Aero india: શટલર પી. વી. સિંધુએ કરી 'તેજસ'ની સવારી, જુઓ ફોટોઝ

Feb 23, 2019, 14:40 IST
  • બેડમિન્ટ સ્ટાર પી. વી. સિંધુએ એરો ઈન્ડિયા 2019માં ફાઈટર જેટ તેજસની સવારી કરી. ફાઈટર જેટની સવારી બાદ સિંધુએ કહ્યું આ અનુભવ શાનદાર હતો. તેમની સાથે સફર કરનાર વિંગ કમાન્ડર સિદ્ધાર્થે કહ્યું કે સિંધુ ઝડપથી તેજસને લઈ સહજ થઈ ગઈ હતી.

    બેડમિન્ટ સ્ટાર પી. વી. સિંધુએ એરો ઈન્ડિયા 2019માં ફાઈટર જેટ તેજસની સવારી કરી. ફાઈટર જેટની સવારી બાદ સિંધુએ કહ્યું આ અનુભવ શાનદાર હતો. તેમની સાથે સફર કરનાર વિંગ કમાન્ડર સિદ્ધાર્થે કહ્યું કે સિંધુ ઝડપથી તેજસને લઈ સહજ થઈ ગઈ હતી.

    1/11
  • તેજસની સવારી દરમિયાન પી. વી. સિંધુ ફાઈટર જેટને એક ડૅમ ઉપર લઈ અને ત્યાંથી શાર્પ ટર્ન લઈને પાછી આવી. લગભઘ 5 મિનિટ સુધી સિંધુએ તેજસની સવારી કરી. આ માટે સિંધુએ DRDOનો આભાર માન્યો.

    તેજસની સવારી દરમિયાન પી. વી. સિંધુ ફાઈટર જેટને એક ડૅમ ઉપર લઈ અને ત્યાંથી શાર્પ ટર્ન લઈને પાછી આવી. લગભઘ 5 મિનિટ સુધી સિંધુએ તેજસની સવારી કરી. આ માટે સિંધુએ DRDOનો આભાર માન્યો.

    2/11
  • એરો ઈન્ડિયા 2019  બેંગાલુરુમાં ચાલી રહ્યો છે. ગુરુવારે થલ સેનાધ્યક્ષ બિપીન રાવતે પણ દેશમાં જ નિર્માણ પામેલા હળવા વજનના ફાઈટર જેટ તેજસની સવારી કરી હતી.

    એરો ઈન્ડિયા 2019  બેંગાલુરુમાં ચાલી રહ્યો છે. ગુરુવારે થલ સેનાધ્યક્ષ બિપીન રાવતે પણ દેશમાં જ નિર્માણ પામેલા હળવા વજનના ફાઈટર જેટ તેજસની સવારી કરી હતી.

    3/11
  • એશિયાના આ સૌથી મોટા એર શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અધ્યક્ષ આર. માધવને કહ્યું હતું,'અમે આ વર્ષના અંત સુધીમાં એરફોર્સને FOC કન્ફિગ્યુરેશનમાં 16 તેજસ વિમાન આપવાની યોજના બનાવી રહ્યા છીએ. આગામી વર્ષે બાકીના 4 વિમાન પણ આપી દેવાશે'

    એશિયાના આ સૌથી મોટા એર શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અધ્યક્ષ આર. માધવને કહ્યું હતું,'અમે આ વર્ષના અંત સુધીમાં એરફોર્સને FOC કન્ફિગ્યુરેશનમાં 16 તેજસ વિમાન આપવાની યોજના બનાવી રહ્યા છીએ. આગામી વર્ષે બાકીના 4 વિમાન પણ આપી દેવાશે'

    4/11
  • ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે પણ એર શોમાં હાજરી આપી હતી. અને એરો ઈન્ડિયાનું ઉદઘાટન કર્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે પણ એર શોમાં હાજરી આપી હતી. અને એરો ઈન્ડિયાનું ઉદઘાટન કર્યું હતું. 

    5/11
  • એરો ઈન્ડિયા 2019 દરમિયાન એરફોર્સની મહિલા સ્કાય ડાયવર્સ ટીમ દ્વારા પણ શાનદાર કરતબોનું પ્રદર્શન કરાયું હતું.

    એરો ઈન્ડિયા 2019 દરમિયાન એરફોર્સની મહિલા સ્કાય ડાયવર્સ ટીમ દ્વારા પણ શાનદાર કરતબોનું પ્રદર્શન કરાયું હતું.

    6/11
  • સ્કાય ડાયવર્સની ટીમ દ્વારા થતા આ કરતબો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મહિલા સ્કાય ડાઈવર્સે હજારો ફૂટની ઉંચાઈ પરથી પેરાશૂટ દ્વારા ઝંપલાવ્યું હતું. 

    સ્કાય ડાયવર્સની ટીમ દ્વારા થતા આ કરતબો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મહિલા સ્કાય ડાઈવર્સે હજારો ફૂટની ઉંચાઈ પરથી પેરાશૂટ દ્વારા ઝંપલાવ્યું હતું. 

    7/11
  • તમામ મહિલા સ્કાય ડાયવર્સે નક્કી કરેલા સ્થળે સફળ ઉતરાણ કર્યું હતું. 

    તમામ મહિલા સ્કાય ડાયવર્સે નક્કી કરેલા સ્થળે સફળ ઉતરાણ કર્યું હતું. 

    8/11
  • 19 ફેબ્રુઆરીએ એર શૉના રિહર્સ્લ દરમિયાન હવામાં જ બે ફાઈટર જેટ અથડાયા હતા, જેમાં પાઈલટ સાહિલ ગાંધી શહીદ થયા હતા.

    19 ફેબ્રુઆરીએ એર શૉના રિહર્સ્લ દરમિયાન હવામાં જ બે ફાઈટર જેટ અથડાયા હતા, જેમાં પાઈલટ સાહિલ ગાંધી શહીદ થયા હતા.

    9/11
  • સૂર્યકિરણ એરોબિક ટીમે સૌથી પહેલા અધૂરા ડાયમંડનું ફોર્મેશન રચ્યું હતું. જેમાં વિંગ કમાન્ડર સાહિલ ગાંધીની જગ્યા ખાલી રાખી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

    સૂર્યકિરણ એરોબિક ટીમે સૌથી પહેલા અધૂરા ડાયમંડનું ફોર્મેશન રચ્યું હતું. જેમાં વિંગ કમાન્ડર સાહિલ ગાંધીની જગ્યા ખાલી રાખી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

    10/11
  • એરફોર્સની સૂર્ય કિરણ એરોબિક ટીમે ડાયમંડ ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. અને એર શોના રિહર્સ્લ દરમિયાન શહીદ થયેલા પાઈલટ સાહિલ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    એરફોર્સની સૂર્ય કિરણ એરોબિક ટીમે ડાયમંડ ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. અને એર શોના રિહર્સ્લ દરમિયાન શહીદ થયેલા પાઈલટ સાહિલ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

એશિયાનો સૌથી મોટો એર શો એરો ઈન્ડિયા 2019 શરૂ થઈ ચૂક્યો છે. બેગાલુરુમાં ચાલી રહેલા એર શોમાં જુદા જુદા ફાઈટર જેટ્સ કરતબ બતાવી રહ્યા છે. તો બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ પણ ફાઈટર જેટ 'તેજસ'ની સવારી કરી. (તસવીર સૌજન્યઃANI)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK