8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Jan 25, 2019, 20:16 IST | Vikas Kalal
 • વિવાદિત અયોધ્યા મુદ્દાની સુનાવણી હવે 29 જાન્યુઆરીના રોજ થશે. આ માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નવી બેન્ચનું ગઠન કરી દીધું છે. નવી બેન્ચમાં પાંચ જજ હશે. ઉલ્લેખનીય છે કે 10 જાન્યુઆરીના રોજ પાછલી સુનાવણી દરમિયાન જસ્ટિસ યુ યુ લલિતે અયોધ્યા સાથે જોડાયેલા એક મામલામાં વકીલ તરીકે રજૂ થઈ ગયા હોવાનો મુદ્દો ઉઠાવ્યા પછી પોતાને સુનાવણીમાંથી અલગ કરી લીધા હતા.

  વિવાદિત અયોધ્યા મુદ્દાની સુનાવણી હવે 29 જાન્યુઆરીના રોજ થશે. આ માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નવી બેન્ચનું ગઠન કરી દીધું છે. નવી બેન્ચમાં પાંચ જજ હશે. ઉલ્લેખનીય છે કે 10 જાન્યુઆરીના રોજ પાછલી સુનાવણી દરમિયાન જસ્ટિસ યુ યુ લલિતે અયોધ્યા સાથે જોડાયેલા એક મામલામાં વકીલ તરીકે રજૂ થઈ ગયા હોવાનો મુદ્દો ઉઠાવ્યા પછી પોતાને સુનાવણીમાંથી અલગ કરી લીધા હતા.

  1/10
 •  ભુવનેશ્વરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતાં. PM મોદી વિશે કહ્યું હતું કે, 'તે મોદીને નફરત નથી કરતા. બન્ને વચ્ચે માત્ર વિચારધારાનો ફરક છે.'  રાહુલ ગાંધીએ રેલીમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે મોદી અને સંઘ મને ભલે અપશબ્દ કહે પરંતુ હું હંમેશા તેમની સામે પ્રેમથી વાત કરું છું 

   ભુવનેશ્વરની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતાં. PM મોદી વિશે કહ્યું હતું કે, 'તે મોદીને નફરત નથી કરતા. બન્ને વચ્ચે માત્ર વિચારધારાનો ફરક છે.'  રાહુલ ગાંધીએ રેલીમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે મોદી અને સંઘ મને ભલે અપશબ્દ કહે પરંતુ હું હંમેશા તેમની સામે પ્રેમથી વાત કરું છું 

  2/10
 • પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશ બાબતે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને લાવીને કોંગ્રેસે સાબિત કરી દીધું છે કે તે એક પરિવારની પાર્ટી છે. પ્રિયંતા પહેલા પણ કોંગ્રેસમાં હતા. 2014માં પણ તેઓ પ્રચાર કરી રહ્યા હતા. પરિણામ ત્યારે પણ શૂન્ય હતું. હજુ પણ શૂન્ય જ રહેવાનું છે.

  પ્રિયંકા ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશ બાબતે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને લાવીને કોંગ્રેસે સાબિત કરી દીધું છે કે તે એક પરિવારની પાર્ટી છે. પ્રિયંતા પહેલા પણ કોંગ્રેસમાં હતા. 2014માં પણ તેઓ પ્રચાર કરી રહ્યા હતા. પરિણામ ત્યારે પણ શૂન્ય હતું. હજુ પણ શૂન્ય જ રહેવાનું છે.

  3/10
 • દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હી પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે. ગણતંત્ર દિવસની ઉજવણીના કારણે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. ઉજવણી નિમિતે 20,000 જેટલા પોલીસકર્મીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા એક યુવક ગાડીમાં હથિયાર સાથે પણ ઝડપાયો છે.

  દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા

  26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હી પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે. ગણતંત્ર દિવસની ઉજવણીના કારણે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. ઉજવણી નિમિતે 20,000 જેટલા પોલીસકર્મીઓ સુરક્ષા માટે ખડેપગે રહેશે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા એક યુવક ગાડીમાં હથિયાર સાથે પણ ઝડપાયો છે.

  4/10
 • દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા મુખ્ય અતિથિ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ પરેડમાં અમેરિકી રાષ્ટ્રપતિને આમંત્રિત કરવાની યોજના હતી જો કે ડોનાલ્ડ ટ્રંપે ઈનકાર કર્યો હતો. ત્યારબાદ દક્ષિણી આફ્રિકી રાષ્ટ્રપતિને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા મુખ્ય અતિથિ

  ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ પરેડમાં અમેરિકી રાષ્ટ્રપતિને આમંત્રિત કરવાની યોજના હતી જો કે ડોનાલ્ડ ટ્રંપે ઈનકાર કર્યો હતો. ત્યારબાદ દક્ષિણી આફ્રિકી રાષ્ટ્રપતિને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

  5/10
 • ગુજરાતી લોકગાયિકા મીનાબેન પટેલનું નિધન ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા મીનાબેન પટેલનું આજે ઓસ્ટ્રેલિયામાં ટૂંકી બીમારીથી નિધન થયું છે. છેલ્લાં 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. 56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓને રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મીનાબેન પટેલે ગુજરાતી ગીતોમાં પાર્શ્ચગાયિકા તરીકે લોકચાહના મેળવી હતી.

  ગુજરાતી લોકગાયિકા મીનાબેન પટેલનું નિધન

  ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા મીનાબેન પટેલનું આજે ઓસ્ટ્રેલિયામાં ટૂંકી બીમારીથી નિધન થયું છે. છેલ્લાં 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. 56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓને રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મીનાબેન પટેલે ગુજરાતી ગીતોમાં પાર્શ્ચગાયિકા તરીકે લોકચાહના મેળવી હતી.

  6/10
 • સોને મઢાશે મંડપ અંબાજી મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ મંદિરના મુખ્ય મંડપને સોને મઢવાની જાહેરાત કરી છે. અંબાજી બસ સ્ટેન્ડ સહિત વિવિધ સાત જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતાં કહ્યું હતું કે, અંબાજી મંદિરનું શિખર સુવર્ણમય બન્યું છે હવે મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢાશે.

  સોને મઢાશે મંડપ

  અંબાજી મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ મંદિરના મુખ્ય મંડપને સોને મઢવાની જાહેરાત કરી છે. અંબાજી બસ સ્ટેન્ડ સહિત વિવિધ સાત જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતાં કહ્યું હતું કે, અંબાજી મંદિરનું શિખર સુવર્ણમય બન્યું છે હવે મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢાશે.

  7/10
 • સલમાન ખાનની ફિલ્મ ભારતનું ટીઝર રિલીઝ સલમાન ખાની આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ભારતનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. દર વખતની જેમ સલમાન ખાનની આ ફિલ્મ પણ ઈદના દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ દર્શકોની ઈંતેજારી વધી ગઈ છે.

  સલમાન ખાનની ફિલ્મ ભારતનું ટીઝર રિલીઝ

  સલમાન ખાની આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ભારતનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. દર વખતની જેમ સલમાન ખાનની આ ફિલ્મ પણ ઈદના દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ દર્શકોની ઈંતેજારી વધી ગઈ છે.

  8/10
 • ઓસ્ટ્રેલિયન ઓપન નડાલની સામે કોણ પહોંચ્યું ? ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં નડાલ પહોંચ્યો છે. નડાલ અને નોવાક જોકોવિક વચ્ચે ફાઈનલ રમાશે. નડાલ સ્ટેફાનોશને હરાવીને ફાઈનલમાં પહોંચ્યો હતો

  ઓસ્ટ્રેલિયન ઓપન નડાલની સામે કોણ પહોંચ્યું ?

  ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં નડાલ પહોંચ્યો છે. નડાલ અને નોવાક જોકોવિક વચ્ચે ફાઈનલ રમાશે. નડાલ સ્ટેફાનોશને હરાવીને ફાઈનલમાં પહોંચ્યો હતો

  9/10
 • આવતીકાલે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન ડે 26 જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ માઉન્ટ મોગ્નાઈના બાય ઓવલ સ્ટેડિયમ ખાતે બીજી વન-ડે રમશે. એક તરફ ભારત જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાન પર ઉતરશે જ્યારે ન્યુઝીલેન્ડ સિરીઝમાં પરત ફરવા મેદાન પર ઉતરશે

  આવતીકાલે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન ડે

  26 જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ માઉન્ટ મોગ્નાઈના બાય ઓવલ સ્ટેડિયમ ખાતે બીજી વન-ડે રમશે. એક તરફ ભારત જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાન પર ઉતરશે જ્યારે ન્યુઝીલેન્ડ સિરીઝમાં પરત ફરવા મેદાન પર ઉતરશે

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK