સરદાર વલ્લભભાઈ પટેલઃ ભારતના લોખંડી પુરૂષની જાણવા જેવી વાતો

Updated: 2nd November, 2020 10:55 IST | Keval Trivedi
 • સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875ના રોજ નડિયાદમાં થયો હતો.  

  સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875ના રોજ નડિયાદમાં થયો હતો.  

  1/15
 • સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ બન્યા હતા.

  સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ બન્યા હતા.

  2/15
 • ભારતને અંગ્રેજોથી સ્વતંત્રતા અપાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની હતી. તે વખતે લોકો તેમને માનથી ‘સરદાર’ કહીને સંબોધતા હતા. 

  ભારતને અંગ્રેજોથી સ્વતંત્રતા અપાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની હતી. તે વખતે લોકો તેમને માનથી ‘સરદાર’ કહીને સંબોધતા હતા. 

  3/15
 • વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે તેમણે ગૃહ પ્રધાન તરીકે દેશના પડકારોનો અંત લાવ્યા હતા. ભાગલા બાદ તેમણે અમૂક નિર્ણયો લીધા હતા જે દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વના હતા. 

  વર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે તેમણે ગૃહ પ્રધાન તરીકે દેશના પડકારોનો અંત લાવ્યા હતા. ભાગલા બાદ તેમણે અમૂક નિર્ણયો લીધા હતા જે દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વના હતા. 

  4/15
 • બ્રિટીશ રાજમાં સરદાર પટેલ ગુજરાતના ખેડા, બોરસાદ અને બારડોલી વિસ્તારના ખેડૂતોને સંયોજિત (ઓર્ગેનાઈઝ) કરતા હતા અને સમય જતા તે ગુજરાતના પ્રભાવક નેતા ગણાતા હતા. 

  બ્રિટીશ રાજમાં સરદાર પટેલ ગુજરાતના ખેડા, બોરસાદ અને બારડોલી વિસ્તારના ખેડૂતોને સંયોજિત (ઓર્ગેનાઈઝ) કરતા હતા અને સમય જતા તે ગુજરાતના પ્રભાવક નેતા ગણાતા હતા. 

  5/15
 • ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટ વખતે વર્ષ 1934 અને 1937માં તેમની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના 49માં પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થઈ હતી. 

  ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટ વખતે વર્ષ 1934 અને 1937માં તેમની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના 49માં પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થઈ હતી. 

  6/15
 • દેશના પ્રથમ ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તરીકે તેમણે સ્વતંત્રતા બાદ શાંતિ લાવવા માટે પાકિસ્તાનથી દિલ્હી અને પંજાબમાં આવેલા રેફ્યુજી માટે રાહતના ઘણા કાર્યો કર્યા હતા. 

  દેશના પ્રથમ ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તરીકે તેમણે સ્વતંત્રતા બાદ શાંતિ લાવવા માટે પાકિસ્તાનથી દિલ્હી અને પંજાબમાં આવેલા રેફ્યુજી માટે રાહતના ઘણા કાર્યો કર્યા હતા. 

  7/15
 • 36 વર્ષની ઉંમરે સરદાર પટેલે ઈંગ્લેન્ડની મિડલ ટેમ્પલ ઈનમાં 36 મહિનાનો કોર્સ 30 મહિનામાં પુરો કરીને ફરી ભારતમાં આવીને સૌથી સફળ બેરિસ્ટર બન્યા હતા.

  36 વર્ષની ઉંમરે સરદાર પટેલે ઈંગ્લેન્ડની મિડલ ટેમ્પલ ઈનમાં 36 મહિનાનો કોર્સ 30 મહિનામાં પુરો કરીને ફરી ભારતમાં આવીને સૌથી સફળ બેરિસ્ટર બન્યા હતા.

  8/15
 • વર્ષ 1917માં તેમણે અમદાવાદની સેનિટેશન કમિશનરની ચૂંટણીમાં ભાગ લીધો અને તેમનો વિજય થયો હતો. બ્રિટીશરો સાથે વિવાદ થતો હોવા છતાં તેમણે રાજકારણમાં રસ દર્શાવ્યો નહોતો. 

  વર્ષ 1917માં તેમણે અમદાવાદની સેનિટેશન કમિશનરની ચૂંટણીમાં ભાગ લીધો અને તેમનો વિજય થયો હતો. બ્રિટીશરો સાથે વિવાદ થતો હોવા છતાં તેમણે રાજકારણમાં રસ દર્શાવ્યો નહોતો. 

  9/15
 • સપ્ટેમ્બર 1917માં તેમણે બોરસાદમાં ભાષણ આપીને લોકોને પ્રેરણા આપતા મહાત્મા ગાંધીની ‘સ્વરાજ’ની પિટીશનમાં સહીં કરવા માટે જણાવ્યું હતું. એક મહિના બાદ તેમણે પહેલી વખત ગાંધીજી સાથે ગોધરા ગુજરાત પોલીટીકલ કોન્ફરન્સમાં મુલાકાત લીધી હતી.

  સપ્ટેમ્બર 1917માં તેમણે બોરસાદમાં ભાષણ આપીને લોકોને પ્રેરણા આપતા મહાત્મા ગાંધીની ‘સ્વરાજ’ની પિટીશનમાં સહીં કરવા માટે જણાવ્યું હતું. એક મહિના બાદ તેમણે પહેલી વખત ગાંધીજી સાથે ગોધરા ગુજરાત પોલીટીકલ કોન્ફરન્સમાં મુલાકાત લીધી હતી.

  10/15
 • સરદાર વલ્લભભાઈ પટેલની ચેરમેનશીપમાં વર્ષ 1931માં ‘ફંડામેન્ટલ રાઈટ્સ એન્ડ ઈકોનોમિક પોલીસી’ ઠરાવ કોંગ્રેસે પસાર કર્યો હતો.   

  સરદાર વલ્લભભાઈ પટેલની ચેરમેનશીપમાં વર્ષ 1931માં ‘ફંડામેન્ટલ રાઈટ્સ એન્ડ ઈકોનોમિક પોલીસી’ ઠરાવ કોંગ્રેસે પસાર કર્યો હતો.   

  11/15
 • વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સરદાર પટેલનાં સન્માનમાં નિર્માણ કરવામાં આવી છે. તેમ જ 31 ઑક્ટોબરને ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.  

  વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સરદાર પટેલનાં સન્માનમાં નિર્માણ કરવામાં આવી છે. તેમ જ 31 ઑક્ટોબરને ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.  

  12/15
 • અમેરિકાના ન્યૂયોર્કસ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે.

  અમેરિકાના ન્યૂયોર્કસ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે.

  13/15
 • 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મૂકેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 1 નવેમ્બર 2018થી લઈને 17 માર્ચ 2020 સુધીમાં દેશ-વિદેશના 43 લાખ પ્રવાસી આવ્યા હતા.

  31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મૂકેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 1 નવેમ્બર 2018થી લઈને 17 માર્ચ 2020 સુધીમાં દેશ-વિદેશના 43 લાખ પ્રવાસી આવ્યા હતા.

  14/15
 • વર્ષ 1950ના ઉનાળાથી જ સરદાર વલ્લભભાઈ પટેલની તબિયત અસ્વસ્થ રહેતી હતી, 15 ડિસેમ્બર, 1950ના રોજ હાર્ટ અટેકને લીધે તેમનું નિધન થયુ હતું. તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરૂએ એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.  

  વર્ષ 1950ના ઉનાળાથી જ સરદાર વલ્લભભાઈ પટેલની તબિયત અસ્વસ્થ રહેતી હતી, 15 ડિસેમ્બર, 1950ના રોજ હાર્ટ અટેકને લીધે તેમનું નિધન થયુ હતું. તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરૂએ એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.  

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આજે ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી છે. દેશને સ્વતંત્રતા અપાવવામાં આ લોખંડી પુરૂષની મહત્વની ભૂમિકા હતી, જેનાથી દરેક ભારતીય નાગરિક અવગત છે. આજે એટલે કે 31 ઑક્ટોબરને ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.  

First Published: 31st October, 2020 15:44 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK