બાય બાય 2018: આ હતી વર્ષની સૌથી મોટી ઘટનાઓ

Dec 27, 2018, 15:03 IST
 • સેલિબ્રિટીઝના લગ્ન વર્ષ 2018 સેલિબ્રિટીઝના લગ્નનું વર્ષ રહ્યું. વર્ષની શરૂઆતમાં સોનમ કપૂરે બિઝનેસ મેન આનંદ આહુજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ. તો નવેમ્બરમાં દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા. બરાબર થોડાક દિવસના અંતરે પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર, એક્ટર નિક જોનાસ સાથે જોધપુરમાં સાત ફેરા ફર્યા. જો કે 2018નું વર્ષ યાદ રહેશે ઈશા અંબાણીના લગ્ન માટે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલે અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં પ્રભુતામાં પગલાં પાડ્યા.

  સેલિબ્રિટીઝના લગ્ન

  વર્ષ 2018 સેલિબ્રિટીઝના લગ્નનું વર્ષ રહ્યું. વર્ષની શરૂઆતમાં સોનમ કપૂરે બિઝનેસ મેન આનંદ આહુજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ. તો નવેમ્બરમાં દીપિકા પાદુકોણ અને રણવીરસિંહે ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા. બરાબર થોડાક દિવસના અંતરે પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર, એક્ટર નિક જોનાસ સાથે જોધપુરમાં સાત ફેરા ફર્યા. જો કે 2018નું વર્ષ યાદ રહેશે ઈશા અંબાણીના લગ્ન માટે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલે અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં પ્રભુતામાં પગલાં પાડ્યા.

  1/12
 • મી ટૂ મૂવમેન્ટ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા બાદ ભારતમાં મી ટૂ મૂવમન્ટ જબરજસ્ત ચર્ચામાં આવી. આ ઘટના બાદ બોલીવુડ, કેન્દ્ર સરકાર અને મીડિયા સહિતના ક્ષેત્રોમાંથી જુદી જુદી મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા. બોલીવુડ ડિરેક્ટર સુભાષ ઘાઈ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ. જે અકબર, આર્ટિસ્ટ સુબોધ ગુપ્તા, ડિરેક્ટર સાજીદ ખાન, એક્ટર આલોક નાથ, કોમેડિયન ઉત્સવ ચક્રબોર્તી પર મોલેસ્ટેશનના આરોપ લાગ્યા.

  મી ટૂ મૂવમેન્ટ

  તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા બાદ ભારતમાં મી ટૂ મૂવમન્ટ જબરજસ્ત ચર્ચામાં આવી. આ ઘટના બાદ બોલીવુડ, કેન્દ્ર સરકાર અને મીડિયા સહિતના ક્ષેત્રોમાંથી જુદી જુદી મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા. બોલીવુડ ડિરેક્ટર સુભાષ ઘાઈ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ. જે અકબર, આર્ટિસ્ટ સુબોધ ગુપ્તા, ડિરેક્ટર સાજીદ ખાન, એક્ટર આલોક નાથ, કોમેડિયન ઉત્સવ ચક્રબોર્તી પર મોલેસ્ટેશનના આરોપ લાગ્યા.

  2/12
 • PNB કૌભાંડ ફેબ્રુઆરી મહિનામાં પંજાબ નેશનલ બેન્કની મુંબઈ બ્રાંચમાં 11,400 કરોડના કૌભાંડનો ખુલાસો થયો. જેમાં ઈડીએ દેશભરમાં નિરવ મોદીની ઓફિસો અને શો રૂમ પર દરોડા કર્યા. જો કે મીડિયામાં આ મામલો ચગ્યા બાદ નિરવ મોદી મામા મેહુલ ચોક્સી સાથે વિદેશ ફરાર થઈ ગયો. પરંતુ PNB કૌભાંડને લઈ રાજકારણમાં ખૂબ ઉહાપોહ થયો.

  PNB કૌભાંડ

  ફેબ્રુઆરી મહિનામાં પંજાબ નેશનલ બેન્કની મુંબઈ બ્રાંચમાં 11,400 કરોડના કૌભાંડનો ખુલાસો થયો. જેમાં ઈડીએ દેશભરમાં નિરવ મોદીની ઓફિસો અને શો રૂમ પર દરોડા કર્યા. જો કે મીડિયામાં આ મામલો ચગ્યા બાદ નિરવ મોદી મામા મેહુલ ચોક્સી સાથે વિદેશ ફરાર થઈ ગયો. પરંતુ PNB કૌભાંડને લઈ રાજકારણમાં ખૂબ ઉહાપોહ થયો.

  3/12
 • મહાનુભાવોના મૃત્યુ વર્ષ 2018ના વર્ષમાં વિશ્વએ કેટલીક પ્રતિભાઓ પણ ગુમાવી. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (16 ઓગસ્ટ), લેજન્ડરી એક્ટ્રેસ શ્રીદેવી (24 ફેબ્રુઆરી) અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ સિનિયર (નવેમ્બર 30) સહિતના મહાનુભાવોનું નિધન થયું. DMK ચીફ કરુણાનિધિનું પણ 94 વર્ષે મૃત્યુ થયું. તો કોમિક બુક લેજન્ડ સ્ટેન લીનું 95 વર્ષની ઉંમરે નિધન હોય. 23 ડિસેમ્બર, 2018ના રોજ મુંબઈના પૂર્વ મેયર નાના ચુડાસમાનું 23 ડિસેમ્બરે નિધન થયું. તો જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે પણ 14 માર્ચે દુનિયા ત્યાગી દીધી.

  મહાનુભાવોના મૃત્યુ

  વર્ષ 2018ના વર્ષમાં વિશ્વએ કેટલીક પ્રતિભાઓ પણ ગુમાવી. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (16 ઓગસ્ટ), લેજન્ડરી એક્ટ્રેસ શ્રીદેવી (24 ફેબ્રુઆરી) અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ સિનિયર (નવેમ્બર 30) સહિતના મહાનુભાવોનું નિધન થયું. DMK ચીફ કરુણાનિધિનું પણ 94 વર્ષે મૃત્યુ થયું. તો કોમિક બુક લેજન્ડ સ્ટેન લીનું 95 વર્ષની ઉંમરે નિધન હોય. 23 ડિસેમ્બર, 2018ના રોજ મુંબઈના પૂર્વ મેયર નાના ચુડાસમાનું 23 ડિસેમ્બરે નિધન થયું. તો જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે પણ 14 માર્ચે દુનિયા ત્યાગી દીધી.

  4/12
 • વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસ 2018નું વર્ષ ભારત માટે વિજય માલ્યા કેસમાં પણ સફળતાનું વર્ષ સાબિત થયું. યુકેની અદાલતે 10 ડિસેમ્બર, 2018ના રોજ ભાગેડુ વિજય માલ્યાને ભારત આવવા મંજૂરી આપી દીધી છે. 62 વર્ષના બિઝનેસમેન અને રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય માલ્યા 2016માં દેશ છોડીને લંડન ફરાર થઈ ગયા હતા.

  વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસ

  2018નું વર્ષ ભારત માટે વિજય માલ્યા કેસમાં પણ સફળતાનું વર્ષ સાબિત થયું. યુકેની અદાલતે 10 ડિસેમ્બર, 2018ના રોજ ભાગેડુ વિજય માલ્યાને ભારત આવવા મંજૂરી આપી દીધી છે. 62 વર્ષના બિઝનેસમેન અને રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય માલ્યા 2016માં દેશ છોડીને લંડન ફરાર થઈ ગયા હતા.

  5/12
 • ખાશોગી હત્યા કેસ સાઉદી અરેબિયાના પત્રકાર અને અલ આરબ ન્યૂઝ ચેનલના એડીટર ઈન ચીફ જમાલ અહમદ ખાશોગીની હત્યાએ પણ વિશ્વને ચોંકાવી દીધું. દાવો કરાઈ રહ્યો છે કે 2 ઓક્ટોબર 2018ના રોજ ઈસ્તાંબુલમાં સાઉદી અરેબિયન કોન્સ્યુલેટમાં જમાલ ખાશોગીની હત્યા કરવામાં આવી. તુર્કીની સરકારે ખાશોગીની હત્યા કેસમાં સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સંડોવાયેલા હોવાનો પણ દાવો કર્યો. જો કે સાઉદી અરબની સરકારે ખાશોગી જીવતા જ કોન્સ્યુલેટમાંથી બહાર નીકળ્યા હોવાનું નિવેદન આપ્યું. આ આખા ઘટનાક્રમને કારણે સાઉદી અરબની ખૂબ ટીકા થઈ.

  ખાશોગી હત્યા કેસ

  સાઉદી અરેબિયાના પત્રકાર અને અલ આરબ ન્યૂઝ ચેનલના એડીટર ઈન ચીફ જમાલ અહમદ ખાશોગીની હત્યાએ પણ વિશ્વને ચોંકાવી દીધું. દાવો કરાઈ રહ્યો છે કે 2 ઓક્ટોબર 2018ના રોજ ઈસ્તાંબુલમાં સાઉદી અરેબિયન કોન્સ્યુલેટમાં જમાલ ખાશોગીની હત્યા કરવામાં આવી. તુર્કીની સરકારે ખાશોગીની હત્યા કેસમાં સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સંડોવાયેલા હોવાનો પણ દાવો કર્યો. જો કે સાઉદી અરબની સરકારે ખાશોગી જીવતા જ કોન્સ્યુલેટમાંથી બહાર નીકળ્યા હોવાનું નિવેદન આપ્યું. આ આખા ઘટનાક્રમને કારણે સાઉદી અરબની ખૂબ ટીકા થઈ.

  6/12
 • કેરળમાં પૂર 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ વચ્ચે કેરળમાં જબરજસ્ત વરસાદ પડ્યો અને કેરળમાં પૂરની આફત આવી. આ પૂરમાં લગભગ 480 લોકોના મોત નીપજ્યા તો હજારો લોકો લાપતા પણ થઈ ગયા. આ ઉપરાંત લાખો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા. નિષ્ણાતોએ કેરળના પૂર પાછળ ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ઠેરવ્યું હતું.

  કેરળમાં પૂર

  9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ વચ્ચે કેરળમાં જબરજસ્ત વરસાદ પડ્યો અને કેરળમાં પૂરની આફત આવી. આ પૂરમાં લગભગ 480 લોકોના મોત નીપજ્યા તો હજારો લોકો લાપતા પણ થઈ ગયા. આ ઉપરાંત લાખો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા. નિષ્ણાતોએ કેરળના પૂર પાછળ ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ઠેરવ્યું હતું.

  7/12
 • રાફેલ ડીલ આખા વર્ષ દરમિયાન રાફેલ ડીલને કારણે કેન્દ્રીય રાજકારણ ગરમાયું રહ્યું. સપ્ટેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ફ્રાંસ સાથે રાફેલ ડીલ કરી જેમાં ભારતે ફ્રાંસની કંપની દસોલ્ટ પાસેથી 58 હજાર કરોરના ખર્ચે 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવાનું નક્કી થયું. આ ડીલ 2012માં યુપીએ સરકાર દ્વારા કરાઈ હતી જ પ્રમાણે 126 ફાઈટર જેટ ખરીદવાના હતા. જો કે ભ્રષ્ટાચારના આરોપ બાદ યુપીએ સરકારે આ ડીલ અટકાવી દીધી હતી. મોદી સરકારની ડીલ બાદ ફરી એકવાર દેશમાં રાફેલનું ભૂત ધૂણ્યું. કોંગ્રેસે આ મામલે વડાપ્રધાન મોદીને નિશાન બનાવ્યા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આખરે સુપ્રીમ કોર્ટે કોઈ જ ગરબડ ન થઈ હોવાનો ચુકાદો આપ્યો.

  રાફેલ ડીલ

  આખા વર્ષ દરમિયાન રાફેલ ડીલને કારણે કેન્દ્રીય રાજકારણ ગરમાયું રહ્યું. સપ્ટેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ફ્રાંસ સાથે રાફેલ ડીલ કરી જેમાં ભારતે ફ્રાંસની કંપની દસોલ્ટ પાસેથી 58 હજાર કરોરના ખર્ચે 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવાનું નક્કી થયું. આ ડીલ 2012માં યુપીએ સરકાર દ્વારા કરાઈ હતી જ પ્રમાણે 126 ફાઈટર જેટ ખરીદવાના હતા. જો કે ભ્રષ્ટાચારના આરોપ બાદ યુપીએ સરકારે આ ડીલ અટકાવી દીધી હતી. મોદી સરકારની ડીલ બાદ ફરી એકવાર દેશમાં રાફેલનું ભૂત ધૂણ્યું. કોંગ્રેસે આ મામલે વડાપ્રધાન મોદીને નિશાન બનાવ્યા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આખરે સુપ્રીમ કોર્ટે કોઈ જ ગરબડ ન થઈ હોવાનો ચુકાદો આપ્યો.

  8/12
 • મરાઠા આંદોલન વર્ષ 2018 દરમિયાન મરાઠા અનામત આંદોલન પણ ચર્ચામાં રહ્યું. આખા મહારાષ્ટ્રમાંથી મરાઠા સમાજે મૌન રેલી યોજીને દેશ આખાનું ધ્યાન ખેંચ્યુ સરકારી નોકરી અને શિક્ષણમા અનામતની માગ સાથે મરાઠા સમાજે સાયલન્ટ માર્ચ કરી. તો મરાઠા ક્રાંચિ મોરચા દ્વારા 25 જુલાઈ, 2018ના રોજ બંધનું એલાન પણ અપાયું. 28 નવેમ્બરે મહારાષ્ટ્ર સરકારે છ ટકા અનામતની જાહેરાત કરી.

  મરાઠા આંદોલન

  વર્ષ 2018 દરમિયાન મરાઠા અનામત આંદોલન પણ ચર્ચામાં રહ્યું. આખા મહારાષ્ટ્રમાંથી મરાઠા સમાજે મૌન રેલી યોજીને દેશ આખાનું ધ્યાન ખેંચ્યુ સરકારી નોકરી અને શિક્ષણમા અનામતની માગ સાથે મરાઠા સમાજે સાયલન્ટ માર્ચ કરી. તો મરાઠા ક્રાંચિ મોરચા દ્વારા 25 જુલાઈ, 2018ના રોજ બંધનું એલાન પણ અપાયું. 28 નવેમ્બરે મહારાષ્ટ્ર સરકારે છ ટકા અનામતની જાહેરાત કરી.

  9/12
 • થાઈલેન્ડ રેસ્ક્યુ જૂન, 2018માં થાઈલેન્ડની એક ગુફામાં કોચ સહિત 12 બાળકો ફસાઈ ગયા. આ બાળકોને બહાર કાઢવા માટે નેવી સીલ્સ, પોલીસ સહિ રેસ્ક્યુ કમાન્ડોએ મહેનત કરી. આખરે દિવસો સુધી મહેનત કર્યા બાદ તમામ બાળકોને સુરક્ષિત બહાર કઢાયા. જો કે આખા રેસ્ક્યુ ઓપરેશનમાં નેવી સિલના એક કમાન્ડોનું મોત થયું.

  થાઈલેન્ડ રેસ્ક્યુ

  જૂન, 2018માં થાઈલેન્ડની એક ગુફામાં કોચ સહિત 12 બાળકો ફસાઈ ગયા. આ બાળકોને બહાર કાઢવા માટે નેવી સીલ્સ, પોલીસ સહિ રેસ્ક્યુ કમાન્ડોએ મહેનત કરી. આખરે દિવસો સુધી મહેનત કર્યા બાદ તમામ બાળકોને સુરક્ષિત બહાર કઢાયા. જો કે આખા રેસ્ક્યુ ઓપરેશનમાં નેવી સિલના એક કમાન્ડોનું મોત થયું.

  10/12
 • ઈન્ડોનેશિયામાં સુનામીનો આતંક ડિસેમ્બરની 23 ડિસેમ્બરે સુનામીએ ઈન્ડોનેશિયામાં આતંક મચાવ્યો. ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટ્યા બાદ 26 ડિસેમ્બરે સુનામી આવ્યું. જેમાં 280થી વધુ લોકોના મોત નીપજ્યા. મળતી માહિતી પ્રમાણે 1,485 લોકોના ઈજાગ્રસ્ત થયા.

  ઈન્ડોનેશિયામાં સુનામીનો આતંક

  ડિસેમ્બરની 23 ડિસેમ્બરે સુનામીએ ઈન્ડોનેશિયામાં આતંક મચાવ્યો. ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટ્યા બાદ 26 ડિસેમ્બરે સુનામી આવ્યું. જેમાં 280થી વધુ લોકોના મોત નીપજ્યા. મળતી માહિતી પ્રમાણે 1,485 લોકોના ઈજાગ્રસ્ત થયા.

  11/12
 • ફેસબુક, કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ માર્ચ 2018માં ફેસબુક પરથી 50 મિલિયન ફેસબુક યુઝર્સનો ડેટા લીક થવાની ઘટના સામે આવી. કેમ્બ્રિજ એનાલિટિકાએ આ ડેટાનો ઉપયોગ 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કર્યો હોવાનું પણ સામે આવ્યું. આ આખા મામલે જબરજસ્ત હોબાળો થયો ઝકરબર્કે અમેરિકન કોંગ્રેસ સામે હાજર રહીને ખુલાસો પણ કરવો પડ્યો. તો યુકે ઈન્ફોર્મેસન કમિશ્નર્સ ઓફિસે ફેસબુકને 5 લાખ પાઉન્ડનો દંડ ફટકાર્યો

  ફેસબુક, કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ

  માર્ચ 2018માં ફેસબુક પરથી 50 મિલિયન ફેસબુક યુઝર્સનો ડેટા લીક થવાની ઘટના સામે આવી. કેમ્બ્રિજ એનાલિટિકાએ આ ડેટાનો ઉપયોગ 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કર્યો હોવાનું પણ સામે આવ્યું. આ આખા મામલે જબરજસ્ત હોબાળો થયો ઝકરબર્કે અમેરિકન કોંગ્રેસ સામે હાજર રહીને ખુલાસો પણ કરવો પડ્યો. તો યુકે ઈન્ફોર્મેસન કમિશ્નર્સ ઓફિસે ફેસબુકને 5 લાખ પાઉન્ડનો દંડ ફટકાર્યો

  12/12
 • loading...

ફોટોઝ વિશે

મી ટૂ મૂવમેન્ટથી લઈને ભારતના સૌથી મોટા બેન્કિંગ ફ્રોડ સુધી, કેરળના ભયાનક પૂરથી રેસક્યુ સુધી, સેલિબ્રિટી મેરેજથી ઈન્ડોનેશિયામાં સુનામી સુધી આ હતી 2018ની સૌથી મોટી ઘટનાઓ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK