અમૃતા ફડણવીસનો જન્મ 9 એપ્રિલ, 1979ના રોજ થયો છે. અમૃતા ફડણવીસ ટ્રેઈન્ડ ક્લાસિકલ ડાન્સર હોવાની સાથે બેન્કર અને સમાજ સેવિકા પણ છે. લગ્ન પહેલા તેમનુ નામ અમૃતા રાનડે હતું.
1/20
અમૃતા ફડણવીસે નાગપુરની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન તેમણે જી.એસ. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. તો પૂણેની જાણીતી સંસ્થા સિમ્બોઈસિસમાંથી એમબીએની ડિગ્રી મેળવી ચૂક્યા છે.
2/20
અભ્યાસમાં સારા હોવાની સાથે સાથે અમૃતા ફડણવીસ સ્પોર્સ્ટ પર્સન પણ હતા. તેઓ અન્ડર 16 સ્ટેટ લેવલના ટેનિસ પ્લેયર રહી ચૂક્યા છે.
3/20
અમૃતા ફડણવીસે એક્સિસ બેન્કમાં એક્ઝિક્યુટિવ - કેશિયર તરીકે 2003માં કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ એક્કિસ બેન્કની નાગપુર બ્રાંચના હેડ પણ બન્યા હતા.
4/20
અમૃતા ફડણવીસ અને દેવેન્દ્ર ફડણવીસના અરેન્જ મેરેજ છે. લગ્નના આટલા વર્ષો બાદ પણ બંને વચ્ચેનો પ્રેમ અકબંધ છે. અમૃતા ફડણવીસ કહે છે કે દેવેન્દ્ર ફડણવીસ રોમેન્ટિક અને લાગણીશીલ વ્યક્તિ છે.
5/20
દેવેન્દ્ર ફડણવીસ ઓક્ટોબર 2014માં મહારાષ્ટ્રના સીએમ બન્યા હતા ત્યાર બાદ તેઓ મુંબઈ શિફ્ટ થયા. ફડણવીસે સ્વીકાર્યું હતું કે મુંબઈ આવ્યા બાદ તેમણે એક પણ ફિલ્મ નથી જોઈએ.
6/20
એક ઈન્ટરવ્યુમાં અમૃતા ફડણવીસે કહ્યું હતું કે તેમણે શુંપહેર્યું છે, કેવી હેરસ્ટાઈલ કરી છે, તે દેવેન્દ્ર ફડણવીસ ક્યારેય નોટિસ કરતા નથી.
7/20
અમૃતા ફડણવીસ અને દેવેન્દ્ર ફડણવીસને એક દિકરી છે, જેનું નામ દિવીજા છે. દિવીજા મુંબઈની કેથેડ્રલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
8/20
એક ઈન્ટરવ્યુમાં જ્યારે ફડણવીસને પૂછવામાં આવ્યું કે તેઓ પુત્રીની પેરેન્ટ ટીચર્સ મીટિંગ કરે છે, કે પછી પ્રિન્સિપાલ તેમના ઘરે આવે છે, જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે હું સીએમ છું એનો અર્થ નથી કે હું લાભ લઉ.
9/20
સામાજિક કાર્યકર્તા તરીકે અમૃતા ફડણવીસ વિમેન એમ્પાવરમેન્ટ અને ગ્રામીણ ભારતના વિકાસ માટે કાર્યરત છે.
10/20
અમૃતા ફડણવીસ દેવેન્દ્ર ફડણવીસને સર કહીને બોલાવે છે.
11/20
અમૃતા ફડણવીસે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વેઈટ લોસ કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસના ટ્રાન્સફોર્મેશન પાછળ પણ અમૃતા ફડણવીસ જ કારણભૂત છે.
12/20
અમૃતા ફડણવીસને વેલનેસ ગુરુ મિકી મહેતા ટ્રેઈન કરે છે. તે ફિટ રહેવા માટે નિયમિત યોગ કરે છે.
13/20
યોગ વિશે અમૃતા ફડણવીસનું કહેવું છે કે યોગને આખા વિશ્વએ સ્વીકાર્યો છે. તો આપણે પણ મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવા માટે યોગ કરવા જોઈે.
14/20
અમૃતા ફડણવીસ અમિતાભ બચ્ચન સાથે 'ફિર સે' નામના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. ટી સિરિઝે પ્રોડ્યુસ કર્યું હતું.
15/20
અમૃતા ફડણવીસે કેટલીક કમર્શિયલ એડ્સ અને સામાજિક ફિલ્મોમાં અવાજ પણ આપ્યો છે. અમૃતા ફડણવીસ પ્રકાશ ઝાની ફિલ્મ જય ગંગાજલનું ટાઈટલ સોંગ સબ ધન માટી પણ ગાઈ ચૂક્યા છે.
16/20
સમાજસેવાની વાત કરીએ તો અમૃતા ફડણવીસને આ કામ ખૂબ જ ગમે છે. ન્યૂયોર્કના ફેશન વિકમાં બાળકીઓના અભ્યાસ અંગે જાગૃક્તા ફેલવવા યોજાયેલા ફેશન વીકમાં અમૃતા શો સ્ટોપર રહ્યા હતા.
17/20
સામાજિક કાર્યકર્તા તરીકે અમૃતા ફડણવીસ વિમેન એમ્પાવરમેન્ટ અને ગ્રામીણ ભારતના વિકાસ માટે કામ કરે છે. અમૃતા ફડણવીસે નાગપુરના કેટાક ગામ પણ દત્તક લીધા છે.
18/20
અમૃતા ફડણવીસને જુદા જુદા એવોર્ડ અને સન્માન પણ મળી ચૂક્યા છે.
19/20
દેવેન્દ્ર ફડણવીસના સીએમ બન્યા બાદ અમૃતા ફડણવીસ એકલા પણ જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપતા રહે છે.
20/20
ફોટોઝ વિશે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પોતાની અલગ ઓળખ બનાવી છે. ચાલો જાણીએ કેવી રહી છે આ કપલની લવલાઈફ અને સાથે જાણીએ એક વ્યક્તિ તરીકે અમૃતા ફડણવીસ કેવા છે. (તસવીર સૌજન્યઃ અમૃતા ફડણવીસ ઈન્સ્ટાગ્રામ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK