Corona Virus Effect: 'વર્ક ફ્રોમ હોમ'માં હોમ મેકર્સની ડબલ શિફ્ટ

Updated: Mar 19, 2020, 17:01 IST | Chirantana Bhatt
  •  ફૅમેલી માટે ભલે ટાઈમ મળે છે પણ ભગવાન સાથેનું કનેક્શન તુટી ગયું છે "તેમના ઘરમાં પાંચ સભ્યો છે અને બધાં જ નોકરી કરે છે. રીટા શાહે જણાવ્યું કે, અમારું આખા અઠવાડિયાનું ટાઈમટેબલ ફિક્સ હોય છે. સવારે પોણા છએ મારી દિકરી ખુશ્બુ નોકરી પર જાય પછીનો સમય મારો પોતાનો હોય છે. એ સમયમાં હું યોગ અને મોર્નિંગ વૉક કરું છું. પછી મારી દિનચર્યા પુરી કરીને વહુ, દિકરા અને પતિ માટે ટિફિન બનાવવાનું. હવે વર્ક ફ્રોમ હોમ થઇ ગયું છે એમાં સવારે બધા મોડા ઊઠે એટલે કામનું પણ મોડું થાય. 

     ફૅમેલી માટે ભલે ટાઈમ મળે છે પણ ભગવાન સાથેનું કનેક્શન તુટી ગયું છે

    "તેમના ઘરમાં પાંચ સભ્યો છે અને બધાં જ નોકરી કરે છે. રીટા શાહે જણાવ્યું કે, અમારું આખા અઠવાડિયાનું ટાઈમટેબલ ફિક્સ હોય છે. સવારે પોણા છએ મારી દિકરી ખુશ્બુ નોકરી પર જાય પછીનો સમય મારો પોતાનો હોય છે. એ સમયમાં હું યોગ અને મોર્નિંગ વૉક કરું છું. પછી મારી દિનચર્યા પુરી કરીને વહુ, દિકરા અને પતિ માટે ટિફિન બનાવવાનું. હવે વર્ક ફ્રોમ હોમ થઇ ગયું છે એમાં સવારે બધા મોડા ઊઠે એટલે કામનું પણ મોડું થાય. 

    1/14
  • બધા ઘરે હોય એટલે ખાવા-પીવામાં પણ બધાની જુદી-જુદી ડિમાન્ડ હોય, એ પુરી કરવામાં લગભગ આખો દિવસ રસોડામાં જ જતો રહે છે. આ બધામાં મને ભગવાનની સેવા કરવાનો તો ટાઈમ જ નથી મળતો. ભગવાન સાથે છેલ્લા એક અઠવાડિયાથી કનેક્શન જ તુટી ગયું છે. પરંતુ હા આ અમને આખા પરિવારને સાથે સમય પસાર કરવાનો સમય મળે છે. વર્ષોથી જે પત્તાની કૅટ કબાટમાં પડી હતી એ છેક હવે બહાર નીકળી. તેમજ સાંજે હું મારી દિકરી અને વહુ કૃપા અમે ત્રણેય મળીને નવી નવી વાનગીઓ ટ્રાય કરીએ છીએ, જેમાં ખુબ મજા પડે છે." - રીટા શાહ, દહિંસર

    બધા ઘરે હોય એટલે ખાવા-પીવામાં પણ બધાની જુદી-જુદી ડિમાન્ડ હોય, એ પુરી કરવામાં લગભગ આખો દિવસ રસોડામાં જ જતો રહે છે. આ બધામાં મને ભગવાનની સેવા કરવાનો તો ટાઈમ જ નથી મળતો. ભગવાન સાથે છેલ્લા એક અઠવાડિયાથી કનેક્શન જ તુટી ગયું છે. પરંતુ હા આ અમને આખા પરિવારને સાથે સમય પસાર કરવાનો સમય મળે છે. વર્ષોથી જે પત્તાની કૅટ કબાટમાં પડી હતી એ છેક હવે બહાર નીકળી. તેમજ સાંજે હું મારી દિકરી અને વહુ કૃપા અમે ત્રણેય મળીને નવી નવી વાનગીઓ ટ્રાય કરીએ છીએ, જેમાં ખુબ મજા પડે છે." - રીટા શાહ, દહિંસર

    2/14
  • 'Work From Home' તો જાણે 'More Work for Home' થઈ ગયું છે "ઘરના સભ્યોનું 'Work From Home' મારા માટે 'More Work for Home' થઈ ગયું છે. મારા હસબન્ડ વિશાલ એમનું કામ કરતા હોય ત્યારે એમના નાના-નાના કામ કરવામાં જ મારા ઘરના કામ બાકી રહી જાય. એમની વિડિયો કૉન્ફરન્સના ટાઈમ સાચવવામાં મારું ટાઈમ ટેબલ બદલાઈ જાય છે. 

    'Work From Home' તો જાણે 'More Work for Home' થઈ ગયું છે

    "ઘરના સભ્યોનું 'Work From Home' મારા માટે 'More Work for Home' થઈ ગયું છે. મારા હસબન્ડ વિશાલ એમનું કામ કરતા હોય ત્યારે એમના નાના-નાના કામ કરવામાં જ મારા ઘરના કામ બાકી રહી જાય. એમની વિડિયો કૉન્ફરન્સના ટાઈમ સાચવવામાં મારું ટાઈમ ટેબલ બદલાઈ જાય છે. 

    3/14
  • જો કે સારું એ થયું કે જ્યારે ઑફિસના કામમાંથી ફ્રી થાય ત્યારે મને કમ્પ્યુટરનું અને સોફટવેરનું નોલેજ આપે છે. દિકરા વિહાનને પણ સ્કૂલ અને ટ્યુશનમાં રજા પડી ગઈ છે એટલે પછી અમે બન્ને જણ એની સાથે ઈન્ડોર એક્ટિવિટિઝ કરીએ છીએ. તેમજ એના ડ્રમ વગાડવાના શોખ પર પણ ધ્યાન આપીએ છીએ. 

    જો કે સારું એ થયું કે જ્યારે ઑફિસના કામમાંથી ફ્રી થાય ત્યારે મને કમ્પ્યુટરનું અને સોફટવેરનું નોલેજ આપે છે. દિકરા વિહાનને પણ સ્કૂલ અને ટ્યુશનમાં રજા પડી ગઈ છે એટલે પછી અમે બન્ને જણ એની સાથે ઈન્ડોર એક્ટિવિટિઝ કરીએ છીએ. તેમજ એના ડ્રમ વગાડવાના શોખ પર પણ ધ્યાન આપીએ છીએ. 

    4/14
  • આમ તો સસરા અને વરનો ઑફિસથી આવવાનો ટાઈમ જુદો હોય એટલે બધાને સાથે બેસીને જમવાનો ટાઈમ ફક્ત રવિવારે જ મળે છે. પણ થૅન્કસ ટુ કોરોના વેકેશન, હમણાંથી અમે રોજ બે ટાઈમ સાથે જમવા બેસીએ છીએ.."-ધારા ગજ્જર,દહિંસર

    આમ તો સસરા અને વરનો ઑફિસથી આવવાનો ટાઈમ જુદો હોય એટલે બધાને સાથે બેસીને જમવાનો ટાઈમ ફક્ત રવિવારે જ મળે છે. પણ થૅન્કસ ટુ કોરોના વેકેશન, હમણાંથી અમે રોજ બે ટાઈમ સાથે જમવા બેસીએ છીએ.."-ધારા ગજ્જર,દહિંસર

    5/14
  • આ તકને હોમ મેકર્સે ‘વર્ક ફ્રોમ સોફા’માં ફેરવી નાખવી જોઇએ "વર અને દીકરીઓ બધાં જ ઘરે એટલે મને તો બહુ જ ગમે છે. રોજ જાણે રવિવાર હોય એવી ફિલિંગ આવે. હોમમેકર્સને તો આમે ય સતત કામ કરવાની ટેવ હોય જ છે પણ બીજા દિવસોમાં કદાચ બહાર રહેનારાઓને ઘરમાં કેટલું કામ રહે છે તેની ખબર ન પડે પણ આજકાલ તો એમને પણ આપણાં કામની કદર થાય છે. 

    આ તકને હોમ મેકર્સે ‘વર્ક ફ્રોમ સોફા’માં ફેરવી નાખવી જોઇએ

    "વર અને દીકરીઓ બધાં જ ઘરે એટલે મને તો બહુ જ ગમે છે. રોજ જાણે રવિવાર હોય એવી ફિલિંગ આવે. હોમમેકર્સને તો આમે ય સતત કામ કરવાની ટેવ હોય જ છે પણ બીજા દિવસોમાં કદાચ બહાર રહેનારાઓને ઘરમાં કેટલું કામ રહે છે તેની ખબર ન પડે પણ આજકાલ તો એમને પણ આપણાં કામની કદર થાય છે. 

    6/14
  • મારા હસબન્ડ ઘરે છે તો એ સામાન લાવવામાં મને મદદ કરે છે, મારી દીકરીઓ પણ ઘરકામમાં ભળે છે. આમ તો આ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે એમ કહીશ. હોમ મેકર્સે આ તકનો લાભ લેવો જોઇએ અને વર્ક ફોર હોમ ને વર્ક ફ્રોમ સોફા કરી દેવું જોઇએ તથા ઘરનાં બીજા સભ્યોની મદદ લેવી જોઇએ જેથી હોમમેકર્સને બ્રેક મળે અને બીજાંઓને તેનાં કામ સમજાય"- સંધ્યા ચૌધરી, કાંદિવલી વેસ્ટ

    મારા હસબન્ડ ઘરે છે તો એ સામાન લાવવામાં મને મદદ કરે છે, મારી દીકરીઓ પણ ઘરકામમાં ભળે છે. આમ તો આ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે એમ કહીશ. હોમ મેકર્સે આ તકનો લાભ લેવો જોઇએ અને વર્ક ફોર હોમ ને વર્ક ફ્રોમ સોફા કરી દેવું જોઇએ તથા ઘરનાં બીજા સભ્યોની મદદ લેવી જોઇએ જેથી હોમમેકર્સને બ્રેક મળે અને બીજાંઓને તેનાં કામ સમજાય"- સંધ્યા ચૌધરી, કાંદિવલી વેસ્ટ

    7/14
  • જરાય બ્રિધિંગ સ્પેસ ન મળે "અત્યારે બધાં જ ઘરમાં ભેગાં છે, બહાર તો જવાય એવું રહ્યું નથી, કશું ખુલ્લું પણ ન હોય એટલે વધારે કંટાળો આવે. અમે લોકો ઘરમાં પાંચ જણ રહીએ છીએ. હું પ્રોફેશનલી કેક્સ બેક કરું છું પણ હમણાં મારા ઓર્ડર્સ પણ નથી એટલે હું ફ્રી છું એ સ્થિતિમાં મારું તો કામ વધી ગયું છે. 

    જરાય બ્રિધિંગ સ્પેસ ન મળે

    "અત્યારે બધાં જ ઘરમાં ભેગાં છે, બહાર તો જવાય એવું રહ્યું નથી, કશું ખુલ્લું પણ ન હોય એટલે વધારે કંટાળો આવે. અમે લોકો ઘરમાં પાંચ જણ રહીએ છીએ. હું પ્રોફેશનલી કેક્સ બેક કરું છું પણ હમણાં મારા ઓર્ડર્સ પણ નથી એટલે હું ફ્રી છું એ સ્થિતિમાં મારું તો કામ વધી ગયું છે. 

    8/14
  • ઘરની સાફ, સફાઇ બધાંના ખાવા પીવાની ચોઇસિઝ અને ટાઇમ સાચવવામાં દિવસ પુરો થઇ જાય. 

    ઘરની સાફ, સફાઇ બધાંના ખાવા પીવાની ચોઇસિઝ અને ટાઇમ સાચવવામાં દિવસ પુરો થઇ જાય. 

    9/14
  • સતત ઘરમાં કંઇને કંઇ ચાલતું હોય. જરાય બ્રિધિંગ સ્પેસ નથી મળતી ખરેખર તો કારણકે જરા આડા પડીએ ત્યાં કોઇને ચ્હા જોઇતી હોય તો કોઇને કંઇ, એમાં આરામ પણ ન મળે. વળી દીકરીને બિઝી રાખવાની, એ બોર ન થવી જોઇએ, એની એકાદ ફ્રેન્ડ ઘરે આવે એટલે ઘર પણ ખેદાન મેદાન થઇ જાય. હસબન્ડનાં કૉલ્સ અને કોન્ફરન્સિઝ સતત ડીજીટલી ચાલુ હોય એ ડિસ્ટર્બ ન થાય એની પણ કાળજી રાખવાની." - કિંજલ મેહતા, કાંદિવલી વેસ્ટ

    સતત ઘરમાં કંઇને કંઇ ચાલતું હોય. જરાય બ્રિધિંગ સ્પેસ નથી મળતી ખરેખર તો કારણકે જરા આડા પડીએ ત્યાં કોઇને ચ્હા જોઇતી હોય તો કોઇને કંઇ, એમાં આરામ પણ ન મળે. વળી દીકરીને બિઝી રાખવાની, એ બોર ન થવી જોઇએ, એની એકાદ ફ્રેન્ડ ઘરે આવે એટલે ઘર પણ ખેદાન મેદાન થઇ જાય. હસબન્ડનાં કૉલ્સ અને કોન્ફરન્સિઝ સતત ડીજીટલી ચાલુ હોય એ ડિસ્ટર્બ ન થાય એની પણ કાળજી રાખવાની." - કિંજલ મેહતા, કાંદિવલી વેસ્ટ

    10/14
  • દીકરીઓ ભેગી થઇ પોતાની જીદ પુરી કરાવે છે "છોકરાંઓ ઘરમાં રહે એટલે સૌથી મોટું કામ છે એમને બિઝી રાખવાનું. વારે વારે તેમને ભૂખ લાગે વળી આ દિવસોમાં તમે બહારનું ખવડાવો નહીં એટલે એમને ગમે નહીં. ઘરનું હેલ્ધી ફૂડ ખાવામાં એમની કચકચ ચાલે. આવામાં હસબન્ડ ઘરેથી કામ કરતા હોય એટલે દીકરીઓના અવાજથી એ પણ ડિસ્ટર્બ થાય, વળી એ બંન્ને ઘડીકમાં લેપટૉપ તો ઘડીકમાં સેલફોન માગે એટલે પણ ડિસ્ટર્બન્સ રહે. 

    દીકરીઓ ભેગી થઇ પોતાની જીદ પુરી કરાવે છે

    "છોકરાંઓ ઘરમાં રહે એટલે સૌથી મોટું કામ છે એમને બિઝી રાખવાનું. વારે વારે તેમને ભૂખ લાગે વળી આ દિવસોમાં તમે બહારનું ખવડાવો નહીં એટલે એમને ગમે નહીં. ઘરનું હેલ્ધી ફૂડ ખાવામાં એમની કચકચ ચાલે. આવામાં હસબન્ડ ઘરેથી કામ કરતા હોય એટલે દીકરીઓના અવાજથી એ પણ ડિસ્ટર્બ થાય, વળી એ બંન્ને ઘડીકમાં લેપટૉપ તો ઘડીકમાં સેલફોન માગે એટલે પણ ડિસ્ટર્બન્સ રહે. 

    11/14
  • મારી દીકરી ક્રિયા અને ખુશીનું રૂટિન એવું કે એક સ્કૂલથી આવે ત્યારે બીજી ન હોય પણ અત્યારે બંન્ને ભેગી થઇને મારી સામે પોતાની બધી જીદ પુરી કરાવે છે. હું આ સમયનો સદુપયોગ કરી તેમને ધાર્મિક સંસ્કાર આપવાનો પ્રયત્ન કરું છું જેથી તેઓ નવું શીખે." - હિના શાહ, કાંદિવલી વેસ્ટ

    મારી દીકરી ક્રિયા અને ખુશીનું રૂટિન એવું કે એક સ્કૂલથી આવે ત્યારે બીજી ન હોય પણ અત્યારે બંન્ને ભેગી થઇને મારી સામે પોતાની બધી જીદ પુરી કરાવે છે. હું આ સમયનો સદુપયોગ કરી તેમને ધાર્મિક સંસ્કાર આપવાનો પ્રયત્ન કરું છું જેથી તેઓ નવું શીખે." - હિના શાહ, કાંદિવલી વેસ્ટ

    12/14
  • બધું જ અસંતુલિત થઇ ગયું છે, ડબલ શિફ્ટમાં કામ કરતા હોય તેવું લાગે "હું આઇટી ફર્મ માટે કામ કરું છું. હવે એવી સ્થિતિ છે કે મારે ઘરનુ કામ કરવાનું અને ઘરેથી ઑફિસનું કામ પણ પતાવવાનું. દીકરો દસ વર્ષનો છે અને મારા સાસુ-સસરાની ઉંમર ૮૦ની આસપાસ છે. હું ઘરે હોઉં એટલે આ બધાની કાળજી કાયમ કરતા વધારે જ લેવાય એ સ્વાભાવિક છે. દરવાજે કોઇપણ હોય તમારે કામ પડતું મુકીને દરવાજો ખોલવા પણ ઉભા થવું પડે, કારણકે તમે ન ઇચ્છો કે કોઇ વડીલ તમારી હાજરીમાં એ કામ માટે દોડે. મમ્મી ઘરે હોય એટલે છોકરાની અપેક્ષા પણ વધી જાય, એને લીંબુ પાણી બનાવી આપો અને પછી કંઇ નાસ્તો આપો કે પછી એને કંટાળો આવે તો એને જવાબ આપો. છ-સાત વાર કુકિંગ કરવું પડે. સાથે હસબન્ડનું કામ અને રૂટિન પણ ચાલતું હોય. વિકેન્ડમાં બહાર જઇ નથી શકવાના અને મને તો લાગે છે કે ઘર અને ઑફિસ બંન્નેના કામમાં અસંતુલન જ આવી ગયું છે, ડબલ શિફ્ટ ચાલતી હોય એવો સ્ટ્રેસ થવા માંડે. એમાં કામવાળી માંદી હતી તો એને પણ રજા આપી દીધી તે એ બધું પણ તો મેનેજ કરવું પડે. હું તો આવા સંજોગોમાં બહુ જ ઇરિટેટ થઇ જાઉં છું, ઑફિસ વાળા સામે પણ અકળાઇ જવાય છે. કોઇવાર તો એમ થાય કે બે છીંક ખાઇને ક્વોરેન્ટાઇનમાં જતી રહું પણ એ તો મજાક છે, ખરેખર રૂટિન તુટે તો તકલીફ તો પડે જ છે." - જુલી મહેતા, કાંદિવલી વેસ્ટ

    બધું જ અસંતુલિત થઇ ગયું છે, ડબલ શિફ્ટમાં કામ કરતા હોય તેવું લાગે

    "હું આઇટી ફર્મ માટે કામ કરું છું. હવે એવી સ્થિતિ છે કે મારે ઘરનુ કામ કરવાનું અને ઘરેથી ઑફિસનું કામ પણ પતાવવાનું. દીકરો દસ વર્ષનો છે અને મારા સાસુ-સસરાની ઉંમર ૮૦ની આસપાસ છે. હું ઘરે હોઉં એટલે આ બધાની કાળજી કાયમ કરતા વધારે જ લેવાય એ સ્વાભાવિક છે. દરવાજે કોઇપણ હોય તમારે કામ પડતું મુકીને દરવાજો ખોલવા પણ ઉભા થવું પડે, કારણકે તમે ન ઇચ્છો કે કોઇ વડીલ તમારી હાજરીમાં એ કામ માટે દોડે. મમ્મી ઘરે હોય એટલે છોકરાની અપેક્ષા પણ વધી જાય, એને લીંબુ પાણી બનાવી આપો અને પછી કંઇ નાસ્તો આપો કે પછી એને કંટાળો આવે તો એને જવાબ આપો. છ-સાત વાર કુકિંગ કરવું પડે. સાથે હસબન્ડનું કામ અને રૂટિન પણ ચાલતું હોય. વિકેન્ડમાં બહાર જઇ નથી શકવાના અને મને તો લાગે છે કે ઘર અને ઑફિસ બંન્નેના કામમાં અસંતુલન જ આવી ગયું છે, ડબલ શિફ્ટ ચાલતી હોય એવો સ્ટ્રેસ થવા માંડે. એમાં કામવાળી માંદી હતી તો એને પણ રજા આપી દીધી તે એ બધું પણ તો મેનેજ કરવું પડે. હું તો આવા સંજોગોમાં બહુ જ ઇરિટેટ થઇ જાઉં છું, ઑફિસ વાળા સામે પણ અકળાઇ જવાય છે. કોઇવાર તો એમ થાય કે બે છીંક ખાઇને ક્વોરેન્ટાઇનમાં જતી રહું પણ એ તો મજાક છે, ખરેખર રૂટિન તુટે તો તકલીફ તો પડે જ છે." - જુલી મહેતા, કાંદિવલી વેસ્ટ

    13/14
  • ફિક્સ રૂટિન નથી રહ્યું, કામ બમણું થઇ ગયું છે "મારી દીકરી ચોથા ધોરણમાં છે અને દીકરો સીએ છે. એકની સ્કૂલમાં રજાઓ છે તો દીકરો ઘરેથી કામ કરવા માંડ્યો છે અને હસબન્ડ પેથોલોજિસ્ટ છે તો એમનું કામ વધી ગયું છે. જે રૂટિન પહેલા સમયસર ચાલતું હતું તે સાવ ખાડે ગયું છે. પહેલા હું ૧૧.૦૦ વાગે પરવારી જતી હવે ૩.૦૦ વાગે જમવા બેસીએ છીએ તો રાત્રે ૧૨.૩૦ સુધી ઉંઘી નથી શકાતું. સવારે બધા હવે પોત પોતાના સમયે ઉઠે અને ઉઠીને પછી જે ડિમાન્ડ કરે એ પ્રમાણે બધાની ચોઇસનું ખાવાનું બનાવવાનું. વળી દીકરીની સ્કૂલમાં પરીક્ષા છે કે નહીં એની ચોખવટ નથી એટલે એને ભણાવવાનું પણ ચાલ્યા કરે. વળી એ કંટાળે એટલે એની સાથે રમો પણ ખરા, એને ગમે એ રીતે તેને બિઝી પણ રાખો.  છોકરાં ઘરમાં હોય એટલે એમને સતત કંઇને કંઇ ખાવા જોઇએ એમાં પાછી વેરાયટી જોઇએ. ફિક્સ રુટિન નથી રહ્યું અને કામ બમણું થઇ ગયું છે." - ભક્તિ શાહ, ઘાટકોપર વેસ્ટ

    ફિક્સ રૂટિન નથી રહ્યું, કામ બમણું થઇ ગયું છે

    "મારી દીકરી ચોથા ધોરણમાં છે અને દીકરો સીએ છે. એકની સ્કૂલમાં રજાઓ છે તો દીકરો ઘરેથી કામ કરવા માંડ્યો છે અને હસબન્ડ પેથોલોજિસ્ટ છે તો એમનું કામ વધી ગયું છે. જે રૂટિન પહેલા સમયસર ચાલતું હતું તે સાવ ખાડે ગયું છે. પહેલા હું ૧૧.૦૦ વાગે પરવારી જતી હવે ૩.૦૦ વાગે જમવા બેસીએ છીએ તો રાત્રે ૧૨.૩૦ સુધી ઉંઘી નથી શકાતું. સવારે બધા હવે પોત પોતાના સમયે ઉઠે અને ઉઠીને પછી જે ડિમાન્ડ કરે એ પ્રમાણે બધાની ચોઇસનું ખાવાનું બનાવવાનું. વળી દીકરીની સ્કૂલમાં પરીક્ષા છે કે નહીં એની ચોખવટ નથી એટલે એને ભણાવવાનું પણ ચાલ્યા કરે. વળી એ કંટાળે એટલે એની સાથે રમો પણ ખરા, એને ગમે એ રીતે તેને બિઝી પણ રાખો.  છોકરાં ઘરમાં હોય એટલે એમને સતત કંઇને કંઇ ખાવા જોઇએ એમાં પાછી વેરાયટી જોઇએ. ફિક્સ રુટિન નથી રહ્યું અને કામ બમણું થઇ ગયું છે." - ભક્તિ શાહ, ઘાટકોપર વેસ્ટ

    14/14
  • loading...

ફોટોઝ વિશે

કોરોનાવાઇરસને કારણે આખી દુનિયામાં ઘણું બધું બદલાઇ ગયું છે. ક્યાંક બાલ્કનીમાંથી ગીતો ગવાય છે તો ક્યાંક બિલ્ડિંગના પ્રાંગણમાં ગાયત્રી મંત્ર ગાઇને મિજાજ બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી મોટાભાગનાં લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે આપણે ત્યાં શાળાઓ અને કૉલેજીઝ બંધ થઇ ગઇ છે.  આ સંજોગોમાં બીજા બધાનું રૂટિન તો બદલાયું જ પણ જેના રૂટિનમાં સૌથી મોટો ચેન્જ આવ્યો છે એ છે સ્ત્રીઓ. ગુજરાતી મિડ-ડે.કોમે એવી સ્ત્રીઓ સાથે વાત કરી જે કાં તો હોમ મેકર છે અથવા તો બદલાયેલા સંજોગોમાં વર્ક ફ્રોમ હોમ કરી રહી છે. તેમની જિંદગી પર કોરોના વાઇરસની અસર ઘણી રસપ્રદ રહી. (લખાણ-રચના જોશી, ચિરંતના ભટ્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK