અત્યાર સુધીના દિવસભરના મહત્વના સમાચાર, જે જાણવા છે જરૂરી

Published: Jan 27, 2019, 19:37 IST | Bhavin
 • કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ફરી એકવાર પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ ચૂંટણીમાં આપેલા વાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું,'સપના એ બતાવવા નેતાઓને સારા લાગે છે, પરંતુ જે સપના બતાવ્યા છે તે પૂરા ન થાય તો જનતા તેને વખોડી નાખે છે. એટલે સપના એ જ બતાવો જે પૂરા થઈ શકે.'

  કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ફરી એકવાર પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ ચૂંટણીમાં આપેલા વાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું,'સપના એ બતાવવા નેતાઓને સારા લાગે છે, પરંતુ જે સપના બતાવ્યા છે તે પૂરા ન થાય તો જનતા તેને વખોડી નાખે છે. એટલે સપના એ જ બતાવો જે પૂરા થઈ શકે.'

  1/9
 • અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી ફરી ટળી છે. 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી જજની ગેરહાજરીને કારણે ટળી છે. જસ્ટિસ બોબડે 29 તારીખે હાજર ન રહી શકવાના હોવાને કારણે આ સુનાવણી ટળી છે. નવી સુનાવણી ક્યારે થશે તેની તારીખ જાહેર નથી કરવામાં આવી.

  અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી ફરી ટળી છે. 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી જજની ગેરહાજરીને કારણે ટળી છે. જસ્ટિસ બોબડે 29 તારીખે હાજર ન રહી શકવાના હોવાને કારણે આ સુનાવણી ટળી છે. નવી સુનાવણી ક્યારે થશે તેની તારીખ જાહેર નથી કરવામાં આવી.

  2/9
 • વૈષ્ણોદેવી નજીક ગુજરાતના પ્રવાસીઓને બસને અકસ્માત નડ્યો છે. જેમાં 2 NRGના મોત થયા છે, તો 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ કાશ્મીરના પઠાણકોટ રોડ પર આ અકસ્માત નડ્યો છે. ગુજરાત સરકારે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે આ મુદ્દે વાતચીત શરૂ કરી છે.

  વૈષ્ણોદેવી નજીક ગુજરાતના પ્રવાસીઓને બસને અકસ્માત નડ્યો છે. જેમાં 2 NRGના મોત થયા છે, તો 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ કાશ્મીરના પઠાણકોટ રોડ પર આ અકસ્માત નડ્યો છે. ગુજરાત સરકારે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે આ મુદ્દે વાતચીત શરૂ કરી છે.

  3/9
 • ઉત્તરાખંડના ચંપાવતમાં પણ અકસ્માતે 8 લોકોનો ભોગ લીધો. ઉત્તરાખંડના ચંપાવત વિસ્તારમાં રવિવારે એક પિકઅપ વાન ખીણમાં પડતાં 8 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. પોલીસ અને SDRFની ટીમે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના પિથોરાગઢ રોડ પર થઈ છે.

  ઉત્તરાખંડના ચંપાવતમાં પણ અકસ્માતે 8 લોકોનો ભોગ લીધો. ઉત્તરાખંડના ચંપાવત વિસ્તારમાં રવિવારે એક પિકઅપ વાન ખીણમાં પડતાં 8 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. પોલીસ અને SDRFની ટીમે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના પિથોરાગઢ રોડ પર થઈ છે.

  4/9
 •  વડાપ્રધાન મોદી આજે તામિલનાડુ અને કેરળના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે સવારે પહેલા તામિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા. જ્યાં તેમણે AIIMSનો શિલાન્યાસ કર્યો. બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી કેરળ અને તામિલનાડુના લોકો માટે કેટલીક યોજનાઓનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદી તામિલનાડુના મદુરાઈમાં 750 બેડવાળી AIIMSનો શિલાન્યાસ કર્યો. 2015-16ના બજેટમાં તામિલનાડુમાં AIIMSને મંજૂરી અપાઈ હતી. 200 એકરમાં બનેલી AIIMS 1500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. 

   વડાપ્રધાન મોદી આજે તામિલનાડુ અને કેરળના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે સવારે પહેલા તામિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા. જ્યાં તેમણે AIIMSનો શિલાન્યાસ કર્યો. બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી કેરળ અને તામિલનાડુના લોકો માટે કેટલીક યોજનાઓનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદી તામિલનાડુના મદુરાઈમાં 750 બેડવાળી AIIMSનો શિલાન્યાસ કર્યો. 2015-16ના બજેટમાં તામિલનાડુમાં AIIMSને મંજૂરી અપાઈ હતી. 200 એકરમાં બનેલી AIIMS 1500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. 

  5/9
 • અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારતમાં અચાનક જ ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે, જેથી બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 7 ડિગ્રી સાથે ડીસા અને નલિયા રાજ્યના સૌથી ઠંડા શહેર બન્યા છે. પવનની દિશા બદલાતા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોથી રાજ્યમાં કોલ્ડવેવનું પ્રમાણ વધ્યું છે. દિવસ દરમિયાન ચાલી રહેલા કોલ્ડવેવથી લોકો ઠુંઠવાઈ રહ્યાં છે.

  અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારતમાં અચાનક જ ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે, જેથી બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 7 ડિગ્રી સાથે ડીસા અને નલિયા રાજ્યના સૌથી ઠંડા શહેર બન્યા છે. પવનની દિશા બદલાતા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોથી રાજ્યમાં કોલ્ડવેવનું પ્રમાણ વધ્યું છે. દિવસ દરમિયાન ચાલી રહેલા કોલ્ડવેવથી લોકો ઠુંઠવાઈ રહ્યાં છે.

  6/9
 • પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે વતન દિગસરમાં પ્રભુતામાં પગલા પાડ્યા. હાર્દિક પટેલે બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા. લગ્ન બાદર હાર્દિકે નિવેદન આપ્યું કે આ બીજી ઈનિંગ છે હવે અમે બંને સાથે મળીને લડીશું.

  પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે વતન દિગસરમાં પ્રભુતામાં પગલા પાડ્યા. હાર્દિક પટેલે બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા. લગ્ન બાદર હાર્દિકે નિવેદન આપ્યું કે આ બીજી ઈનિંગ છે હવે અમે બંને સાથે મળીને લડીશું.

  7/9
 • સાયના નેહવાલે પ્રતિષ્ઠિત ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ જીતી લીધો છે. સ્પેનની કૈરોલિના મોરીન ઈજાને કારણે ખસી જતા સાયનાને વિજેતા જાહેર કરવામાં આવી. મોરિન મેચમાં 10-4થી આગળ હતી. ત્યારે જ ઈજા થતા તે આગળની મેચ રમી ન શકી. પરિણામે સાયના નેહવાલને ચેમ્પિયન જાહેર કરવામાં આવી.

  સાયના નેહવાલે પ્રતિષ્ઠિત ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ જીતી લીધો છે. સ્પેનની કૈરોલિના મોરીન ઈજાને કારણે ખસી જતા સાયનાને વિજેતા જાહેર કરવામાં આવી. મોરિન મેચમાં 10-4થી આગળ હતી. ત્યારે જ ઈજા થતા તે આગળની મેચ રમી ન શકી. પરિણામે સાયના નેહવાલને ચેમ્પિયન જાહેર કરવામાં આવી.

  8/9
 • નોવાક જોકોવિચે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. 2019ના પુરુષ સિંગલ્સની ફાઈનલમાં સર્બિયાના નોવાક જોકોવિચે સ્પેનના રાફેલ નાડાલને સીધા સેટમાં હરાવીને ટાઈટલ પોતાના નામે કરી લીધું. જોકોવિચે આખી મેચમાં નડાલને કોઈ તક ન આપતા સીધા સેટોમાં 6-3,6-2,6-3થી પરાજય આપ્યો. જોકોવિચે વર્ષનું પહેલું ગ્રાન્ડસ્લેમ જીતીને સારી શરૂઆત કરી છે.

  નોવાક જોકોવિચે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. 2019ના પુરુષ સિંગલ્સની ફાઈનલમાં સર્બિયાના નોવાક જોકોવિચે સ્પેનના રાફેલ નાડાલને સીધા સેટમાં હરાવીને ટાઈટલ પોતાના નામે કરી લીધું. જોકોવિચે આખી મેચમાં નડાલને કોઈ તક ન આપતા સીધા સેટોમાં 6-3,6-2,6-3થી પરાજય આપ્યો. જોકોવિચે વર્ષનું પહેલું ગ્રાન્ડસ્લેમ જીતીને સારી શરૂઆત કરી છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK