2 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

Feb 25, 2019, 13:51 IST
 • વડા પ્રધાન આજે દિલ્હીમાં નૅશનલ વૉર મેમોરિયલનું લોકાર્પણ કરશે. એ મેમોરિયલની વિગતો પણ વડા પ્રધાને ગઈ કાલે રેડિયો વાર્તાલાપ શ્નમન કી બાત’માં આપી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘દિલ્હીની મધ્યમાં એટલે કે હાલમાં જ્યાં ઇન્ડિયા ગેટ અને અમર જવાન જ્યોતિ છે એ જગ્યાની સામે નૅશનલ વૉર મેમોરિયલ બાંધવામાં આવ્યું છે. એ મેમોરિયલ-રાષ્ટ્રીય સૈનિક સ્મારક આઝાદી પછી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો-સૈનિકોને સન્માનના પ્રતીકરૂપ છે. 

  વડા પ્રધાન આજે દિલ્હીમાં નૅશનલ વૉર મેમોરિયલનું લોકાર્પણ કરશે. એ મેમોરિયલની વિગતો પણ વડા પ્રધાને ગઈ કાલે રેડિયો વાર્તાલાપ શ્નમન કી બાત’માં આપી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘દિલ્હીની મધ્યમાં એટલે કે હાલમાં જ્યાં ઇન્ડિયા ગેટ અને અમર જવાન જ્યોતિ છે એ જગ્યાની સામે નૅશનલ વૉર મેમોરિયલ બાંધવામાં આવ્યું છે. એ મેમોરિયલ-રાષ્ટ્રીય સૈનિક સ્મારક આઝાદી પછી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો-સૈનિકોને સન્માનના પ્રતીકરૂપ છે. 

  1/6
 • અરૂણાચલ પ્રદેશમાં આદિવાસી સમાજને સ્થાયી નિવાસ પ્રમાણપત્ર આપવા મામલે હિંસા ભડકી ઉઠી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં પરિસ્થિતિ તંગ છે. રાજ્યમાં સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે, તો પરિસ્થિતિ કાબુમાં લેવા કલમ 144 લાગુ કરાઈ છે. સ્થાયી નિવાસ પ્રમાણપત્ર મામલે અરૂણાચલ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યા છે. રવિવારે હિંસા એટલી ઉગ્ર બની કે પ્રદર્શનકારીયોએ નાયબ મુખ્યપ્રધાનનું ઘર સળગાવી દીધું. કેન્દ્ર અને રાજ્ય સરકાર પરિસ્થિતિ કાબુમાં લેવા કામ કરી રહી છે, પરંતુ પરિસ્થિતિ કથળથી જઈ રહી છે.

  અરૂણાચલ પ્રદેશમાં આદિવાસી સમાજને સ્થાયી નિવાસ પ્રમાણપત્ર આપવા મામલે હિંસા ભડકી ઉઠી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં પરિસ્થિતિ તંગ છે. રાજ્યમાં સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે, તો પરિસ્થિતિ કાબુમાં લેવા કલમ 144 લાગુ કરાઈ છે. સ્થાયી નિવાસ પ્રમાણપત્ર મામલે અરૂણાચલ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યા છે. રવિવારે હિંસા એટલી ઉગ્ર બની કે પ્રદર્શનકારીયોએ નાયબ મુખ્યપ્રધાનનું ઘર સળગાવી દીધું. કેન્દ્ર અને રાજ્ય સરકાર પરિસ્થિતિ કાબુમાં લેવા કામ કરી રહી છે, પરંતુ પરિસ્થિતિ કથળથી જઈ રહી છે.

  2/6
 • રાજ્યમાં ઠંડી ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર ઓછો નથી થઈ રહ્યો. સ્વાઈન ફ્લૂના કેસ રોજેરોજ વધી રહ્યા છે. ફેબ્રુઆરી 24 સુધીમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 83 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 83 કેસ નોંધાયા છે. વડોદરામાં રવિવારે સ્વાઈન ફ્લૂના 19 પોઝિટિવ કેસ નોંધાયા તો સુરતમાં પણ વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

  રાજ્યમાં ઠંડી ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ સ્વાઈન ફ્લૂનો કહેર ઓછો નથી થઈ રહ્યો. સ્વાઈન ફ્લૂના કેસ રોજેરોજ વધી રહ્યા છે. ફેબ્રુઆરી 24 સુધીમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 83 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 83 કેસ નોંધાયા છે. વડોદરામાં રવિવારે સ્વાઈન ફ્લૂના 19 પોઝિટિવ કેસ નોંધાયા તો સુરતમાં પણ વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

  3/6
 • અમદાવાદમાં એક કોલેજે વિદ્યાર્થીઓને પબ જી ગેમ રમાડી હોવાની ઘટના સામે આવી છે. જી હાં, અમદાવાદની આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે વિદ્યાર્થીઓને Pub G ગેમ રમાડી. કોલેજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓને Pub G ગેમ રમાડવામાં આવી હતી. આ મામલે હવે એક સામાજિક કાર્યકરે સરકાર, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને અરજી કરીને રજૂઆત પણ કરી છે.

  અમદાવાદમાં એક કોલેજે વિદ્યાર્થીઓને પબ જી ગેમ રમાડી હોવાની ઘટના સામે આવી છે. જી હાં, અમદાવાદની આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે વિદ્યાર્થીઓને Pub G ગેમ રમાડી. કોલેજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓને Pub G ગેમ રમાડવામાં આવી હતી. આ મામલે હવે એક સામાજિક કાર્યકરે સરકાર, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને અરજી કરીને રજૂઆત પણ કરી છે.

  4/6
 • હોલીવુડના ડોલ્બી થિયેટરમાં ચાલી રહેલા 91મા ઓસ્કાર એવોર્ડમાં આ ફિલ્મને પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાની જાહેરાત થઈ છે. ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના કાઢીખેડા ગામની યુવતી પર બનેલી શોર્ટ ફિલ્મ 'પીરિયડ એન્ડ ઓફ સેન્ટેસે' ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. હોલીવુડના ડોલ્બી થિયેટરમાં ચાલી રહેલા 91મા ઓસ્કાર એવોર્ડમાં આ ફિલ્મને પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાની જાહેરાત થઈ છે. કાઠીખેડા ગામની યુવતી સ્નેહ પર બનેલી ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થઈ હતી.

  હોલીવુડના ડોલ્બી થિયેટરમાં ચાલી રહેલા 91મા ઓસ્કાર એવોર્ડમાં આ ફિલ્મને પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાની જાહેરાત થઈ છે. ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના કાઢીખેડા ગામની યુવતી પર બનેલી શોર્ટ ફિલ્મ 'પીરિયડ એન્ડ ઓફ સેન્ટેસે' ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. હોલીવુડના ડોલ્બી થિયેટરમાં ચાલી રહેલા 91મા ઓસ્કાર એવોર્ડમાં આ ફિલ્મને પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાની જાહેરાત થઈ છે. કાઠીખેડા ગામની યુવતી સ્નેહ પર બનેલી ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ થઈ હતી.

  5/6
 • જેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા તે કોમેડી ફિલ્મ ટોટલ ધમાલએ વીકેન્ડમાં કમાણીના મામલામાં ઘણી ધમાલ કરી દીધી છે. જોકે ફિલ્મના રીવ્યુ સારા આવ્યા ન હતા. તેમ છતાં દર્શકોએ આ કોમેડી ફિલ્મને ઘણી પસંદ કરી છે. બોક્સ ઓફિસના ડેટા પ્રમાણે પહેલા વિકેન્ડમાં ટોટલ ધમાલે કુલ 62 કરોડનું કલેક્શન કર્યું છે.

  જેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા તે કોમેડી ફિલ્મ ટોટલ ધમાલએ વીકેન્ડમાં કમાણીના મામલામાં ઘણી ધમાલ કરી દીધી છે. જોકે ફિલ્મના રીવ્યુ સારા આવ્યા ન હતા. તેમ છતાં દર્શકોએ આ કોમેડી ફિલ્મને ઘણી પસંદ કરી છે. બોક્સ ઓફિસના ડેટા પ્રમાણે પહેલા વિકેન્ડમાં ટોટલ ધમાલે કુલ 62 કરોડનું કલેક્શન કર્યું છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK