Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જમીનમાં અડધો કિલોમીટર ઊંડે આવેલી ખાણમાં છે વિશ્વની સૌથી ઊંડી હોટેલ

જમીનમાં અડધો કિલોમીટર ઊંડે આવેલી ખાણમાં છે વિશ્વની સૌથી ઊંડી હોટેલ

Published : 03 February, 2025 01:07 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેલ્સ નામના દેશમાં સ્નોડોનિયાનની પર્વતમાળા વચ્ચે ૧૩૭૫ ફુટ ઊંડે જમીનના પેટાળમાં આવેલી ખાણને હોટેલમાં કન્વર્ટ કરવામાં આવી છે. કહેવાય છે કે અહીં ડીપ સ્લીપ મળે છે, પણ એ માટે એક રાતના ૬૦,૦૦૦ રૂપિયા હળવા કરવા પડે

પર્વતોની નીચે ખાણમાં  ૪૫૦ મીટર ઊંડે સુંદર મજાની હોટેલ છે.

અજબગજબ

પર્વતોની નીચે ખાણમાં ૪૫૦ મીટર ઊંડે સુંદર મજાની હોટેલ છે.


ખંડિયેર પડી રહેલાં ઐતિહાસિક બિલ્ડિંગોમાં, જૂના કિલ્લાઓમાં કે પર્વતોની વચ્ચે હવામાં ટિંગાઈને સૂવાનો રૂંવાડાં ખડાં થઈ જાય એવો એક્સ્પીરિયન્સ આપતી રેસ્ટોરાં કે નાઇટ સ્ટેની સુવિધા આપતી હોટેલો વિશ્વભરમાં હવે ખૂલી રહી છે. યુનાઇટેડ કિંગડમના વેલ્સ નામના દેશમાં સ્વીડનમાં ચાંદીની ખાણોમાં ૫૦૮ ફુટ ઊંડે સાલા સિલ્વર માઇન હોટેલ આવેલી છે જે અત્યાર સુધી વિશ્વની સૌથી ઊંડી હોટેલ હતી. જોકે આ હોટેલનો ખિતાબ વેલ્સ દેશમાં આવેલા સ્નોડોનિયા પર્વતમાળાની વચ્ચે આવેલી તાંબાની ખાણોમાં બનેલી નવી હોટેલે ઝૂંટવી લીધો છે.




છેક ઊંડે પાણીનાં ઝરણાં વચ્ચે લાકડાની કૅબિન્સ છે તો સાથે એક લક્ઝુરિયસ સ્વીટ પણ બનાવવામાં આવ્યું છે. 


‘ધ ડીપ સ્લીપ હોટેલ’ તરીકે જાણીતી સ્નોડોનિયાની હોટેલ ૧૩૭૫ ફુટ ઊંડે છે. જમીનથી લગભગ અડધો કિલોમીટર ઊંડે આવેલી તાંબાની ખાણની આ હોટેલમાં અંદર જવું હોય તો તમારે ટૉર્ચના અજવાળે નિસરણી ઊતરીને જવું પડે છે.


આ હોટેલમાં રહેવા જવું એ ઍડ્વેન્ચરથી કમ નથી. પોણો કલાક સુધી સ્નોડોનિયાના પર્વતોમાં ટ્રેકિંગ કરવું પડે છે અને એ પછી હોટેલની અંદર પ્રવેશ્યા પછી લગભગ વીસેક મિનિટ જેટલું ઉતરાણ કરવાનું હોય છે. ખાણની ગલીકૂંચીઓ અને નિસરણી પરથી લટકીને નીચે ઊતર્યા પછી અંદર એક સુંદર અને રમણીય જગ્યા દેખાય છે. એમાં અમુક ભાગમાં તો પાણીનાં ઝરણાં જેવું પણ છે. એ વહેતા પાણી પર લાકડાની કૅબિન બનાવીને રહેવાની રૂમ બનાવાઈ છે. પાતાળમાં આવેલી આ હોટેલનું તાપમાન આખા વર્ષ દરમ્યાન ઠંડું રહે છે એટલે કોઈ એક્સ્ટ્રા ઍર-કન્ડિશનરની જરૂર નથી પડતી.

ખાણને કોતરીને કુદરતી રીતે રચાતા ખૂણાઓમાં પણ આધુનિક સુવિધાઓવાળી રૂમ્સ છે. 

આ ખાણમાં તમને ઇથરનેટ કેબલથી ઇન્ટરનેટ ઍક્સેસ કરવા મળશે. તમે કોઈ જંગલમાં આવ્યા હો તો કેવું એક્સપરિમેન્ટલ ખાવાનું મળે એવું બેઝિક ફૂડ અહીં મળશે. શનિ-રવિના આ હોટેલનું ઍડ્વાન્સ બુકિંગ લગભગ બે મહિના અગાઉથી કરી લેવું જરૂરી છે.

હોટેલમાં આવવા-જવા માટે ખાણિયાઓની જેમ હેલ્મેટ પહેરીને નિસરણીનો ઉપયોગ કરવો પડે.

આ સુંદર જગ્યાએ પહોંચતાં જ અડધો દિવસ નીકળી જાય છે. અહીં રાત રોકાનારા લોકોના રિવ્યુ મુજબ આ હોટેલમાં તમે હોઠ ફફડાવો તોય અવાજ પડઘાય છે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2025 01:07 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK