અત્યાર સુધીના મહત્વના સમાચાર, વાંચો ન્યૂઝ રાઉન્ડ અપ

Published: Mar 25, 2019, 14:58 IST | Bhavin
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી દેશની જનતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. રાહુલે જાહેરાત કરી છે કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો દેશના 20 ટકા ગરીબોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. આ પૈસા માથાદીઠ આવક પ્રમાણે જમા કરાવવામાં આવશે. આ સ્કીમનું નામ 'ન્યાય સ્કીમ' આપવામાં આવ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષે વાયદો કર્યો છે કે દેશના 25 કરોડ લોકોને આ યોજનાથી ફાયદો થશે. 

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી દેશની જનતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. રાહુલે જાહેરાત કરી છે કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો દેશના 20 ટકા ગરીબોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. આ પૈસા માથાદીઠ આવક પ્રમાણે જમા કરાવવામાં આવશે. આ સ્કીમનું નામ 'ન્યાય સ્કીમ' આપવામાં આવ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષે વાયદો કર્યો છે કે દેશના 25 કરોડ લોકોને આ યોજનાથી ફાયદો થશે. 

  1/10
 • દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈ કોંગ્રેસમાં ભાગલા પડ્યા છે. આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તે મામલે કોંગ્રેસ હજીય અસમંજસમાં છે. પક્ષમાં પ્રદેશ અધ્યક્ષ શીલા દિક્ષીતનું જૂથ આ ગઠબંધનની વિરુદ્ધમાં છે. તો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય માકન, પ્રભારી પી. સી. ચાકો સહિતના નેતાઓ આપ સાથે ગઠબંધન ઈચ્છી રહ્યા છે.

  દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈ કોંગ્રેસમાં ભાગલા પડ્યા છે. આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તે મામલે કોંગ્રેસ હજીય અસમંજસમાં છે. પક્ષમાં પ્રદેશ અધ્યક્ષ શીલા દિક્ષીતનું જૂથ આ ગઠબંધનની વિરુદ્ધમાં છે. તો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય માકન, પ્રભારી પી. સી. ચાકો સહિતના નેતાઓ આપ સાથે ગઠબંધન ઈચ્છી રહ્યા છે.

  2/10
 • મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રોબર્ટ વાડ્રાની અરજી પર દિલ્હી હાઈકોર્ટે દખલ કરવાથી ઈનકાર કર્યો છે. કોર્ટે આ કેસ પટિયાલા હાઉસમાં ચાલતો હોવાથી હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. સાથે જ અદાલતે ઈડીને બે અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવા કહ્યું છે.

  મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રોબર્ટ વાડ્રાની અરજી પર દિલ્હી હાઈકોર્ટે દખલ કરવાથી ઈનકાર કર્યો છે. કોર્ટે આ કેસ પટિયાલા હાઉસમાં ચાલતો હોવાથી હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. સાથે જ અદાલતે ઈડીને બે અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવા કહ્યું છે.

  3/10
 • રાજ્યના વન પ્રધાન ગણપત વસાવાની જીભ લપસી છે. ગણપત વસાવાએ એક સંબોધન દરમિયાન રાહુલ ગાંધીને ઝેર પીવડાવવાની વાત કરી દીધી. બારડોલી ખાતે એક વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝેર આપવાની વાત કહી હતી. વસાવાએ પોતાના સંબોધનમાં કહ્યું,“ સોશિયલ મીડિયામાં જોયું હતું કે કોંગ્રેસના ખૂબ મોટા નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી એ તો સાક્ષાત શિવજીનો અવતાર છે, આપમા યુવાનો ખૂબ જ હોશિયાર છે, આપણા યુવાનોએ કહ્યું કે તમે જ્યારે આપણા લશ્કરે પાકિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તમે પુરાવા માંગતા હતા. જો તમારા નેતા શિવજીનો અવતાર હોય તો શિવજી તો લોકોને બચાવવા ઝેર પી ગયા હતા જો તમારા નેતા પણ શિવજી હોય તો તેમને પણ શિવજીની જેમ ઝેર પીવડાવો. તમારા નેતા રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર પીવડાવો જો સામી ચૂંટણીએ બચી જાય તો અમે માનીશું કે સાક્ષાત શિવજીનો અવતાર છે.”

  રાજ્યના વન પ્રધાન ગણપત વસાવાની જીભ લપસી છે. ગણપત વસાવાએ એક સંબોધન દરમિયાન રાહુલ ગાંધીને ઝેર પીવડાવવાની વાત કરી દીધી. બારડોલી ખાતે એક વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝેર આપવાની વાત કહી હતી. વસાવાએ પોતાના સંબોધનમાં કહ્યું,“ સોશિયલ મીડિયામાં જોયું હતું કે કોંગ્રેસના ખૂબ મોટા નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી એ તો સાક્ષાત શિવજીનો અવતાર છે, આપમા યુવાનો ખૂબ જ હોશિયાર છે, આપણા યુવાનોએ કહ્યું કે તમે જ્યારે આપણા લશ્કરે પાકિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તમે પુરાવા માંગતા હતા. જો તમારા નેતા શિવજીનો અવતાર હોય તો શિવજી તો લોકોને બચાવવા ઝેર પી ગયા હતા જો તમારા નેતા પણ શિવજી હોય તો તેમને પણ શિવજીની જેમ ઝેર પીવડાવો. તમારા નેતા રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર પીવડાવો જો સામી ચૂંટણીએ બચી જાય તો અમે માનીશું કે સાક્ષાત શિવજીનો અવતાર છે.”

  4/10
 • અમિત શાહની સામે એનસીપી શંકરસિંહ વાઘેલાને ઉતારે તેવી શક્યતા હતી. ગાંધીનગર બેઠક પર અમિત શાહને ટક્કર આપવા બાપુ ચૂંટણી લડે તેવી ચર્ચા પણ ચાલતી હતી. આ મામલે ગુજરાત એનસીપીએ પક્ષના હાઈકમાન્ડને પણ રજૂઆત કરી હતી. જો કે હવે ખુદ શંકરસિંહ વાઘેલાએ આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી જનથી લડવાના. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હું કિંગ નહીં કિંગમેકરની ભૂમિકામાં છું. હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો.

  અમિત શાહની સામે એનસીપી શંકરસિંહ વાઘેલાને ઉતારે તેવી શક્યતા હતી. ગાંધીનગર બેઠક પર અમિત શાહને ટક્કર આપવા બાપુ ચૂંટણી લડે તેવી ચર્ચા પણ ચાલતી હતી. આ મામલે ગુજરાત એનસીપીએ પક્ષના હાઈકમાન્ડને પણ રજૂઆત કરી હતી. જો કે હવે ખુદ શંકરસિંહ વાઘેલાએ આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી જનથી લડવાના. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હું કિંગ નહીં કિંગમેકરની ભૂમિકામાં છું. હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો.

  5/10
 • બીજી તરફ એનસીપી રાજ્યમાં તમામ બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. એનસીપીના નેતા જયંત બોસ્કીએ નિવેદન આપ્યું છે કે અમે ગઠબંધન માટે સાંજ સુધી રાહ જોઈ રહ્યા છીએ. જો ગઠબંધન નહીં થાય તો એનસીપી તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. ખુદ જયંત બોસ્કી પણ આણંદ બેઠક પરથી લડે તેવી શક્યતા છે.

  બીજી તરફ એનસીપી રાજ્યમાં તમામ બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. એનસીપીના નેતા જયંત બોસ્કીએ નિવેદન આપ્યું છે કે અમે ગઠબંધન માટે સાંજ સુધી રાહ જોઈ રહ્યા છીએ. જો ગઠબંધન નહીં થાય તો એનસીપી તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે. ખુદ જયંત બોસ્કી પણ આણંદ બેઠક પરથી લડે તેવી શક્યતા છે.

  6/10
 • ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર રાજવીરે રાજકારણમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. શિવરાજે ચૂંટણી લડવાની ના પાડી છે. ત્યારે હવે પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામ પર ચર્ચા થાય તેવી શક્યતા છે. કેટલાક દિવસો પહેલા ખોડલધામના પ્રમુખ નરેશે પટેલે નિવેદન આપ્યું હતું કે રાજકારણમાં જશો તો જ લોકો મહત્વ સમજશે. ત્યાર બાદ રાજવીર ચૂંટણી લડે તેવી ચર્ચા હતી.

  ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના પુત્ર રાજવીરે રાજકારણમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. શિવરાજે ચૂંટણી લડવાની ના પાડી છે. ત્યારે હવે પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામ પર ચર્ચા થાય તેવી શક્યતા છે. કેટલાક દિવસો પહેલા ખોડલધામના પ્રમુખ નરેશે પટેલે નિવેદન આપ્યું હતું કે રાજકારણમાં જશો તો જ લોકો મહત્વ સમજશે. ત્યાર બાદ રાજવીર ચૂંટણી લડે તેવી ચર્ચા હતી.

  7/10
 • IPLમાં આજે રાજસ્થાન સામે કિંગ્સ ઈલેવન પંજાબ ટકરાશે. રાજસ્થાનના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરશે. આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં એક વર્ષના પ્રતિબંધ પછી સ્ટીવન સ્મિથ રાજસ્થાન રૉયલ્સની ટીમમાં પાછો ફરશે. કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન રવીચન્દ્રન અશ્વિનની ટીમ પાસે ક્રિસ ગેઇલ, નિકોલસ પુરન, ડેવિડ મિલર, લોકેશ રાહુલ, સરફરાઝ ખાન જેવા બૅટ્સમૅનો અને કૅપ્ટન અશ્વિન સહિત એન્ડ્રયુ ટાઇ, મુજીબ-ઉર-રહેમાન અને સૅમ કરૅન છે.

  IPLમાં આજે રાજસ્થાન સામે કિંગ્સ ઈલેવન પંજાબ ટકરાશે. રાજસ્થાનના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરશે. આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં એક વર્ષના પ્રતિબંધ પછી સ્ટીવન સ્મિથ રાજસ્થાન રૉયલ્સની ટીમમાં પાછો ફરશે. કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન રવીચન્દ્રન અશ્વિનની ટીમ પાસે ક્રિસ ગેઇલ, નિકોલસ પુરન, ડેવિડ મિલર, લોકેશ રાહુલ, સરફરાઝ ખાન જેવા બૅટ્સમૅનો અને કૅપ્ટન અશ્વિન સહિત એન્ડ્રયુ ટાઇ, મુજીબ-ઉર-રહેમાન અને સૅમ કરૅન છે.

  8/10
 • દીપિકા પાદુકોણેની છપાકનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈર લક્ષ્મી અગરવાલની લાઈફ પર આધારિત છે. દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પોતાનો લૂક રિવીલ કર્યો છે. આ પોસ્ટ સાથે દીપિકાએ લખ્યું છે,'માલતી...એક એવું પાત્ર જે મારી સાથે સંમેશા રહેશે. આજથી શૂટિંગ શરૂ થયું છે.'

  દીપિકા પાદુકોણેની છપાકનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચૂક્યો છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈર લક્ષ્મી અગરવાલની લાઈફ પર આધારિત છે. દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પોતાનો લૂક રિવીલ કર્યો છે. આ પોસ્ટ સાથે દીપિકાએ લખ્યું છે,'માલતી...એક એવું પાત્ર જે મારી સાથે સંમેશા રહેશે. આજથી શૂટિંગ શરૂ થયું છે.'

  9/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ PM Narendra Modi આગામી સપ્તાહે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હવે પ્રોડ્યુસર સંદીપ સિંઘ ગીત પણ ગાવા જઈ રહ્યા છે. પ્રોડ્યુસર સંદીપ સિંઘ પીએમ મોદીની બાયોપિકમાં NAMO NAMO ગીતને અવાજ આપશે. NAMO NAMO એક રૅપ સોંગ છે, જેને પૅરી જીએ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે સંદીપ સિંઘ ફિલ્મના પ્રોડ્યુસર હોવાની સાથે સાથે ક્રિએટિવ ડિરેક્ટર પણ છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ PM Narendra Modi આગામી સપ્તાહે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હવે પ્રોડ્યુસર સંદીપ સિંઘ ગીત પણ ગાવા જઈ રહ્યા છે. પ્રોડ્યુસર સંદીપ સિંઘ પીએમ મોદીની બાયોપિકમાં NAMO NAMO ગીતને અવાજ આપશે. NAMO NAMO એક રૅપ સોંગ છે, જેને પૅરી જીએ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે સંદીપ સિંઘ ફિલ્મના પ્રોડ્યુસર હોવાની સાથે સાથે ક્રિએટિવ ડિરેક્ટર પણ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

રાજકારણથી લઈ રમતજગત સુધી, સિનેમાથી લઈ સૌરાષ્ટ્ર સુધીના તમામ સમાચાર અને અપડેટ્સ એક સાથે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK