3 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: Feb 23, 2019, 15:19 IST | Sheetal Patel
 • બેંગલુરુમાં એયરો ઈન્ડિયા 2019 શોના પાર્કિંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યા. એયરો ઈન્ડિયા 2019ના આયોજન સ્થળ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગતા મોટી દુર્ઘટના બની છે. અનેક વાહનો જ્યાં પાર્ક કરવામાં આવ્યા હતા ત્યાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાક થયા છે.

  બેંગલુરુમાં એયરો ઈન્ડિયા 2019 શોના પાર્કિંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યા. એયરો ઈન્ડિયા 2019ના આયોજન સ્થળ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગતા મોટી દુર્ઘટના બની છે. અનેક વાહનો જ્યાં પાર્ક કરવામાં આવ્યા હતા ત્યાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાક થયા છે.

  1/10
 • JKLFના મુખિયા યાસીન મલિકની ધરપકડ પર મેહબૂબા મુફ્તીએ સવાલો ઉઠાવ્યા છે. પોલીસે શુક્રવારે રાત્રે યાસીન મલિકની ધરપકડ કરી. પુલવામા હુમાલ બાદ ભારતે પાકિસ્તાન સહિત હુર્રિયત નેતાઓ પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ઘાટીના 18 હુર્રિયત નેતાઓ અને 160 રાજનીતિજ્ઞોની સુરક્ષા પાછી લેવામાં આવી હતી. ઉમર અબ્દુલ્લાએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. હવે જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ હુર્રિયત નેતાઓની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા છે.

  JKLFના મુખિયા યાસીન મલિકની ધરપકડ પર મેહબૂબા મુફ્તીએ સવાલો ઉઠાવ્યા છે. પોલીસે શુક્રવારે રાત્રે યાસીન મલિકની ધરપકડ કરી. પુલવામા હુમાલ બાદ ભારતે પાકિસ્તાન સહિત હુર્રિયત નેતાઓ પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ઘાટીના 18 હુર્રિયત નેતાઓ અને 160 રાજનીતિજ્ઞોની સુરક્ષા પાછી લેવામાં આવી હતી. ઉમર અબ્દુલ્લાએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. હવે જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ હુર્રિયત નેતાઓની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા છે.

  2/10
 • અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે પોલીસે આ કાર્રવાઈ કરી. JKLFના ચેરમેન યાસીન મલિકની પોલીસે શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. શ્રીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરી છે. પોલીસે યાસીન મલિકને હાલ કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે.

  અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે પોલીસે આ કાર્રવાઈ કરી. JKLFના ચેરમેન યાસીન મલિકની પોલીસે શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. શ્રીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરી છે. પોલીસે યાસીન મલિકને હાલ કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે.

  3/10
 • સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ખુશખબર છે. રેલવેએ તેમના માટે ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ગુજરાત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે રેલવેએ 4 માર્ચથી ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂનું ઉદ્ધાટન કર્યાના પાંચ મહિના બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

  સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ખુશખબર છે. રેલવેએ તેમના માટે ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ગુજરાત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે રેલવેએ 4 માર્ચથી ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યૂનું ઉદ્ધાટન કર્યાના પાંચ મહિના બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

  4/10
 • પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે કશ્મીરમાં આત્મઘાતી હુમલા બાદ ભારત ખૂબ જ કડક પગલા લેવાનું વિચારી રહ્યું છે. શુક્રવારે ઓવલ ઑફિસમાં ટ્ર્મ્પે મીડિાય સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમનું કહેવું છે કે આ એક ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જો કે, તેમણે કહ્યું કે અમે આ તણાવની સ્થિતિને ખતમ થતી જોવા માંગે છે. અમે ઈચ્છીએ છે કે સીમા પર આ તણાવ ખતમ થાય. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ પ્રક્રિયા પર નજર બનાવી રાખી રહ્યા છે.

  પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે કશ્મીરમાં આત્મઘાતી હુમલા બાદ ભારત ખૂબ જ કડક પગલા લેવાનું વિચારી રહ્યું છે. શુક્રવારે ઓવલ ઑફિસમાં ટ્ર્મ્પે મીડિાય સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમનું કહેવું છે કે આ એક ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જો કે, તેમણે કહ્યું કે અમે આ તણાવની સ્થિતિને ખતમ થતી જોવા માંગે છે. અમે ઈચ્છીએ છે કે સીમા પર આ તણાવ ખતમ થાય. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ પ્રક્રિયા પર નજર બનાવી રાખી રહ્યા છે.

  5/10
 • પાકિસ્તાન સરકારના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પંજાબ સરકારે બહાવલપુર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને પોતાના કબજામાં લઈ લીધું છે. વધતા જતા વૈશ્વિક દબાણ સમક્ષ ઘૂંટણિયે પડેલી પાકિસ્તાન સરકારે શુક્રવારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે. 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાની જવાબદાર જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

  પાકિસ્તાન સરકારના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પંજાબ સરકારે બહાવલપુર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને પોતાના કબજામાં લઈ લીધું છે. વધતા જતા વૈશ્વિક દબાણ સમક્ષ ઘૂંટણિયે પડેલી પાકિસ્તાન સરકારે શુક્રવારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે. 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કશ્મીરના પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાની જવાબદાર જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

  6/10
 • પાઇલટનું કામ તો કેટલું મજાનું છે એવું જો તમે માનતા હો તો સમજી લેજો કે ક્યારેક એકધારું વિમાન ઉડાડીને તમને કંટાળો પણ આવી શકે છે. ઑસ્ટ્રેલિયામાં એક પાઇલટે ફ્લાઇટ ટેસ્ટ માટે ત્રણ કલાક સુધી એક વિમાન ઉડાડવાનું હતું. આ માટે તેણે ડાયમન્ડ સ્ટાર પ્લેનને ઑસ્ટ્રેલિયાના આસમાનમાં ત્રણ કલાક સુધી ચક્કર મારવાના હતા. શરૂઆતમાં તે આમ-તેમ ઘૂમ્યો પણ પછી એટલો કંટાળ્યો કે તેણે આસમાનમાં પોતાની ફીલિંગ્સ લખી નાખી કે હવે તો હું બોર થઈ ગયો છું. આ ત્રણ કલાકની ટેસ્ટ દરમ્યાન કન્ટ્રોલ-રૂમ દ્વારા આ વિમાન ક્યાં અને કેવી રીતે ઊડી રહ્યું છે એ ટ્રૅક થઈ રહ્યું હતું.

  પાઇલટનું કામ તો કેટલું મજાનું છે એવું જો તમે માનતા હો તો સમજી લેજો કે ક્યારેક એકધારું વિમાન ઉડાડીને તમને કંટાળો પણ આવી શકે છે. ઑસ્ટ્રેલિયામાં એક પાઇલટે ફ્લાઇટ ટેસ્ટ માટે ત્રણ કલાક સુધી એક વિમાન ઉડાડવાનું હતું. આ માટે તેણે ડાયમન્ડ સ્ટાર પ્લેનને ઑસ્ટ્રેલિયાના આસમાનમાં ત્રણ કલાક સુધી ચક્કર મારવાના હતા. શરૂઆતમાં તે આમ-તેમ ઘૂમ્યો પણ પછી એટલો કંટાળ્યો કે તેણે આસમાનમાં પોતાની ફીલિંગ્સ લખી નાખી કે હવે તો હું બોર થઈ ગયો છું. આ ત્રણ કલાકની ટેસ્ટ દરમ્યાન કન્ટ્રોલ-રૂમ દ્વારા આ વિમાન ક્યાં અને કેવી રીતે ઊડી રહ્યું છે એ ટ્રૅક થઈ રહ્યું હતું.

  7/10
 • અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ટોટલ ધમાલ ફિલ્મે બોક્સ ઑફિસ પર રિલીઝના પહેલા દિવસે જબરદસ્ત કમાલ કરી દીધી છે. ફિલ્મના પહેલા દિવસે 16 કરોડ રૂપિયાથી અધિક કલેક્શન કર્યું છે.

  અજય દેવગન, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ટોટલ ધમાલ ફિલ્મે બોક્સ ઑફિસ પર રિલીઝના પહેલા દિવસે જબરદસ્ત કમાલ કરી દીધી છે. ફિલ્મના પહેલા દિવસે 16 કરોડ રૂપિયાથી અધિક કલેક્શન કર્યું છે.

  8/10
 • મુંબઈની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ ગલી બૉય 100 કરોડની ક્લબમાં એન્ટર થઈ ગઈ છે. રિલીઝના આઠમાં દિવસે ફિલ્મે આ માઈલસ્ટોન પાર કર્યો. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉયએ રિલીઝના આઠમાં દિવસે 100 કરોડ રૂપિયા મેળવી લીધા છે. આ રણવીર સિંહને મોટી ઉપલબ્ધી છે, જેની છેલ્લી ફિલ્મ સિંબાએ 200 કરોડથી વધારેનું કલેક્શન કર્યું હતું.

  મુંબઈની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ ગલી બૉય 100 કરોડની ક્લબમાં એન્ટર થઈ ગઈ છે. રિલીઝના આઠમાં દિવસે ફિલ્મે આ માઈલસ્ટોન પાર કર્યો. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉયએ રિલીઝના આઠમાં દિવસે 100 કરોડ રૂપિયા મેળવી લીધા છે. આ રણવીર સિંહને મોટી ઉપલબ્ધી છે, જેની છેલ્લી ફિલ્મ સિંબાએ 200 કરોડથી વધારેનું કલેક્શન કર્યું હતું.

  9/10
 • ICC World Cup 2019માં ભારત પાકિસ્તાન મેચને લઈને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે. વિરાટે કહ્યું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલાની ઘટના દુઃખદ છે. આ સમયે અમે દેશના સાથે છે. હુમલામાં માર્યા ગયેલા શહીદોના પરિવાર પ્રત્યે મારી અને આખી ટીમની સંવેદનાઓ છે. પાકિસ્તાન સાથે રમવાને લઈને સરકાર અને બોર્ડનો કોઈપણ નિર્ણય અમને મંજૂર રહેશે.

  ICC World Cup 2019માં ભારત પાકિસ્તાન મેચને લઈને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે. વિરાટે કહ્યું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલાની ઘટના દુઃખદ છે. આ સમયે અમે દેશના સાથે છે. હુમલામાં માર્યા ગયેલા શહીદોના પરિવાર પ્રત્યે મારી અને આખી ટીમની સંવેદનાઓ છે. પાકિસ્તાન સાથે રમવાને લઈને સરકાર અને બોર્ડનો કોઈપણ નિર્ણય અમને મંજૂર રહેશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK