Viral Video: વીડિયો ગઇકાલે શેર કરવામાં આવ્યો હતો જેના પર હવે 2,92,000 કરતાં વધારે વ્યૂઝ પાર થઈ ગયા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઈન્ટરનેટ પર ફરી એક વખત એવી વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે ‘જાહેરમાં ન થવી જોઈએ એવી વસ્તુઓ’ની શ્રેણીમાં આવે છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક કપલ ટ્રેનની એક જ બર્થ પર એકબીજાને ચોંટીને સૂતા જોવા મળી રહ્યા છે. જેથી હવે આ વીડિયોને આધારે લોકોએ આ કપલ સામે PDA (પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન) હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેલ-એક્સપ્રેસ ટ્રેનની એક જ સીટ પર એક કપલ એકબીજાને ચોંટીને સૂઈ ગયા છે. આ વીડિયોને જોઈને અનેક લોકોએ ‘કન્સેન્ટની અછત’ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ વીડિયો નજીકમાં બેસેલી એક મહિલાએ (Viral Video) તેના ફોનમાં કૅપ્ચર કર્યો હતો. આગળ જતાં વીડિયોમાં આગળ ટીટી પણ આ કપલને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે. જો કે આ ઘટના કયારની અને ક્યાંની છે તે બાબતે કોઈપણ માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
OYO वाली सुविधा अब भारतीय रेल में भी उपलब्ध
— HasnaZarooriHai?? (@HasnaZaruriHai) June 11, 2024
????? pic.twitter.com/EtCXqsEfQk
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર ‘હસનાજરૂરીહૈ’ હેન્ડલ દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. વીડિયો ગઇકાલે શેર કરવામાં આવ્યો હતો જેના પર હવે 2,92,000 કરતાં વધારે વ્યૂઝ પાર થઈ ગયા છે. વીડિયો શેર થયા પછી તે તરત જ વાયરલ થયો હતો. મોટાભાગના લોકોએ ટ્રેનમાં પીડીએ માટે આ યુગલની ટીકા કરી, જ્યારે બીજા અમુક લોકોએ કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે. તો કેટલાક લોકોએ કપલન્નો વીડિયો રેકોર્ડ (Viral Video) કરનારી છોકરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા, કારણ કે લોકોએ કહ્યું કે કોઇની પરવાનગી વિના વીડિયો બનાવવો પણ એક ગુનો છે.
કમેન્ટ બોક્સમાં લોકોએ લખ્યું "આવી સર્વિસ દરેક ટ્રેનમાં હોવી જોઈએ," એક યુઝરે કહ્યું. "શું તમે લોકો જોઈ રહ્યા છો કે અહીં કેવી રીતેના લોકો રહે છે? આ વિશે ખૂબ જ ગંભીર બાબત છે. એક જાણે લખ્યું "પ્રિય રેલવે મંત્રી, શું ભારતીય મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં (Viral Video) મહિલાઓ, ટીનએજ છોકરીઓ અને અન્ય લોકો માટે મુસાફરી કરવી સલામત છે? મને આશા છે કે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે. આ શું છે? મને ખુશી છે કે ટીટીએ આવીને તેમને રોક્યો, પણ શું આ એક પ્રાથમિક શિષ્ટાચાર ન હોવો જોઈએ કે જાહેરમાં આવી વસ્તુઓ ન કરવી જોઈએ. જેથી હવે રેલવે આ મામલે કેવી કાર્યવાહી કરે છે અને આ કપલને કેટલો દંડ ફટકારે છે તે બાબત પર દરેક લોકોનું ધ્યાન છે.

