3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Jan 24, 2019, 14:51 IST | Bhavin
 • ચૂંટણી પંચની ના, બેલેટ પેપર યુગમાં પાછા નહીં જવાય એક તરફ ઈવીએમની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે. ચૂંટણી પંચે સત્તાવાર રીતે લોકસભા 2019ની ચૂંટણી ઈવીએમથી જ કરવાની જાહેરાત કરી છે.

  ચૂંટણી પંચની ના, બેલેટ પેપર યુગમાં પાછા નહીં જવાય

  એક તરફ ઈવીએમની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે. ચૂંટણી પંચે સત્તાવાર રીતે લોકસભા 2019ની ચૂંટણી ઈવીએમથી જ કરવાની જાહેરાત કરી છે.

  1/10
 • ચંદા કોચરના પતિની ઓફિસમાં દરોડા ICICIની પૂર્વ સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચર સાથે જોડાયેલા લોન કેસમાં સીબીઆઇએ એફઆઇઆર નોંધી લીધી છે. તેની સાથે જ સીબીઆઇએ મુંબઈ અને ઔરંગાબાદમાં વીડિયોકોનની મુખ્ય ઓફિસો પર પણ દરોડા પાડ્યા છે. આ આખા મામલે ચંદા કોચરની ભૂમિકા પણ શંકાસ્પદ છે.

  ચંદા કોચરના પતિની ઓફિસમાં દરોડા

  ICICIની પૂર્વ સીઇઓ ચંદા કોચરના પતિ દીપક કોચર સાથે જોડાયેલા લોન કેસમાં સીબીઆઇએ એફઆઇઆર નોંધી લીધી છે. તેની સાથે જ સીબીઆઇએ મુંબઈ અને ઔરંગાબાદમાં વીડિયોકોનની મુખ્ય ઓફિસો પર પણ દરોડા પાડ્યા છે. આ આખા મામલે ચંદા કોચરની ભૂમિકા પણ શંકાસ્પદ છે.

  2/10
 • આતંકીમાંથી સૈનિક બનેલા લાન્સ નાયકને અશોક ચક્ર આતંકીમાંથી ફૌજી બનેલા લાંસ નાયકને અશોકચક્રથી સન્માનિત કરાશે કુલગામના ચેકી અશ્મુજી ગામમાં રહેતાં નઝીર વાણી એક સમયે આતંકી હતા. પરંતુ તેમણે આતંકવાદનો સાથ છોડીને 2004માં ટેરિટોરિયલ આર્મીની 162મી બટાલિયનમાં સામેલ થયા હતા. શહીદ થયા તે સમયે તેઓ 34 રાષ્ટ્રીય રાઈફલ્સમાં હતા. શહીદ વાણીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમણે આતંકીઓ સામે ઘણાં ઓપરેશનમાં ભાગ લીધો છે. તેમાં વીરતા દાખવવા બદલ તેમને 2007 અને 2018માં સેના મેડલથી પણ નવાઝવામાં આવ્યા હતા. શહીદ વાણીને સેના પ્રવક્તાએ એક સાચા સૈનિક ગણાવ્યા છે.

  આતંકીમાંથી સૈનિક બનેલા લાન્સ નાયકને અશોક ચક્ર

  આતંકીમાંથી ફૌજી બનેલા લાંસ નાયકને અશોકચક્રથી સન્માનિત કરાશે કુલગામના ચેકી અશ્મુજી ગામમાં રહેતાં નઝીર વાણી એક સમયે આતંકી હતા. પરંતુ તેમણે આતંકવાદનો સાથ છોડીને 2004માં ટેરિટોરિયલ આર્મીની 162મી બટાલિયનમાં સામેલ થયા હતા. શહીદ થયા તે સમયે તેઓ 34 રાષ્ટ્રીય રાઈફલ્સમાં હતા. શહીદ વાણીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમણે આતંકીઓ સામે ઘણાં ઓપરેશનમાં ભાગ લીધો છે. તેમાં વીરતા દાખવવા બદલ તેમને 2007 અને 2018માં સેના મેડલથી પણ નવાઝવામાં આવ્યા હતા. શહીદ વાણીને સેના પ્રવક્તાએ એક સાચા સૈનિક ગણાવ્યા છે.

  3/10
 • રઘુરામ રાજને મહાગઠબંધન સામે વ્યક્ત કરી શંકા RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એવી આશંકા વ્યક્ત કરી છે કે જો આગામી લોકસભા ચૂંટણી-2019 બાદ ગઠબંધન સરકાર આવશે તો અર્થવ્યવસ્થાની પ્રગતિ ધીમી પડશે. રઘુરામે આવી આશંકા ત્યારે વ્યક્ત કરી છે જ્યારે દેશમાં આગામી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને વિપક્ષ મોટા પાયે ગઠબંધન કરીને કેન્દ્રની મોદી સરકારને પછડાવા તૈયાર થઇ રહી છે. રઘુરામે કહ્યું છે કે દેશના અર્થતંત્રને તેજ ગતિ આપવા ઉદ્યોગોને સાનૂકુળ વાતાવરણ મોટા પાયે બનાવવું જોઇએ.

  રઘુરામ રાજને મહાગઠબંધન સામે વ્યક્ત કરી શંકા

  RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એવી આશંકા વ્યક્ત કરી છે કે જો આગામી લોકસભા ચૂંટણી-2019 બાદ ગઠબંધન સરકાર આવશે તો અર્થવ્યવસ્થાની પ્રગતિ ધીમી પડશે. રઘુરામે આવી આશંકા ત્યારે વ્યક્ત કરી છે જ્યારે દેશમાં આગામી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને વિપક્ષ મોટા પાયે ગઠબંધન કરીને કેન્દ્રની મોદી સરકારને પછડાવા તૈયાર થઇ રહી છે. રઘુરામે કહ્યું છે કે દેશના અર્થતંત્રને તેજ ગતિ આપવા ઉદ્યોગોને સાનૂકુળ વાતાવરણ મોટા પાયે બનાવવું જોઇએ.

  4/10
 • શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના પૂર્વ નેતા હવે NCPમાં જોડાવા જઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહે કોંગ્રેસનો સાથ છોડીને જનવિકલ્પ મોરચો બનાવ્યો હતો. જો કે હવે લોકસભાની ચૂંટણી પહેલા બાપુ એનસીપીમાં જોડાશે.

  શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે

  ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના પૂર્વ નેતા હવે NCPમાં જોડાવા જઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહે કોંગ્રેસનો સાથ છોડીને જનવિકલ્પ મોરચો બનાવ્યો હતો. જો કે હવે લોકસભાની ચૂંટણી પહેલા બાપુ એનસીપીમાં જોડાશે.

  5/10
 • અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અલ્પેશ ઠાકોરે યોજેલી એક્તા યાત્રામાં ભાજપના મહામંત્રી શંકર ચૌધરીની હાજરી દેખાતા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આ ઘટના બાદ જ અલ્પેશ ઠાકોર ભાજપગમન કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.

  અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા

  ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અલ્પેશ ઠાકોરે યોજેલી એક્તા યાત્રામાં ભાજપના મહામંત્રી શંકર ચૌધરીની હાજરી દેખાતા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આ ઘટના બાદ જ અલ્પેશ ઠાકોર ભાજપગમન કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.

  6/10
 • ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત પરથી સ્ટે હટાવાયો કિંજલ દવેના સૌથી જાણીતા ગીત 'ચાર ચાર બંગડીવાળી.. ' પરથી સ્ટે હટાવી લેવાયો છે. હવે કિંજલ દવે આ ગીત જાહેર સમારંભોમાં ગાઈ શક્શે. મૂળ ગુજરાતી ઓસ્ટ્રેલિયન સિંગરે આ ગીત સામે અરજી કર્યા બાદ કોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો, અને કિંજલ દવેને આ ગીત ગાવા સામે મનાઈ ફરમાવી હતી.

  ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત પરથી સ્ટે હટાવાયો

  કિંજલ દવેના સૌથી જાણીતા ગીત 'ચાર ચાર બંગડીવાળી.. ' પરથી સ્ટે હટાવી લેવાયો છે. હવે કિંજલ દવે આ ગીત જાહેર સમારંભોમાં ગાઈ શક્શે. મૂળ ગુજરાતી ઓસ્ટ્રેલિયન સિંગરે આ ગીત સામે અરજી કર્યા બાદ કોર્ટે તેના પર સ્ટે આપ્યો હતો, અને કિંજલ દવેને આ ગીત ગાવા સામે મનાઈ ફરમાવી હતી.

  7/10
 • વધુ એક ખેડૂતનો આપઘાત રાજકોટના પડધરીમાં એક ખેડૂતે જીરૂનો પાક નિષ્ફળ જતા મોતને વ્હાલું કર્યું. રામપરના સવજીભાઈ ભોજાણી નામના ખેડૂતે આત્મવિલોપન કરીને જીવન ટૂંકાવી દીધું. ગંભીર રીતે દાઝી ગયા બાદ તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. મગફળીમાં મુંડો અને કપાસમાં ઇયળ આવી જતાં બંને પાક નિષ્ફળ જતા તેઓએ શિયાળામાં જીરૂનું વાવેતર કર્યુ હતું. પરંતુ જીરૂનો પાક પણ નિષ્ફળ જતા તેઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા.

  વધુ એક ખેડૂતનો આપઘાત

  રાજકોટના પડધરીમાં એક ખેડૂતે જીરૂનો પાક નિષ્ફળ જતા મોતને વ્હાલું કર્યું. રામપરના સવજીભાઈ ભોજાણી નામના ખેડૂતે આત્મવિલોપન કરીને જીવન ટૂંકાવી દીધું. ગંભીર રીતે દાઝી ગયા બાદ તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. મગફળીમાં મુંડો અને કપાસમાં ઇયળ આવી જતાં બંને પાક નિષ્ફળ જતા તેઓએ શિયાળામાં જીરૂનું વાવેતર કર્યુ હતું. પરંતુ જીરૂનો પાક પણ નિષ્ફળ જતા તેઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા.

  8/10
 • PAASના આગેવાન ગોપાલ ઈટાલિયાની ધરપકડ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અને સક્રિય કાર્યકર્તા ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને આણંદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જોકે, ગોપાલ ઈટાલીયાની ધરપકડ ક્યાં ગુનામાં અને આણંદના ક્યાં પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે તે જાણવા મળ્યું નથી. જોકે, ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

  PAASના આગેવાન ગોપાલ ઈટાલિયાની ધરપકડ

  પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અને સક્રિય કાર્યકર્તા ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને આણંદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જોકે, ગોપાલ ઈટાલીયાની ધરપકડ ક્યાં ગુનામાં અને આણંદના ક્યાં પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે તે જાણવા મળ્યું નથી. જોકે, ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

  9/10
 • પુરુષો બાદ મહિલાઓની કમાલ પુરુષ ટીમ બાદ હવે ન્યૂઝીલેન્ડમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ કમાલ કરી રહી છે. નેપિયરમાં આજે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચેની મેચ ભારતે 9 વિકેટથી જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ માત્ર 192 રન બનાવી શકી હતી. ભારતે 33 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરીને જીત મેળવી લીધી.

  પુરુષો બાદ મહિલાઓની કમાલ

  પુરુષ ટીમ બાદ હવે ન્યૂઝીલેન્ડમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ કમાલ કરી રહી છે. નેપિયરમાં આજે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચેની મેચ ભારતે 9 વિકેટથી જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ માત્ર 192 રન બનાવી શકી હતી. ભારતે 33 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરીને જીત મેળવી લીધી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK