આવનારા ત્રણ દિવસ મુંબઈમાં ભારે વરસાદ થશે તેની ચેતવણી મુંબઈ પોલીસે ગુરૂવારે જ ટ્વીટર પર આપી હોવા છતા સાયનમાં આ બાળકીએ વરસતા વરસાદમાં ઘરની બહાર નીકળવાનું પસંદ કર્યું હતું.

  આવનારા ત્રણ દિવસ મુંબઈમાં ભારે વરસાદ થશે તેની ચેતવણી મુંબઈ પોલીસે ગુરૂવારે જ ટ્વીટર પર આપી હોવા છતા સાયનમાં આ બાળકીએ વરસતા વરસાદમાં ઘરની બહાર નીકળવાનું પસંદ કર્યું હતું.

  16/25
 • કુંભારવાડામાં ફુટબોલ રમતા યુવાનો.

  કુંભારવાડામાં ફુટબોલ રમતા યુવાનો.

  17/25
 • દાદરના હિંદમાતા જંક્શન પર ભરાયેલા પાણી વચ્ચે પણ આ ભાઈને પોતાનો ફોન તપાસવાની પડી છે!

  દાદરના હિંદમાતા જંક્શન પર ભરાયેલા પાણી વચ્ચે પણ આ ભાઈને પોતાનો ફોન તપાસવાની પડી છે!

  18/25
 • સાયનમાં રસ્તા પર એટલા બધા પાણી ભરાય ગયા હતા કે વાહનો પાણીમાં ફસાઈ જતા હતા અને તેને બહાર કાઢવા માટે એકબીજાની મદદ લેવી પડી હતી..

  સાયનમાં રસ્તા પર એટલા બધા પાણી ભરાય ગયા હતા કે વાહનો પાણીમાં ફસાઈ જતા હતા અને તેને બહાર કાઢવા માટે એકબીજાની મદદ લેવી પડી હતી..

  19/25
 • સાયનમાં અચાનક શરૂ થયેલા મુશળધાર વરસાદ વચ્ચે આશરો શોધવા દોડતી મહિલા.

  સાયનમાં અચાનક શરૂ થયેલા મુશળધાર વરસાદ વચ્ચે આશરો શોધવા દોડતી મહિલા.

  20/25
 • કુંભારવાડામાં ઠેરઠેર પાણી ભરાઈ જતા ત્રસ્ત થયેલા લોકો.

  કુંભારવાડામાં ઠેરઠેર પાણી ભરાઈ જતા ત્રસ્ત થયેલા લોકો.

  21/25
 • દક્ષિણ મુંબઈના નળ બજારમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોએ પાણી ભરેલા રસ્તા પરથી વાહનો ચલાવવા પડયા હતા.

  દક્ષિણ મુંબઈના નળ બજારમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોએ પાણી ભરેલા રસ્તા પરથી વાહનો ચલાવવા પડયા હતા.

  22/25
 • સાયનમાં પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પોતાનો માર્ગ શોધતી મહિલા.

  સાયનમાં પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પોતાનો માર્ગ શોધતી મહિલા.

  23/25
 • સાયનમાં વરસતા વરસાદ વચ્ચે આ સાયકલ સવારે છત્રી અને સાયકલ ચલાવવા વચ્ચે બહુ સરસ સંતુલન જાળવ્યું હતું.

  સાયનમાં વરસતા વરસાદ વચ્ચે આ સાયકલ સવારે છત્રી અને સાયકલ ચલાવવા વચ્ચે બહુ સરસ સંતુલન જાળવ્યું હતું.

  24/25
 • કુંભારવાડામાં ભરાયેલા પાણીમાં રમતા બાળકો.

  કુંભારવાડામાં ભરાયેલા પાણીમાં રમતા બાળકો.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આવનારા ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. આજે એટલે કે શનિવારે મુંબઈમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે પણ દિવસ દરમ્યાન આખા મુંબઈમાં ભારે વરસાદ પડયો હતો. શુક્રવારે પડેલો વરસાદ ઋતુનો પહેલો મુશળધાર વરસાદ હતો અને આ પહેલા જ વરસાદમાં મુંબઈ પાણી પાણી થઈ ગયું હતું અનેક ઠેકાણે વરસાદના પાણી ભરાઈ ગયા હતા. છતા મુંબઈગરાઓએ વરસાદની મોજ માણી હતી. આવો જોઈએ તસવીરોમાં કે પહેલા મુશળધાર વરસાદમાં મુંબઈના અને મુંબઈગરાના કેવા હાલ થયા હતા....

(તસવીરો: આશિષ રાજે, પ્રદિપ ધિવાર, બિપિન કોકાટે, સમીર માર્કન્ડે - મિડડે ફોટોગ્રાર્ફસ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK