ટૅબ, ટોપી, સાડી, શાલ... બજેટ ભાષણમાં આવો દેખાયો 'લોકલ ફૉર વોકલ' અંદાજ

Updated: 1st February, 2021 13:58 IST | Shilpa Bhanushali
 • નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કર્યું. બજેટ ભાષણ દરમિયાન કથઈ રંગની હેન્ડલૂમ સાડી પહેરીને પહોંચી. સાડી પર દુર્ગા પૂજામાં વપરાતી ચૂંદડીમાં જોવા મળતી પ્રિન્ટ જેવી પ્રિન્ટ જોવા મળી.

  નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કર્યું. બજેટ ભાષણ દરમિયાન કથઈ રંગની હેન્ડલૂમ સાડી પહેરીને પહોંચી. સાડી પર દુર્ગા પૂજામાં વપરાતી ચૂંદડીમાં જોવા મળતી પ્રિન્ટ જેવી પ્રિન્ટ જોવા મળી.

  1/8
 • આવી સાડીઓ સંપૂર્ણરીતે કૉટન એટલે કે સૂતી કાપડમાંથી બને છે. ભારતના ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ ઘણાં સમયથી આવી સાડીઓ પહેરે છે. ખાસ કરીને બંગાળમાં દશેરાને દિવસે દુર્ગાપૂજામાં સ્ત્રીઓ આ પ્રકારની સાડી પહેરે છે. આ સાડી માટે બંગાળમાં ખાસ શબ્દ છે જેને લાલપાડ કહેવામાં આવે છે. આ પ્રકારની સાડી બંગાળમાં મહિલાઓ કોઇક મોટા તહેવારે ખાસ કરીને આ સાડી પહેરે છે. આમ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પહેરેલી સાડી બંગાળને સિમ્બૉલિક રીતે પ્રેઝેન્ટ કરતી જોવા મળી.

  આવી સાડીઓ સંપૂર્ણરીતે કૉટન એટલે કે સૂતી કાપડમાંથી બને છે. ભારતના ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ ઘણાં સમયથી આવી સાડીઓ પહેરે છે. ખાસ કરીને બંગાળમાં દશેરાને દિવસે દુર્ગાપૂજામાં સ્ત્રીઓ આ પ્રકારની સાડી પહેરે છે. આ સાડી માટે બંગાળમાં ખાસ શબ્દ છે જેને લાલપાડ કહેવામાં આવે છે. આ પ્રકારની સાડી બંગાળમાં મહિલાઓ કોઇક મોટા તહેવારે ખાસ કરીને આ સાડી પહેરે છે. આમ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પહેરેલી સાડી બંગાળને સિમ્બૉલિક રીતે પ્રેઝેન્ટ કરતી જોવા મળી.

  2/8
 • લાલ કાપડમાં બાંધેલું દેખાયું મેડ ઇન ઇન્ડિયા ટૅબ... વહી ખાતાને બદલે આ વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ટૅબમાંથી રજૂ કર્યું. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પેહલી વાર પેપરલેસ બજેટ રજૂ કર્યું. નાણાંમંત્રીએ ટૅબ પર બજેટ રજૂ કર્યું. મહત્વની વાત એ છે કે આ ટૅબ મેડ ઇન ઇન્ડિયા છે.

  લાલ કાપડમાં બાંધેલું દેખાયું મેડ ઇન ઇન્ડિયા ટૅબ...
  વહી ખાતાને બદલે આ વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ટૅબમાંથી રજૂ કર્યું. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પેહલી વાર પેપરલેસ બજેટ રજૂ કર્યું. નાણાંમંત્રીએ ટૅબ પર બજેટ રજૂ કર્યું. મહત્વની વાત એ છે કે આ ટૅબ મેડ ઇન ઇન્ડિયા છે.

  3/8
 • આ ટૅબ દ્વારા નાણાંમંત્રી સીતારમણ લોકલ ફૉર વોકલ સાથે મેક ઇન ઇન્ડિયાનો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. આ ટૅબ લાલ કલરની ફાઇલ જેના પર અશોકસ્તંભનું ચિહ્ન જોવા મળે છે તેમાં મૂક્યું હતું.

  આ ટૅબ દ્વારા નાણાંમંત્રી સીતારમણ લોકલ ફૉર વોકલ સાથે મેક ઇન ઇન્ડિયાનો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. આ ટૅબ લાલ કલરની ફાઇલ જેના પર અશોકસ્તંભનું ચિહ્ન જોવા મળે છે તેમાં મૂક્યું હતું.

  4/8
 • આ બજેટમાં ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા આ દરમિયાન તેમણે સફેદ કુર્તા સાથે બ્લૂ કલરનું જેકેટ કૅરી કર્યું હતું.

  આ બજેટમાં ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા આ દરમિયાન તેમણે સફેદ કુર્તા સાથે બ્લૂ કલરનું જેકેટ કૅરી કર્યું હતું.

  5/8
 • બજેટ માટે બૉલીવુડ અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિનીએ લાલ બૉર્ડર ધરાવતી પીળી સાડી પહેરી હતી સાથે લાલ પ્રિન્ટેડ શાલ કૅરી કરી હતી. 

  બજેટ માટે બૉલીવુડ અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિનીએ લાલ બૉર્ડર ધરાવતી પીળી સાડી પહેરી હતી સાથે લાલ પ્રિન્ટેડ શાલ કૅરી કરી હતી. 

  6/8
 • બજેટ સત્ર માટે જતી વખતે લોકસભા સ્પીકર ઓમ બિરલા હિમાચલી ટોપીમાં જોવા મળ્યા. ટોપી હિમાચલ પ્રદેશના નાના કારીગર તૈયાર કરે છે અને સામાન્ય રીતે આ ટોપી મેળાઓમાં વેચાતી જોવા મળે છે. જો આ ટોપીનો ઉપયોગ આખા ભારતમાં શરૂ થઈ જાય તો હિમાચલ પ્રદેશના નાના કારીગરોની આર્થિક સ્થિતિને પણ સુધારી શકાય છે. સાથે જ લોકલ ફૉર વોકલના અજેન્ડાને પણ સિદ્ધ કરી શકાશે.

  બજેટ સત્ર માટે જતી વખતે લોકસભા સ્પીકર ઓમ બિરલા હિમાચલી ટોપીમાં જોવા મળ્યા. ટોપી હિમાચલ પ્રદેશના નાના કારીગર તૈયાર કરે છે અને સામાન્ય રીતે આ ટોપી મેળાઓમાં વેચાતી જોવા મળે છે. જો આ ટોપીનો ઉપયોગ આખા ભારતમાં શરૂ થઈ જાય તો હિમાચલ પ્રદેશના નાના કારીગરોની આર્થિક સ્થિતિને પણ સુધારી શકાય છે. સાથે જ લોકલ ફૉર વોકલના અજેન્ડાને પણ સિદ્ધ કરી શકાશે.

  7/8
 • હેલ્થ મિનિસ્ટર ડૉ. હર્ષ વર્ધન પણ ગ્રે કોટ અને માસ્ક સાથે બજેટ સેશન પહેલા સંસદભવનની બહાર જોવા મળ્યા હતા. 

  હેલ્થ મિનિસ્ટર ડૉ. હર્ષ વર્ધન પણ ગ્રે કોટ અને માસ્ક સાથે બજેટ સેશન પહેલા સંસદભવનની બહાર જોવા મળ્યા હતા. 

  8/8
 • loading...

ફોટોઝ વિશે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કેન્દ્રીય બજેટ 2021 22 રજૂ કર્યું, બજેટ રજૂ કરતા પહેલા નાણાંમંત્રીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. નાણાંમંત્રીએ પરંપરા પ્રમાણે સંસદ જતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. બજેટ ભાષણ દરમિયાન નાણાંમંત્રી, વડાપ્રધાન અને લોકસભા સ્પીકરના ડ્રેસ ધ્યાન આકર્ષિત કરનારા હતા. આ નેતા પોતાની વેશભૂષા દ્વારા લોકલ ફૉર વોકલને પ્રમોટ કરી રહ્યાં હતા. (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ અને એએનઆઇ)

First Published: 1st February, 2021 12:37 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK