અમદાવાદ: સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચ પછી કરી સફાઈ, 'સ્વચ્છતા અભિયાન' કર્યું સાર્થક

Feb 18, 2019, 19:15 IST
  • શહેરમાં કેન્ડલ માર્ચ યોજાયા પછી સ્થાનિકોએ જ ઉપાડી લીધું અમદાવાદની સફાઇનું કામકાજ. 

    શહેરમાં કેન્ડલ માર્ચ યોજાયા પછી સ્થાનિકોએ જ ઉપાડી લીધું અમદાવાદની સફાઇનું કામકાજ. 

    1/10
  • શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સળગાવેલી મીણબત્તીઓના ડાઘા શહેરવાસીઓએ સવાર પડતા સાફ કર્યા. 

    શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સળગાવેલી મીણબત્તીઓના ડાઘા શહેરવાસીઓએ સવાર પડતા સાફ કર્યા. 

    2/10
  • પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઈ હતી. 

    પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઈ હતી. 

    3/10
  • સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચ પછીનો કચરો સાફ કર્યો હતો. 

    સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચ પછીનો કચરો સાફ કર્યો હતો. 

    4/10
  • અમદાવાદના કીટલી સર્કલ, અંકુર ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ સળગેલી મીણબત્તીઓનો કચરો સાફ કર્યો હતો. 

    અમદાવાદના કીટલી સર્કલ, અંકુર ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ સળગેલી મીણબત્તીઓનો કચરો સાફ કર્યો હતો. 

    5/10
  • સળગીને જામ થઈ ગયેલું મીણ શહેરવાસીઓએ પોતાના હાથે ઉખાડીને જમા કરીને સાફસફાઇ કરી હતી. 

    સળગીને જામ થઈ ગયેલું મીણ શહેરવાસીઓએ પોતાના હાથે ઉખાડીને જમા કરીને સાફસફાઇ કરી હતી. 

    6/10
  • પુલવામા આતંકી હુમલાથી દુઃખી શહેરની જનતાએ અમદાવાદમાં વિવિધ જગ્યાઓએ કેન્ડલ માર્ચ યોજી હતી. 

    પુલવામા આતંકી હુમલાથી દુઃખી શહેરની જનતાએ અમદાવાદમાં વિવિધ જગ્યાઓએ કેન્ડલ માર્ચ યોજી હતી. 

    7/10
  • સળગેલી મીણબત્તીઓનું મીણ સાફ કર્યા પછીનો નજારો. 

    સળગેલી મીણબત્તીઓનું મીણ સાફ કર્યા પછીનો નજારો. 

    8/10
  • અમદાવાદના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચ પછી પીગળેલી મીણબત્તીઓનું જામી ગયેલું મીણ ભેગું કરીને કચરાના કોથળા ભર્યા હતા. 

    અમદાવાદના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચ પછી પીગળેલી મીણબત્તીઓનું જામી ગયેલું મીણ ભેગું કરીને કચરાના કોથળા ભર્યા હતા. 

    9/10
  • અમદાવાદના સ્થાનિક લોકોની સ્વયંભૂ સાફસફાઈની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે. 

    અમદાવાદના સ્થાનિક લોકોની સ્વયંભૂ સાફસફાઈની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે. 

    10/10
  • loading...

ફોટોઝ વિશે

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને આખા દેશમાં શોકની લાગણી છે. આ હુમલામાં શહીદ થયેલા જવાનો માટે દેશભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, ત્યારે ગુજરાતના અમદાવાદમાં પણ અનેક લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે, કેન્ડલ માર્ચ પછીના બીજા દિવસે અમદાવાદમાં અનેક જગ્યાઓએ સળગી ચૂકેલી મીણબત્તીઓનો કચરો જમા થયેલો. ત્યારે અમદાવાના લોકોએ જાતે જ પોતાની જવાબદારી સમજીને આ સળગેલી મીણબત્તીઓનો કચરો ઉઠાવીને સાફ-સફાઇ અભિયાન આદર્યું હતું. અમદાવાદના લોકોએ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનને જાણે સાર્થક કર્યું હતું. તમે પણ જુઓ તસવીરોમાં અમદાવાદના સ્થાનિક લોકોની સફાઈ કામગીરી. (તમામ તસવીરો: અર્પિત છાયા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK