° °

આજનું ઇ-પેપર
Monday, 23 May, 2022


સ્પર્ધા જીતો અને ૧૮ બેડ વિલામાં સુપર લક્ઝરીમાં રહો

10 May, 2022 11:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ વચ્ચેની સ્પર્ધામાં જે જીતશે તે મિત્રો સાથે આ લા ડોલ્સે વિલામાં વીક-એન્ડ મનાવી શકશે. 

સ્પર્ધા જીતો અને ૧૮ બેડ વિલામાં સુપર લક્ઝરીમાં રહો

સ્પર્ધા જીતો અને ૧૮ બેડ વિલામાં સુપર લક્ઝરીમાં રહો

ઇટલીના ટસ્કનીમાં ૧૨મી સદીની વિલામાં ભાડે રહેવું એ લક્ઝરી મનાય છે. જોકે ઇટાલિયન બિયર કંપનીનું માનવું છે કે એક સ્પર્ધા લૉન્ચ કર્યા પછી આ તમામ સુવિધા સાથે રોકાણનો ખર્ચ એ ઉઠાવશે. 
ઑલિવ મિલ ધરાવતી ફ્લોરેન્સ અને સિએના વચ્ચેની રોલિંગ ટસ્કની ટેકરીઓમાં સ્થાપિત લગભગ ૧૪૦૦ના દાયકાની આ અદ્ભુત વિલા સદીઓથી રોમન પરિવારની માલિકીની હતી.
નવી ઝુંબેશના ભાગરૂપે ઇટાલિયન બિયર કંપની બિરા મોરેટીએ આ પ્રૉપર્ટી પર કબજો જમાવ્યો છે અને વચન આપ્યું છે કે ઇન્સ્ટાગ્રામ યુઝર્સ વચ્ચેની સ્પર્ધામાં જે જીતશે તે મિત્રો સાથે આ લા ડોલ્સે વિલામાં વીક-એન્ડ મનાવી શકશે. 
સ્પર્ધામાં જીતનાર ઇટાલિયન સંસ્કૃતિનો પણ અનુભવ મેળવશે. મહેમાનો માટેના પ્રવાસ કાર્યક્રમમાં હૉટ ઍર બલૂન રાઇડનો પણ સમાવેશ છે. ટસ્કનીમાં રોકાણ માટેની સ્પર્ધા જીતવા માટે ઇન્સ્ટાગ્રામના યુઝર્સે ઇટાલિયન જીવન જીવવાની રીતથી પ્રેરિત જુદા-જુદા પડકારોનો સામનો કરવાનો રહેશે. 

10 May, 2022 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

વિશ્વનું સૌથી મોટું શાકાહારી સ્કૉચ એગ : વજન છે ૮.૩ કિલો

બ્રિટનમાં16 મેથી 22 મે દરમ્યાનનું અઠવાડિયું બ્રિટનમાં રાષ્ટ્રીય શાકાહારી સપ્તાહ તરીકે ઊજવાય છે.

23 May, 2022 09:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ઑનલાઇન ગેમ રમી રહેલી બે બિલાડીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ

નાનાં બાળકો અને પ્રાણીઓમાં એક સમાનતા હોય છે. તેઓ રમતાં-રમતાં ક્યારે ઝઘડી પડે એ કહેવું મુશ્કેલ હોય છે.

23 May, 2022 09:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

કેક પર આઇસિંગ જોઈને અવાક થઈ ગયો નાગપુરવાસી

જીવનમાં ઘણી વાર વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે જેના માટે કોઈ કારણ હોતું નથી તો ઘણી વાર કોઈક ઘટના એવી હોય છે કે તમે એના વિશે શું બોલવું એ જ નક્કી કરી શકતા નથી.

23 May, 2022 09:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK