અમે તો ભૈ મોજમાં

Updated: Mar 29, 2020, 15:03 IST | Shilpa Bhanushali
 • આવા મજાના પારિવારિક સમયની તો આમણે કલ્પના જ નહોતી કરી ક્યારેય બોરીવલીમાં રહેતી ડિમ્પલ મહેતા ચાર મહિના પહેલાં જ સેકન્ડ ટાઇમ મધર બની છે. હસબન્ડે વર્ક ફ્રૉમ હોમ કરવાનું છે ત્યારે તેમનો ૯ વર્ષનો વિવાન અડધોઅડધ જવાબદારી સંભાળી રહ્યો છે. ડિમ્પલ કહે છે, ‘આવો ફૅમિલી-ટાઇમ મળશે એની તો મને સપનામાંય કલ્પના નહોતી. જનરલી હસબન્ડ સંતાનો સાથે રહી ન શકે ઑફિસને કારણે. હું પણ વર્કિંગ છું એટલે વિવાન સાથે આજે જેટલો ટાઇમ સ્પેન્ડ કરી રહી છું એટલો પહેલાં ક્યારેય નથી કર્યો. તેને સંપૂર્ણ ઇન્ડિપેન્ડ બનાવવા ઘણું બધું શીખવી રહ્યાં છીએ તો સાથે ફુલઑન એન્જૉય પણ કરી રહ્યાં છીએ. ફૅમિલી-ફોટો જોવાથી લઈને કુકિંગ, ક્લીનિંગ, સાથે ફિલ્મો જોવાની અને જાતજાતની રમતો રમવાનું પણ કરી રહ્યાં છીએ. આજે તે મારી સાથે શાક લેવા આવ્યો. ધારો કે મેં મશીનમાં કપડાં ધોયાં હોય તો તે સૂકવી નાખે. વાસણ લૂંછી નાખે, બુક રીડિંગ કરે. બહુ રેર કહી શકાય એ રીતે અમે આ સમયને માણી રહ્યાં છીએ.’

  આવા મજાના પારિવારિક સમયની તો આમણે કલ્પના જ નહોતી કરી ક્યારેય
  બોરીવલીમાં રહેતી ડિમ્પલ મહેતા ચાર મહિના પહેલાં જ સેકન્ડ ટાઇમ મધર બની છે. હસબન્ડે વર્ક ફ્રૉમ હોમ કરવાનું છે ત્યારે તેમનો ૯ વર્ષનો વિવાન અડધોઅડધ જવાબદારી સંભાળી રહ્યો છે. ડિમ્પલ કહે છે, ‘આવો ફૅમિલી-ટાઇમ મળશે એની તો મને સપનામાંય કલ્પના નહોતી. જનરલી હસબન્ડ સંતાનો સાથે રહી ન શકે ઑફિસને કારણે. હું પણ વર્કિંગ છું એટલે વિવાન સાથે આજે જેટલો ટાઇમ સ્પેન્ડ કરી રહી છું એટલો પહેલાં ક્યારેય નથી કર્યો. તેને સંપૂર્ણ ઇન્ડિપેન્ડ બનાવવા ઘણું બધું શીખવી રહ્યાં છીએ તો સાથે ફુલઑન એન્જૉય પણ કરી રહ્યાં છીએ. ફૅમિલી-ફોટો જોવાથી લઈને કુકિંગ, ક્લીનિંગ, સાથે ફિલ્મો જોવાની અને જાતજાતની રમતો રમવાનું પણ કરી રહ્યાં છીએ. આજે તે મારી સાથે શાક લેવા આવ્યો. ધારો કે મેં મશીનમાં કપડાં ધોયાં હોય તો તે સૂકવી નાખે. વાસણ લૂંછી નાખે, બુક રીડિંગ કરે. બહુ રેર કહી શકાય એ રીતે અમે આ સમયને માણી રહ્યાં છીએ.’

  1/13
 • રોજ ઘરના એક સભ્યએ કંઈક નવી આઇટમ બનાવવાની બોરીવલીમાં રહેતાં શીતલ ભટુડાની સોસાયટીમાં તો લૉકડાઉન પહેલાંથી લૉકડાઉન જેવી સ્થિતિ છે અને ત્યારથી તેમના ઘરનો એક દિવસ એવો નથી ગયો જ્યારે કોઈ નવી ડિશ ન બની હોય. રોજ નવું બને અને ઘરના દરેક સભ્યએ રોજ કંઈક નવું બનાવીને ખવડાવવાનું એ નિયમ બની ગયો છે જાણે. જેથી બહારનું ખાવાનું કોઈને મનમાં પણ નથી આવતું. શીતલ કહે છે, ‘મનગમતું ખાવાનું મળે અને ઍક્ટિવિટી ન કરીએ તો તબિયત બગડે. સાથે મળીને અમે પાંચેય જણ યોગ કરીએ. રોજ સવારે યોગ અને સાંજે પ્રાણાયામ. સાથે ટીવી અને ફિલ્મો જોઈએ. ગેમ્સ રમીએ. દીકરીને બધા સાથે મળીને ભણવામાં સપોર્ટ કરીએ. ઘર હવે કેમ ચાલશે, શું ખૂટ્યું છે અને શું છે એ બધાનાં પ્લા‌નિંગમાં બાળકોને પણ અમે સામેલ કરી દીધાં છે. રોજ કંઈક નવું કરવાનું, ખાવાનું-પીવાનું અને જલસો કરવાનો. એટલે અત્યાર સુધી તો કંટાળો નથી આવ્યો. અમારે ત્યાં સોસાયટીમાં એક ફૅમિલી યુએસથી આવેલી એટલે અમારી સોસાયટી જ આઇસોલેશનમાં છે. છેલ્લા આઠ દિવસથી અમે ઘરની બહાર નથી નીકળ્યા પણ એની કોઈ તકલીફ અમને નથી પડી. બધું જ ઑનલાઇન મગાવીએ અને નીચે વૉચમૅન કલેક્ટ કરે અને આપી જાય.’

  રોજ ઘરના એક સભ્યએ કંઈક નવી આઇટમ બનાવવાની
  બોરીવલીમાં રહેતાં શીતલ ભટુડાની સોસાયટીમાં તો લૉકડાઉન પહેલાંથી લૉકડાઉન જેવી સ્થિતિ છે અને ત્યારથી તેમના ઘરનો એક દિવસ એવો નથી ગયો જ્યારે કોઈ નવી ડિશ ન બની હોય. રોજ નવું બને અને ઘરના દરેક સભ્યએ રોજ કંઈક નવું બનાવીને ખવડાવવાનું એ નિયમ બની ગયો છે જાણે. જેથી બહારનું ખાવાનું કોઈને મનમાં પણ નથી આવતું. શીતલ કહે છે, ‘મનગમતું ખાવાનું મળે અને ઍક્ટિવિટી ન કરીએ તો તબિયત બગડે. સાથે મળીને અમે પાંચેય જણ યોગ કરીએ. રોજ સવારે યોગ અને સાંજે પ્રાણાયામ. સાથે ટીવી અને ફિલ્મો જોઈએ. ગેમ્સ રમીએ. દીકરીને બધા સાથે મળીને ભણવામાં સપોર્ટ કરીએ. ઘર હવે કેમ ચાલશે, શું ખૂટ્યું છે અને શું છે એ બધાનાં પ્લા‌નિંગમાં બાળકોને પણ અમે સામેલ કરી દીધાં છે. રોજ કંઈક નવું કરવાનું, ખાવાનું-પીવાનું અને જલસો કરવાનો. એટલે અત્યાર સુધી તો કંટાળો નથી આવ્યો. અમારે ત્યાં સોસાયટીમાં એક ફૅમિલી યુએસથી આવેલી એટલે અમારી સોસાયટી જ આઇસોલેશનમાં છે. છેલ્લા આઠ દિવસથી અમે ઘરની બહાર નથી નીકળ્યા પણ એની કોઈ તકલીફ અમને નથી પડી. બધું જ ઑનલાઇન મગાવીએ અને નીચે વૉચમૅન કલેક્ટ કરે અને આપી જાય.’

  2/13
 • વર્ષોથી માળિયે પડેલી ચોપાટની રમત બહાર કાઢી છે આમણે સાઉથ મુંબઈમાં રહેતા આયુર્વેદિક ડૉ. નીતિન ગોરડિયાના પરિવારમાં અત્યારે હાસ્ય અને કિકિયારીઓના જ અવાજ આવે છે. નીતિનભાઈ કહે છે, ‘મારી બહેનનું ઘર મોટું છે અને નજીક પણ છે એટલે પ્રોપર સો‌શ્યલ ડિસ્ટિન્સિંગ રાખીને અમે તેના ઘરે ગેમ્સ રમીએ છીએ. અમે બધા ભેગા થઈને ચોપાટ રમીએ અને સાથે-સાથે મહાભારતની કથાના નાના-મોટા કિસ્સાઓનું પણ વર્ણન થાય. બપોરે ગેમ્સ રમવાની, સાંજે ભજન-કીર્તન કરવાનાં. અત્યારના આ સમયને અમે તો દિલથી સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને સાથે બહાર નહીં નીકળીને દેશ પ્રત્યેની અને સમાજ પ્રત્યેની ફરજ પણ અદા કરી રહ્યા છીએ.’

  વર્ષોથી માળિયે પડેલી ચોપાટની રમત બહાર કાઢી છે આમણે
  સાઉથ મુંબઈમાં રહેતા આયુર્વેદિક ડૉ. નીતિન ગોરડિયાના પરિવારમાં અત્યારે હાસ્ય અને કિકિયારીઓના જ અવાજ આવે છે. નીતિનભાઈ કહે છે, ‘મારી બહેનનું ઘર મોટું છે અને નજીક પણ છે એટલે પ્રોપર સો‌શ્યલ ડિસ્ટિન્સિંગ રાખીને અમે તેના ઘરે ગેમ્સ રમીએ છીએ. અમે બધા ભેગા થઈને ચોપાટ રમીએ અને સાથે-સાથે મહાભારતની કથાના નાના-મોટા કિસ્સાઓનું પણ વર્ણન થાય. બપોરે ગેમ્સ રમવાની, સાંજે ભજન-કીર્તન કરવાનાં. અત્યારના આ સમયને અમે તો દિલથી સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને સાથે બહાર નહીં નીકળીને દેશ પ્રત્યેની અને સમાજ પ્રત્યેની ફરજ પણ અદા કરી રહ્યા છીએ.’

  3/13
 • સાંજે સાથે બેસીને અંતાક્ષરી રમીએ એ પછી જ ઊંઘ આવે બોરીવલી-ઈસ્ટમાં રહેતા કલ્પેશ ત્રિવેદી ઘરમાં નહીં, પણ પિકનિક માટે બહાર હોય એવી લાગણીમાં હોય છે. એવું નથી કે તેઓ સાવ નવરાધૂપ છે. ઘરેથી કામ કરી રહ્યા છે છતાં જાણે બધું જ બદલાઈ ગયું હોય એવું લાગે છે તેમને. તેઓ કહે છે, ‘ઘરેથી કામ કરું છું, ભણું છું અને છતાં ઘણો સમય રહે છે. ઘરની મહિલાઓને મદદ કરવાની રસોઈમાં. એકાદી આઇટમ હું અથવા મારો ભાઈ નિયમિત બનાવીને તેમને ખવડાવીએ છીએ. વાસણ પણ ધોઈએ. વાતો કરીએ અને સાંજે ગીતો ગાઈએ. મારો એક પ્લાન તો સોસાયટીના અન્ય સભ્યો સાથે બધા પોતપોતાની બાલ્કનીમાં આવે અને એ રીતે અંતાક્ષરી રમવાનો છે.’

  સાંજે સાથે બેસીને અંતાક્ષરી રમીએ એ પછી જ ઊંઘ આવે
  બોરીવલી-ઈસ્ટમાં રહેતા કલ્પેશ ત્રિવેદી ઘરમાં નહીં, પણ પિકનિક માટે બહાર હોય એવી લાગણીમાં હોય છે. એવું નથી કે તેઓ સાવ નવરાધૂપ છે. ઘરેથી કામ કરી રહ્યા છે છતાં જાણે બધું જ બદલાઈ ગયું હોય એવું લાગે છે તેમને. તેઓ કહે છે, ‘ઘરેથી કામ કરું છું, ભણું છું અને છતાં ઘણો સમય રહે છે. ઘરની મહિલાઓને મદદ કરવાની રસોઈમાં. એકાદી આઇટમ હું અથવા મારો ભાઈ નિયમિત બનાવીને તેમને ખવડાવીએ છીએ. વાસણ પણ ધોઈએ. વાતો કરીએ અને સાંજે ગીતો ગાઈએ. મારો એક પ્લાન તો સોસાયટીના અન્ય સભ્યો સાથે બધા પોતપોતાની બાલ્કનીમાં આવે અને એ રીતે અંતાક્ષરી રમવાનો છે.’

  4/13
 • કામવાળી હતી ત્યારે પણ ઘરનાં કામ આટલાં ઝડપથી નહોતાં થતાં મલાડમાં રહેતાં કિન્નરી વોરાનો ૬ જણનો પરિવાર છે. શુક્રવારે તેમણે પોતાનો લિવિંગરૂમ સાફ કર્યો, શનિવારે માળિયું સાફ કરવાનો વારો હતો અને આવનારા દિવસોમાં બીજી ઘણીબધી સફાઈ લિસ્ટમાં છે. જાણે દિવાળીની સફાઈ ચાલી રહી છે એમ જણાવીને કિન્નરી કહે છે, ‘આમ પણ બેસી-બેસીને થાકી જવા કરતાં ઘરના કામમાં પણ તેઓ એન્જૉય જ કરી રહ્યા છે અને મારું તો કામ થઈ રહ્યું છે. અમારા બિલ્ડિંગમાં હાઇજીનનું અને બહારનાને એન્ટ્રી નહીં આપીને સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રખાઈ રહ્યું છે. અમારે ત્યાં જગ્યા પણ ઘણીબધી મોટી છે એટલે બિલ્ડિંગના જ નીચેના રેસ્ક્યુ ટાઇપ એરિયામાં સામાયિક કરીએ છીએ. જે જૈનોની એક ધાર્મિક ક્રિયા મનાય છે અને ૪૮ મિનિટ ભગવાનનું નામ લેવાનું હોય છે. જનરલી પુરુષો તો ધર્મક્રિયામાં ઓછા ઍક્ટિવ હોય છે, પરંતુ અત્યારે કરવા માટે કંઈ જ નથી એટલે તમે જે કરાવો એ બધું કરવા તેઓ તૈયાર થઈ જાય છે. સાથ આપે છે અને રસપૂર્વક કરે પણ છે. બધા પગથી બૅડમિન્ટન રમે છે. ટૂંકમાં, બધા મળીને જલસા સિવાય કંઈ નથી કરતા. ઘરકામમાં આવેલો સંપ ક્યારેક ગદ્ગદ કરી દે છે. દરેક જણ પોતાનાં વાસણ જાતે ધોઈ નાખે. કામવાળી હતી ત્યારે પણ ઘરનાં કામ આટલાં ઝડપથી નહોતાં થતાં.’

  કામવાળી હતી ત્યારે પણ ઘરનાં કામ આટલાં ઝડપથી નહોતાં થતાં
  મલાડમાં રહેતાં કિન્નરી વોરાનો ૬ જણનો પરિવાર છે. શુક્રવારે તેમણે પોતાનો લિવિંગરૂમ સાફ કર્યો, શનિવારે માળિયું સાફ કરવાનો વારો હતો અને આવનારા દિવસોમાં બીજી ઘણીબધી સફાઈ લિસ્ટમાં છે. જાણે દિવાળીની સફાઈ ચાલી રહી છે એમ જણાવીને કિન્નરી કહે છે, ‘આમ પણ બેસી-બેસીને થાકી જવા કરતાં ઘરના કામમાં પણ તેઓ એન્જૉય જ કરી રહ્યા છે અને મારું તો કામ થઈ રહ્યું છે. અમારા બિલ્ડિંગમાં હાઇજીનનું અને બહારનાને એન્ટ્રી નહીં આપીને સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રખાઈ રહ્યું છે. અમારે ત્યાં જગ્યા પણ ઘણીબધી મોટી છે એટલે બિલ્ડિંગના જ નીચેના રેસ્ક્યુ ટાઇપ એરિયામાં સામાયિક કરીએ છીએ. જે જૈનોની એક ધાર્મિક ક્રિયા મનાય છે
  અને ૪૮ મિનિટ ભગવાનનું નામ લેવાનું હોય છે. જનરલી પુરુષો તો ધર્મક્રિયામાં ઓછા ઍક્ટિવ હોય છે, પરંતુ અત્યારે કરવા માટે કંઈ જ નથી એટલે તમે જે કરાવો એ બધું કરવા તેઓ તૈયાર થઈ જાય છે. સાથ આપે છે અને રસપૂર્વક કરે પણ છે. બધા પગથી બૅડમિન્ટન રમે છે. ટૂંકમાં, બધા મળીને જલસા સિવાય કંઈ નથી કરતા. ઘરકામમાં આવેલો સંપ ક્યારેક ગદ્ગદ કરી દે છે. દરેક જણ પોતાનાં વાસણ જાતે ધોઈ
  નાખે. કામવાળી હતી ત્યારે પણ ઘરનાં કામ આટલાં ઝડપથી નહોતાં થતાં.’

  5/13
 • દીકરી ગિટાર વગાડે અને અમે બધા સાંભળીએ કાંદિવલીમાં રહેતા સ્ટાકબ્રૉકર ચિરાગ શાહના ઘરે કામની વહેંચણી કરી દેવામાં આવી છે. દરેકે પોતાનાં કામ કરવાનાં, રોજ ડિપાર્ટમેન્ટ બદલાય અને કામની વર્ક-પ્રોફાઇલ પણ બદલાય. જેમ કે શુક્રવારે તેમણે બાલ્કની સાફ કરવાની હતી. એક દીકરી કચરો વાળે, બીજી પોતું કરે, મમ્મી એ સમયે બીજું કંઈક કરે. આ પરિવાર બિલ્ડિંગના અન્ય પરિવાર સાથે બાલ્કનીમાં અંતાક્ષરી પણ રમે છે. ચિરાગભાઈ કહે છે, ‘અમારી સોસાયટીમાં કમ્પ્લીટ બંધ પળાઈ રહ્યો છે. જે કરવું હોય એ દૂરથી જ. વૉટ્સઍપ-ગ્રુપ પર સોસાયટીના સભ્યો ગેમ્સ રમે છે. કાર્ડ ગેમ્સ, અંતાક્ષરી અને ભજન-કીર્તન સાથે કરીએ. રાતે ગિટાર વગાડે દીકરી અને અમે સાથે સિન્ગિંગ કરીએ. મજા આવે છે અમને તો.’

  દીકરી ગિટાર વગાડે અને અમે બધા સાંભળીએ
  કાંદિવલીમાં રહેતા સ્ટાકબ્રૉકર ચિરાગ શાહના ઘરે કામની વહેંચણી કરી દેવામાં આવી છે. દરેકે પોતાનાં કામ કરવાનાં, રોજ ડિપાર્ટમેન્ટ બદલાય અને કામની વર્ક-પ્રોફાઇલ પણ બદલાય. જેમ કે શુક્રવારે તેમણે બાલ્કની સાફ કરવાની હતી. એક દીકરી કચરો વાળે, બીજી પોતું કરે, મમ્મી એ સમયે બીજું કંઈક કરે. આ પરિવાર બિલ્ડિંગના અન્ય પરિવાર સાથે બાલ્કનીમાં અંતાક્ષરી પણ રમે છે. ચિરાગભાઈ કહે છે, ‘અમારી સોસાયટીમાં કમ્પ્લીટ બંધ પળાઈ રહ્યો છે. જે કરવું હોય એ દૂરથી જ. વૉટ્સઍપ-ગ્રુપ પર સોસાયટીના સભ્યો ગેમ્સ રમે છે. કાર્ડ ગેમ્સ, અંતાક્ષરી અને ભજન-કીર્તન સાથે કરીએ. રાતે ગિટાર વગાડે દીકરી અને અમે સાથે સિન્ગિંગ કરીએ. મજા આવે છે અમને તો.’

  6/13
 • ચાલીસ વર્ષ પછી બાળકો સાથે પત્તાં રમ્યો છું ઘાટકોપરમાં રહેતા રમણીક છેડાની કરિયાણાની દુકાન છે. સવારે તો તેઓ તેમના દીકરા સાથે દુકાને જાય છે પણ પછીનો આખો દિવસ ઘરે જ હોય છે. તેઓ કહે છે, ‘આટલાં વર્ષોમાં આવો નિરાંતનો સમય ક્યારેય નથી મળ્યો. સાથે ટીવી જોવાનું, પંત્તા જેવી ઘણી રમતો રમવાની, વાતો કરવાની એ બધું જાણે જીવનમાંથી સમાપ્ત થઈ ગયું હતું જે હવે શરૂ થયું છે. ખરેખર ખૂબ મજા કરીએ છીએ. ૧૯૯૨માં કરફ્યુ લાગેલા ત્યારે પણ ઘરમાં હતા, પણ ત્યારે ઘરમાં પણ ભય હતો. અહીં ઘરમાં છો એટલે તમે સેફ છો એવી લાગણી થાય છે.’

  ચાલીસ વર્ષ પછી બાળકો સાથે પત્તાં રમ્યો છું
  ઘાટકોપરમાં રહેતા રમણીક છેડાની કરિયાણાની દુકાન છે. સવારે તો તેઓ તેમના દીકરા સાથે દુકાને જાય છે પણ
  પછીનો આખો દિવસ ઘરે જ હોય છે. તેઓ કહે છે, ‘આટલાં વર્ષોમાં આવો નિરાંતનો સમય ક્યારેય નથી મળ્યો. સાથે ટીવી જોવાનું, પંત્તા જેવી ઘણી રમતો રમવાની, વાતો કરવાની એ બધું જાણે જીવનમાંથી સમાપ્ત થઈ ગયું હતું જે હવે શરૂ થયું છે. ખરેખર ખૂબ મજા કરીએ છીએ. ૧૯૯૨માં કરફ્યુ લાગેલા ત્યારે પણ ઘરમાં હતા, પણ ત્યારે ઘરમાં પણ ભય હતો. અહીં ઘરમાં છો એટલે તમે સેફ છો એવી લાગણી થાય છે.’

  7/13
 • આ બાર જણના પરિવારના જલસા જાણીને તમને નવાઈ લાગશે મલાડમાં માર્વે રોડ પર રહેતા ૧૨ જણના જૉઇન્ટ ફૅમિલીના સદસ્યો છેલ્લા થોડા દિવસથી ઓછામાં ઓછા ૬ કલાક એકબીજા સાથે રહીને જાતજાતની ગેમ્સ રમવામાં અને વાતો કરવામાં સમય પસાર કરી રહ્યા છે. સાંજે ચારથી છ અને રાતે આઠથી અગ્યારનો સમય ફિક્સ છે જ્યારે કંઈક નવું કરવાનું. પરિવારની‌ સભ્ય ઊર્મિ શાહ કહે છે, ‘આખો દિવસ ઘરમાં રહેવાનું અને જો કંઈ જ નવું ન કરો તો બધા જ બોર થઈ જાય. રોજ અંતાક્ષરી અને પત્તાં રમીને પણ કંટાળો એટલે હું કિટીમાં જનારી ફ્રે્ન્ડ્સને ફોન કરીને નવી-નવી ગેમ્સ વિશે માહિતી મેળવું અને પછી બધા સાથે રમીએ. ક્યારેક મેમરી ગેમ પણ રમીએ. વચ્ચે મારા સસરા તેમના સ્કૂલકાળમાં કેવી પ્રાર્થના ગવાતી એની વાત કરતા હતા અને અમે બધાએ યાદ કરી કરીને અમે કેવી પ્રાર્થના સ્કૂલમાં ગાતા એની ચર્ચા કરી હતી. ગઈ કાલે કાનોમાત્ર ન હોય એવા અક્ષરો બોલવાની અંતાક્ષરી રમતા હતા. આમ રોજ કંઈક નવું નવું રમતા રહીએ છીએ. વચ્ચે ભક્તિસંધ્યા જેવું રાખ્યું હતું જેમાં બધાં ડિવોશનલ સૉન્ગ્સ ગાયાં. મારા દિયરને એ આવડે છે. હવે બે દિવસ પછી દિયરનો બર્થ-ડે છે અને બહાર તો જવાનું નથી એટલે અમે બધા નવાં કપડાં પહેરીને ફોટો પડાવીશું એવું નક્કી કર્યું છે. હકીકતમાં અમે ખૂબ મજા કરી રહ્યા છીએ. બધું ચાલુ થશે ત્યારે આ સમય પાછો મિસ કરવાના છીએ.’

  આ બાર જણના પરિવારના જલસા જાણીને તમને નવાઈ લાગશે
  મલાડમાં માર્વે રોડ પર રહેતા ૧૨ જણના જૉઇન્ટ ફૅમિલીના સદસ્યો છેલ્લા થોડા દિવસથી ઓછામાં ઓછા ૬ કલાક એકબીજા સાથે રહીને જાતજાતની ગેમ્સ રમવામાં અને વાતો કરવામાં સમય પસાર કરી રહ્યા છે. સાંજે ચારથી છ અને રાતે આઠથી અગ્યારનો સમય ફિક્સ છે જ્યારે કંઈક નવું કરવાનું. પરિવારની‌ સભ્ય ઊર્મિ શાહ કહે છે, ‘આખો દિવસ ઘરમાં રહેવાનું અને જો કંઈ જ નવું ન કરો તો બધા જ બોર થઈ જાય. રોજ અંતાક્ષરી અને પત્તાં રમીને પણ કંટાળો એટલે હું કિટીમાં જનારી ફ્રે્ન્ડ્સને ફોન કરીને નવી-નવી ગેમ્સ વિશે માહિતી મેળવું અને પછી બધા સાથે રમીએ. ક્યારેક મેમરી ગેમ પણ રમીએ. વચ્ચે મારા સસરા તેમના સ્કૂલકાળમાં કેવી પ્રાર્થના ગવાતી એની વાત કરતા હતા અને અમે બધાએ યાદ કરી કરીને અમે કેવી પ્રાર્થના સ્કૂલમાં ગાતા એની ચર્ચા કરી હતી. ગઈ કાલે કાનોમાત્ર ન હોય એવા અક્ષરો બોલવાની અંતાક્ષરી રમતા હતા. આમ રોજ કંઈક નવું નવું રમતા રહીએ છીએ. વચ્ચે ભક્તિસંધ્યા જેવું રાખ્યું હતું જેમાં બધાં ડિવોશનલ સૉન્ગ્સ ગાયાં. મારા દિયરને એ આવડે છે. હવે બે દિવસ પછી દિયરનો બર્થ-ડે છે અને બહાર તો જવાનું નથી એટલે અમે બધા નવાં કપડાં પહેરીને ફોટો પડાવીશું એવું નક્કી કર્યું છે. હકીકતમાં અમે ખૂબ મજા કરી રહ્યા છીએ. બધું ચાલુ થશે ત્યારે આ સમય પાછો મિસ કરવાના છીએ.’

  8/13
 • અત્યારે ‘હમ સાથ સાથ હૈં’વાળી ફીલિંગ આવે છે ઘાટકોપરમાં રહેતા ચિંતન મહેતા ચોખ્ખી વાત કરે છે. કંટાળશો એવું કહ્યા કરશો તો પણ જશો ક્યાં? બહાર નથી જવાનું અને નથી જ જવાનું એટલે જ્યાં જે રીતે છીએ ત્યાં મજા કરતા રહેવાની. ચિંતનભાઈ કહે છે, ‘મારા સસરા અને બે દીકરીઓ અને પત્ની અત્યારે આટલા લોકો ઘરમાં છીએ. ઘરના બધાએ કામમાં એકબીજાને મદદ કરવાની. એક ઝાડુ કાઢે તો એક પોતું મારે. ફ્રી થવાની ઉતાવળ હોય છે એટલે ઝડપથી બધાં કામ પતાવી દઈએ પછી વાતો કરીએ, કાં તો મૂવી લગાવીએ કાં તો પછી ગેમ્સ રમીએ. ઘરમાં ક્રિકેટ પણ રમીએ છીએ. સ્કૂલમાં હતો ત્યારે કોડી રમ્યો હોઈશ. વર્ષો પછી કોડી રમ્યો ત્યારે ખરેખર મજા આવી ગઈ. માત્ર મેન્ટલી નહીં, પણ આ પ્રકારની નૉસ્ટેલિજક રમતો તમને ઇમોશનલી પણ રિચાર્જ કરી દેતી હોય છે.’

  અત્યારે ‘હમ સાથ સાથ હૈં’વાળી ફીલિંગ આવે છે
  ઘાટકોપરમાં રહેતા ચિંતન મહેતા ચોખ્ખી વાત કરે છે. કંટાળશો એવું કહ્યા કરશો તો પણ જશો ક્યાં?
  બહાર નથી જવાનું અને નથી જ જવાનું એટલે જ્યાં જે રીતે છીએ ત્યાં મજા કરતા રહેવાની. ચિંતનભાઈ કહે છે, ‘મારા સસરા અને બે દીકરીઓ અને પત્ની અત્યારે આટલા લોકો ઘરમાં છીએ. ઘરના બધાએ કામમાં એકબીજાને મદદ કરવાની. એક ઝાડુ કાઢે તો એક પોતું મારે. ફ્રી થવાની ઉતાવળ હોય છે એટલે ઝડપથી બધાં કામ પતાવી
  દઈએ પછી વાતો કરીએ, કાં તો મૂવી લગાવીએ કાં તો પછી ગેમ્સ રમીએ. ઘરમાં ક્રિકેટ પણ રમીએ છીએ. સ્કૂલમાં હતો ત્યારે કોડી રમ્યો હોઈશ. વર્ષો પછી કોડી રમ્યો ત્યારે ખરેખર મજા આવી ગઈ. માત્ર મેન્ટલી નહીં, પણ આ પ્રકારની નૉસ્ટેલિજક રમતો તમને ઇમોશનલી પણ રિચાર્જ કરી દેતી હોય છે.’

  9/13
 • અઠ્ઠા પગલી અને નવ કાંકરી જેવી જૂની રમતોને ફરી રિવાઇવ કરી છે આ પરિવારે આજકાલ ઈન્ડોર ગેમ્સ પણ મોબાઈલ પર રમાય છે. લુડો, કૅરમ જેવી રમતો માટે હવે બોર્ડની જરૂર નથી. મોબાઈલ હાથમાં લો અને રમવા માંડો. જોકે વિદ્યાવિહારમાં રહેતા છેડા કુટુંબે કોરોના લૉકડાઉનમાં કચ્છની જૂની અઠ્ઠા પગલી અને નવ કાંકરી જેવી બોર્ડ ગેમ દ્વારા કાયદાઓ જૂની રમતોને રિવાઇવ કરી છે. જયાબેન છેડા કહે છે ‘અમે કચ્છમાં આ ગેમ બહુ રમતાં. તેમાં કાંઈ  વસ્તુ ન જોઈએ. ચાર કોડી અને કોલસો કે ચોક. ફરસ પર, પગથિયાં પર, કોઈ પૂઠાં પર, ક્યાંય પણ આ રમતોની આકૃતિ દોરી લ્યો એટલે ઑલ ડન. પ્લેયરની કૂકરી પણ ભાતભાતની રહે. બટન, સિક્કા પથ્થર ને એવું કાંઈ પણ.’  ધરમશીભાઈ કહે છે ‘આ બેઉ ગેમોમાં મગજ કસવાનું હોય. એક વખત તમે રમવા બેસો એટલે બેથી અઢી કલાક નીકળી જાય. નવ કાંકરી તો ચેસને ટક્કર મારે એવી ઇન્ટરેસ્ટિંગ અને અદભુત બોર્ડ ગેમ છે. એ બે જ પ્લેયર્સ રમી શકે. એમાં પણ શતરંજની જેમ એકબીજાની કૂકરીઓ મારવાની હોય. જોકે કૂકરીઓની ચાલ ચેસના પ્યાદાં કરતાં અલગ હોય. તો અઠ્ઠા પગલીમાં ૨, ૩ ,૪ વ્યક્તિ રમી શકે. એમાં ડાઇસને બદલે કોડીથી પાંસા પાડવાના અને તમારી કૂકરી ચાલવાની. લુડોની જેમ જ અહીં પણ બીજાની કૂકરીઓને માત કરવાની અને પોતાની ઘરમાં  સૅફ કરવાની.’ જ્યારથી લૉકડાઉન થયું ત્યારથી દરરોજ રાત્રે મમ્મી-પપ્પા અને દીકરો-વહુ આ રમત રમવા બેસી જાય છે. દીકરો વિરલ કહે છે ‘હું નાનો હતો ત્યારે વેકેશનમાં મમ્મી અમને આ ગેમ રમાડતાં, પણ પછી કામકાજે લાગ્યા એટલે આવી ગેમ રમવાનું સાવ છૂટી ગયું. મારી વાઈફ પ્રિયંકા તો ક્યારે આવું નથી રમી. એને તો આમાં બહુ મજા પડે છે. આ રીતે એક સાથે રમવાથી અમારા ચાર જણ  વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત થયું છે.’ દીકરાની વહુ પ્રિયંકા કહે છે ‘આ રમત રમતાં રમતાં પોતાની કૂકરી બચાવવામાં બહુ ખેંચતાણ થાય અને એ દરમ્યાન એટલી મજાક-મસ્તી થાય, એથી રમવાની અને સાથે સમય પસાર કરવામાં મોજ પડે છે. સી, અમે જૉઇન્ટ ફૅમિલીમાં જ રહીએ છીએ પરંતુ  આટલો સમય સાથે ક્યારેય પસાર નથી કર્યો. હું અને મમ્મી ઘરમાં હોઈએ, પણ પપ્પા અને વિરલ બેઉ સવારથી નીકળે તે છેક રાત્રે ઘરે પાછા આવે. સન્ડેની રજામાં સોશ્યલ કામકાજ હોય, થોડો આરામ હોય એમાં દિવસ ક્યાંય નીકળી જાય. અત્યાર જેવા ફ્રી દિવસો ક્યારેય મળ્યા નથી.’

  અઠ્ઠા પગલી અને નવ કાંકરી જેવી જૂની રમતોને ફરી રિવાઇવ કરી છે આ પરિવારે
  આજકાલ ઈન્ડોર ગેમ્સ પણ મોબાઈલ પર રમાય છે. લુડો, કૅરમ જેવી રમતો માટે હવે બોર્ડની જરૂર નથી. મોબાઈલ હાથમાં લો અને રમવા માંડો. જોકે વિદ્યાવિહારમાં રહેતા છેડા કુટુંબે કોરોના લૉકડાઉનમાં કચ્છની જૂની અઠ્ઠા પગલી અને નવ કાંકરી જેવી બોર્ડ ગેમ દ્વારા કાયદાઓ જૂની રમતોને રિવાઇવ કરી છે. જયાબેન છેડા કહે છે ‘અમે કચ્છમાં આ ગેમ બહુ રમતાં. તેમાં કાંઈ  વસ્તુ ન જોઈએ. ચાર કોડી અને કોલસો કે ચોક. ફરસ પર, પગથિયાં પર, કોઈ પૂઠાં પર, ક્યાંય પણ આ રમતોની આકૃતિ દોરી લ્યો એટલે ઑલ ડન. પ્લેયરની કૂકરી પણ ભાતભાતની રહે. બટન, સિક્કા પથ્થર ને એવું કાંઈ પણ.’  ધરમશીભાઈ કહે છે ‘આ બેઉ ગેમોમાં મગજ કસવાનું હોય. એક વખત તમે રમવા બેસો એટલે બેથી અઢી કલાક નીકળી જાય. નવ કાંકરી તો ચેસને ટક્કર મારે એવી ઇન્ટરેસ્ટિંગ અને અદભુત બોર્ડ ગેમ છે. એ બે જ પ્લેયર્સ રમી શકે. એમાં પણ શતરંજની જેમ એકબીજાની કૂકરીઓ મારવાની હોય. જોકે કૂકરીઓની ચાલ ચેસના પ્યાદાં કરતાં અલગ હોય. તો અઠ્ઠા પગલીમાં ૨, ૩ ,૪ વ્યક્તિ રમી શકે. એમાં ડાઇસને બદલે કોડીથી પાંસા પાડવાના અને તમારી કૂકરી ચાલવાની. લુડોની જેમ જ અહીં પણ બીજાની કૂકરીઓને માત કરવાની અને પોતાની ઘરમાં  સૅફ કરવાની.’
  જ્યારથી લૉકડાઉન થયું ત્યારથી દરરોજ રાત્રે મમ્મી-પપ્પા અને દીકરો-વહુ આ રમત રમવા બેસી જાય છે. દીકરો વિરલ કહે છે ‘હું નાનો હતો ત્યારે વેકેશનમાં મમ્મી અમને આ ગેમ રમાડતાં, પણ પછી કામકાજે લાગ્યા એટલે આવી ગેમ રમવાનું સાવ છૂટી ગયું. મારી વાઈફ પ્રિયંકા તો ક્યારે આવું નથી રમી. એને તો આમાં બહુ મજા પડે છે. આ રીતે એક સાથે રમવાથી અમારા ચાર જણ  વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત થયું છે.’
  દીકરાની વહુ પ્રિયંકા કહે છે ‘આ રમત રમતાં રમતાં પોતાની કૂકરી બચાવવામાં બહુ ખેંચતાણ થાય અને એ દરમ્યાન એટલી મજાક-મસ્તી થાય, એથી રમવાની અને સાથે સમય પસાર કરવામાં મોજ પડે છે. સી, અમે જૉઇન્ટ ફૅમિલીમાં જ રહીએ છીએ પરંતુ  આટલો સમય સાથે ક્યારેય પસાર નથી કર્યો. હું અને મમ્મી ઘરમાં હોઈએ, પણ પપ્પા અને વિરલ બેઉ સવારથી નીકળે તે છેક રાત્રે ઘરે પાછા આવે. સન્ડેની રજામાં સોશ્યલ કામકાજ હોય, થોડો આરામ હોય એમાં દિવસ ક્યાંય નીકળી જાય. અત્યાર જેવા ફ્રી દિવસો ક્યારેય મળ્યા નથી.’

  10/13
 • પાંચ વર્ષના પૌ‌ત્ર સાથે બાળપણ યાદ કરી લીધું છે આ પરિવારે જે થાય છે એ સારા માટે થાય છે એવું ઑપેરા હાઉસમાં રહેતાં ભારતી નિસર માને છે. અંતાક્ષરી ક્વીન તરીકે જાણીતાં ભારતીબહેન ૬૦ વર્ષની ઉંમરે પણ અતિસક્રિય રહ્યાં છે એટલે તેમને અચાનક આવી પડેલો આ ફ્રી-ટાઇમ બહુ જ વહાલો લાગી રહ્યો છે. એમાંય સૌથી વધુ આનંદ તો પાંચ વર્ષના પૌત્ર સાથે રમવામાં આવી રહ્યો છે. એમ જણાવતાં તેઓ કહે છે ‘આમ તો પાંચ જણનો જ પરિવાર છે, પણ એમાંય આટલી મોકળાશ સાથે રહેવાનો મોકો કદીયે નથી મળ્યો. ભાગ્યે જ જે રમતો ઘરમાં રમાતી એ રમવા મળે છે. પાંચ વર્ષના દીકરા સાથે કૅરમ, લુડો, ચોપાટ જેવી રમતો રમીને મને અને મારા હસબન્ડને બાળપણ યાદ આવી ગયું છે. લિટરલી બાળકોને પડતા વેકેશનમાં જેવું ફીલ થાય એવું જ કંઈક. રમવા ઉપરાંત ઘરની સફાઈમાં પણ બધાએ મદદ કરી. ઘરના જે ખૂણા ભાગ્યે જ સાફ થતાં એ બધું સાફ કર્યું અને એ પણ કોઈ ઘાઇ વિના એટલે મજા આવી. જૂનું સાફ કરતાં કેટલીયે જૂની યાદો વાગોળવાનો સમય મળ્યો. જૂના ફોટોગ્રાફ્સ કાઢીને રાખ્યા છે એટલે જીવનની એવી-એવી મજાની યાદો ચગળવા મળી. એ ફોટાઓ વિશેની વાતો કરતાં પૌત્રને પણ મજા પડી.’

  પાંચ વર્ષના પૌ‌ત્ર સાથે બાળપણ યાદ કરી લીધું છે આ પરિવારે
  જે થાય છે એ સારા માટે થાય છે એવું ઑપેરા હાઉસમાં રહેતાં ભારતી નિસર માને છે. અંતાક્ષરી ક્વીન તરીકે જાણીતાં ભારતીબહેન ૬૦ વર્ષની ઉંમરે પણ અતિસક્રિય રહ્યાં છે એટલે તેમને અચાનક આવી પડેલો આ ફ્રી-ટાઇમ બહુ જ વહાલો લાગી રહ્યો છે. એમાંય સૌથી વધુ આનંદ તો પાંચ વર્ષના પૌત્ર સાથે રમવામાં આવી રહ્યો છે. એમ જણાવતાં તેઓ કહે છે ‘આમ તો પાંચ જણનો જ પરિવાર છે, પણ એમાંય આટલી મોકળાશ સાથે રહેવાનો મોકો કદીયે નથી મળ્યો. ભાગ્યે જ જે રમતો ઘરમાં રમાતી એ રમવા મળે છે. પાંચ વર્ષના દીકરા સાથે કૅરમ, લુડો, ચોપાટ જેવી રમતો રમીને મને અને મારા હસબન્ડને બાળપણ યાદ આવી ગયું છે. લિટરલી બાળકોને પડતા વેકેશનમાં જેવું ફીલ થાય એવું જ કંઈક. રમવા ઉપરાંત ઘરની સફાઈમાં પણ બધાએ મદદ કરી. ઘરના જે ખૂણા ભાગ્યે જ સાફ થતાં એ બધું સાફ કર્યું અને એ પણ કોઈ ઘાઇ વિના એટલે મજા આવી. જૂનું સાફ કરતાં કેટલીયે જૂની યાદો વાગોળવાનો સમય મળ્યો. જૂના ફોટોગ્રાફ્સ કાઢીને રાખ્યા છે એટલે જીવનની એવી-એવી મજાની યાદો ચગળવા મળી. એ ફોટાઓ વિશેની વાતો કરતાં પૌત્રને પણ મજા પડી.’

  11/13
 • ઈટ ટુગેધર સાથે કૂક ટુગેધર, ક્લીન ટુગેધર અને પ્લે ટુગેધર અંગ્રેજી ભાષામાં કહેવત છે કે - ફેમિલી ધેટ ઈટ ટુગેધર સ્ટે ટુગેધર... જેને ગોરેગાવ-વેસ્ટમાં રહેતાં આ ફૅમિલીએ કોરોના લૉકડાઉન ટાઇમમાં એક્સટેન્ડ કરી છે. આ પરિવારે આ દિવસોમાં   જમવા  ઉપરાંત રસોઈ, સફાઈ અને રમવાનું પણ સાથે એવો નિયમ બનાવ્યો છે. કેતન નિર્મલ કહે છે ‘આ એવો સમય મળ્યો છે જ્યારે બીજી કોઈ જ બહારની માથાકૂટ કરવાની નથી. બિઝનેસની ચિંતા નથી કરવાની કે બચ્ચાઓના ભણવાનું ટેન્શન પણ નથી, ત્યારે અમે એકબીજાને સહયોગ કરી વધુને વધુ સાથે રહી શકાય અને બધો ટાઇમ એન્જૉય કરી શકાય એ માટે આવું સેટિંગ કર્યું છે. ઘરની સફાઈ કે રસોઈ કોઈ એકલા કરે તો બોર થઈ જાય, ને થાકી પણ જાય. એના બદલે અમે બધા મળીને આ કાર્યો સાથે કરીએ છીએ. જે ઝડપથી તો થાય છે ને મજા  પણ આવે છે અને લેડીઝ મેમ્બરને તેનો ભાર પણ નથી લાગતો.’  ચાંદની કહે છે ‘અમારા બેઉ ટીનેજર બાળકોને મોબાઇલ, ટી.વી. માટે પણ સ્પેસિફિક સમય આપ્યો છે.  તેઓ કૂકિંગ, ક્લિનિંગમાં તો જોડાય છે સાથે અમે જૂની રમતો રમીએ છીએ. ચોપાટ, કોડી, પત્તા વગેરે - તેમાં પણ સાથે જ રમવાનું.  જૂના ફોટોગ્રાફ કાઢ્યા છે તે જોઈએ છીએ ને એ સમયના પ્રસંગો યાદ કરીએ છીએ. આ બધાથી કોરોનાના સમાચાર કે લાંબા લૉકડાઉન પિરિયડનો સ્ટ્રેસ નથી આવતો.’  તરુલતાબેન ઉમેરે છે ‘ઘર હર્યુંભર્યું રહે છે. બાકી બાળકો સ્કૂલ, કૉલેજમાં બીઝી હોય ને  દીકરો ઑફિસ ને ફૅક્ટરીમાં. અત્યારે તો આખો દિવસ ક્યાં પસાર થઈ જાય છે એ ખબર જ નથી રહેતી.’

  ઈટ ટુગેધર સાથે કૂક ટુગેધર, ક્લીન ટુગેધર અને પ્લે ટુગેધર
  અંગ્રેજી ભાષામાં કહેવત છે કે - ફેમિલી ધેટ ઈટ ટુગેધર સ્ટે ટુગેધર... જેને ગોરેગાવ-વેસ્ટમાં રહેતાં આ ફૅમિલીએ કોરોના લૉકડાઉન ટાઇમમાં એક્સટેન્ડ કરી છે. આ પરિવારે આ દિવસોમાં   જમવા  ઉપરાંત રસોઈ, સફાઈ અને રમવાનું પણ સાથે એવો નિયમ બનાવ્યો છે. કેતન નિર્મલ કહે છે ‘આ એવો સમય મળ્યો છે જ્યારે બીજી કોઈ જ બહારની માથાકૂટ કરવાની નથી. બિઝનેસની ચિંતા નથી કરવાની કે બચ્ચાઓના ભણવાનું ટેન્શન પણ નથી, ત્યારે અમે એકબીજાને સહયોગ કરી વધુને વધુ સાથે રહી શકાય અને બધો ટાઇમ એન્જૉય કરી શકાય એ માટે આવું સેટિંગ કર્યું છે. ઘરની સફાઈ કે રસોઈ કોઈ એકલા કરે તો બોર થઈ જાય, ને થાકી પણ જાય. એના બદલે અમે બધા મળીને આ કાર્યો સાથે કરીએ છીએ. જે ઝડપથી તો થાય છે ને મજા  પણ આવે છે અને લેડીઝ મેમ્બરને તેનો ભાર પણ નથી લાગતો.’ 
  ચાંદની કહે છે ‘અમારા બેઉ ટીનેજર બાળકોને મોબાઇલ, ટી.વી. માટે પણ સ્પેસિફિક સમય આપ્યો છે.  તેઓ કૂકિંગ, ક્લિનિંગમાં તો જોડાય છે સાથે અમે જૂની રમતો રમીએ છીએ. ચોપાટ, કોડી, પત્તા વગેરે - તેમાં પણ સાથે જ રમવાનું.  જૂના ફોટોગ્રાફ કાઢ્યા છે તે જોઈએ છીએ ને એ સમયના પ્રસંગો યાદ કરીએ છીએ. આ બધાથી કોરોનાના સમાચાર કે લાંબા લૉકડાઉન પિરિયડનો સ્ટ્રેસ નથી આવતો.’ 
  તરુલતાબેન ઉમેરે છે ‘ઘર હર્યુંભર્યું રહે છે. બાકી બાળકો સ્કૂલ, કૉલેજમાં બીઝી હોય ને  દીકરો ઑફિસ ને ફૅક્ટરીમાં. અત્યારે તો આખો દિવસ ક્યાં પસાર થઈ જાય છે એ ખબર જ નથી રહેતી.’

  12/13
 • આવો મી ટાઇમ અને વી ટાઇમ તો ઉનાળાના વેકેશનમાંય નહોતો માણ્યો બોરીવલી-વેસ્ટમાં શિમ્પોલી પાસે રહેતા શ્રીમાંકર પરિવારમાં દરરોજ સવાર પડે ને બધા કામ ઘડિયાળના કાંટે થાય. બાળકોને સ્કૂલે મોકલવા, તૈયાર કરવાના, તેમના માટે ટિફિન બનાવવાનું, ઘરના અન્ય મેમ્બરો માટે બ્રેકફાસ્ટ બનાવવાનો, લાલાની સેવાની સામગ્રી તૈયાર કરવાની. લંચની તૈયારી સાથે સાથે ધોબી, કામવાળા, શાકભાજીવાળાનો ટાઇમ સાચવવાનો. બધું જ શિડ્યુલ પ્રમાણે  કરવાનું રહે, પણ ગયા રવિવારથી અહીં બધું આરામથી ચાલે છે. કોઈ ભાગદોડ નથી, કોઈ ઉતાવળ નથી. પુષ્પક શ્રીમાંકર કહે છે ‘આ ટાઇમ બહુ સારો લાગી રહ્યો છે. કોઈ જ પ્રકારના કામકાજના ફોન નથી, ટેન્શન નથી, ટાઇમટેબલ નથી. આવું તો વેકેશનમાં પણ નથી થતું. ક્યાંકને ક્યાંક, કોઈક કમિટમેન્ટ પૂરા કરવાના જ હોય છે, પણ અત્યારે એ પણ નથી. ભરપૂર મી ટાઈમ છે.’ શ્રીમાંકર ફૅમિલીમાં ૮૦ વર્ષનાં  દાદી છે, સિનિયર સિટિઝન મમ્મી-પપ્પા છે.  પુષ્પકભાઈ  અને તેમના વાઇફ અને ચાર અને સાત વર્ષની બે દીકરીઓ છે. આ ત્રણેય પેઢી કોરોના લૉકડાઉનમાં પોતપોતાની રીતે મજા કરે છે અને સાથે મળીને પણ મજા કરે છે. પુષ્પકનાં મમ્મી સાધનાબેન કહે છે ‘કોઈ જાતના ટાઈમ સાચવવાના નથી એટલે કોઈ પ્રેશર નથી. અમે બધાં મળીને લાલાની સેવા કરીએ.  છોકરાઓ એનું રમતા હોય, મારો દીકરો અને હસબન્ડ એમને મનગમતી પ્રવૃત્તિ કરતા હોય. વળી મને અને વહુને મદદ પણ કરે અને  પછી અમે બધાં જ સાથે મળી પત્તા રમીએ. મારી સૌથી નાની પૌત્રીને ઢગલાબાજી આવડે ને બાને પણ આવડે. એટલે દરરોજ એ પ્રોગ્રામ થાય.  કૅરમ રમીએ, બીજી ગેમ્સ રમીએ એમાં અમારો સમય મસ્ત પસાર થાય.’  વહુ અવનિ કહે છે ‘લેડીઝને બધા ઘરે હોય એટલે થોડું કામ વધી જાય, પણ બધા જ સાથે હોય ને એ વી-ટાઈમ બહુ જ એન્જૉયેબલ બની રહે છે અને લાઈફ ટાઈમ મૅમરેબલ પણ બની રહેશે.’

  આવો મી ટાઇમ અને વી ટાઇમ તો ઉનાળાના વેકેશનમાંય નહોતો માણ્યો
  બોરીવલી-વેસ્ટમાં શિમ્પોલી પાસે રહેતા શ્રીમાંકર પરિવારમાં દરરોજ સવાર પડે ને બધા કામ ઘડિયાળના કાંટે થાય. બાળકોને સ્કૂલે મોકલવા, તૈયાર કરવાના, તેમના માટે ટિફિન બનાવવાનું, ઘરના અન્ય મેમ્બરો માટે બ્રેકફાસ્ટ બનાવવાનો, લાલાની સેવાની સામગ્રી તૈયાર કરવાની. લંચની તૈયારી સાથે સાથે ધોબી, કામવાળા, શાકભાજીવાળાનો ટાઇમ સાચવવાનો. બધું જ શિડ્યુલ પ્રમાણે  કરવાનું રહે, પણ ગયા રવિવારથી અહીં બધું આરામથી ચાલે છે. કોઈ ભાગદોડ નથી, કોઈ ઉતાવળ નથી. પુષ્પક શ્રીમાંકર કહે છે ‘આ ટાઇમ બહુ સારો લાગી રહ્યો છે. કોઈ જ પ્રકારના કામકાજના ફોન નથી, ટેન્શન નથી, ટાઇમટેબલ નથી. આવું તો વેકેશનમાં પણ નથી થતું. ક્યાંકને ક્યાંક, કોઈક કમિટમેન્ટ પૂરા કરવાના જ હોય છે, પણ અત્યારે એ પણ નથી. ભરપૂર મી ટાઈમ છે.’
  શ્રીમાંકર ફૅમિલીમાં ૮૦ વર્ષનાં  દાદી છે, સિનિયર સિટિઝન મમ્મી-પપ્પા છે.  પુષ્પકભાઈ  અને તેમના વાઇફ અને ચાર અને સાત વર્ષની બે દીકરીઓ છે. આ ત્રણેય પેઢી કોરોના લૉકડાઉનમાં પોતપોતાની રીતે મજા કરે છે અને સાથે મળીને પણ મજા કરે છે. પુષ્પકનાં મમ્મી સાધનાબેન કહે છે ‘કોઈ જાતના ટાઈમ સાચવવાના નથી એટલે કોઈ પ્રેશર નથી. અમે બધાં મળીને લાલાની સેવા કરીએ.  છોકરાઓ એનું રમતા હોય, મારો દીકરો અને હસબન્ડ એમને મનગમતી પ્રવૃત્તિ કરતા હોય. વળી મને અને વહુને મદદ પણ કરે અને  પછી અમે બધાં જ સાથે મળી પત્તા રમીએ. મારી સૌથી નાની પૌત્રીને ઢગલાબાજી આવડે ને બાને પણ આવડે. એટલે દરરોજ એ પ્રોગ્રામ થાય.  કૅરમ રમીએ, બીજી ગેમ્સ રમીએ એમાં અમારો સમય મસ્ત પસાર થાય.’ 
  વહુ અવનિ કહે છે ‘લેડીઝને બધા ઘરે હોય એટલે થોડું કામ વધી જાય, પણ બધા જ સાથે હોય ને એ વી-ટાઈમ બહુ જ એન્જૉયેબલ બની રહે છે અને લાઈફ ટાઈમ મૅમરેબલ પણ બની રહેશે.’

  13/13
 • loading...

ફોટોઝ વિશે

લૉકડાઉનમાં બોર થાય એ ગુજરાતી નહીં. કેટલાક પુરુષોએ આ હૉલિડેમાં પહેલી વાર કિચનમાં પગ મૂક્યો છે, તો કેટલાકે વળી જૂનાં ફૅમિલી આલબમ કાઢીને જોવાનું શરૂ કર્યું છે. કોઈકે વળી અવનવી રમતો રમવાનું શરૂ કર્યું છે, તો કોઈકના ઘરે રોજ સાંજે જૂનાં ગીતો ગાવાની રમઝટ જામે છે. અમે કેટલાક ગુજરાતી પરિવાર સાથે વાત કરી અને જાણ્યું કે તેઓ અત્યારે ‘હમ સાથ સાથ હૈં’ પિરિયડ કેવી રીતે પસાર કરી રહ્યા છે

આજકાલ વૉ્ટ્સઍપ પર ઘણા રમૂજી મેસેજ આવી રહ્યા છે. પત્નીએ પતિને કહ્યું કે વારંવાર હાથ ધોવાની સાથે બે–ચાર વાસણ પણ ધોઈ નાખો. હવે તો જોકે ઘરના પુરુષો અને બાળકો એમ બધા જ કામે લાગી ગયાં હશે. કોરોના-ઇફેક્ટને પરિણામે આજ સુધી ક્યારેય નહોતું બન્યું એ હવે બની રહ્યું છે. બધા જ ઘરે અને ઘરેના ઘરે જ. કેવી રીતે ગુજારો થાય જ્યારે ૨૪ કલાક સતત ઘરમાં રહેવાનું અને બહાર બિલકુલ નહીં નીકળવાનું. જોકે હળવું-ભળવું અને મળ્યા વિના એન્જૉય કરતાં ખુશ રહેવાની ખાસિયત ગુજરાતીઓના લોહીમાં હોય છે, જે અત્યારે જોવા મળી રહ્યું છે. કોરોના-ઇફેક્ટનો ભય છે, પરંતુ એ ભય તળે દબાઈને ‘શું થશે શું થશે’ એમાં અટવાવાને બદલે મુંબઈના પરિવારો મળેલા આ સમયને કેવી રીતે સાધી રહ્યા છે એ જાણીએ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK