Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ડાકુએ નદીમાંથી સાપ પકડ્યો અને કાચો જ મોઢામાં મૂકીને ચાવી નાખ્યો

આ ડાકુએ નદીમાંથી સાપ પકડ્યો અને કાચો જ મોઢામાં મૂકીને ચાવી નાખ્યો

10 July, 2024 01:31 PM IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકોનું કહેવું છે કે આ માણસ પર ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ અંતર્ગત કાર્યવાહી થવી જોઈએ.

 ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગંગાપ્રસાદ નામના ડાકુએ આવું કૃત્ય કર્યું છે.

અજબ ગજબ

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગંગાપ્રસાદ નામના ડાકુએ આવું કૃત્ય કર્યું છે.


ચીન અને કોરિયામાં સાપ અને જીવજંતુઓ ખાવાની કોઈ નવાઈ નથી, પરંતુ આપણે ત્યાં જ્યાં સાપને દેવતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ત્યાં કોઈ જીવતા સાપને ખાવા માંડે તો હોબાળો મચવો સ્વાભાવિક છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગંગાપ્રસાદ નામના ડાકુએ આ કૃત્ય કર્યું છે. ગંગાપ્રસાદ થોડા સમય પહેલાં જેલમાંથી છૂટ્યો છે અને બહાર આવીને તેણે ક્રૂરતાનું ફરી એક વાર નિદર્શન કર્યું છે. વિડિયોમાં તે પાણીમાં તરતા સાપને મોઢેથી ચપળતાપૂર્વક પકડી લેતો જોવા મળે છે. લગભગ દોઢબે ફુટનો પાતળો દોરડી જેવો સાપ છટપટે છે એટલે ગંગાપ્રસાદ એને મારે છે. જોર-જોરથી માર્યા પછી તે મોઢાની નીચેના ભાગ પર બટકાં ભરીને સાપને કાચો જ ચાવી જાય છે. ગંગા સ્થાનિક ડાકુઓની ગૅન્ગનો મેમ્બર છે અને આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા પછી કિશનપુર પોલીસ-સ્ટેશનને આ ડાકુ સામે સ્ટ્રિક્ટ ઍક્શન લેવાની તાકીદ કરી છે. કેટલાકનું કહેવું છે કે આ માણસ પર ઇન્ડિયન વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ અંતર્ગત કાર્યવાહી થવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2024 01:31 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK