15 વર્ષથી આ બહેન બનાવે છે શ્રી કૃષ્ણના જુદાં જુદાં અવતારની રંગોળી, જુઓ તસવીરો

Updated: 19th November, 2020 14:41 IST | Shilpa Bhanushali
 • ડૉ. રચના જાજલ દરવર્ષે રંગોળી કરીને પોતાનો શોખ અને ઇચ્છા બન્ને પૂરી કરે છે અને આ રીતે પોતાનો કલા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કરતાં રહે છે.

  ડૉ. રચના જાજલ દરવર્ષે રંગોળી કરીને પોતાનો શોખ અને ઇચ્છા બન્ને પૂરી કરે છે અને આ રીતે પોતાનો કલા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કરતાં રહે છે.

  1/18
 • વર્ષ 2006માં ડૉ. રચના જાજલે ભગવાન શ્રીકૃષ્ણના શ્રીનાથજી સ્વરૂપની રંગોળી બનાવી હતી.

  વર્ષ 2006માં ડૉ. રચના જાજલે ભગવાન શ્રીકૃષ્ણના શ્રીનાથજી સ્વરૂપની રંગોળી બનાવી હતી.

  2/18
 •  વર્ષ 2007માં મા યશોદા કૃષ્ણના બાળસ્વરૂપને લાડ લડાવતા હોય તેવા દ્રશ્યની આ સુંદર રંગોળી કરી હતી. 

   વર્ષ 2007માં મા યશોદા કૃષ્ણના બાળસ્વરૂપને લાડ લડાવતા હોય તેવા દ્રશ્યની આ સુંદર રંગોળી કરી હતી. 

  3/18
 • વર્ષ 2008માં તેમણે રાધાકૃષ્ણની રંગોળી કરી હતી.

  વર્ષ 2008માં તેમણે રાધાકૃષ્ણની રંગોળી કરી હતી.

  4/18
 • વર્ષ 2009માં ભક્તવત્સલ પ્રભુ શ્રી કૃષ્ણ સાથે મીરાની ભક્તિ દર્શાવતી આ રંગોળીનું દ્રશ્ય ખરેખર અદ્ભુત છે.

  વર્ષ 2009માં ભક્તવત્સલ પ્રભુ શ્રી કૃષ્ણ સાથે મીરાની ભક્તિ દર્શાવતી આ રંગોળીનું દ્રશ્ય ખરેખર અદ્ભુત છે.

  5/18
 • વર્ષ 2010માં બનાવેલ કમળપર બિરાજીત મહાદેવ પાર્વતી સહિત શિવલિંગ આ દ્રશ્ય રંગોળીમાં ખરેખર આહ્લાદક લાગે છે.

  વર્ષ 2010માં બનાવેલ કમળપર બિરાજીત મહાદેવ પાર્વતી સહિત શિવલિંગ આ દ્રશ્ય રંગોળીમાં ખરેખર આહ્લાદક લાગે છે.

  6/18
 • વર્ષ 2011માં ડૉ. રચના જાજલે ગણેશજીની રંગોળી કરી હતી.

  વર્ષ 2011માં ડૉ. રચના જાજલે ગણેશજીની રંગોળી કરી હતી.

  7/18
 • આ રંગોળી માટે તેમણે ક્યાંયથી પણ ખાસ ટ્રેઇનિંગ મેળવી નથી. અને તેમ છતાં વર્ષે દરવર્ષે તેમની રંગોળીમાં ધીમે ધીમે સુધારા થતાં જોવા મળે છે.

  આ રંગોળી માટે તેમણે ક્યાંયથી પણ ખાસ ટ્રેઇનિંગ મેળવી નથી. અને તેમ છતાં વર્ષે દરવર્ષે તેમની રંગોળીમાં ધીમે ધીમે સુધારા થતાં જોવા મળે છે.

  8/18
 • વર્ષ 2013માં તેમણે કમળ પર બિરાજીત મા લક્ષ્મીની રંગોળી કરી હતી.

  વર્ષ 2013માં તેમણે કમળ પર બિરાજીત મા લક્ષ્મીની રંગોળી કરી હતી.

  9/18
 • વર્ષ 2014માં શ્રી કૃષ્ણ જન્મ દરમિયાન ભગવાન વસુદેવ કૃષ્ણને ટોપલીમાં યમુના પર કરે છે તે દ્રશ્ય દોર્યું છે.

  વર્ષ 2014માં શ્રી કૃષ્ણ જન્મ દરમિયાન ભગવાન વસુદેવ કૃષ્ણને ટોપલીમાં યમુના પર કરે છે તે દ્રશ્ય દોર્યું છે.

  10/18
 • વર્ષ 2015માં ભગવાન શ્રી કૃષ્ણના વામન અવતારને રંગોળીમાં એક આગવો ઓપ આપ્યો છે.

  વર્ષ 2015માં ભગવાન શ્રી કૃષ્ણના વામન અવતારને રંગોળીમાં એક આગવો ઓપ આપ્યો છે.

  11/18
 • ડૉ. રચના જાજલ જેટલા સુંદર શ્રી કૃષ્ણના અવતારો રંગોળીમાં બનાવે છે તેટલી જ સુંદર તે અન્ય રંગોળીઓ પણ બનાવે છે.

  ડૉ. રચના જાજલ જેટલા સુંદર શ્રી કૃષ્ણના અવતારો રંગોળીમાં બનાવે છે તેટલી જ સુંદર તે અન્ય રંગોળીઓ પણ બનાવે છે.

  12/18
 • આ દરેક રંગોળી દોરવા માટે તે એક ખાસ ચિંતન કરે છે. ઘણીવાર તેમને જે કલર જોઇએ તે ન મળે તો તે જાતે રંગોળીના કલર પણ ઘરે બનાવે છે.

  આ દરેક રંગોળી દોરવા માટે તે એક ખાસ ચિંતન કરે છે. ઘણીવાર તેમને જે કલર જોઇએ તે ન મળે તો તે જાતે રંગોળીના કલર પણ ઘરે બનાવે છે.

  13/18
 • વર્ષ 2017માં તેમણે બે રંગોળી બનાવી હતી.

  વર્ષ 2017માં તેમણે બે રંગોળી બનાવી હતી.

  14/18
 • વર્ષ 2018માં ડૉ. રચના જાજલે ફરી બે રંગોળી બનાવી હતી જેમાંથી એક ભગવાન બુદ્ધની હતી અને બીજી તેમણે મોરની રંગોળી બનાવી હતી.

  વર્ષ 2018માં ડૉ. રચના જાજલે ફરી બે રંગોળી બનાવી હતી જેમાંથી એક ભગવાન બુદ્ધની હતી અને બીજી તેમણે મોરની રંગોળી બનાવી હતી.

  15/18
 • આ રંગોળી પણ તેમણે વર્ષ 2018માં જ કરી હતી.

  આ રંગોળી પણ તેમણે વર્ષ 2018માં જ કરી હતી.

  16/18
 • શું તમને ખ્યાલ આવે છે કે આ વર્ષ 2019ની રંગોળીમાં કોની પ્રતિમા છે?

  શું તમને ખ્યાલ આવે છે કે આ વર્ષ 2019ની રંગોળીમાં કોની પ્રતિમા છે?

  17/18
 • આ વર્ષે ડૉ. રચના જાજલે જે રંગોળી કરી તે પૂરી કરવા માટે તેમને લગભગ 36 કલાક જેટલો સમય લાગ્યો છે. આ રંગોળીમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધનલીલાના દર્શન લોકોને કરાવ્યા છે.

  આ વર્ષે ડૉ. રચના જાજલે જે રંગોળી કરી તે પૂરી કરવા માટે તેમને લગભગ 36 કલાક જેટલો સમય લાગ્યો છે. આ રંગોળીમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધનલીલાના દર્શન લોકોને કરાવ્યા છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

કાંદીવલી વેસ્ટના મહાવીર નગરમાં આવેલી પંચશીલ બિલ્ડિંગમાં રહેતા ડૉક્ટર રચના જાજલ પોતે આયુર્વેદિક ફિઝિશિયન હોવા છતાં રંગોળીમાં બાળપણથી રસ ધરાવે છે અને એટલે જ લગભગ છેલ્લા 15 વર્ષથી દિવાળી દરમિયાન કૃષ્ણના જુદાં જુદાં સ્વરૂપ પોતાની રંગોળીમાં કંડારે છે. સૌ પ્રથમ તેમણે ગણપતિની રંગોળી બનાવી અને તેમાંથી પ્રોત્સાહન મળતાં ત્યારથી જ તે આ રીતે દરવર્ષે રંગોળી બનાવે છે.

First Published: 19th November, 2020 14:07 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK