વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરીના દિવસે વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા ગુજરાતના કેવડિયા માટે આઠ ટ્રેન્સને લીલી ઝંડી બતાવી હતી. હવે વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' (Statue of Unity) જોવા માટે કેવડિયા જવા માટે ટ્રેન્સ ઉપલબ્ધ છે. વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રીવા, ચેન્નઇ અને પ્રતાપનગર વગેરે સ્ટેશનોથી ઉપડનારી આ ટ્રેનનો અનુભવ કેવો હોઈ શકે છે તે દર્શાવવા તાજેતરમાં જ કેટલાક ગુજરાતી સેલિબ્રિટીઝ અને અગ્રણીઓ સાથે આ ટ્રેન અમદાવાદથી ઉપાડવામાં આવી હતી. જે કલાકારોએ આ જનશતાબ્દી એક્સપ્રેસથી કેવડિયાની મુલાકાત લીધી તેમાંના કેટલાક સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે વાત કરી અને જાણ્યું કે કેવો રહ્યો તેમનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરીયન્સ. તેમણે શૅર કરેલી આ તસવીરો તમને આ પ્રવાસની ઝલક આપશે.