3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Mar 11, 2019, 14:53 IST | Bhavin
 • 2007ના સમજૌતા બ્લાસ્ટ કેસમા આજે ચુકાદો આવશે. સમજૌતા એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા વિસ્ફોટ કેસની સુનાવણી માટે અસીમાનંદ સહિત ચારેય આરોપીઓ વિશેષ NIA કોર્ટ પહોંચી ચૂક્યા છે. પંચકુલાની સ્પેશિયલ NIA કોર્ટમાં થોડીવારમાં જ સુનાવણી શરૂ થશે. સમજૌતા બ્લાસ્ટમાં 68 મુસાફરોના મોત નીપજ્યા હતા, તો મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં મોટા ભાગના પાકિસ્તાનના વતની હતા.
  2007ના સમજૌતા બ્લાસ્ટ કેસમા આજે ચુકાદો આવશે. સમજૌતા એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા વિસ્ફોટ કેસની સુનાવણી માટે અસીમાનંદ સહિત ચારેય આરોપીઓ વિશેષ NIA કોર્ટ પહોંચી ચૂક્યા છે. પંચકુલાની સ્પેશિયલ NIA કોર્ટમાં થોડીવારમાં જ સુનાવણી શરૂ થશે. સમજૌતા બ્લાસ્ટમાં 68 મુસાફરોના મોત નીપજ્યા હતા, તો મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં મોટા ભાગના પાકિસ્તાનના વતની હતા.
  1/9
 • લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ વચ્ચે મુલાકાત થઈ છે. આ મુલાકાત બાદ બંને પક્ષ વચ્ચે ગઠબંધનની શક્યતાઓ મજબૂત બની છે.
  લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ વચ્ચે મુલાકાત થઈ છે. આ મુલાકાત બાદ બંને પક્ષ વચ્ચે ગઠબંધનની શક્યતાઓ મજબૂત બની છે.
  2/9
 • દિલ્હીની JNU યુનિવર્સિટીમાં દેશદ્રોહ મામલે કોર્ટ આજે વીડિયો ફૂટેજ ચેક કરશે. જો કે આ મામલે સુનાવણી 29 માર્ચે યોજાશે. ઉલ્લેખનીય છે કે JNUમાં ભારત તેરે ટુકડે હોંગે સહિતના દેશવિરોધી નારા લાગ્યા હતા. આ નારા લગાવવાનો આરોપ JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમાર સહિત કેટલાક વિદ્યાર્થીઓ પર છે.
  દિલ્હીની JNU યુનિવર્સિટીમાં દેશદ્રોહ મામલે કોર્ટ આજે વીડિયો ફૂટેજ ચેક કરશે. જો કે આ મામલે સુનાવણી 29 માર્ચે યોજાશે. ઉલ્લેખનીય છે કે JNUમાં ભારત તેરે ટુકડે હોંગે સહિતના દેશવિરોધી નારા લાગ્યા હતા. આ નારા લગાવવાનો આરોપ JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમાર સહિત કેટલાક વિદ્યાર્થીઓ પર છે.
  3/9
 • રાજ્યમાં કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. જ જામનગર ગ્રામ્યના વધુ એક કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે. વલ્લભ ધારવિયાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
  રાજ્યમાં કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. જ જામનગર ગ્રામ્યના વધુ એક કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે. વલ્લભ ધારવિયાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
  4/9
 • હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે આઈ.કે જાડેજા અને કે.સી.પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા. કે.સી.પટેલે સાબરિયાને ખેસ પહેરાવ્યો હતો. પરસોત્તમ સાબરિયા કહ્યું કે- ભાજપના વિકાસથી હું ભાજપમાં જોડાયો છું. પરસોત્તમ સાબરિયા ભાજપમા જોડાવાથી આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપને ફાયદો થશે. હળવદ ધ્રાંગધ્રા મતવિસ્તારમાં અનેક કોગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.
  હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે આઈ.કે જાડેજા અને કે.સી.પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા. કે.સી.પટેલે સાબરિયાને ખેસ પહેરાવ્યો હતો. પરસોત્તમ સાબરિયા કહ્યું કે- ભાજપના વિકાસથી હું ભાજપમાં જોડાયો છું. પરસોત્તમ સાબરિયા ભાજપમા જોડાવાથી આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપને ફાયદો થશે. હળવદ ધ્રાંગધ્રા મતવિસ્તારમાં અનેક કોગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.
  5/9
 • પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલે 2019ની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં ફરતી ખબર પ્રમાણે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે હાર્દિક પટેલ અમરેલીમાંથી ચૂંટણી લડશે. કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે જાહેરાત કરી દેતા કોંગ્રેસનાં નેતાઓમાં વિરોધનાં સૂર ફેલાઇ રહ્યાં છે. કોંગ્રેસ ઉપરાંત પાસનાં નેતાઓ પણ આ વાતથી ખાસ ખુશ નથી.
  પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિક પટેલે 2019ની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં ફરતી ખબર પ્રમાણે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે હાર્દિક પટેલ અમરેલીમાંથી ચૂંટણી લડશે. કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે જાહેરાત કરી દેતા કોંગ્રેસનાં નેતાઓમાં વિરોધનાં સૂર ફેલાઇ રહ્યાં છે. કોંગ્રેસ ઉપરાંત પાસનાં નેતાઓ પણ આ વાતથી ખાસ ખુશ નથી.
  6/9
 • આજથી રાજ્યમાં ગરમીનો પારો વધુ ઉંચે જાય તેવી શક્યતા છે. કડકડતી ઠંડીમાં થથર્યા બાદ હવે રાજ્યના લોકોએ આકરી ગરમીનો અનુભવ કરવા તૈયાર થઈ જવું પડશે. છેલ્લા કેટલાક સમયથી સવારે-રાતે ઠંડી અને બપોરે ગરમી એમ ડબલ સિઝન ચાલી રહી છે. જો કે હવે ઠંડા પવનોનું જોર ઘટશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 33 ડિગ્રી વટાવે તેવી શક્યતા છે.
  આજથી રાજ્યમાં ગરમીનો પારો વધુ ઉંચે જાય તેવી શક્યતા છે. કડકડતી ઠંડીમાં થથર્યા બાદ હવે રાજ્યના લોકોએ આકરી ગરમીનો અનુભવ કરવા તૈયાર થઈ જવું પડશે. છેલ્લા કેટલાક સમયથી સવારે-રાતે ઠંડી અને બપોરે ગરમી એમ ડબલ સિઝન ચાલી રહી છે. જો કે હવે ઠંડા પવનોનું જોર ઘટશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 33 ડિગ્રી વટાવે તેવી શક્યતા છે.
  7/9
 • કાળિયાર શિકાર મામલે મુક્ત થયેલા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુની પરેશાની ફરી એકવાર વધી શકે છે. રાજસ્થાન સરકારે આ મામલે જોધપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે આપેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જોધપુર હાઈકોર્ટ દ્વારા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ સહિત નીલમ કોઠારી અને દુષ્યંત સિંહને નોટિસ ફટકારી છે.
  કાળિયાર શિકાર મામલે મુક્ત થયેલા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુની પરેશાની ફરી એકવાર વધી શકે છે. રાજસ્થાન સરકારે આ મામલે જોધપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે આપેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જોધપુર હાઈકોર્ટ દ્વારા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ સહિત નીલમ કોઠારી અને દુષ્યંત સિંહને નોટિસ ફટકારી છે.
  8/9
 • ઈથોપિયન એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયા બાદ ચીને બોઈંગ 737ની સર્વિસ અટકાવી દીધી છે. ચીન દ્વારા સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવાયું છે કે વિમાન સાથે જોડાયેલા તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ બોઇંગ 737 મેક્સ-8ને વ્યાવસાયિક ઉપયોગ માટે વપરાશે. ચીને જણાવ્યું હતું કે તે સાંજે 6 વાગ્યા સુધી આ પ્લેનને બંધ રાખશે. બોઇંગનું વિમાન 737 મેક્સ ક્રેશ થયું હોય તેવી આ બીજી ઘટના હતી. અગાઉ ઑકટોબર મહિનામાં લાયન એરલાઇન્સનું બોઇંગ 737 મેક્સ 8 જાવા સમુદ્રમાં ક્રેશ થયું હતું જેમાં સવાર તમામ 189 મુસાફરોની મોત થઈ હતી.
  ઈથોપિયન એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયા બાદ ચીને બોઈંગ 737ની સર્વિસ અટકાવી દીધી છે. ચીન દ્વારા સોમવારે એક નિવેદન જાહેર કરીને જણાવાયું છે કે વિમાન સાથે જોડાયેલા તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ બોઇંગ 737 મેક્સ-8ને વ્યાવસાયિક ઉપયોગ માટે વપરાશે. ચીને જણાવ્યું હતું કે તે સાંજે 6 વાગ્યા સુધી આ પ્લેનને બંધ રાખશે. બોઇંગનું વિમાન 737 મેક્સ ક્રેશ થયું હોય તેવી આ બીજી ઘટના હતી. અગાઉ ઑકટોબર મહિનામાં લાયન એરલાઇન્સનું બોઇંગ 737 મેક્સ 8 જાવા સમુદ્રમાં ક્રેશ થયું હતું જેમાં સવાર તમામ 189 મુસાફરોની મોત થઈ હતી.
  9/9
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી કઈ કઈ મહત્વની ઘટનાઓ બધી. અત્યાર સુધીના તમામ સમાચાર જાણો માત્ર એક જ ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK