વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચારો એક સાથે

Published: Feb 17, 2019, 14:47 IST | Bhavin
 • 'જેટલી આગ તમારા દિલમાં, એટલી જ મારા દિલમાં' પીએમ મોદી આજે બિહારની મુલાકાતે છે. બિહારની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ 33 હજાર કરોડથી વધુની યોજનાની ભેટ આપી છે. વડાપ્રધાન મોદી વિશેષ વિમાન દ્વારા પટના એરપોર્ટ અને ત્યાંથી બરૌની પહોંચ્યા હતા. પીએમ મોદીએ સૌથી પહેલા બરૌની રિફાઈનરીનો વિસ્તાર કરવાની યોજનાનો શિલાન્યાસ કર્યા. બાદમાં એક એક કરીને બીજી યોજનાઓનું પણ ઉદઘાટન કર્યું. તો વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં બિહારના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી અને અને કહ્યું,'જે આગ તમારા દિલમાં છે, એ આગ મારા દિલમાં પણ છે.'

  'જેટલી આગ તમારા દિલમાં, એટલી જ મારા દિલમાં'

  પીએમ મોદી આજે બિહારની મુલાકાતે છે. બિહારની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ 33 હજાર કરોડથી વધુની યોજનાની ભેટ આપી છે. વડાપ્રધાન મોદી વિશેષ વિમાન દ્વારા પટના એરપોર્ટ અને ત્યાંથી બરૌની પહોંચ્યા હતા. પીએમ મોદીએ સૌથી પહેલા બરૌની રિફાઈનરીનો વિસ્તાર કરવાની યોજનાનો શિલાન્યાસ કર્યા. બાદમાં એક એક કરીને બીજી યોજનાઓનું પણ ઉદઘાટન કર્યું. તો વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં બિહારના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી અને અને કહ્યું,'જે આગ તમારા દિલમાં છે, એ આગ મારા દિલમાં પણ છે.'

  1/8
 • અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવાઈ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સરકારે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. આર્મીને છૂટો દોર આપ્યા બાદ હવે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લીધો છે. સરકારે અલગાવવાદી નેતાઓ મીરવાઈઝ ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશમી કુરૈશી, શબ્બીર શાહને અપાતી સરકારી સુરક્ષા પરત ખેંચી લીધી છે. સાથે જ તેમને અપાતી તમામ સરકારી સુવિધાઓ પણ છીનવી લેવાઈ છે.

  અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવાઈ

  જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સરકારે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. આર્મીને છૂટો દોર આપ્યા બાદ હવે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લીધો છે. સરકારે અલગાવવાદી નેતાઓ મીરવાઈઝ ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશમી કુરૈશી, શબ્બીર શાહને અપાતી સરકારી સુરક્ષા પરત ખેંચી લીધી છે. સાથે જ તેમને અપાતી તમામ સરકારી સુવિધાઓ પણ છીનવી લેવાઈ છે.

  2/8
 • અમદાવાદમાં પથ્થરમારાનો મામલો શાહપુરના નાગોરીવાડ પાસે ગઈકાલે રાતે થયેલી જૂથ અથડામણ મામલે શાહપુર પોલીસે 200 લોકોના ટોળા સામે ગુનો નોંધી 35 લોકોની ધરપકડ કરી છે. બે પોલીસકર્મીને પથ્થર વાગતા ઇજા થઇ હતી. જમ્મુ-કશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલાના વિરોધમાં ગઈકાલે સાંજે નીકળેલી કેન્ડલ માર્ચ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા પછી રેલી પર કોઈએ કાંકરીચાળો કર્યો હતો. જેમાં બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો.

  અમદાવાદમાં પથ્થરમારાનો મામલો

  શાહપુરના નાગોરીવાડ પાસે ગઈકાલે રાતે થયેલી જૂથ અથડામણ મામલે શાહપુર પોલીસે 200 લોકોના ટોળા સામે ગુનો નોંધી 35 લોકોની ધરપકડ કરી છે. બે પોલીસકર્મીને પથ્થર વાગતા ઇજા થઇ હતી. જમ્મુ-કશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલાના વિરોધમાં ગઈકાલે સાંજે નીકળેલી કેન્ડલ માર્ચ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા પછી રેલી પર કોઈએ કાંકરીચાળો કર્યો હતો. જેમાં બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો.

  3/8
 • પાકિસ્તાનની વેબસાઈટ હૅક પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમના વિદેશ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે ઘણા દેશના લોકોએ કહ્યું છે કે તેમની વેબસાઈટ ખૂલતી નથી. પાક અધિકારીઓ ભારત તરફથી હેકિંગ થયું હોવાની શંકાઓ દર્શાવે છે. મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે આઈટી ટીમ વેબસાઈટને ખોલવાનાં પ્રયાસમાં લાગી ગઈ છે. જો કે પાકિસ્તાનમાં વેબસાઈટ યોગ્ય રીતે ચાલી રહી છે. પાક વિદેશ મંત્રાલય પ્રમાણે, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરબ, યુકે અને નેધરલેન્ડની વેબસાઈટ ખૂલતી નથી. પુલવામા હુમલાનાં ત્રણ દિવસ પછી પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઈટ હેક થયાનાં સમાચાર મળ્યા હતા.

  પાકિસ્તાનની વેબસાઈટ હૅક

  પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમના વિદેશ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે ઘણા દેશના લોકોએ કહ્યું છે કે તેમની વેબસાઈટ ખૂલતી નથી. પાક અધિકારીઓ ભારત તરફથી હેકિંગ થયું હોવાની શંકાઓ દર્શાવે છે. મોહમ્મદ ફૈસલે જણાવ્યું કે આઈટી ટીમ વેબસાઈટને ખોલવાનાં પ્રયાસમાં લાગી ગઈ છે. જો કે પાકિસ્તાનમાં વેબસાઈટ યોગ્ય રીતે ચાલી રહી છે. પાક વિદેશ મંત્રાલય પ્રમાણે, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરબ, યુકે અને નેધરલેન્ડની વેબસાઈટ ખૂલતી નથી. પુલવામા હુમલાનાં ત્રણ દિવસ પછી પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઈટ હેક થયાનાં સમાચાર મળ્યા હતા.

  4/8
 • રજનીકાંતની જાહેરાત લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. તમામ રાજકીય પક્ષો પોતાના ગણિત ગોઠવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર રજનીકાંતે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. રજનીકાંતે જાહેરાત કરી છે કે ન તો તેઓ લોકસભાની ચૂંટણી લડશે, ન તો તેમની પાર્ટી ચૂંટણીમાં ભાગ લેશે. સાથે જ તેમણે ખુલાસો કર્યો છે કે પ્રચાર દરમિયાન તેમના પક્ષના ચિહ્નનો પણ ઉપયોગ નહીં થાય.

  રજનીકાંતની જાહેરાત

  લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. તમામ રાજકીય પક્ષો પોતાના ગણિત ગોઠવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર રજનીકાંતે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. રજનીકાંતે જાહેરાત કરી છે કે ન તો તેઓ લોકસભાની ચૂંટણી લડશે, ન તો તેમની પાર્ટી ચૂંટણીમાં ભાગ લેશે. સાથે જ તેમણે ખુલાસો કર્યો છે કે પ્રચાર દરમિયાન તેમના પક્ષના ચિહ્નનો પણ ઉપયોગ નહીં થાય.

  5/8
 • છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જયંતી ભાનુશાહી હત્યા કેસમાં છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થઈ શકે છે. ભાગેડુ જાહેર થયેલા છબીલ પટેલ વિરુદ્ધ તપાસ એજન્સીઓ ટૂંક સમયમાં રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરી શકે છે.જયંતી ભાનુશાળીની હત્યા પહેલાથી છબીલ પટેલ દેશની બહાર છે. અને તપાસ દરમિયાન હત્યા કેસમાં છબીલ પટેલની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ રેલવે પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવાની કઅરજી ભચાઉ કોર્ટમાં કરી હતી. રેલવે પોલીસની અરજી પર કોર્ટે છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યો હતો.

  છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ

  જયંતી ભાનુશાહી હત્યા કેસમાં છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થઈ શકે છે. ભાગેડુ જાહેર થયેલા છબીલ પટેલ વિરુદ્ધ તપાસ એજન્સીઓ ટૂંક સમયમાં રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરી શકે છે.જયંતી ભાનુશાળીની હત્યા પહેલાથી છબીલ પટેલ દેશની બહાર છે. અને તપાસ દરમિયાન હત્યા કેસમાં છબીલ પટેલની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ રેલવે પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવાની કઅરજી ભચાઉ કોર્ટમાં કરી હતી. રેલવે પોલીસની અરજી પર કોર્ટે છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યો હતો.

  6/8
 • ઝરીના વહાબ બનશે હીરા બા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’માં ઝરીના વહાબ તેમની માતા હીરાબહેન મોદીની ભૂમિકામાં જોવા મળશે. ડિરેક્ટર ઓમંગ કુમાર અને પ્રોડ્યુસર સંદીપ સિંહની ‘PM નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં વિવેક ઑબેરૉય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ મળતાં ઝરીના વહાબે કહ્યું હતું કે ‘મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે મને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું પાત્ર ભજવવાની તક મળી છે. અત્યાર સુધી ભજવેલાં તમામ પાત્રોમાંથી આ પાત્ર મારા માટે ખૂબ જ સ્પેશ્યલ પાત્ર હશે. આશા રાખું છું કે દર્શકોને પણ પસંદ પડશે.’

  ઝરીના વહાબ બનશે હીરા બા

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’માં ઝરીના વહાબ તેમની માતા હીરાબહેન મોદીની ભૂમિકામાં જોવા મળશે. ડિરેક્ટર ઓમંગ કુમાર અને પ્રોડ્યુસર સંદીપ સિંહની ‘PM નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં વિવેક ઑબેરૉય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ મળતાં ઝરીના વહાબે કહ્યું હતું કે ‘મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે મને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું પાત્ર ભજવવાની તક મળી છે. અત્યાર સુધી ભજવેલાં તમામ પાત્રોમાંથી આ પાત્ર મારા માટે ખૂબ જ સ્પેશ્યલ પાત્ર હશે. આશા રાખું છું કે દર્શકોને પણ પસંદ પડશે.’

  7/8
 • ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડકપમાં જીતની પ્રબળ દાવેદાર માનતા નથી. ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં હવે અમુક મહિનાઓ જ બાકી છે. ક્રિકેટના આ મહાકુંભ પહેલા ટીમ ઇન્ડિયાની પાસે ફક્ત 7 ઇન્ટરનેશનલ મેચ છે. સુનીલ ગાવસ્કરે મીડિયા સાથેના વાતચીતમાં જણાવ્યું કે ભારત નહીં પરંતુ ઇંગ્લેન્ડની ટીમ આ વર્લ્ડકપને જીતનારી પ્રબળ દાવેદાર છે.

  ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડમાં થનારા વર્લ્ડકપમાં જીતની પ્રબળ દાવેદાર માનતા નથી. ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં હવે અમુક મહિનાઓ જ બાકી છે. ક્રિકેટના આ મહાકુંભ પહેલા ટીમ ઇન્ડિયાની પાસે ફક્ત 7 ઇન્ટરનેશનલ મેચ છે. સુનીલ ગાવસ્કરે મીડિયા સાથેના વાતચીતમાં જણાવ્યું કે ભારત નહીં પરંતુ ઇંગ્લેન્ડની ટીમ આ વર્લ્ડકપને જીતનારી પ્રબળ દાવેદાર છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK