° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ભૂતને મળવું છે? પહોંચો આ હોટેલમાં

20 November, 2021 06:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અમુક રૂમમાં એલિઝાબેથના નામની પોકાર નાખતો પુરુષનો અવાજ પણ સંભળાતો હતો. આ હોટેલના પહેલા માલિકની પત્નીનું નામ એલિઝાબેથ હતું.

ભૂતને મળવું છે? પહોંચો આ હોટેલમાં

ભૂતને મળવું છે? પહોંચો આ હોટેલમાં

ઇંગ્લૅન્ડમાં એક હોટેલમાં લોકોએ ભૂત હોવાની ફરિયાદ કરતાં ભૂત શોધતી સત્તાવાર એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હોટેલમાં રહેવા આવેલા લોકોએ ફરિયાદ કરી હતી કે તેમને પગલાંનો અવાજ સંભળાય છે, કોઈ અચાનક વાળ ખેંચી જાય છે, ખાલી રૂમમાંથી રિસેપ્શન પર ફોન આવે છે વગેરે. ‘શ્રુબરી’ નામની આ હોટેલમાં આવી વિચિત્ર ઘટનાઓને પગલે સત્તાવાર તપાસ ટીમને બોલાવવામાં આવી હતી. ૧૪ નવેમ્બરની સાંજે હોટેલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં હોટેલમાલિકે જણાવ્યું હતું કે હોટેલમાં જાતજાતના અવાજ સંભળાય છે, ઘણા લોકોને પોતાને કોઈ અડતું હોય એવો અનુભવ થાય છે, ઘણાને ડાઇનિંગ-રૂમમાં ઘોડેસવાર પણ દેખાય છે, તો ઘણાને સિસોટી સંભળાઈ. એટલું જ નહીં, તપાસ માટે આવેલી ટીમના વૉકી-ટૉકીમાં પણ કોઈ છેડછાડ કરતું હોવાનું તપાસ કરનાર અધિકારીઓએ અનુભવ્યું હતું. ટીમના એક પણ 
સભ્ય કશું બોલ્યું ન હોવા છતાં વૉકીટૉકીમાં દરેકને એકબીજાનો અવાજ સંભળાતો હતો. અમુક રૂમમાં એલિઝાબેથના નામની પોકાર નાખતો પુરુષનો અવાજ પણ સંભળાતો હતો. આ હોટેલના પહેલા માલિકની પત્નીનું નામ એલિઝાબેથ હતું.

20 November, 2021 06:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

વાંદરાએ પોતાના માટે શોધી કાઢી ખાસમખાસ કૅટ-ટૅક્સી

રેડિટ પર લગભગ ૧૫ કલાક પહેલાં એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં એક બિલાડીની પીઠ પર નાનું વાંદરું વળગીને બેઠું છે

05 December, 2021 08:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ પરિવારનાં પાંચ બાળકો હજી પણ ભાંખોડિયાભેર ચાલે છે

ટર્કીના વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘પછાત વિકાસ’ના પુરાવા તરીકે ગણાવે છે

05 December, 2021 08:07 IST | Turkey | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વિશ્વના સૌથી મોટા વૉશિંગ મશીન પિરામિડનો રેકૉર્ડ

આ પિરામિડ તૈયાર કરવામાં ૧૪૯૬ રીસાઇકલ્ડ વૉશિંગ મશીનનો ઉપયોગ થયો છે

05 December, 2021 08:01 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK