3 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

Updated: Feb 22, 2019, 15:03 IST | Sheetal Patel
 • એસટી કર્મચારીઓની હડતાલના પગલે ખાનગી વાહનોને મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે એસટી યુનિયનમાં રોષ જોવા મળી રહ્યો છે. હડતાલના બીજા દિવસે એસટી યુનિયનનું કહેવું છે કે એમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર હાથે કરીને ઘર્ષણનું વાતાવરણ ઉભું કરી રહી છે. જો અમને સહકાર નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરીશું.

  એસટી કર્મચારીઓની હડતાલના પગલે ખાનગી વાહનોને મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે એસટી યુનિયનમાં રોષ જોવા મળી રહ્યો છે. હડતાલના બીજા દિવસે એસટી યુનિયનનું કહેવું છે કે એમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર હાથે કરીને ઘર્ષણનું વાતાવરણ ઉભું કરી રહી છે. જો અમને સહકાર નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરીશું.

  1/10
 • ભારતથી પાકિસ્તાન ડરી ગયું હોય તેમ સીમા પર હલચલ તેજ કરી છે. સાથે હૉસ્પિટલોને પણ તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. પુલવામા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેતવણીથી ડરેલા પાકિસ્તાનને વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવવા લાગ્યો છે. ભારતની સંભવિત બદલાની કારવાઈથી પાકિસ્તાનને ગભરામણ થવા લાગી છે. ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવીને પાકિસ્તાની સેનાને ભારતની કોઈ પણ કારવાઈનો જવાબ દેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

  ભારતથી પાકિસ્તાન ડરી ગયું હોય તેમ સીમા પર હલચલ તેજ કરી છે. સાથે હૉસ્પિટલોને પણ તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. પુલવામા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેતવણીથી ડરેલા પાકિસ્તાનને વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવવા લાગ્યો છે. ભારતની સંભવિત બદલાની કારવાઈથી પાકિસ્તાનને ગભરામણ થવા લાગી છે. ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવીને પાકિસ્તાની સેનાને ભારતની કોઈ પણ કારવાઈનો જવાબ દેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

  2/10
 • શિક્ષકોની વર્ષોની માંગણીઓ સામે આખરે સરકાર ઝૂકી છે. પોતાની રણનીતિથી વિધાનસભાનો ઘેરાવ કરવાનો શિક્ષકોનો પ્રયાસ આખરે સફળ થયો છે. રાજ્યભરના શિક્ષકોનો ઉગ્ર વિરોધ જોતા આખરે સરકારને ઝૂકવું પડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાંએસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓની કમિટીની રચના કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની કમિટીમાં નિમણૂંક કરાયા છે. જેઓ આંદોલનકારી અને કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે.

  શિક્ષકોની વર્ષોની માંગણીઓ સામે આખરે સરકાર ઝૂકી છે. પોતાની રણનીતિથી વિધાનસભાનો ઘેરાવ કરવાનો શિક્ષકોનો પ્રયાસ આખરે સફળ થયો છે. રાજ્યભરના શિક્ષકોનો ઉગ્ર વિરોધ જોતા આખરે સરકારને ઝૂકવું પડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાંએસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 મંત્રીઓની કમિટીની રચના કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની કમિટીમાં નિમણૂંક કરાયા છે. જેઓ આંદોલનકારી અને કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે.

  3/10
 • વડાપ્રધાન મોદીને દક્ષિણ કોરિયાના સિયોલમાં શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. સમ્માન મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંતોનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે આ ભારતવાસીઓનું સમ્માન છે. વડાપ્રધાન મોદીએ પુરસ્કાર સાથે મળનારી રકમ નમામિ ગંગે મિશનને દાનમાં આપવાની જાહેરાત કરી છે. 

  વડાપ્રધાન મોદીને દક્ષિણ કોરિયાના સિયોલમાં શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. સમ્માન મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંતોનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે આ ભારતવાસીઓનું સમ્માન છે. વડાપ્રધાન મોદીએ પુરસ્કાર સાથે મળનારી રકમ નમામિ ગંગે મિશનને દાનમાં આપવાની જાહેરાત કરી છે. 

  4/10
 • રાજ્યમાં એસટીના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત્ છે. એક તરફ રાજ્ય સરકારે એસટીના કર્મચારીઓને ફરજ પર પાછા ફરવા કહ્યું છે, બીજી તરફ કર્મચારીઓ પોતાની માગ પર મક્કમ છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં એસટીના કર્મચારીઓ જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. સુરતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓએ મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો. સુરતમાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જાહેરમાં રોડ પર મુંડન કરીને વિરોધ પ્રદર્શન કર્યું.

  રાજ્યમાં એસટીના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત્ છે. એક તરફ રાજ્ય સરકારે એસટીના કર્મચારીઓને ફરજ પર પાછા ફરવા કહ્યું છે, બીજી તરફ કર્મચારીઓ પોતાની માગ પર મક્કમ છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં એસટીના કર્મચારીઓ જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. સુરતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓએ મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો. સુરતમાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જાહેરમાં રોડ પર મુંડન કરીને વિરોધ પ્રદર્શન કર્યું.

  5/10
 • ઉત્તર પ્રદેશ એટીએસને આજે મોટી સફળતા મળી. એટીએસની ટીમએ સહારનપુરના દેવબંદથી શાહનવાજ નામના વ્યકિતની ધરપકડ કરી છે. તેનો એક સાથી પણ પકડાઈ ગયો. આ બંને જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે. આ યુવાનોને જૈશ-એ-મોહમ્મદમાં ભરતી કરવાના કામમાં લાગ્યા હતા.

  ઉત્તર પ્રદેશ એટીએસને આજે મોટી સફળતા મળી. એટીએસની ટીમએ સહારનપુરના દેવબંદથી શાહનવાજ નામના વ્યકિતની ધરપકડ કરી છે. તેનો એક સાથી પણ પકડાઈ ગયો. આ બંને જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે. આ યુવાનોને જૈશ-એ-મોહમ્મદમાં ભરતી કરવાના કામમાં લાગ્યા હતા.

  6/10
 • આજે ટોટલ ધમાલ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અજય દેવગન, અર્શદ વારસી છે, જો તમે આ કલાકારોના બહુ મોટા ફૅન છો તો તમે આ ફિલ્મની મજા માણી શકો છો. 

  આજે ટોટલ ધમાલ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અજય દેવગન, અર્શદ વારસી છે, જો તમે આ કલાકારોના બહુ મોટા ફૅન છો તો તમે આ ફિલ્મની મજા માણી શકો છો. 

  7/10
 • શું ભારતે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે વર્લ્ડ કપ રમવી જોઈએ કે નહીં? આ સવાલ પર રાજનેતાથી લઈને ખેલાડીઓ સુધીની સલાહ વિભાજિત થઈ છે. કૉંગ્રેસ નેતા શશી થરૂર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમવાના પક્ષમાં છે, તેમણે તેના વિશે ભૂતકાળનું ઉદાહરણ પણ આપ્યું છે. વાસ્તવમાં પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાને ચારેતરફથી ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. આ દરમિયાન તે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વર્લ્ડ કપમાંથી બહાર કાઢવામાં આવે.

  શું ભારતે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે વર્લ્ડ કપ રમવી જોઈએ કે નહીં? આ સવાલ પર રાજનેતાથી લઈને ખેલાડીઓ સુધીની સલાહ વિભાજિત થઈ છે. કૉંગ્રેસ નેતા શશી થરૂર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમવાના પક્ષમાં છે, તેમણે તેના વિશે ભૂતકાળનું ઉદાહરણ પણ આપ્યું છે. વાસ્તવમાં પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાને ચારેતરફથી ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. આ દરમિયાન તે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વર્લ્ડ કપમાંથી બહાર કાઢવામાં આવે.

  8/10
 • ચૂંટણી ખર્ચના સંદર્ભમાં ભારત વિશ્વનું અગ્રણી દેશ બનશે. આ કિસ્સામાં તેમણે વિશ્વના સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશ અમેરિકાને પાછળ છોડી દીધો છે. હા, ભારતમાં યોજાયેલી આગામી લોકસભાની ચૂંટણી દુનિયાના કોઈપણ લોકશાહી દેશોમાં થતી ચૂંટણીઓ દ્વારા સૌથી ખર્ચાળ રહેશે. આ રીતે ચૂંટણી ખર્ચ માટે ભારત વિશ્વના તમામ લોકશાહી દેશોને પાછળ છોડી દેશે.

  ચૂંટણી ખર્ચના સંદર્ભમાં ભારત વિશ્વનું અગ્રણી દેશ બનશે. આ કિસ્સામાં તેમણે વિશ્વના સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશ અમેરિકાને પાછળ છોડી દીધો છે. હા, ભારતમાં યોજાયેલી આગામી લોકસભાની ચૂંટણી દુનિયાના કોઈપણ લોકશાહી દેશોમાં થતી ચૂંટણીઓ દ્વારા સૌથી ખર્ચાળ રહેશે. આ રીતે ચૂંટણી ખર્ચ માટે ભારત વિશ્વના તમામ લોકશાહી દેશોને પાછળ છોડી દેશે.

  9/10
 • યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)એ પુલવામામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની નિંદા કરી છે. આ હુમલાના ષડયંત્રકારો, આયોજકો અને પ્રાયોજકો સામે પગલાં લેવાની વિનંતી કરી છે.

  યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)એ પુલવામામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની નિંદા કરી છે. આ હુમલાના ષડયંત્રકારો, આયોજકો અને પ્રાયોજકો સામે પગલાં લેવાની વિનંતી કરી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK