રાજકોટમાં પહેલીવાર બર્ડ શોનું આયોજન, જુઓ તસવીરો

Published: Mar 03, 2019, 17:55 IST | Falguni Lakhani
 • સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટસ બ્રિડર્સ એન્ડ ટ્રેડર્સ એસોસીએશને બાલભવનમાં બર્ડ શોનું આયોજન કર્યું છે. જેમાં 35 પ્રજાતિના 450 પક્ષીઓ જોવા મળી રહ્યા છે.

  સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટસ બ્રિડર્સ એન્ડ ટ્રેડર્સ એસોસીએશને બાલભવનમાં બર્ડ શોનું આયોજન કર્યું છે. જેમાં 35 પ્રજાતિના 450 પક્ષીઓ જોવા મળી રહ્યા છે.

  1/6
 • આ બર્ડ શોમાં બજરીગર, મકાઉ, આફ્રિકન ગ્રે પેરોટ, ૪૦૦થી વધુ અલગ અલગ અવાજ કાઢી શકે તેવા અને તદન માણસ જેવી બોલી બોલનારા પક્ષીઓ, ગુજરાત રાજયના વિવિધ વિસ્તારોના દેશી તેમજ વિદેશના પક્ષીઓ જોવા મળ્યા.

  આ બર્ડ શોમાં બજરીગર, મકાઉ, આફ્રિકન ગ્રે પેરોટ, ૪૦૦થી વધુ અલગ અલગ અવાજ કાઢી શકે તેવા અને તદન માણસ જેવી બોલી બોલનારા પક્ષીઓ, ગુજરાત રાજયના વિવિધ વિસ્તારોના દેશી તેમજ વિદેશના પક્ષીઓ જોવા મળ્યા.

  2/6
 • બર્ડ શોમાં એક્ઝોટિક(વિદેશી) પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. હેન્ડ ટેમબર્ડ સહિતના પક્ષીઓને નજીકથી નિહાળી રાજકોટવાસીઓ આનંદિત થઈ ગયા.

  બર્ડ શોમાં એક્ઝોટિક(વિદેશી) પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. હેન્ડ ટેમબર્ડ સહિતના પક્ષીઓને નજીકથી નિહાળી રાજકોટવાસીઓ આનંદિત થઈ ગયા.

  3/6
 • રાજકોટની જનતા માટે આ એક અનોખો અનુભવ રહ્યો. પક્ષીઓ અને સરીસૃપોને ન માત્ર જોવાની પરંતુ તેમને હાથમાં લેવાની, અનુભવ કરવાની પણ તક મળી.

  રાજકોટની જનતા માટે આ એક અનોખો અનુભવ રહ્યો. પક્ષીઓ અને સરીસૃપોને ન માત્ર જોવાની પરંતુ તેમને હાથમાં લેવાની, અનુભવ કરવાની પણ તક મળી.

  4/6
 • બર્ડ શોમાં ઝીબ્રા ચકલી, નાની- મોટી મેકાઉ, આફ્રિકન ગ્રે, કોકેટીલ્સ, બજરીગર, લવબર્ડ, કનુર, એમોઝોન પેરોટ, કાકાટુ (કાકાકૌવા) જેવા વિવિધ 35 થી વધુ જાતીનાં વિદેશી બર્ડ જોવા મળી રહ્યા છે.

  બર્ડ શોમાં ઝીબ્રા ચકલી, નાની- મોટી મેકાઉ, આફ્રિકન ગ્રે, કોકેટીલ્સ, બજરીગર, લવબર્ડ, કનુર, એમોઝોન પેરોટ, કાકાટુ (કાકાકૌવા) જેવા વિવિધ 35 થી વધુ જાતીનાં વિદેશી બર્ડ જોવા મળી રહ્યા છે.

  5/6
 • રાજકોટમાં પહેલી વાર આયોજિત થયેલા શોમાં વિદેશનાં રંગબેરંગી કબૂતરો જોવા મળ્યા. લોકો સરળતાથી સેલ્ફી લઈ શકે તે માટે પક્ષીઓ અને અજગરને ખુલ્લામાં છુટ્ટા મુકવામાં આવ્યા છે.

  રાજકોટમાં પહેલી વાર આયોજિત થયેલા શોમાં વિદેશનાં રંગબેરંગી કબૂતરો જોવા મળ્યા. લોકો સરળતાથી સેલ્ફી લઈ શકે તે માટે પક્ષીઓ અને અજગરને ખુલ્લામાં છુટ્ટા મુકવામાં આવ્યા છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

રંગીલા રાજકોટમાં પહેલી વાર બર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના પેટ બ્રિડર્સ અને વેપારીઓ પોતાના પક્ષીઓને લઈ રાજકોટના આંગણે આવ્યા છે. જુઓ આ બર્ડ શોની નયનરમ્ય તસવીરો(તસવીર સૌજન્યઃ બીપીન ટંકારિયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK