3 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Feb 21, 2019, 14:35 IST | Bhavin
 • કોંગ્રેસે ગુરૂવારે પુલવામા હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે હુમલાના સમયે મોદી જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ડિસ્કવરી ચેનલના પ્રમુખ સાથે મગર જોડે એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. શહીદોના અપમાનનું જે ઉદાહરણ મોદીએ રજૂ કર્યું એવું આખી દુનિયામાં ક્યાંય જોવા નથી મળ્યું. જ્યારે દેશ શહીદોના શબના ટુકડા ભેગા કરી રહ્યો હતો, ત્યારે મોદી ચા-નાસ્તો કરી રહ્યા હતા.

  કોંગ્રેસે ગુરૂવારે પુલવામા હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે હુમલાના સમયે મોદી જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ડિસ્કવરી ચેનલના પ્રમુખ સાથે મગર જોડે એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. શહીદોના અપમાનનું જે ઉદાહરણ મોદીએ રજૂ કર્યું એવું આખી દુનિયામાં ક્યાંય જોવા નથી મળ્યું. જ્યારે દેશ શહીદોના શબના ટુકડા ભેગા કરી રહ્યો હતો, ત્યારે મોદી ચા-નાસ્તો કરી રહ્યા હતા.

  1/9
 • કાલિંદી એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસમાં સુરક્ષા એજન્સીનો મળેલા પત્રએ તેમના હોશ ઉડાવી દીધા છે. જૈશ-એ-મોહમ્મદના એજન્ટના નામથી મળેલા આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં RDXથી ભરેલી બલ્લી લાગવવાની અને શતાબ્દી એક્સપ્રેસને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. શતાબ્દીના દિલ્હી કાનપુર વચ્ચે આવતા નાળાને નુકસાન પહોંચાડવાની આ પત્રમાં વાત કરવામાં આવી છે. પત્રમાં સાડા પાંચ કરોડ રૂપિયા બોનસ તરીકે આપવાની પણ વાત કરવામાં આવી છે.

  કાલિંદી એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસમાં સુરક્ષા એજન્સીનો મળેલા પત્રએ તેમના હોશ ઉડાવી દીધા છે. જૈશ-એ-મોહમ્મદના એજન્ટના નામથી મળેલા આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં RDXથી ભરેલી બલ્લી લાગવવાની અને શતાબ્દી એક્સપ્રેસને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. શતાબ્દીના દિલ્હી કાનપુર વચ્ચે આવતા નાળાને નુકસાન પહોંચાડવાની આ પત્રમાં વાત કરવામાં આવી છે. પત્રમાં સાડા પાંચ કરોડ રૂપિયા બોનસ તરીકે આપવાની પણ વાત કરવામાં આવી છે.

  2/9
 • પુલવામા હુમલા બાદ ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયોએ સશસ્ત્ર દળોને બાય રોડ મુસાફરી કરવાની ના પાડી દીધી છે.  ગૃહમંત્રાલયે દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મૂ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મૂના માર્ગ પર સશસ્ત્ર બળોને હવાઈ માર્ગે સફર કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય સશસ્ત્ર દળોના તમામ જવાનો હવેથી હવાઈ માર્ગે જ સફર કરશે. ગૃહમંત્રાલયના આ નિર્ણયની અસર કેન્દ્રીય સશસ્ત્ર દળોના 7 લાખ 80 હજાર જવાનો પર પડશે, જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASIનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

  પુલવામા હુમલા બાદ ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયોએ સશસ્ત્ર દળોને બાય રોડ મુસાફરી કરવાની ના પાડી દીધી છે.  ગૃહમંત્રાલયે દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મૂ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મૂના માર્ગ પર સશસ્ત્ર બળોને હવાઈ માર્ગે સફર કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય સશસ્ત્ર દળોના તમામ જવાનો હવેથી હવાઈ માર્ગે જ સફર કરશે. ગૃહમંત્રાલયના આ નિર્ણયની અસર કેન્દ્રીય સશસ્ત્ર દળોના 7 લાખ 80 હજાર જવાનો પર પડશે, જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASIનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

  3/9
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. પીએમ મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે સિયોલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયા સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પણ હાજર રહ્યા હતા.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. પીએમ મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે સિયોલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયા સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પણ હાજર રહ્યા હતા.

  4/9
 • રાજ્યમાં એસટી નિગમના 45 હજાર કર્મચારીઓ હડતાળ પર છે. જેને કારણે રાજ્યમાં એક પણ એસટી બસ દોડી નથી રહી. હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સીએમ વિજય રૂપાણી એસટીના કર્મચારીઓને હડતાળ સમેટી લેવા માટે અપીલ કરી છે. સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપીને કહ્યું છે કે,'હડતાળ સમેટી લો, ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ આવશે.'

  રાજ્યમાં એસટી નિગમના 45 હજાર કર્મચારીઓ હડતાળ પર છે. જેને કારણે રાજ્યમાં એક પણ એસટી બસ દોડી નથી રહી. હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સીએમ વિજય રૂપાણી એસટીના કર્મચારીઓને હડતાળ સમેટી લેવા માટે અપીલ કરી છે. સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપીને કહ્યું છે કે,'હડતાળ સમેટી લો, ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ આવશે.'

  5/9
 • ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે સીએમ રૂપાણી શાયરાના અંદાજમાં જોવા મળ્યા. રાજ્યપાલના આભાર પ્રસ્તાવમાં  પાણીએ શાયરાના અંદાજમાં કટાક્ષ કર્યો. વિધાનસભામાં રાજ્યપાલ ઓ.પી. કોહલીના પ્રવચનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં તેમણે શાયરાના અંદાજમાં કોંગ્રેસને કહ્યું હતું કે, આપકે દિલ મેં કુછ લગતા હૈ ધુઆ ધુઆ સા લગતા હૈ...આપકી આંખો મેં કુછ ચુભતા હૈ... શાયદ કૂર્સી કા આપકા સપના સુલગતા હૈ.

  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે સીએમ રૂપાણી શાયરાના અંદાજમાં જોવા મળ્યા. રાજ્યપાલના આભાર પ્રસ્તાવમાં  પાણીએ શાયરાના અંદાજમાં કટાક્ષ કર્યો. વિધાનસભામાં રાજ્યપાલ ઓ.પી. કોહલીના પ્રવચનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં તેમણે શાયરાના અંદાજમાં કોંગ્રેસને કહ્યું હતું કે, આપકે દિલ મેં કુછ લગતા હૈ ધુઆ ધુઆ સા લગતા હૈ...આપકી આંખો મેં કુછ ચુભતા હૈ... શાયદ કૂર્સી કા આપકા સપના સુલગતા હૈ.

  6/9
 • કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા છે. ત્યારે આ હુમલામાં સ્થાનિક વ્યક્તિની જ સંડોવણીનો ખુલાસો થતા સુરક્ષા એજન્સીઓ સતર્કતાથી કામગીરી કરી રહી છે. હાઇએલર્ટની વચ્ચે સીમાવર્તી કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના નાના એવા ગામનો વ્યક્તિ અન્યના નામે સીમકાર્ડ લઇ પાકિસ્તાનમાં વાત કરતો હોવાની બાતમી ગુપ્તચર એજન્સીને મળી હતી. તેના આધારે પોલીસે બે વ્યક્તિઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

  કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા છે. ત્યારે આ હુમલામાં સ્થાનિક વ્યક્તિની જ સંડોવણીનો ખુલાસો થતા સુરક્ષા એજન્સીઓ સતર્કતાથી કામગીરી કરી રહી છે. હાઇએલર્ટની વચ્ચે સીમાવર્તી કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના નાના એવા ગામનો વ્યક્તિ અન્યના નામે સીમકાર્ડ લઇ પાકિસ્તાનમાં વાત કરતો હોવાની બાતમી ગુપ્તચર એજન્સીને મળી હતી. તેના આધારે પોલીસે બે વ્યક્તિઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

  7/9
 • અક્ષયકુમારની અપકમિંગ ફિલ્મ કેસરીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. અક્ષયકુમારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મમાં અક્ષયકુમારની ઓપોઝિટ પરિણીતિ ચોપરા છે. ફિલ્મ ટ્રેલરમાં અક્ષયકુમાર દેશભક્તિનું ઝનુન બતાવી રહ્યા છે. તેમનું જોશ અને ઝનૂન તમારા પણ રૂંવાડા ઉભા કરી દેશે. ટ્રેલર રિલીઝ થવાની ગણતરીની મિનિટોમાં વાઈરલ થઈ રહ્યું છે. અક્ષયની કેસરી 2019માં હોળીના દિવસે રિલીઝ થવાની છે.

  અક્ષયકુમારની અપકમિંગ ફિલ્મ કેસરીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. અક્ષયકુમારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મમાં અક્ષયકુમારની ઓપોઝિટ પરિણીતિ ચોપરા છે. ફિલ્મ ટ્રેલરમાં અક્ષયકુમાર દેશભક્તિનું ઝનુન બતાવી રહ્યા છે. તેમનું જોશ અને ઝનૂન તમારા પણ રૂંવાડા ઉભા કરી દેશે. ટ્રેલર રિલીઝ થવાની ગણતરીની મિનિટોમાં વાઈરલ થઈ રહ્યું છે. અક્ષયની કેસરી 2019માં હોળીના દિવસે રિલીઝ થવાની છે.

  8/9
 •  'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ-સાથ હૈ' અને 'વિવાહ' જેવી પારિવારિક ડ્રામા ફિલ્મોથી ચર્ચામાં આવેલા લોકપ્રિય પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું નિધન થયું છે. આ વાતની જાણકારી ફિલ્મ ક્રિટિક્સ અક્ષય રાઠીએ આપી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે રાજકુમાર બડજાત્યાનું નિધન થઇ ચુક્યુ છે. ટ્વીટ કરી લખ્યું કે હુ પોતે રાજકુમાર બડજાત્યાના નિધનના સમાચારથી આઘાતમાં છું રાજબાબૂ ખૂબ જ શાનદાર પ્રોડ્યુસર હતા.

   'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ-સાથ હૈ' અને 'વિવાહ' જેવી પારિવારિક ડ્રામા ફિલ્મોથી ચર્ચામાં આવેલા લોકપ્રિય પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું નિધન થયું છે. આ વાતની જાણકારી ફિલ્મ ક્રિટિક્સ અક્ષય રાઠીએ આપી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે રાજકુમાર બડજાત્યાનું નિધન થઇ ચુક્યુ છે. ટ્વીટ કરી લખ્યું કે હુ પોતે રાજકુમાર બડજાત્યાના નિધનના સમાચારથી આઘાતમાં છું રાજબાબૂ ખૂબ જ શાનદાર પ્રોડ્યુસર હતા.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

મોદીની દક્ષિણ કોરિયાની મુલાકાતથી, ગૃહ મંત્રાલયના નવા આદેશ સુધી, કેસરીના ટ્રેલરથી રાજકુમાર બરજાત્યાના નિધન સુધીના તમામ સમાચાર એક સાથે વાંચો 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK