° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


આ છોકરીએ ૬ મગરમચ્છ પાળ્યા છે, જે ઘરમાં ફરતા રહે છે

09 May, 2022 09:31 AM IST | Taiwan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાઇવાનના એક સંવર્ધક પાસેથી પ્રથમ મગરમચ્છ ખરીદ્યા બાદ તેનું આ પ્રજાતિ પ્રત્યે વળગણ વધ્યું હતું

સાશિમી પાળેલાં મગરો સાથે Offbeat

સાશિમી પાળેલાં મગરો સાથે

સામાન્ય રીતે આપણે બધા જ પ્રાણીઓને પાળવાનો શોખ ધરાવીએ છીએ અને પ્રાણીઓ પણ જાણે એમનું જ ઘર હોય એમ મુક્તપણે હરફર કરતાં હોય છે, પણ એ મોટે ભાગે ડૉગ, બિલાડી કે અન્ય પ્રાણીઓ હોય છે, પરંતુ તાઇવાનમાં સાશિમી નામની એક છોકરીએ પોતાના ઘરમાં મગરમચ્છ પાળ્યા છે અને એ પણ એક કે બે નહીં, પૂરા ૬. તેના ઘરમાં મગરમચ્છ અન્ય પાળેલાં પ્રાણીઓની જેમ જ મુક્તપણે ફરતા હોય છે.  

તાઇવાનના એક સંવર્ધક પાસેથી પ્રથમ મગરમચ્છ ખરીદ્યા બાદ તેનું આ પ્રજાતિ પ્રત્યે વળગણ વધ્યું હતું. ફેસબુક પર એક વિડિયો પોસ્ટ કરીને સાશિમીએ તેનો પાળેલો મગરચ્છ ફિલ એના મોઢામાં કોઈ ચીજ પકડી લે ત્યારે શું થાય છે એ જણાવ્યું  છે. ફિલ મોઢામાં એક ટ્યુબ પકડીને બેઠો છે. સાશિમી ફિલને સોફા નીચેથી ખેંચીને બહાર કાઢે ત્યારે મોઢામાં ટ્યુબ પકડીને ફરી રહ્યો હોય છે. દોઢ મીટર લાંબો આ મગરમચ્છ તેની પાસેથી છટકીને ભાગી રહ્યો હોવાથી છેવટે તે એની પીઠ પર બેસીને મોપના હૅન્ડલથી એના મોઢામાંની વસ્તુ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, જેમાં મહામહેનતે સફળ થાય છે.  

અન્ય એક વિડિયોમાં ફિલ સાશિમીનું શૂઝ મોઢામાં લઈને ફરી રહ્યો હોય છે. તેનું કહેવું છે કે ફિલ વારંવાર મારાં શૂઝ લઈને ફરતો રહે છે. એને મારાં શૂઝનું આટલું વળગણ શા માટે છે એ જ સમજી શકાતું નથી. સાશિમીએ ફિલના મોઢામાંથી પોતાનાં શૂઝ કઢાવવા રીતસરની ખેંચાખેંચ કરવી પડે છે.

શું મગરમચ્છ માણસ સાથે મૈત્રી કરી શકે છે અને તેના ‘શ્રેષ્ઠ મિત્ર’ બની શકે છે એમ પુછાતાં સાશિમીએ કહ્યું કે મોટા ભાગના લોકો વિચારે છે એના કરતાં તેઓ વધુ પ્રેમાળ હોય  છે.

09 May, 2022 09:31 AM IST | Taiwan | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

થીજી ગયેલા નાયગરા ધોધની દુર્લભ તસવીર

થીજી ગયેલા નાયગરા ધોધનો આ શાનદાર ફોટો બહાર આવ્યો છે. વિક્ટોરિયન યુગના એક પ્રવાસીએ ૧૯૮૫માં કૅનેડા અને અમેરિકાની સરહદ નજીક આવેલા આ ​વિશાળ ધોધ નજીક થીજી ગયેલા બરફ પર રમી રહેલા પ્રવાસીઓના ફોટો પાડ્યા છે.

27 May, 2022 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ફ્રેન્ચ ડેરડેવિલે રેકૉર્ડ બનાવ્યો

એક ક્રેન વચ્ચે બાંધવામાં આવેલા ૨૨૦૦ મીટર લાંબા વાયર પર ચાલ્યો હતો.

27 May, 2022 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

‘પત્ની વેચવાની છે’ - પતિએ આપી જાહેરાત

એક ઉત્સવમાં ભાગ લેવા સારાહ એપ્રિલમાં બહાર ગઈ હતી ત્યારે રૉબી મૅકમિલને એક જૂની કારના વેચાણની જાહેરાત આપતો હોય એ રીતે પત્ની વેચવાની જાહેરાત સોશ્યલ મીડિયામાં મૂકી હતી.

27 May, 2022 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK