3 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: Feb 24, 2019, 15:02 IST | Sheetal Patel
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 53મી વખત 'મન કી બાત' કરી. હાલના કાર્યકાળમાં છેલ્લી મન કી બાદમાં તેમણે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, તો જવાનોની વીરતાનો ઉલ્લેખ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ 2019ની ચૂંટણી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,'આગામી મન કી બાત હવે ચૂંટણી પછી થશે.'

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 53મી વખત 'મન કી બાત' કરી. હાલના કાર્યકાળમાં છેલ્લી મન કી બાદમાં તેમણે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, તો જવાનોની વીરતાનો ઉલ્લેખ કર્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ 2019ની ચૂંટણી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,'આગામી મન કી બાત હવે ચૂંટણી પછી થશે.'

  1/10
 • લોકસભા ચૂંટણી 2019 પહેલા નરેન્દ્ર મોદી સરકારે દેશના અન્નદાતાને આજે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુરમાં ખેડૂતોને મોટી ભેટ આપવાની સાથે વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યો. ફર્ટિલાઇઝર મેદાનમાં મંચ પરથી પીએમ મોદી ભાજપ કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનના ઓપન સેશનને સંબોધન કરશે.

  લોકસભા ચૂંટણી 2019 પહેલા નરેન્દ્ર મોદી સરકારે દેશના અન્નદાતાને આજે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુરમાં ખેડૂતોને મોટી ભેટ આપવાની સાથે વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યો. ફર્ટિલાઇઝર મેદાનમાં મંચ પરથી પીએમ મોદી ભાજપ કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનના ઓપન સેશનને સંબોધન કરશે.

  2/10
 • લાંબા સમયથી બીમાર ચાલી રહેલાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરને શનિવારે રાત્રે ફરી એક વખત ગોવાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળતી માહિતી મુજબ તેઓએ હાઈ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી માટે ગોવા મેડિકલ કોલેજ (GMCH) લઈ જવામાં આવ્યાં છે. હાલ પાર્રિકરની તબિયત સ્થિર છે અને તેઓને લગભગ 48 કલાક ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. 

  લાંબા સમયથી બીમાર ચાલી રહેલાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરને શનિવારે રાત્રે ફરી એક વખત ગોવાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળતી માહિતી મુજબ તેઓએ હાઈ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ એન્ડોસ્કોપી માટે ગોવા મેડિકલ કોલેજ (GMCH) લઈ જવામાં આવ્યાં છે. હાલ પાર્રિકરની તબિયત સ્થિર છે અને તેઓને લગભગ 48 કલાક ડોકટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. 

  3/10
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ પણ રાજકારણમાં પદાર્પણ કરવાની વાત કરી છે. પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જવાબદારી સંભાળ્યા બાદ હવે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ રાજકારણમાં આવી શકે છે. વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું,'મની લોન્ડરિંગ કેસમાં નામ હટ્યા બાદ હું દેશવાસીઓની સેવામાં કામ કરવા માગુ છું.'

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ પણ રાજકારણમાં પદાર્પણ કરવાની વાત કરી છે. પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જવાબદારી સંભાળ્યા બાદ હવે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ રાજકારણમાં આવી શકે છે. વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું,'મની લોન્ડરિંગ કેસમાં નામ હટ્યા બાદ હું દેશવાસીઓની સેવામાં કામ કરવા માગુ છું.'

  4/10
 • રોજકોટની પ્રેસ કોન્ફરન્સમાં કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક મોટી જાહેરાત કરી છે. તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે, પક્ષના અગ્રણીઓને મારી વાત કહી દીધી છે. ઉલ્લેખનીય છે કે અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા પણ લડે તેવી શક્યતા હતી. જો કે અર્જૂન મોઢવાડિયાએ આ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

  રોજકોટની પ્રેસ કોન્ફરન્સમાં કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક મોટી જાહેરાત કરી છે. તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે, પક્ષના અગ્રણીઓને મારી વાત કહી દીધી છે. ઉલ્લેખનીય છે કે અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા પણ લડે તેવી શક્યતા હતી. જો કે અર્જૂન મોઢવાડિયાએ આ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

  5/10
 • ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ જગજાહેર વાત છે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામ પૂરતી જ છે. વારંવાર ટ્રક ભરીને દારૂ પકડાય છે. હવે આ જ ડ્રાયસ્ટેટમાં દારૂના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તાજેતરમાં જ હાથ ધરાયેલા સર્વેમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં બિહાર કરતા પણ દારૂ પીવાય છે.

  ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ જગજાહેર વાત છે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામ પૂરતી જ છે. વારંવાર ટ્રક ભરીને દારૂ પકડાય છે. હવે આ જ ડ્રાયસ્ટેટમાં દારૂના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તાજેતરમાં જ હાથ ધરાયેલા સર્વેમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં બિહાર કરતા પણ દારૂ પીવાય છે.

  6/10
 • માર્ચ એટલે કે આગામી સોમવારે મહાશિવરાત્રિની ઉજવણી થશે. એ પહેલા ગરવા ગિરનારની ગોદમાં 'મિની કુંભ' મેળો યોજાશે. જૂનાગઢમાં 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી આ મેળો ચાલશે. મેળા માટેના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આ મિની કુંભમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંભરાજી, સીએમ વિજય રૂપાણી હાજર રહેશે. તો ગાયક કૈલાશ ખેર, લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરના કાર્યક્રમ યોજાશે.

  માર્ચ એટલે કે આગામી સોમવારે મહાશિવરાત્રિની ઉજવણી થશે. એ પહેલા ગરવા ગિરનારની ગોદમાં 'મિની કુંભ' મેળો યોજાશે. જૂનાગઢમાં 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી આ મેળો ચાલશે. મેળા માટેના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આ મિની કુંભમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંભરાજી, સીએમ વિજય રૂપાણી હાજર રહેશે. તો ગાયક કૈલાશ ખેર, લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરના કાર્યક્રમ યોજાશે.

  7/10
 • આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી20 મેચ રમાશે. વિશાખાપટ્ટનમના ડૉ. વાય. એસ. રાજશેખરરેડ્ડી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે બે મૅચની T૨૦ ઇન્ટરનૅશનલ સિરીઝનો પ્રારંભ થશે. ભારતે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર ત્રણેય ફોર્મેટની સિરીઝમાં ‘અપરાજિત’ રહીને આ ટીમ સામે જબરદસ્ત દબદબો દેખાડ્યો હતો. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડમાં વન-ડે સિરીઝ ૪-૧ના પ્રભાવશાળી અંતરથી જીતી હતી.

  આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી20 મેચ રમાશે. વિશાખાપટ્ટનમના ડૉ. વાય. એસ. રાજશેખરરેડ્ડી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે બે મૅચની T૨૦ ઇન્ટરનૅશનલ સિરીઝનો પ્રારંભ થશે. ભારતે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર ત્રણેય ફોર્મેટની સિરીઝમાં ‘અપરાજિત’ રહીને આ ટીમ સામે જબરદસ્ત દબદબો દેખાડ્યો હતો. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડમાં વન-ડે સિરીઝ ૪-૧ના પ્રભાવશાળી અંતરથી જીતી હતી.

  8/10
 • ઈન્દ્ર કુમાર નિર્દેશિત ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. ધમાલ સીરીઝની આ ત્રીજી ફિલ્મે 16.50 કરોડ રૂપિયાનું કલેક્શન પહેલા દિવસે કર્યુ છે જે આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનિંગ છે.

  ઈન્દ્ર કુમાર નિર્દેશિત ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. ધમાલ સીરીઝની આ ત્રીજી ફિલ્મે 16.50 કરોડ રૂપિયાનું કલેક્શન પહેલા દિવસે કર્યુ છે જે આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનિંગ છે.

  9/10
 • ઈન્ડિયન સિનેમાના પહેલા ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીની આજે પહેલી વરસી છે. ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ જ શ્રીદેવીનું નિધન થયું હતું. તેમની પહેલી વરસી પર ફેન્સ ફરી એકવાર પોતાની ફેવરિટ અભિનેત્રીની યાદ તાજા કરશે. શ્રીદેવીના પતિ બોની કપૂરે આ અવસરે શ્રીદેવીની ફેમસ કોટા સાડીની હરાજી કરવા માટે દાન કરી છે, જેથી હરાજીમાંથી મળનારી રકમથી લોકોની મદદ થઈ શકે.

  ઈન્ડિયન સિનેમાના પહેલા ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીની આજે પહેલી વરસી છે. ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ જ શ્રીદેવીનું નિધન થયું હતું. તેમની પહેલી વરસી પર ફેન્સ ફરી એકવાર પોતાની ફેવરિટ અભિનેત્રીની યાદ તાજા કરશે. શ્રીદેવીના પતિ બોની કપૂરે આ અવસરે શ્રીદેવીની ફેમસ કોટા સાડીની હરાજી કરવા માટે દાન કરી છે, જેથી હરાજીમાંથી મળનારી રકમથી લોકોની મદદ થઈ શકે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK