કેટલાક લોકોએ એને સબવે સર્ફની ગેમ સાથે પણ સરખાવી હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ચાલુ ટ્રેનમાં ચડતી વખતે કે ઊતરતી વખતે ઘણી વાર લોકો પડી જતા હોવાની અને ઘણી વાર કચડાઈ જતા હોવાની ઘટનાઓ બની છે. ટ્રેનની ઉપર બેસીને લોકો મુસાફરી પણ કરતા હોય છે પણ એક મહિલા ચાલતી ટ્રેન પર દોડતી જોવા મળી હતી. ટ્રેન પાટા પર ચાલતી હતી અને તે ટ્રેન પર દોડતી હતી. થોડી વાર સુધી દોડ્યા પછી એકાએક નાચવા માંડી હતી. સોશ્યલ મીડિયામાં આ મહિલાનો વિડિયો વાઇરલ થયો ત્યારે આ ઘટનાની ચર્ચા ચાલી છે. કેટલાક લોકોએ એને સબવે સર્ફની ગેમ સાથે પણ સરખાવી હતી.

