° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


પરગ્રહવાસીએ કિડનૅપ કર્યાનો મહિલાનો દાવો

22 November, 2021 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મને કિડનૅપ કર્યા પછી પરગ્રહવાસીઓએ મારા પર પ્રયોગ કરીને મારા ત્રણ અંડકોષ ચોરી કરી લીધા છે. એ અંડકોષમાંથી પરગ્રહવાસીઓએ હાઇબ્રીડ બાળકોને જન્મ આપ્યો હોવાનું પણ આ મહિલાએ વિડિયોમાં કહ્યું છે.

પરગ્રહવાસીએ કિડનૅપ કર્યાનો મહિલાનો દાવો

પરગ્રહવાસીએ કિડનૅપ કર્યાનો મહિલાનો દાવો

સોશ્યલ મીડિયા કોને ઘેલું નથી બનાવતું? તાજેતરમાં એક મહિલાએ ટિકટૉક પર એવો દાવો કર્યો છે કે ૨૦૧૮માં મને પરગ્રહવાસીઓ કિડનૅપ કરી ગયા હતા. એટલું જ નહીં, મહિલાએ તો ત્યાં સુધી કહ્યું છે કે મને કિડનૅપ કર્યા પછી પરગ્રહવાસીઓએ મારા પર પ્રયોગ કરીને મારા ત્રણ અંડકોષ ચોરી કરી લીધા છે. એ અંડકોષમાંથી પરગ્રહવાસીઓએ હાઇબ્રીડ બાળકોને જન્મ આપ્યો હોવાનું પણ આ મહિલાએ વિડિયોમાં કહ્યું છે.
વાત અહીં અટકી નહોતી. ટિકટૉક પરની પ્રજાતિ આ વિડિયોના દાવાથી મહિલા પર પ્રશ્નોના વરસાદ સાથે તૂટી પડી હતી. મોજમાં આવેલી મહિલાએ પછી તો સ્ટોરીટાઇમ કહીને બીજા બે વિડિયો શૅર કરીને તેની આખી કિડનૅપ-કહાણી રસથી વર્ણવી હતી. મહિલાએ તો એવા-એવા દાવા કર્યા છે કે આ ઘટના પછી મારા શરીરમાં ફેરફાર થયો છે. મારું આખું જીવન બદલાઈ ગયું છે. એટલે મેં મારું નામ પણ બદલી નાખ્યું છે વગેરે. જોકે ઘણા નેટિઝન્સે મહિલાના આ દાવાને ભ્રમ અને પાયા વગરની વાતો ગણાવી હતી. તો બીજી તરફ અમુક લોકોએ તેને સપોર્ટ કર્યો હતો.

22 November, 2021 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ

અહીં ઇરાકના ઇબ્રાહિમ સાદેક નામના એક યુવકે હાથની પાછળના હિસ્સા પર ઈંડાં બૅલૅન્સ કરવાની કોશિશ કરીને એકસાથે ૧૮ ઈંડાં બૅલૅન્સ કર્યાં હતાં.

28 November, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પ્લાસ્ટિકનો મગર સમજીને સેલ્ફી લેવા ગયો, નીકળ્યો રિયલ

અમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓએ આ ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે અમે પ્રવાસીઓને જંગલી અને જીવલેણ ઈજા પહોંચાડતાં પ્રાણીઓથી દૂર રહેવા પ્રવાસીઓને સાવચેત કરતા હોઈએ છીએ.

28 November, 2021 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ધ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂક્યા છે. 

28 November, 2021 01:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK