Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘પત્ની વેચવાની છે’ - પતિએ આપી જાહેરાત

‘પત્ની વેચવાની છે’ - પતિએ આપી જાહેરાત

27 May, 2022 12:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક ઉત્સવમાં ભાગ લેવા સારાહ એપ્રિલમાં બહાર ગઈ હતી ત્યારે રૉબી મૅકમિલને એક જૂની કારના વેચાણની જાહેરાત આપતો હોય એ રીતે પત્ની વેચવાની જાહેરાત સોશ્યલ મીડિયામાં મૂકી હતી.

‘પત્ની વેચવાની છે’ - પતિએ આપી જાહેરાત

‘પત્ની વેચવાની છે’ - પતિએ આપી જાહેરાત


સારા સંબંધ માટે તમારા શ્રેષ્ઠ મિત્ર સાથે લગ્ન કરો એ વાત ભારે મજાકીય સ્વભાવ ધરાવતા પ્રેન્કસ્ટર રૉબી મૅકમિલન અને તેની પત્ની સારાહ માટે સાચી સાબિત થાય છે. બન્ને ૨૦ વર્ષથી સાથે રહે છે અને તેમનાં બે બાળકો પણ છે. એક ઉત્સવમાં ભાગ લેવા સારાહ એપ્રિલમાં બહાર ગઈ હતી ત્યારે રૉબી મૅકમિલને એક જૂની કારના વેચાણની જાહેરાત આપતો હોય એ રીતે પત્ની વેચવાની જાહેરાત સોશ્યલ મીડિયામાં મૂકી હતી. ૧૭ એપ્રિલે ફેસબુકમાં તેણે લખ્યુ હતું, ‘હેડલાઇટ્સ સારી છે, રંગ બદલે છે, સપ્તાહ દરમ્યાન વાઇટ તો વીક-એન્ડમાં ઑરેન્જ થાય છે. ટાયર સારાં છે, વધારાની ૧૦૦ જોડી પણ છે. દરરોજ સવારે થોડી ખરાબ વાસ આવે છે, પરંતુ બારી ખોલો તો જતી રહે છે. જ્યારથી મળ્યો છે ત્યારથી ઉપરના ભાગથી થોડો ત્રુટક-ત્રુટક રડવાનો અવાજ આવે છે. જોકે છેલ્લા મહિનાથી ઘણું બગડ્યું હોય એવું લાગે છે. બિયર અને કૉકટેલ પર ચાલે છે. અદલાબદલી થઈ શકે (જેનિફર એનિસ્ટન અથવા ઇમેલ્ડા મે માટે આદર્શ).’ આ સાથે તેણે પત્ની સારાહનો ફોટો મૂક્યો હતો. 
રૉબીએ કોઈ કિંમત નહોતી લખી છતાં તેને થોડી ઑફર જરૂર આવી હતી. સારાહે પણ આ પોસ્ટ વાંચીને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું, ‘પોસ્ટ વાંચીને હું હસી પડી. તે વારંવાર આવું કરતો હોય છે. કદાચ તે મને યાદ કરતો હશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK