° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


મહિલાના બાથરૂમમાં અચાનક વહેવા લાગ્યું લોહી, હવે સીક્રેટ ઉકેલાયું

26 September, 2022 11:44 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો હતો જેને ૭૦ લાખથી વધુ લોકોએ જોયો છે.

મહિલાના બાથરૂમમાં અચાનક વહેવા લાગ્યું લોહી Offbeat

મહિલાના બાથરૂમમાં અચાનક વહેવા લાગ્યું લોહી

બાથરૂમમાં પાણી લીકેજ થવાની સમસ્યા બહુ જ સામાન્ય છે, પરંતુ મહિલા ટિકટૉકર લેક્સી ચિડેસ્ટરને એ વાત જાણીને આઘાત લાગ્યો કે તેના બાથરૂમમાં કોઈ હૉરર ફિલ્મની જેમ લોહી જેવો પદાર્થ લીક થતો હતો. તેણે સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો હતો જેને ૭૦ લાખથી વધુ લોકોએ જોયો છે. લેક્સી જાણવા માગતી હતી કે એ પદાર્થ શું છે. પરંતુ એને કંઈ સમજાતું નહોતું. તેને ડર લાગતો હતો કે શું તેના ઘરમાં ભૂતોનો વાસ છે? પોતાનો અનુભવ વર્ણવતાં લેક્સીએ કહ્યું હતું કે હું આ ઘરમાં છેલ્લાં ૨૦ વર્ષથી રહું છું. અચાનક મારા ઘરની સિન્કમાં લોહી વહેવા લાગ્યું હતું.’ 
લોહી ક્યાંથી આવે છે એ સમસ્યા જાણવા તેણે પ્લમ્બરને પણ બોલાવ્યો હતો. એક યુઝરે કહ્યું હતું કે તમારું ઘર પિરિયડમાં આવ્યું છે તો બીજા યુઝરે કહ્યું કે એ હૅલોવીનની તૈયારી કરી રહ્યું છે. તપાસ કરતા ખબર પડી કે બાથરૂમમાં આવેલી કેબિનેટમાં કેટલાંક મેટલના ટૂકડાઓ હતા. જે કટાઇ જતા એમાંથી નીકળતું પ્રવાહી લોહી જેવું હતું.

26 September, 2022 11:44 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઢોસા સાથે આઇસક્રીમ, ડેડલી ફૂડ કૉમ્બિનેશન

ગયા વર્ષે ફૅન્ટા અને મૅગીના કૉમ્બિનેશનને લોકોએ સૌથી વધુ વખોડ્યું હતું

08 December, 2022 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મેટ્રોમાં અકસ્માતે ઢોળાયેલો ખોરાક સાફ કરતા સ્ટુડન્ટની નેટિઝન્સે કરી પ્રશંસા

તેની આ ચેષ્ટાથી પ્રભાવિત લોકોએ છોકરાને ખરા અર્થમાં ‘સ્વચ્છ ભારત મિશનનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર’ ગણાવ્યો હતો

08 December, 2022 11:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અદ્ભુત જુગાડ, સ્કૂટરને ઇલે​ક્ટ્રિક ગરગડી બનાવ્યું

આ કારીગરે બજાજના સ્કૂટરમાં કેટલાક ફેરફાર કરીને એને ઇલેક્ટ્રિક ગરગડીમાં તબદીલ કર્યું છે

08 December, 2022 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK