મિત્રોના પણ પ્રકાર હોય છે... કેટલાક કૉફી ફ્રેન્ડ્ઝ જેમની સાથે કૉફી ટેબલથી આગળ વધવાનું મન જ ન થાય. તો કેટલાક જેમની સાથે રાતના અંધારામાં ખુલ્લી સડક પર દુનિયાની ચિંતા કર્યા વગર હાથમાં હાથ પકડીને ચાલી શકાય. તો કેટલાક એવા જેમના ખભા પર માથું મૂકીને રડી શકાય. બહુ નસીબદાર હોય છે એ લોકો જેમને એક જ વ્યક્તિમાં પોતાનું આખું સુપર માર્કેટ મળી જાય.
મારા આ મિત્રો ની સુપરમાર્કેટમાં સૌથી મહત્વના મિત્રોમાં જિમિત વ્યાસ, ઉમેશ દેશપાંડે, રશ્મિન જોશી, નેહા સંગવી, હીના પટેલ જેમણે મારા જીવનમાં મિત્રતા ની ભૂમિકા બખૂબી નિભાવી છે..- સાગર ગોર
ફાલ્ગુની પારેખ પોતાની ફ્રેન્ડ્સ માટે સંદેશ શૅર કરતાં કહે છે કે, "શાળાના વર્ગની ધિંગા મસ્તીથી, રીસેશમાં સેંડવિચની તીખાશ થી, કોલેજમાં બંક કરેલા લેકચરથી, ગુપ્તાના સમોસપાવના ચટકાથી દોસ્ત ,આજે સુવર્ણ જનમ દિન આવી હોવા છતાં, દોસ્ત તારા સાથની સુંગંધની ભીનાશ એવીજ એક બંધ છે દોસ્તની આજ તો મજા છે ..."
સુરમી અને મેઘનાની મિત્રતા એટલે સ્કૂલના વર્ગમાં સાથે એક બેન્ચ પર બેસવાથી માંડીને અત્યાર સુધીની મૈત્રી.
પ્રશાંત પાવશે, રશ્મિન જોષી, આશિષ શોમની ફ્રેન્ડશિપ માટે તો એટલું જ કે મિત્રો એટલે આપણું એક બીજુ હ્રદય, જે આપણા પહેલા હ્રદયની વાત જાણીનને તેને સ્વસ્થ રાખે.
જિમિત વ્યાસ પોતાની મિત્ર કૃપા શાહ સાથે.
કિન્નર સિંઘડા મિત્ર જિમિત વ્યાસ સાથે. મિત્ર એટલે હંમેસાં તૈયાર રહે, જીવનના સારા અને ખરાબ સમયમાં...
શ્વેતા ગોસલીયા પોતાના મિત્રોનાં નામની યાદી શૅર કરતાં લખે છે કે
"દૂર રહીને પણ હૃદયમાં રહીશું,
સમયના સથવારે ફરી મળતા રહીશું,
સારું છે આપણે કોઈ ચંદ્ર સમા નથી,
જીવનમાં હોય પૂનમ કે અમાસ સદા સાથે રહીશું.
પ્રફુલ દવે મિત્ર સુધીરસિંહ સાથે.
હીના પટેલ પોતાના મિત્રો માટે સંદેશ આપતાં લખે છે કે અક્ષરોના ઢગલાં કર્યા તેમાંથી અઢી અક્ષર ગમી ગયા. એની તોલે બીજા એકેય અક્ષર ન ચડ્યા. એ જ અઢી અક્ષર એટલે 'દોસ્તી'
કિંજલ શાહ પોતાની બહેનપણી જૈની શાહ માટે સંદેશ આપતા આ ખાસ ગીત દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરે છે..."તેરે જેસા યાર કહાં, કહાં એસા યારાના....યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના...."
ઝલક મેહતા મિત્ર પાર્થ મેહતા સાથે. તેમનો સંદેશો છે કે, "પરિવારમાં કેટલાક એવા સભ્યો હોય છે જે મિત્ર બની જાય છે તો જીવનમાં કેટલાક એવા મિત્રો હોય છે જે પરિવાર બની જતાં હોય છે."
ઝોયા ભામાણી કાજલ વ્યાસ સાથે સંદેશો આપતા લખે છે કે હંમેશાં એક બીજા માટે ઊભા રહે દરેક સમયે તેવી મિત્ર એટલે તું...
કરણ તેના મિત્રો માટે સંદેશ આપતાં લખે છે કે, "You both bros .... always there for me anytime & have alots of memories wid you"
ચંદ્રકાન્ત વ્યાસ મિત્ર ચંપક રાવલ સાથે.
"વધારે કંઇ નહીં બસ એક મિત્ર એવો હોય જે ખિસ્સાનું વજન જોઇને ન બદલાય" આ ખાસ સંદેશ આપ્યો જે જયેશ ભાનુશાલીએ પોતાના મિત્ર રાજેશ ભાનુશાલી માટે...
અક્ષય ચંદન પોતાના મિત્રો દિનેશ, સાગર અને યશ માટે પોતાનો સંદેશ આપતા કહે છે કે, "નસીબદાર હોય છે એ લોકો જેમને આ ખોટાં જગતમાં પણ સાચ્ચાં મિત્રો મળી જતાં હોય છે..."
પૂનમ ભાનુશાલી પોતાની સખી હેતલ જેઠવા માટે સંદેશો આપતાં કહે છે કે હું આ સંદેશ મોકલું છું એટલા માટે નહીં કે તું મારી ખાસ ફ્રેન્ડ છે પણ એટલા માટે કે જો આ હું નહીં કરું તો તું મને મારા મોઢા પર જ મારીશ.. હેપ્પી ફ્રેન્ડશીપ ડે...
મિત્રતા દિવસના ખાસ પ્રસંગે ફાલ્ગુની પારેખ પોતાની સખી માટે આ સંદેશ આપે છે, "અમી , ફેશન નો ફુવારો અને હાસ્યના હિલોળે હર હંમેશ હરખાતી આપણી દોસ્તી. ફાલ્ગુની."
દીપક ભાનુશાલી પોતાના મિત્રો માટે સંદેશ આપતા લખે છે કે, "કુંડળી મેળવ્યા વગર આજીવન ચાલે તેવો એક અદ્ભુત સંબંધ માત્ર એટલે મિત્રતા."
વૈષ્ણવી ગોહિલ પોતાના મિત્રો માટે સંદેશ આપતા લખે છે કે, "આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે."
સુમન, અમીના અને ઝરણાંની મૈત્રી એટલે "ખુશી કરતાં વધારે દુઃખમાં સાથે રહેતા, કોઇના ઘરમાં મુશ્કેલી આવે તો દોડી દોડીને હેલ્પ કરવા પહોંચી જનારા અમે 3 એક કૉર્સ કરતાં હતાં ત્યાં મળ્યા, 1 અઠવાડિયું તો એક બીજા સાથે વાત પણ નહોતી કરી, પણ એક સાથે ટ્રેન પકડતાં હતાં મીરા રોડની, ત્રણેયનો સ્વભાવ જુદો, એકને ગુસ્સો વધારે આવે તો બીજી મસ્તીખોર અને ત્રીજી તદ્દન શાંત. ત્રણેય જુદી જ્ઞાતિના હોવા છતાં મિત્રતા એવી કે લોકો કહી જાય વાહ તમારી દોસ્તીને સલામ..."
ગટ્ટુ, કાજુ, અને બટ્ટુની મિત્રતા એટલે એક જ સ્કૂલ એક જ કૉલેજ પછી ભલેને કામ જુદાં હોય પણ સંબંધો વચ્ચે અંતરનું મૂલ્ય ન રહે અને તેની માટે પછી ભલેને સોડાને બહાને જ કેમ ન મળી લેવાય.. આ જ છે સાગર ચોટલિયાનો પોતાના મિત્રો યશ એટલે ગટ્ટુ અને અંકિત એટલે કાજુ માટે તેમના બટ્ટુનો સંદેશ...
દેવા રબારી પોતાના મિત્રોને યાદ કરતાં આજની પરિસ્થિતિને કારણે મિત્રોને ન મળી શકવાની લાગણી વિશે જણાવે છે કે "વાયરસ અમારો કીમતી ખજાનો લઈ ગયો... 🌹, મિત્રો સાથે બેઠાં એનો જમાનો થઈ ગયો..
#Believe.."
કરણ પોતાના મિત્રો સાથેની યાદ વાગોળતા કહે છે કે, "You both are special for me bros .....our zomato party memories is most adorable party ever & our scooter ride tripling"
તસવીરમાં શ્યામ આહિર મિત્રો સાથે.
જ્યોતિ મહેશ માવ પોતાના મિત્રો માટે સંદેશ આપતાં લખે છે કે "જીવનમાં મિત્રો નહીં પણ મિત્રો જ જીવન છે."
ફાલ્ગની પારેખ પોતાની બહેનપણીઓ સાથે
મહેશ માવ પોતાના મિત્રો માટે સંદેશ આપતાં લખે છે કે, "દોસ્ત તારા હદયમાં....અમને ઉંમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે."
રીટા ભાનુશાલી પોતાની સખીઓ સાથે.
રિદ્ધી ભાનુશાલી પોતાની સખીઓ હસ્તી અને એશા માટે સંદેશ આપતાં લખે છે કે, "મિત્રતા એક એવો સંબંધ છે જે માણસની પસંદગીથી બને છે જ્યારે માતા-પિતા, ભાઇ-બહહેનના સંબંધો તેના જન્મ સાથે - લોહી સાથે જોડાયેલા હોયા છે. એક સાચ્ચો મિત્ર દરેક સમયે સુખ હોય કે દુઃખ તમારે પડખે ઉભો રહે છે. હું તો માત્ર મારી બહેનપણીઓને એટલું જ કહેવા માગું છું કે તમે ન હોત તો મારું શું થાત... :-p"
નીતિન ભાનુશાલી પોતાના મિત્રો હરેશ, હરીશ, સમીર, રાજેશ, જીગર, વિકી, હિતેન, જીતુભાઇ, પ્રતીક, દિપક, દર્શન, રમેશ, રાજેશ મીઠીયા, સાગર, ભીખો, સતીશ, અક્ષય, અશોક, વનકો, ભરત, નિલેશ, સાઈશ, વીરેન, નયન, હિતેશ, પ્રશાંત, નરેશ, શૈલેશ, આશુ, અક્ષય, પ્રતીક, પ્રેમ, ધીરેન, કિશોર, અશોક, મેહુલ, સાગર, કિરણ, યોગેશ, પ્રવીણભાઈ માટે સંદેશ આપતા લખે છે કે, "ઝીંદગી અગર આનંદ થી જીવવી હોય તો મિત્રતા જરૂરી છે. મિત્ર = જીવન"
પ્રિયા ભાનુશાલી પોતાના મિત્રો ધવલ, પૂજા, ભારતી, ભરત, નીશાંત, બિંદુ, જયશ્રી, રચના, વૈશાલી પીયુષ માટે સંદેશ આપતા લખે છે કે, "દોસ્ત બનાવવામાં નથી આવતાં એ તો બસ બની જાય છે..."
વિશાખા ચૌધરી પોતાની સખીઓ માટે સંદેશો આપતાં લખે છે કે, "“Don’t make friends who are comfortable to be with. Make friends who will force you to lever yourself up.” those are not just m friends ,it's my family.#over 20years life bound"
ધવલ ચંદન પોતાના મિત્ર માટે મેસેજ આપતાં લખે છે કે "વી આર બ્રધર્સ ફ્રોમ અનધર મધર"
અમર ચંદન પોતાના મિત્ર ઉમેશ સાથે.
અંકિતા ઘરોડ, સોનાલી ગોર, હિરક પંડ્યા, દર્શન પરમાર, અમિત ભાનુશાલી, વિરલ શેઠ, નિખિલ ચૌધરી, હર્દ દેસાઇ,જય ભગત, ગિરીશ ભાનુશાલી, સંજય ચાવલા, નેહલ શાહ માટે ચિરાગ નાગડાનો સંદેશ આપતાં લખે છે કે, "સ્કૂલની મિત્રતા એવી છે જે ક્યારેય ખતમ નથી થતી."
કરણ તેની ફ્રેન્ડ્સ માટે ખાસ સંદેશ આપતાં લખે છે કે, "Specially you Girls ...thanks for encourage me for every new step I took in my life I'm blessed to have you both 🤩"
પાડોશીમાંથી - સખીનો સંબંધ , બધાંજ પ્રિતી, નીશા, સોનલ, જ્ઞાતી, શિવાની. તહેવારોની મોજણી કરતાં આપણે સૌ, ગણપતિઉત્સવ અને નવરાત્રિની રમઝટ, ઉત્સાહ અને ઉમંગ જયારે મળીએ આપણે સૌ.
દોસ્ત તારી માટે તો શું લખું, જીવનમાં જેટલી પણ આનંદની ક્ષણ આવી તેમાં તું છે અને તું છે તો આનંદની અનેક ક્ષણો ઊભી થઈ છે... આવા તો અનેક સંદેશાઓ સાથે ગુજરાતી મિડડેના ચાહકોએ પોતાના સંદેશ પોતાના ખાસ મિત્રો માટે આજે મોકલ્યા છે તો જુઓ તેમની ખાસ તસવીરો, ખાસ સંદેશાઓ સાથે....