રિયલ ઘોડાઓની સાઇઝ કરતાં દોઢ ગણું કદ આ શિલ્પો ધરાવે છે.
ઘોડાની પ્રતિકૃતિ
અમેરિકાના ઇર્વિંગ શહેરમાં વિલિયમ સ્ક્વેર પ્લાઝામાં એક શિલ્પોનું પાર્ક આવેલું છે. આ પાર્કમાં ૯ ઘોડાની તાંબાની બનેલી અદ્ભુત મૂર્તિઓ બની છે. એ શિલ્પોને કોઈ પણ ઍન્ગલથી જુઓ તો જાણે ઘોડા દોડી રહ્યા હોય એવું લાગે. આ ઘોડા જમીન પર હોય કે પાણીના વહોળા પર, એના પગની પોઝિશન એવી છે જાણે એ મૂવમેન્ટ કરતા હોય. પગની નીચેનું પાણી પણ જાણે દોડતા ઘોડા હોય એવો ભાસ કરાવે છે. રિયલ ઘોડાઓની સાઇઝ કરતાં દોઢ ગણું કદ આ શિલ્પો ધરાવે છે. એ પછી પણ એ રિયલ હોવાનો જ આભાસ કરાવે એવાં છે. આ શિલ્પો જંગલી મસ્ટૅન્ગની યાદમાં બનાવવામાં આવ્યાં હતાં.

