Corona Virus Effect: મુંબઇને આવું ખાલી અને સાવચેત તમે ક્યારેય નહીં જોયું હોય

Updated: Mar 23, 2020, 15:21 IST | Chirantana Bhatt
  • આ એ જ રસ્તાઓ છે મુંબઇનાં જ્યાં કલાકો સુધી ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધ્યા કરતો હોય છે.

    આ એ જ રસ્તાઓ છે મુંબઇનાં જ્યાં કલાકો સુધી ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધ્યા કરતો હોય છે.

    1/19
  • તાજ હોટેલનો આવો ફોટોગ્રાફ તો કોણ જાણે છેલ્લે ક્યારે જોવા મળ્યો હશે, અહીં હંમેશા લોકોનાં ટોળાં હોય છે. 

    તાજ હોટેલનો આવો ફોટોગ્રાફ તો કોણ જાણે છેલ્લે ક્યારે જોવા મળ્યો હશે, અહીં હંમેશા લોકોનાં ટોળાં હોય છે. 

    2/19
  • ગેટ વે ઑફ ઇન્ડિયા પર અત્યારે કાળું ચકલું પણ નથી ફરકતું. 

    ગેટ વે ઑફ ઇન્ડિયા પર અત્યારે કાળું ચકલું પણ નથી ફરકતું. 

    3/19
  • મરીન લાઇન્સનો આ વળાંક માણસો વગરે ઝગમગે છે કે પછી ઝાંખો લાગે છે?

    મરીન લાઇન્સનો આ વળાંક માણસો વગરે ઝગમગે છે કે પછી ઝાંખો લાગે છે?

    4/19
  • મુંબઇની ટ્રેઇન્સ અને આટલી ખાલી, ના હોય. પણ છે જ કારણકે લોકોએ સલામતીને પસંદ કરી છે, મુર્ખામી નહીં.

    મુંબઇની ટ્રેઇન્સ અને આટલી ખાલી, ના હોય. પણ છે જ કારણકે લોકોએ સલામતીને પસંદ કરી છે, મુર્ખામી નહીં.

    5/19
  • ચર્ચગેટનાં સ્ટેશન પર મોટેભાગે કિડીયારું ઉભરાયું હોય એટલી ભીડ હોય છે અને માટે જ અત્યારે આ સુમસામ સ્ટેશન અજાયબીથી કમ નથી.

    ચર્ચગેટનાં સ્ટેશન પર મોટેભાગે કિડીયારું ઉભરાયું હોય એટલી ભીડ હોય છે અને માટે જ અત્યારે આ સુમસામ સ્ટેશન અજાયબીથી કમ નથી.

    6/19
  • જો કે જે લોકો મુંબઇમાં પેટિયું રળવા આવે છે તેમને માટે બધું બંધ થતા રોજી રીટોનો પ્રશ્ન થઇ ગયો હોય તે સ્વાભાવિક છે એટલે જ તેઓ જઇ રહ્યા છે ઘર ભણી.

    જો કે જે લોકો મુંબઇમાં પેટિયું રળવા આવે છે તેમને માટે બધું બંધ થતા રોજી રીટોનો પ્રશ્ન થઇ ગયો હોય તે સ્વાભાવિક છે એટલે જ તેઓ જઇ રહ્યા છે ઘર ભણી.

    7/19
  • સ્ટાઇલ અને મુંબઇને સીધો સંબધ છે, જુઓ ના તડકો લાગવો જોઇએ, ન કોરોનાનો ચેપ અને મોબાઇલ તો ચાલુ હોવો જ જોઇએ.

    સ્ટાઇલ અને મુંબઇને સીધો સંબધ છે, જુઓ ના તડકો લાગવો જોઇએ, ન કોરોનાનો ચેપ અને મોબાઇલ તો ચાલુ હોવો જ જોઇએ.

    8/19
  • માસ્ક પહેરવું પડે તો ય સ્ટાઇલથી પહેરવું જોઇએ.

    માસ્ક પહેરવું પડે તો ય સ્ટાઇલથી પહેરવું જોઇએ.

    9/19
  • માસ્કનું માસ્ક અને તડકા સામે પણ સુરક્ષા, હવે આ તડકો વાઇરસને હંફાવે ત્યારે સાચો.

    માસ્કનું માસ્ક અને તડકા સામે પણ સુરક્ષા, હવે આ તડકો વાઇરસને હંફાવે ત્યારે સાચો.

    10/19
  • સ્ટાઇલ ભાઇ તો મુંબઇમાં હોય જ ને વળી, જુઓ અલગ પ્રકારનું માસ્ક પહેરીને તાણનાં સમયમાં શોધ્યું છે કંઇક રિલેક્સેશન.

    સ્ટાઇલ ભાઇ તો મુંબઇમાં હોય જ ને વળી, જુઓ અલગ પ્રકારનું માસ્ક પહેરીને તાણનાં સમયમાં શોધ્યું છે કંઇક રિલેક્સેશન.

    11/19
  • બાંન્દ્રામાં આ એ સ્થળ છે જ્યાં રસ્તો ક્રોસ કરવામાં ય વાર લાગે અને અત્યારે જુઓ, કેટલો સન્નાટો છે.

    બાંન્દ્રામાં આ એ સ્થળ છે જ્યાં રસ્તો ક્રોસ કરવામાં ય વાર લાગે અને અત્યારે જુઓ, કેટલો સન્નાટો છે.

    12/19
  • આ બસ ડેપો પર પણ કોઇ ચહેલપહેલ નથી. 

    આ બસ ડેપો પર પણ કોઇ ચહેલપહેલ નથી. 

    13/19
  • ચર્ચગેટ સ્ટેશન પરનાં ફેરિયાઓનો અવાજ, ચાવીથી ચાલતા રમકડાંઓની ટીક ટીક ટુક ટુક બધું જ બંધ છે.

    ચર્ચગેટ સ્ટેશન પરનાં ફેરિયાઓનો અવાજ, ચાવીથી ચાલતા રમકડાંઓની ટીક ટીક ટુક ટુક બધું જ બંધ છે.

    14/19
  • ક્રાફર્ડ માર્કેટ બંધ હોય ત્યારે કેવું લાગે છે એ જોવું હોય તો આ જ એક મોકો છે, બાકી ગીર્દીનો કોઇ પાર નથી હોતો અહીં.

    ક્રાફર્ડ માર્કેટ બંધ હોય ત્યારે કેવું લાગે છે એ જોવું હોય તો આ જ એક મોકો છે, બાકી ગીર્દીનો કોઇ પાર નથી હોતો અહીં.

    15/19
  • બીએમસીનાં કર્મચારીઓ તમને અને મને સલામત રાખવા કેટલા ખંતથી કામ કરે છે.

    બીએમસીનાં કર્મચારીઓ તમને અને મને સલામત રાખવા કેટલા ખંતથી કામ કરે છે.

    16/19
  • કોઇ શોપિંગ નહીં કોઇ ફિલ્મ નહીં કોઇ ટ્રાફિક નહીં. આવું પણ દેખાઇ શકે છે આપણું મુંબઇ.

    કોઇ શોપિંગ નહીં કોઇ ફિલ્મ નહીં કોઇ ટ્રાફિક નહીં. આવું પણ દેખાઇ શકે છે આપણું મુંબઇ.

    17/19
  • માસ્ક વગર તો ના ચાલે દોસ્ત, કોઇ રિસ્ક નથી લેવું.

    માસ્ક વગર તો ના ચાલે દોસ્ત, કોઇ રિસ્ક નથી લેવું.

    18/19
  • તડકો વેઠી લેવાશે ભાઇસાબ પણ માસ્ક નહીં પહેરીને સલામતીનું જોખમ લેવામાં મને કોઇ રસ નથી. 

    તડકો વેઠી લેવાશે ભાઇસાબ પણ માસ્ક નહીં પહેરીને સલામતીનું જોખમ લેવામાં મને કોઇ રસ નથી. 

    19/19
  • loading...

ફોટોઝ વિશે

મુંબઇ માટે ઘણાં ગીતો ગવાયા છે જેમ કે, યે બંબઇ શહેર હાદસોં કા શહેર હૈ, દરિયા કિનારોં વાલી ફિલ્મી સિતારોં વાલી આમચી મુંબઇ, એ દિલ હૈ મુશ્કીલ જીના યહાં, ઝરા હટકે ઝરા બચ કે યે હૈ બંબઇ મેરી જાન... મુંબઇ માટે કહેવાય છે કે અ સિટી ધેન નેવર સ્લીપ્સ, એવું શહેર જે ક્યારેય ઊંઘતું નથી, થોભતું નથી બસ દોડ્યા કરે છે. જુઓ આ તસવીરોમાં કે મુંબઇ કેટલું અને કેવી રીતે થોભ્યું છે કોરોનાવાઇરસનાં વધી રહેલા ઓછાયા વચ્ચે. તસવીરો- મિડ-ડે ફોટોગ્રાફર્સ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK